1 00:00:01,441 --> 00:00:03,857 અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે. 2 00:00:04,588 --> 00:00:09,507 આ શબ્દોનો સાચ્ચો અર્થ મને બરાબર એક મહિના પેહલા જ સમજાયો, 3 00:00:09,531 --> 00:00:12,434 જયારે મારી પત્ની અને હું માતા-પિતા બન્યા. 4 00:00:13,113 --> 00:00:14,791 સુંદર ક્ષણ હતી એ. 5 00:00:14,815 --> 00:00:17,000 આનંદ અને ઉલ્લાસથી ભરપુર, 6 00:00:17,024 --> 00:00:20,345 સાથે સાથે ડરામણી તેમજ ભયાવહ પણ. 7 00:00:20,369 --> 00:00:24,571 અને એ ખાસ કરીને વધારે ભયાવહ થઇ જયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા, 8 00:00:24,595 --> 00:00:26,056 અને અમને ખાત્રી નહોતી 9 00:00:26,080 --> 00:00:30,169 કે અમારો નાનકડો બાબો ધાવણથી પૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી. 10 00:00:30,616 --> 00:00:33,943 અને અમારા બાળકોના ડોક્ટરને પૂછવું હતું, 11 00:00:33,967 --> 00:00:36,542 પરંતુ અમારી પેહલી છાપ ખરાબ પડે એવું પણ અમે ઈચ્છતા નહોતા 12 00:00:36,566 --> 00:00:39,030 કે ઉતાવળા અને ઘેલા માતા-પિતા બનવા નહોતા માંગતા. 13 00:00:39,054 --> 00:00:40,701 તો અમે ચિંતિત હતા. 14 00:00:40,725 --> 00:00:42,107 અને અમે રાહ જોઈ. 15 00:00:42,131 --> 00:00:44,426 બીજે દિવસે જયારે અમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા, 16 00:00:44,450 --> 00:00:48,704 તેણીએ તુરંત જ દવાઓ આપી કેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું. 17 00:00:49,312 --> 00:00:50,746 હવે અમારો દીકરો સ્વસ્થ છે, 18 00:00:50,770 --> 00:00:54,146 અને અમારા ડોકટરે ગમે ત્યારે તેને સમ્પર્ક કરવાની ખાતરી આપી. 19 00:00:54,146 --> 00:00:55,632 પરંતુ તે ક્ષણે, 20 00:00:55,656 --> 00:00:58,290 મારે બોલવું જોયતું હતું, પણ હું ન બોલ્યો. 21 00:00:58,943 --> 00:01:02,238 પરંતુ આપણે અવાજ ઉઠાવીએ છીએ જયારે આપણે ન બોલવું જોઈએ, 22 00:01:02,262 --> 00:01:06,188 અને આ હું ૧૦ વર્ષ પેહલા શીખ્યો જયારે મારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું. 23 00:01:06,579 --> 00:01:09,221 મારો જોડિયો ભાઈ દસ્તાવેજી ફિલ્મ બનાવે છે. 24 00:01:09,245 --> 00:01:10,775 અને તેમાંની એક ફિલ્મ માટે, 25 00:01:10,799 --> 00:01:13,414 ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી ઓફર મળી. 26 00:01:13,438 --> 00:01:14,776 એ ખુબ જ ખુશ હતો, 27 00:01:14,800 --> 00:01:17,467 અને તે ઓફર સ્વીકારવા માટે તૈયાર હતો. 28 00:01:17,491 --> 00:01:19,584 પરંતુ વાટાઘાટ સંશોધક તરીકે, 29 00:01:19,608 --> 00:01:22,561 મેં તેને વળતી ઓફર કરવા માટે મનાવ્યો, 30 00:01:22,585 --> 00:01:25,815 અને મેં તેને ખુબ જ સરસ ઓફર તૈયાર કરવામાં મદદ કરી. 31 00:01:25,839 --> 00:01:27,520 એ ખુબ જ સરસ હતી -- 32 00:01:27,544 --> 00:01:29,548 ખુબ જ સરસ રીતે અપમાનિત કરનારી. 33 00:01:30,423 --> 00:01:32,136 કંપની એ હદે નારાજ થઇ કે, 34 00:01:32,160 --> 00:01:34,209 તેઓ એ ઓફર જ પાછી ખેંચી લીધી 35 00:01:34,233 --> 00:01:36,450 અને મારા ભાઈના હાથમાં કંઈ ન આવ્યું. 36 00:01:36,474 --> 00:01:40,334 અને મેં પૂરી દુનિયાના લોકોને આ અવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે : 37 00:01:40,358 --> 00:01:42,192 ક્યારે તેઓ પોતાને વ્યકત કરી શકે છે, 38 00:01:42,216 --> 00:01:43,930 ક્યારે તેઓ પોતાની ઇચ્છાઓ કહી શકે છે, 39 00:01:43,954 --> 00:01:46,149 ક્યારે તેઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે છે, 40 00:01:46,173 --> 00:01:48,384 ક્યારે તેઓ પોતાની મહેચ્છા અંગે પૂછી શકે છે. 