તમારા ખુદ માટે અવાજ કઈ રીતે ઉઠાવવો
-
0:01 - 0:04અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે.
-
0:05 - 0:10આ શબ્દોનો સાચ્ચો અર્થ મને
બરાબર એક મહિના પેહલા જ સમજાયો, -
0:10 - 0:12જયારે મારી પત્ની અને હું માતા-પિતા બન્યા.
-
0:13 - 0:15સુંદર ક્ષણ હતી એ.
-
0:15 - 0:17આનંદ અને ઉલ્લાસથી ભરપુર,
-
0:17 - 0:20સાથે સાથે ડરામણી તેમજ ભયાવહ પણ.
-
0:20 - 0:25અને એ ખાસ કરીને વધારે ભયાવહ થઇ
જયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા, -
0:25 - 0:26અને અમને ખાત્રી નહોતી
-
0:26 - 0:30કે અમારો નાનકડો બાબો ધાવણથી
પૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી. -
0:31 - 0:34અને અમારા બાળકોના ડોક્ટરને પૂછવું હતું,
-
0:34 - 0:37પરંતુ અમારી પેહલી છાપ ખરાબ પડે
એવું પણ અમે ઈચ્છતા નહોતા -
0:37 - 0:39કે ઉતાવળા અને ઘેલા માતા-પિતા
બનવા નહોતા માંગતા. -
0:39 - 0:41તો અમે ચિંતિત હતા.
-
0:41 - 0:42અને અમે રાહ જોઈ.
-
0:42 - 0:44બીજે દિવસે જયારે
અમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા, -
0:44 - 0:49તેણીએ તુરંત જ દવાઓ આપી
કેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું. -
0:49 - 0:51હવે અમારો દીકરો સ્વસ્થ છે,
-
0:51 - 0:54અને અમારા ડોકટરે ગમે ત્યારે તેને
સમ્પર્ક કરવાની ખાતરી આપી. -
0:54 - 0:56પરંતુ તે ક્ષણે,
-
0:56 - 0:58મારે બોલવું જોયતું હતું, પણ હું ન બોલ્યો.
-
0:59 - 1:02પરંતુ આપણે અવાજ ઉઠાવીએ છીએ
જયારે આપણે ન બોલવું જોઈએ, -
1:02 - 1:06અને આ હું ૧૦ વર્ષ પેહલા શીખ્યો જયારે
મારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું. -
1:07 - 1:09મારો જોડિયો ભાઈ
દસ્તાવેજી ફિલ્મ બનાવે છે. -
1:09 - 1:11અને તેમાંની એક ફિલ્મ માટે,
-
1:11 - 1:13ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી
ઓફર મળી. -
1:13 - 1:15એ ખુબ જ ખુશ હતો,
-
1:15 - 1:17અને તે ઓફર સ્વીકારવા માટે તૈયાર હતો.
-
1:17 - 1:20પરંતુ વાટાઘાટ સંશોધક તરીકે,
-
1:20 - 1:23મેં તેને વળતી ઓફર કરવા માટે મનાવ્યો,
-
1:23 - 1:26અને મેં તેને ખુબ જ સરસ ઓફર
તૈયાર કરવામાં મદદ કરી. -
1:26 - 1:28એ ખુબ જ સરસ હતી --
-
1:28 - 1:30ખુબ જ સરસ રીતે અપમાનિત કરનારી.
-
1:30 - 1:32કંપની એ હદે નારાજ થઇ કે,
-
1:32 - 1:34તેઓ એ ઓફર જ પાછી ખેંચી લીધી
-
1:34 - 1:36અને મારા ભાઈના હાથમાં કંઈ ન આવ્યું.
