< Return to Video

OTP શીખવાની શ્રેણી 01 : સાઇન અપ કેવી રીતે કરવું

  • 0:06 - 0:09
    [સાઇન અપ કેવી રીતે કરવું]
  • 0:11 - 0:13
    ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં
    આપનું સ્વાગત છે!
  • 0:14 - 0:15
    ફાળો આપવાનું શરૂ કરવા માટે,
  • 0:15 - 0:19
    TED.com પર જાઓ અને પ્રોફાઇલ સેટ કરો.
  • 0:20 - 0:21
    પછી તમારે નોંધણી કરવાની રહેશે
  • 0:22 - 0:25
    અમારા ઓનલાઇન અનુવાદ અને
    અનુલેખન માટેના ટૂલ, Amara માં.
  • 0:26 - 0:29
    આમ કરવા માટે, Amara.org પર જાઓ
  • 0:30 - 0:34
    અને પછી તમારી TED પ્રોફાઇલનો
    ઉપયોગ કરીને સાઇન ઇન કરો.
  • 0:38 - 0:40
    હવે તમારી ભાષાઓ પસંદ કરો.
  • 0:41 - 0:42
    ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં,
  • 0:42 - 0:45
    અંગ્રેજી TEDTalks નું અનુવાદ કરવા ઉપરાંત,
  • 0:45 - 0:48
    અન્ય ભાષાઓમાં વિતરિત TEDxTalks નું પણ
  • 0:48 - 0:51
    તમે અનુવાદ અને અનુલેખન કરી શકો છો.
  • 0:52 - 0:54
    તેથી અહીં, બધી ભાષાઓ પસંદ કરો
  • 0:54 - 0:58
    જેમાં અનુવાદ અને અનુલેખન માટે
    તમે આત્મવિશ્વાસ અનુભવો છો.
  • 1:06 - 1:09
    તે પછી, 'Apply to Join' ક્લિક કરો.
  • 1:10 - 1:13
    તમને થોડા પ્રશ્નોના, જવાબો પૂછવામાં આવશે.
  • 1:14 - 1:16
    શક્ય તેટલું સચોટ બનો,
  • 1:16 - 1:18
    અને અંગ્રેજીમાં આ બધાના
    જવાબ આપવાનું યાદ રાખો.
  • 1:20 - 1:22
    જ્યારે તમે તૈયાર હોવ,
    તમારી એપ્લિકેશન સબમિટ કરો.
  • 1:24 - 1:25
    હું તમને સલાહ આપીશ કે,
  • 1:26 - 1:30
    Amara દ્વારા તમને મોકલવામાં આવેલા ઇમેઇલમાં
    તમારા ઇમેઇલની પુષ્ટિ કરવાનું ભૂલશો નહીં.
  • 1:31 - 1:33
    આ તમને સૂચના પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે,
  • 1:33 - 1:35
    જ્યારે તમારી અરજી સ્વીકૃત થઈ જશે.
  • 1:37 - 1:40
    એપ્લિકેશનને મંજૂરી આપવા,
    અમે પાંચ દિવસનો સમય લઈએ છીએ.
  • 1:40 - 1:42
    તમે આ સમય તૈયાર કરવા માટે વાપરી શકો છો
  • 1:42 - 1:47
    TED.com અને અમારા Wiki, OTPedia પર
    અમારી તાલીમ સામગ્રી બ્રાઉઝ કરીને
  • 1:48 - 1:52
    અને તમે TEDTalks, TEDxTalks તથા
    TED-Ed ના પાઠ શોધી શકો છો
  • 1:52 - 1:53
    જે તમે ભાષાંતર કરવા માંગો છો.
  • 1:54 - 1:56
    તમારી અરજી સ્વીકૃત થયા પછી,
  • 1:57 - 1:59
    OTP સમુદાય સાથે સંપર્કમાં રહેવું,
  • 1:59 - 2:01
    અમારા સામાન્ય ફેસબુક જૂથોમાં,
  • 2:02 - 2:05
    'I translate TEDTalks' અને
    'I transcribe TEDxTalks'
  • 2:05 - 2:10
    અને OTPedia પર સતત વધતી જતી સૂચિમાં
    તમારું વિશિષ્ટ ભાષા જૂથ શોધો.
  • 2:11 - 2:14
    અને હાલ માટે,
    અનુવાદ તથા અનુલેખન માટે શુભકામનાઓ!
Title:
OTP શીખવાની શ્રેણી 01 : સાઇન અપ કેવી રીતે કરવું
Description:

આ ટ્યુટોરીયલ સમજાવે છે કે, TED ના ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં સ્વયંસેવક તરીકે કેવી રીતે સાઇન અપ કરવું. આ વિડિઓમાં વપરાયેલ લિંક્સ :

OTPedia પર તાલીમ સામગ્રી : http://translations.ted.org/wiki/Main_Page

સામાન્ય OTP ફેસબુક જૂથ :
http://www.facebook.com/groups/ITranslateTEDTalks
http://www.facebook.com/groups/ITranscribeTEDxtalks

ભાષા-વિશિષ્ટ ફેસબુક જૂથોની સૂચિ :
http://translations.ted.org/wiki/Language_Groups

આ વિડિઓ TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટ, ઉપશીર્ષક, પારસ્પરિક અસર કરનાર અનુલેખન અને વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા કોઈપણ વાતની ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરીને, અંગ્રેજી ભાષા બોલતા વિશ્વ આગળ TEDTalks, TED-Ed lessons અને TEDxTalks લાવે છે.
http://www.ted.com/pages/287 પર વધુ જાણો.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED Translator Resources
Duration:
02:15

Gujarati subtitles

Revisions