[સાઇન અપ કેવી રીતે કરવું]
ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં
આપનું સ્વાગત છે!
ફાળો આપવાનું શરૂ કરવા માટે,
TED.com પર જાઓ અને પ્રોફાઇલ સેટ કરો.
પછી તમારે નોંધણી કરવાની રહેશે
અમારા ઓનલાઇન અનુવાદ અને
અનુલેખન માટેના ટૂલ, Amara માં.
આમ કરવા માટે, Amara.org પર જાઓ
અને પછી તમારી TED પ્રોફાઇલનો
ઉપયોગ કરીને સાઇન ઇન કરો.
હવે તમારી ભાષાઓ પસંદ કરો.
ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં,
અંગ્રેજી TEDTalks નું અનુવાદ કરવા ઉપરાંત,
અન્ય ભાષાઓમાં વિતરિત TEDxTalks નું પણ
તમે અનુવાદ અને અનુલેખન કરી શકો છો.
તેથી અહીં, બધી ભાષાઓ પસંદ કરો
જેમાં અનુવાદ અને અનુલેખન માટે
તમે આત્મવિશ્વાસ અનુભવો છો.
તે પછી, 'Apply to Join' ક્લિક કરો.
તમને થોડા પ્રશ્નોના, જવાબો પૂછવામાં આવશે.
શક્ય તેટલું સચોટ બનો,
અને અંગ્રેજીમાં આ બધાના
જવાબ આપવાનું યાદ રાખો.
જ્યારે તમે તૈયાર હોવ,
તમારી એપ્લિકેશન સબમિટ કરો.
હું તમને સલાહ આપીશ કે,
Amara દ્વારા તમને મોકલવામાં આવેલા ઇમેઇલમાં
તમારા ઇમેઇલની પુષ્ટિ કરવાનું ભૂલશો નહીં.
આ તમને સૂચના પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે,
જ્યારે તમારી અરજી સ્વીકૃત થઈ જશે.
એપ્લિકેશનને મંજૂરી આપવા,
અમે પાંચ દિવસનો સમય લઈએ છીએ.
તમે આ સમય તૈયાર કરવા માટે વાપરી શકો છો
TED.com અને અમારા Wiki, OTPedia પર
અમારી તાલીમ સામગ્રી બ્રાઉઝ કરીને
અને તમે TEDTalks, TEDxTalks તથા
TED-Ed ના પાઠ શોધી શકો છો
જે તમે ભાષાંતર કરવા માંગો છો.
તમારી અરજી સ્વીકૃત થયા પછી,
OTP સમુદાય સાથે સંપર્કમાં રહેવું,
અમારા સામાન્ય ફેસબુક જૂથોમાં,
'I translate TEDTalks' અને
'I transcribe TEDxTalks'
અને OTPedia પર સતત વધતી જતી સૂચિમાં
તમારું વિશિષ્ટ ભાષા જૂથ શોધો.
અને હાલ માટે,
અનુવાદ તથા અનુલેખન માટે શુભકામનાઓ!