-
1:36 - 1:40અને મેં પૂરી દુનિયાના લોકોને આ
અવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે : -
1:40 - 1:42ક્યારે તેઓ પોતાને વ્યકત કરી શકે છે,
-
1:42 - 1:44ક્યારે તેઓ પોતાની ઇચ્છાઓ કહી શકે છે,
-
1:44 - 1:46ક્યારે તેઓ પોતાના મંતવ્યો
વ્યક્ત કરી શકે છે, -
1:46 - 1:48ક્યારે તેઓ પોતાની મહેચ્છા
અંગે પૂછી શકે છે. -
1:49 - 1:53અને દરેક કહાની
વિવિધ અને વિભિન્ન છે. -
1:53 - 1:56પરંતુ તેઓ વિશ્વવ્યાપી
એક સમાન ગૂંથણી પણ બનાવે છે. -
1:56 - 1:59શું હું મારા બોસને તેની ભૂલ દર્શાવી શકું
જયારે તે ભૂલ કરે? -
1:59 - 2:03શું હું મારા સહકર્મી સામે મોઢામોઢ થઇ શકું
જે હંમેશા મને પરેશાન કરતો હોય? -
2:03 - 2:06શું હું મારા મિત્રને ટોકી શકું
તેના લાગણીવિહીન ટુચકા પર? -
2:06 - 2:10શું હું જેને ખુબ જ ચાહું છું એને
મારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું? -
2:11 - 2:14અને આવા બધા અનુભવો પરથી હું જાણી ગયો
-
2:14 - 2:18કે આપણી દરેક પાસે કંઇક એવું હોય છે કે
જેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે. -
2:18 - 2:23હવે, ક્યારેક આપણે ઘણા મજબુત હોઈએ છીએ;
આપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ. -
2:23 - 2:25એ જ મારા ભાઈ સાથે થયું.
-
2:25 - 2:29વળતી ઓફર આપવી એ પણ
તેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું. -
2:29 - 2:31પરંતુ ક્યારેક આપણે ઘણા અશક્ત હોઈએ છીએ.
-
2:31 - 2:33મારી પત્ની અને મારી સાથે પણ તે જ થયું.
-
2:33 - 2:36અને આ સ્વીકૃત વર્તણુંકની સીમામાં --
-
2:36 - 2:39જો આપણે આપણી સીમામાં રહીએ,
તો ઇનામ મળે છે. -
2:39 - 2:43જો આપણે તે સીમાની બહાર પગ મુકીએ,
આપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે. -
2:43 - 2:46આપણને કાઢી મુકાય છે કે પછી અપમાનિત કરાય
અથવા તો બહિસકૃત જ કરી દે. -
2:46 - 2:49કે પછી એ પગાર વધારો
કે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ. -
2:50 - 2:53હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ :
-
2:53 - 2:54મારી સીમા કેટલી છે?
-
2:55 - 2:59પણ, મૂળ વાત એ છે કે,
આપણી કોઈ ચોક્કસ સીમા નથી. -
2:59 - 3:01એ તો ખરેખર ફરતી રહે છે.
-
3:01 - 3:05એ વિસ્તરે છે અને એ સંકોચાય છે
પરિસ્થિતિ મુજબ. -
3:05 - 3:09અને એક એવી ચીજ છે કે જે તમારી સીમા
નક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે. -
3:10 - 3:11અને એ છે તમારી સત્તા.
-
3:11 - 3:14તમારી સત્તા તમારી સીમા નક્કી કરે છે.
-
3:14 - 3:15શું છે સત્તા?
-
3:15 - 3:17સત્તા જુદા જુદા સ્વરૂપે આવે છે.
-
3:17 - 3:20વાટાઘાટો માં, એ વિકલ્પોના સ્વરૂપે આવે છે.
-
3:20 - 3:22તો મારા ભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો.
-
3:22 - 3:23તેની સત્તા ખૂટતી હતી.
-
3:23 - 3:25કંપની પાસે ઘણા વિકલ્પો હતાં;
-
3:25 - 3:26એ લોકો પાસે સત્તા હતી.
-
3:26 - 3:29ક્યારેક આપણે કોઈ દેશ માટે નવા હોઈએ,
જેમ કે પરદેશી, -
3:29 - 3:31અથવા કોઈ સંસ્થા માટે નવા
-
3:31 - 3:32કે કોઈ નવો અનુભવ,
-
3:32 - 3:34જેમ કે હું અને મારી પત્ની
પ્રથમ મા-બાપ તરીકે. -
3:34 - 3:36ક્યારેક કામની જગ્યા એ હોય છે,
-
3:36 - 3:39જ્યાં કોઈક ઉપરી છે
અને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી. -
3:39 - 3:40ક્યારેક એ સંબંધોમાં હોય છે,
-
3:40 - 3:43જ્યાં એક વ્યક્તિ સામેની વ્યક્તિ કરતા
વધારે સમર્પિત હોય છે. -
3:43 - 3:47અને મૂળ વાત એ છે કે જયારે
આપણી પાસે વધારે સત્તા હોય છે, -
3:47 - 3:49આપણી સીમા વધારે વિસ્તરેલી હોય છે.
-
3:49 - 3:51આપણી પાસે વધુ આઝાદી હોય છે કે કેમ વર્તવું.
-
3:52 - 3:54પણ જયારે આપણી સત્તા ખૂટતી હોય,
આપણી સીમા સંકોચાય છે. -
3:55 - 3:56આપણને થોડી જ આઝાદી મળે છે.
-
3:57 - 4:00હવે મુશ્કેલી એ છે કે જયારે
આપણી સીમા સંકોચાય છે, -
4:00 - 4:04ત્યારે એવું કંઇક ઉપજે છે કે જેને
ઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે. -
4:04 - 4:07ઓછી સત્તાવાળું બમણું બંધન બને છે
-
4:07 - 4:10જયારે, જો આપણે અવાજ ન ઉઠાવીએ,
આપણે ધ્યાનમાં લેવાતા નથી, -
4:11 - 4:13પરંતુ જો આપણે અવાજ ઉઠાવીએ,
આપણને સજા મળે છે. -
4:13 - 4:16હવે, તમારા ઘણામાંથી "બમણું બંધન"
એવા શબ્દો સાંભળ્યા હશે -
4:16 - 4:19અને તેને અન્ય ચીજ સાથે જોડી હશે,
અને તે છે જાતિ. -
4:19 - 4:23જાતિગત બમણા બંધનમાં સ્ત્રી
જે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે, -
4:23 - 4:26અને જે સ્ત્રી અવાજ ઉઠાવે છે તે સજા મેળવે છે.
-
4:26 - 4:31અને મૂળ વાત એ છે કે સ્ત્રીઓને પણ
પુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે, -
4:31 - 4:33પરંતુ આમ કરવામાં તેઓને અંતરાયો નડે છે.
-
4:34 - 4:37પણ મારા બે દસકાથી વધુ ના
સંશોધને બતાવ્યું છે -
4:37 - 4:41કે જે જાતિગત અસમાનતા લાગે છે
-
4:41 - 4:43તે ખરેખર જાતિગત બમણું બંધન નથી,
-
4:43 - 4:46તે તો ખરેખર ઓછી સત્તાનું બમણું બંધન છે.
-
4:46 - 4:48અને જે જાતિગત અસમાનતા લાગે છે
-
4:48 - 4:51તે ખરેખર ક્યારેક ફક્ત સત્તાની
અસમાનતાના છદ્મવેશમાં હોય છે. -
4:51 - 4:54વારંવાર આપણે પુરુષ અને સ્ત્રી
વચ્ચેનું અંતર જોયું હશે -
4:54 - 4:55અથવા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે,
-
4:55 - 4:59અને વિચારીએ છીએ, "જૈવિક કારણોસર.
જાતિઓ વચ્ચે કંઇક -
4:59 - 5:00મૂળભુત રીતે જ અંતર હશે.
-
5:00 - 5:02પરંતુ એક પછી એક અભ્યાસને લીધે
-
5:02 - 5:06મેં શોધી કાઢ્યું કે ઘણા જાતિગત
તફાવતોની વધુ સારી સમજુતી -
5:07 - 5:08એ ખરેખર સત્તા છે.
-
5:08 - 5:11અને તેથી તે ઓછી સત્તાનું બમણું બંધન છે.
-
5:12 - 5:17અને ઓછી સત્તાનું બમણું બંધન એટલે
આપણી સીમા સાંકડી છે, -
5:17 - 5:19અને આપણને સત્તા ખૂટે છે.
-
5:19 - 5:20આપણી પાસે સીમા સાંકડી છે,
-
5:20 - 5:22અને આપણું બમણું બંધન ખુબ મોટું છે.
-
5:22 - 5:25તો આપણે આપણી સીમા ફેલાવવા
નવા રસ્તા શોધવા પડશે. -
5:25 - 5:26અને પાછલા બે-એક દસકાઓમાં,
-
5:26 - 5:29મારા સહકર્મીઓ અને મેં શોધી કાઢ્યું કે
બે ચીજ ખૂબ મહત્વની છે. -
5:30 - 5:34પેહલી: તમે તમારી જ આંખોમાં
સમર્થ હોવા જુઓ. -
5:34 - 5:38બીજી: તમે બીજાની આંખોમાં
સમર્થ લાગવા જુઓ. -
5:38 - 5:39જયારે હું સામર્થ્ય અનુભવીશ,
-
5:40 - 5:42હું આત્મવિશ્વાસ અનુભવીશ, ડરેલો નહિ;
-
5:42 - 5:44હું મારી પોતાની જ સીમા વિસ્તારું છું.
-
5:44 - 5:46જયારે બીજા લોકો મને એટલો જ સમર્થ જોશે,
-
5:47 - 5:49તેઓ મારી વિસ્તૃત સીમા મંજુર કરી લેશે.
-
5:49 - 5:54તો આપણને આપણા સ્વીકૃત વર્તનની સીમા
વિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે. -
5:54 - 5:56અને આજે હું આપને
તે સાધનો આપવા જઈ રહ્યો છું. -
5:56 - 5:58અવાજ ઉઠાવવો એ જોખમી છે,
-
5:59 - 6:02પરંતુ આ સાધનો તમારા
અવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે. -
6:03 - 6:09જે પેહલું સાધન હું તમને આપવા
જઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની -
6:09 - 6:10વાટાઘાટોમાં પ્રકાશમાં આવો.
-
6:10 - 6:14સરેરાશ, સ્ત્રીઓ ઓછી મહત્વાકાંક્ષી
રજૂઆતો મુકે છે -
6:14 - 6:18અને વાટાઘાટ કરવામાં પુરુષો કરતા
વધુ ખરાબ પરિણામ મેળવે છે. -
6:18 - 6:21પરંતુ હાના રાયલી બાઉલ્સ અને
એમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે -
6:21 - 6:25એક એવી પરિસ્થિતિ છે જ્યાં સ્ત્રીઓને
પુરુષો જેટલું જ પરિણામ મળે છે -
6:25 - 6:27અને એટલા જ મહત્વાકાંક્ષી હોય.
-
6:27 - 6:31કે જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય.
-
6:31 - 6:33જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય,
-
6:33 - 6:38તેઓ પોતાની સીમા જાણી લે છે અને
તેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે. -
6:38 - 6:40તેઓ વધારે અડગ થઇ જાય છે.
-
6:40 - 6:43આ ક્યારેક "ઉપરાણું લેવું"
કેહવાય છે. -
6:43 - 6:46એક મા પોતાના સંતાનનું ઉપરાણું લે એ રીતે,
-
6:46 - 6:50આપણે જયારે બીજાની હિમાયત કરીએ છીએ,
આપણને ખુદનો અવાજ સંભળાય છે. -
6:50 - 6:53પણ ક્યારેક, આપણે આપણા
માટે હિમાયત કરવી પડે છે. -
6:53 - 6:55આપણે તે કઈ રીતે કરીશું?
-
6:55 - 6:59આપણે આપણી જ હિમાયત કરવાના
ઘણા મહત્વના સાધનો પૈકી એક છે -
6:59 - 7:01જેને દ્રષ્ટિકોણમાં બદલાવ કહે છે.
-
7:01 - 7:04અને દ્રષ્ટિકોણમાં બદલાવ ઘણો સરળ છે :
-
7:04 - 7:08તેમાં બસ અન્ય વ્યક્તિની દ્રષ્ટિથી
દુનિયાને જોવાની હોય છે. -
7:09 - 7:13તે આપણી સીમા વધારવાના
મહત્વના સાધનો પૈકીનું એક છે. -
7:13 - 7:15જયારે હું તમારા દ્રષ્ટિકોણ થી જોઉં
-
7:15 - 7:17અને હું તમારે ખરેખર શું જોઈએ છે એ વિચારું,
-
7:17 - 7:20મારે જે જોઈએ છે એ આપવાની
તમારી તૈયારી વધી જશે. -
7:21 - 7:23પણ અહીં એક તકલીફ છે :
-
7:23 - 7:25દ્રષ્ટિકોણમાં બદલાવ કરવો કઠીન છે.
-
7:25 - 7:27તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ.
-
7:27 - 7:30બધા પોતાનો હાથ બસ આ રીતે રાખો :
-
7:30 - 7:31તમારી આંગળી -- સીધી રાખો.
-
7:32 - 7:36અને તમારા કપાળ પર કેપિટલ E દોરો.
-
7:36 - 7:38થઇ શકે તેટલું ઝડપથી.
-
7:40 - 7:43ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે
આ E બે રીતે દોરી શકીએ છીએ. -
7:43 - 7:47અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની
કસોટી માટે તૈયાર કરાય હતી. -
7:47 - 7:49હું તમને બે ફોટા બતાવવા જઈ રહ્યો છું
-
7:49 - 7:51જેમાં કોઈના કપાળ પર E લખેલું છે --
-
7:51 - 7:53મારી જૂની વિદ્યાર્થીની, એરિકા હોલ.
-
7:53 - 7:55અને તમે અહીંયા જોઈ શકો છો,
-
7:55 - 7:57કે તે સાચ્ચો E છે.
-
7:57 - 8:00મેં એ રીતે E દોર્યો કે
બીજા વ્યક્તિને એ E લાગે. -
8:00 - 8:02તે છે દ્રષ્ટિકોણમાં બદલાવ નો E
-
8:02 - 8:05કારણ કે તે કોઈ બીજાની
જગ્યાએ થી જોતા E લાગે છે. -
8:05 - 8:08પરંતુ અહીંયાનો E
એ સ્વ-કેન્દ્રિત E છે. -
8:09 - 8:11આપણે ઘણી વાર સ્વ-કેન્દ્રિત
થઈ જઈએ છીએ. -
8:11 - 8:14અને ખાસ કરીને સંકટના સમયે
આપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ. -
8:14 - 8:16હું તમને એવા એક સંકટ
સમયનો કિસ્સો કહું છું. -
8:16 - 8:19વોટસનવિલે, કેલીફોર્નીયાની
એક બેંકમાં એક વ્યક્તિ જાય છે. -
8:20 - 8:23અને તે કહે છે, "મને ૨,૦૦૦ ડોલર આપો,
-
8:23 - 8:25નહિતર હું આખી બેન્કને બોમ્બથી ઉડાવી દઈશ."
-
8:26 - 8:28હવે, બેંક મેનેજર તેને પૈસા નથી આપતી.
-
8:28 - 8:29તેણી પાછળ હટે છે.
-
8:30 - 8:31તેણી તેના દ્રષ્ટિકોણથી જુએ છે,
-
8:31 - 8:34અને તેણીએ કંઇક ખુબ જ
મહત્વની બાબત નોંધી. -
8:34 - 8:36પેલાએ ચોક્કસ રકમની માંગણી કરી.
-
8:36 - 8:38તો તેણીએ પૂછ્યું,
-
8:39 - 8:41"તે કેમ $ ૨,૦૦૦ ની માંગણી કરી?"
-
8:41 - 8:44અને તેણે કહ્યું, "મારા મિત્રને
કાઢી મુકાશે -
8:44 - 8:46જો હું તાત્કાલિક ૨,૦૦૦ ડોલર નહિ આપું તો."
-
8:46 - 8:49અને પેલી બોલી, "ઓહ!
તારે બેંક નથી લુંટવી -- -
8:49 - 8:51તારે તો લોન જોઈએ છે."
-
8:51 - 8:52(હાસ્ય)
-
8:52 - 8:54"તું મારી ઓફિસમાં કેમ નથી આવતો,
-
8:54 - 8:56અને આપણે જરૂરી કાગળીયા કરી લઈએ."
-
8:56 - 8:57(હાસ્ય)
-
8:57 - 9:02હવે, તેણીના ઝડપી દ્રષ્ટિકોણ બદલાવે
ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું. -
9:02 - 9:04તો જયારે આપણે કોઈનો
દ્રષ્ટિકોણ લઈએ છીએ, -
9:04 - 9:09તે આપણને મહત્વાકાંક્ષી અને કૃતનિશ્ચયી
બનાવે છે, છતાં પસંદ પણ પડીએ. -
9:09 - 9:12હવે એક બીજો રસ્તો છે કૃતનિશ્ચયી
બનવાનો અને પસંદ પણ પડીએ, -
9:12 - 9:15અને તે છે આપણી ઉદારતાનો સંકેત કરવો.
-
9:15 - 9:19હવે, માની લો કે તમે મોટરગાડી વેચો છો,
અને તમારે કોઈને મોટરગાડી વેચવી છે. -
9:20 - 9:24તમારા વેચાણની શક્યતાઓ વધી જશે
જો તમે તેમને બે વિકલ્પ આપશો. -
9:24 - 9:26ચાલો જોઈએ વિકલ્પ A :
-
9:26 - 9:29આ મોટરના $ ૨૪,૦૦૦
અને પાંચ વર્ષની વોરંટી. -
9:29 - 9:30અથવા વિકલ્પ B :
-
9:31 - 9:33$ ૨૩,૦૦૦ અને ત્રણ વર્ષની વોરંટી.
-
9:34 - 9:37મારું સંશોધન કહે છે કે જયારે તમે
લોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો, -
9:37 - 9:39તે તેઓની શંકા ઘટાડી દે છે,
-
9:39 - 9:42અને તેઓની તમારી ઓફર સ્વીકારવાની
શક્યતા વધી જાય છે. -
9:42 - 9:44અને આ ફક્ત વેચાણ
વખતે જ લાગુ નથી પડતું; -
9:44 - 9:46તે વાલીઓને લાગુ પડે છે.
-
9:46 - 9:47જયારે મારી ભત્રીજી ૪ વર્ષની હતી
-
9:47 - 9:50તેણીને કપડા પેહરવા ન ગમતાં
અને બધાને ના પડી દેતી. -
9:50 - 9:53પણ પછી મારા ભાભીને
બુદ્ધિશાળી ઉપાય સુજ્યો. -
9:53 - 9:56જો હું મારી દીકરીને વિકલ્પો આપું તો?
-
9:56 - 9:58આ શર્ટ કે પેલું શર્ટ? ઓકે, પેલું શર્ટ.
-
9:58 - 10:00આ પેન્ટ કે પેલું પેન્ટ? ઓકે, પેલું પેન્ટ.
-
10:00 - 10:01અને એ ખુબ જ સરસ કામ આવ્યું.
-
10:01 - 10:05તેણીએ ઝડપથી કપડા પેરી લીધા
અને કોઈ પ્રતિકાર વગર. -
10:05 - 10:08જયારે મેં પૂરી દુનિયામાં સવાલ પૂછ્યો
-
10:08 - 10:10લોકોને અવાજ ઉઠાવવો ક્યારે અનુકુળ લાગે,
-
10:10 - 10:11પેલા નંબરનો જવાબ છે :
-
10:11 - 10:16"જયારે મારી પાસે લોકોનો સામાજિક
ટેકો હોય; જયારે મારે મિત્રો હોય." -
10:16 - 10:20તો આપણે લોકોને આપણી બાજુ ખેચવા છે.
-
10:20 - 10:21તે આપણે કેવી રીતે કરીશું?
-
10:22 - 10:24એક રસ્તો એવો છે કે મા બનો.
-
10:24 - 10:26જયારે આપણે બીજાની હિમાયત કરીએ છીએ,
-
10:26 - 10:29આપણે આપણી આંખોમાં તેમજ બીજાની આંખોમાં
આપણી સીમાને વિસ્તારીએ છીએ , -
10:29 - 10:31અને આપણે વફાદાર મિત્રો પણ મેળવીએ છીએ.
-
10:32 - 10:37વફાદાર મિત્રો મેળવવાનો બીજો રસ્તો છે,
ખાસ કરીને ઊંચા દરજ્જે, -
10:37 - 10:39એ બીજા લોકોની સલાહ લેવાનો છે.
-
10:39 - 10:45જયારે આપણે બીજાની સલાહ લઈએ છીએ, એ આપણને
ગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ, -
10:45 - 10:47અને આપણે વિનમ્રતા દાખવીએ છીએ.
-
10:47 - 10:50અને આ બીજું બમણું બંધન ઉકેલવામાં
ખરેખર કામ આવે છે. -
10:51 - 10:53અને તે છે પોતાની વૃદ્ધિનું બમણું બંધન.
-
10:53 - 10:55પોતાની વૃદ્ધિનું બમણું બંધન
-
10:55 - 10:58એ છે કે જો આપણે આપણી
કુશળતા જાહેર નહીં કરીએ, -
10:58 - 10:59કોઈ ધ્યાન નહીં દે.
-
10:59 - 11:02અને જો આપણે કરી, આપણે પસંદ નહીં પડીએ.
-
11:02 - 11:05પરંતુ જો આપણે આપણી જ
કુશળતા માટે સલાહ લેશું, -
11:05 - 11:10આપણે તેઓની આંખોમાં સમર્થ થઈ જશું
અને પસંદ પણ પડીશું. -
11:10 - 11:13અને આ એટલું શક્તિશાળી છે કે
-
11:13 - 11:15તમે તે આવતું જોતા હોવ
ત્યારે પણ તે કામ કરે છે. -
11:15 - 11:20મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું છે જયારે
મને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય -
11:20 - 11:24કે ઓછા સમર્થ વ્યક્તિને મારી સલાહ લેવાની
સલાહ આપવામાં આવી હોય. -
11:24 - 11:27હું ઈચ્છું છું કે તમે અહીં
ત્રણ બાબતની નોંધ લો : -
11:27 - 11:30પેલી, મને ખ્યાલ હતો કે તેઓ
મારી સલાહ લેવા આવે છે. -
11:30 - 11:34બીજી, મેં ખરેખર સલાહ લેવાના
વ્યુહાત્મક ફાયદા પર -
11:34 - 11:35સંશોધન કરેલું છે.
-
11:36 - 11:38અને ત્રીજી, તેણે છતાં પણ કામ કર્યું !
-
11:39 - 11:40મેં તેઓનો દ્રષ્ટિકોણ લીધો
-
11:40 - 11:42હું તેમની સમસ્યાઓમાં વધુ ખૂંપી ગયો,
-
11:42 - 11:46હું તેમના પ્રત્યે વધુ વચનબદ્ધ થયો
કારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી. -
11:46 - 11:50હવે, કોઈક વાર આપણે અવાજ ઉઠાવવામાં
વધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ -
11:50 - 11:52જયારે આપણે નિષ્ણાત હોઈએ.
-
11:52 - 11:54નિષ્ણાતપણું આપણી વિશ્વસનીયતા ઉભી કરે છે.
-
11:55 - 11:58જયારે આપણે ઊંચી સત્તા પર હોઈએ,
આપણે અગાઉથી વિશ્વસનીય છીએ. -
11:58 - 11:59આપણને ફક્ત સારા આધાર જોઈએ.
-
12:00 - 12:03જયારે આપણી પાસે સત્તા નથી,
આપણી વિશ્વસનીય નથી. -
12:03 - 12:05આપણને મજબુત આધાર જોઈએ.
-
12:05 - 12:09અને નિષ્ણાત બનવાનો
ઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે -
12:09 - 12:11કે આપણા જુસ્સાની અંદર ઘુસી જવું.
-
12:12 - 12:16મારી ઈચ્છા છે કે આવનારા થોડા દિવસોમાં
સૌ પોતપોતાના મિત્રના ઘરે જાય -
12:16 - 12:17અને બસ તેઓને કહે,
-
12:17 - 12:20"તું મને તારા જુસ્સાનું વર્ણન કર."
-
12:21 - 12:23મેં પૂરી દુનિયામાં લોકો પાસે આ કરાવેલું છે
-
12:23 - 12:25અને મેં તેઓને પૂછ્યું,
-
12:25 - 12:27"તમે સામેવાળા વ્યક્તિમાં શું નોંધ્યું
-
12:27 - 12:29જયારે તેઓ પોતાનો જુસ્સો જણાવતા હતા?"
-
12:29 - 12:31અને બધા જવાબ હંમેશા સરખા હતા.
-
12:31 - 12:33"તેઓની આંખો મોટી થઈ અને ચમકતી હતી."
-
12:33 - 12:36"તેઓ મલકાતા હતા ખુબ તેજસ્વી રીતે ."
-
12:36 - 12:37"તેઓ પોતાના હાથ બધે ફેરવતા હતા --
-
12:37 - 12:40મારે નમવું પડ્યું કેમ કે
તેના હાથ મારી બાજુ આવતા હતા. -
12:40 - 12:42"તેઓ ઝડપથી
થોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા." -
12:42 - 12:43(હાસ્ય)
-
12:43 - 12:46"તે મને કોઈ રહસ્ય કેહવાના
હોય એ રીતે નમી ગયા." -
12:46 - 12:47અને પછી મેં તેઓને પૂછ્યું,
-
12:47 - 12:50"તમને કેવો અનુભવ થયો જયારે
તમે તેમના જુસ્સાને સાંભળતા હતા?" -
12:50 - 12:53તેઓએ કહ્યું, "મારી આંખો ચમકતી હતી.
-
12:53 - 12:54હું મલકાતો હતો.
-
12:54 - 12:55હું ઢળતો ગયો."
-
12:55 - 12:57જયારે આપણે આપણા જુસ્સાની અંદર ઘુસી જઈએ છીએ
-
12:57 - 13:01આપણે કૃતનિશ્ચયી થઈએ છીએ
પોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે, -
13:01 - 13:04પણ આપણને અન્ય લોકો તરફથી પણ
અવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે. -
13:05 - 13:10જુસ્સાની અંદર જવું ત્યારે પણ કામ કરે છે
જ્યારે આપણે ખુબ નબળા હોઈએ. -
13:11 - 13:15પુરુષો અને મહિલાઓ બંનેને કામની જગ્યાએ
સજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે. -
13:15 - 13:22પરંતુ લીઝી વુલ્ફ એ બતાવ્યું છે કે જયારે
આપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ, -
13:22 - 13:28આપણું જે બિનઉપયોગી રોવાનું છે એ પુરુષો
અને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે. -
13:29 - 13:32મારા સ્વર્ગસ્થ પિતાના અમુક શબ્દો
પરથી હું પૂર્ણ કરીશ -
13:32 - 13:34કે તે મારા જોડિયા ભાઈના
લગ્ન વખતે બોલ્યા હતા. -
13:35 - 13:36આ જુઓ અમારી તસ્વીર.
-
13:38 - 13:40મારા પિતા પણ મારી જેમ મનોવિજ્ઞાની હતા,
-
13:40 - 13:44પરંતુ એનો ખરો પ્રેમ અને
ખરું પેસન સિનેમા હતું, -
13:44 - 13:45મારા ભાઈની જેમ.
-
13:45 - 13:47અને તેથી તેમણે મારા ભાઈના
લગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું -
13:48 - 13:51આપણા માણસના રૂપમાં ભજવાતી ભૂમિકાની.
-
13:51 - 13:53અને તેમણે કહ્યું, "તમે જેટલા હળવા,
-
13:53 - 13:57એટલા તમારા અભિનયને સમૃદ્ધ અને મુલ્યવાન
બનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો. -
13:57 - 14:01જેઓ પોતાની ભૂમિકાઓને ભેટી લે
અને પોતાનો અભિનય સુધારતા જાય -
14:02 - 14:05તેઓ સ્વયં પ્રગતિ, બદલાવ
અને વિસ્તાર કરે છે. -
14:05 - 14:06સરસ રીતે રમો,
-
14:06 - 14:08અને તમારા દિવસો મોટે ભાગે આનંદીત હશે."
-
14:09 - 14:11મારા પપ્પા એ કેહતા હતા
-
14:11 - 14:14કે આપણને બધાને આ દુનિયામાં સીમાઓ
અને ભૂમિકાઓ સોંપવામાં આવી છે. -
14:15 - 14:19પણ તેઓ આ વાતનો સાર પણ કેહતા હતા :
-
14:19 - 14:24આ ભૂમિકાઓ અને સીમાઓ સતત
વિસ્તરતી અને વિકસતી રહે છે. -
14:25 - 14:27તો જયારે કોઈ ઘટના સાદ કરે,
-
14:27 - 14:29એક વિકરાળ મા બની જાઓ
-
14:29 - 14:31અને નમ્ર બની સલાહ લો.
-
14:32 - 14:36મજબુત આધાર અને વફાદાર મિત્રો તૈયાર કરો.
-
14:36 - 14:38જુસ્સાભેર દ્રષ્ટિકોણ બદલતા શીખો.
-
14:39 - 14:40અને જો આ બધા સાધનો વાપરશો --
-
14:41 - 14:44અને તમારામાંથી દરેક આ
સાધનોનો ઉપયોગ કરી શકે છે -- -
14:44 - 14:48તમે તમારા સ્વીકૃત વર્તણુંકની
સીમાનો વિસ્તાર કરશો. -
14:48 - 14:51અને તમારા દિવસો મોટે ભાગે આનંદી હશે.
-
14:52 - 14:53ધન્યવાદ.
-
14:53 - 14:56(અભિવાદન)
- Title:
- તમારા ખુદ માટે અવાજ કઈ રીતે ઉઠાવવો
- Speaker:
- એડમ ગેલીન્સકી
- Description:
-
અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે, જયારે તમને ખ્યાલ છે કે તમારે અવાજ ઉઠાવવો જોઈએ ત્યારે ખાસ. સામાજિક માનસશાસ્ત્રી એડમ ગેલીસ્ન્કી પાસેથી અનુભવી માર્ગદર્શન મેળવી પોતાના હક માટે દાવો કરતા શીખો, જટિલ સામાજિક પરિસ્થિતિઓમાંથી બહાર નીકળો અને તમારી ખુદની ક્ષમતા વિસ્તારો.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 15:08
TED Translators admin approved Gujarati subtitles for How to speak up for yourself | ||
Riaki Ponist commented on Gujarati subtitles for How to speak up for yourself | ||
Rajan Sitapara accepted Gujarati subtitles for How to speak up for yourself | ||
Rajan Sitapara edited Gujarati subtitles for How to speak up for yourself | ||
Rajan Sitapara edited Gujarati subtitles for How to speak up for yourself | ||
Rajan Sitapara edited Gujarati subtitles for How to speak up for yourself | ||
Rajan Sitapara edited Gujarati subtitles for How to speak up for yourself | ||
Rajan Sitapara edited Gujarati subtitles for How to speak up for yourself |
Riaki Ponist
Hello, TEDx version of this talk is available in this link:
http://www.amara.org/en/teams/ted/tasks/?team_video=414443
If you are translating or have translated this talk, please consider taking the TEDx version as well.