41 00:01:48,887 --> 00:01:53,120 અને દરેક કહાની વિવિધ અને વિભિન્ન છે. 42 00:01:53,144 --> 00:01:55,725 પરંતુ તેઓ વિશ્વવ્યાપી એક સમાન ગૂંથણી પણ બનાવે છે. 43 00:01:55,739 --> 00:01:58,517 શું હું મારા બોસને તેની ભૂલ દર્શાવી શકું જયારે તે ભૂલ કરે? 44 00:01:58,541 --> 00:02:02,644 શું હું મારા સહકર્મી સામે મોઢામોઢ થઇ શકું જે હંમેશા મને પરેશાન કરતો હોય? 45 00:02:02,996 --> 00:02:06,063 શું હું મારા મિત્રને ટોકી શકું તેના લાગણીવિહીન ટુચકા પર? 46 00:02:06,390 --> 00:02:10,486 શું હું જેને ખુબ જ ચાહું છું એને મારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું? 47 00:02:10,963 --> 00:02:13,676 અને આવા બધા અનુભવો પરથી હું જાણી ગયો 48 00:02:13,700 --> 00:02:17,557 કે આપણી દરેક પાસે કંઇક એવું હોય છે કે જેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે. 49 00:02:17,581 --> 00:02:22,832 હવે, ક્યારેક આપણે ઘણા મજબુત હોઈએ છીએ; આપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ. 50 00:02:22,856 --> 00:02:24,619 એ જ મારા ભાઈ સાથે થયું. 51 00:02:24,643 --> 00:02:29,269 વળતી ઓફર આપવી એ પણ તેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું. 52 00:02:29,373 --> 00:02:31,187 પરંતુ ક્યારેક આપણે ઘણા અશક્ત હોઈએ છીએ. 53 00:02:31,211 --> 00:02:33,275 મારી પત્ની અને મારી સાથે પણ તે જ થયું. 54 00:02:33,299 --> 00:02:35,515 અને આ સ્વીકૃત વર્તણુંકની સીમામાં -- 55 00:02:35,539 --> 00:02:38,634 જો આપણે આપણી સીમામાં રહીએ, તો ઇનામ મળે છે. 56 00:02:38,658 --> 00:02:42,827 જો આપણે તે સીમાની બહાર પગ મુકીએ, આપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે. 57 00:02:42,851 --> 00:02:45,990 આપણને કાઢી મુકાય છે કે પછી અપમાનિત કરાય અથવા તો બહિસકૃત જ કરી દે. 58 00:02:46,014 --> 00:02:49,273 કે પછી એ પગાર વધારો કે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ. 59 00:02:49,929 --> 00:02:52,693 હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ : 60 00:02:52,717 --> 00:02:54,205 મારી સીમા કેટલી છે? 61 00:02:54,744 --> 00:02:58,689 પણ, મૂળ વાત એ છે કે, આપણી કોઈ ચોક્કસ સીમા નથી. 62 00:02:59,265 --> 00:03:00,681 એ તો ખરેખર ફરતી રહે છે. 63 00:03:00,705 --> 00:03:04,961 એ વિસ્તરે છે અને એ સંકોચાય છે પરિસ્થિતિ મુજબ. 64 00:03:05,344 --> 00:03:09,472 અને એક એવી ચીજ છે કે જે તમારી સીમા નક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે. 65 00:03:10,038 --> 00:03:11,331 અને એ છે તમારી સત્તા. 66 00:03:11,355 --> 00:03:13,512 તમારી સત્તા તમારી સીમા નક્કી કરે છે. 67 00:03:13,536 --> 00:03:14,973 શું છે સત્તા? 68 00:03:14,997 --> 00:03:16,764 સત્તા જુદા જુદા સ્વરૂપે આવે છે. 69 00:03:16,788 --> 00:03:19,877 વાટાઘાટો માં, એ વિકલ્પોના સ્વરૂપે આવે છે. 70 00:03:19,901 --> 00:03:21,901 તો મારા ભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો. 71 00:03:21,925 --> 00:03:23,112 તેની સત્તા ખૂટતી હતી. 72 00:03:23,136 --> 00:03:24,956 કંપની પાસે ઘણા વિકલ્પો હતાં; 73 00:03:24,980 --> 00:03:26,146 એ લોકો પાસે સત્તા હતી. 74 00:03:26,170 --> 00:03:29,230 ક્યારેક આપણે કોઈ દેશ માટે નવા હોઈએ, જેમ કે પરદેશી, 75 00:03:29,254 --> 00:03:30,713 અથવા કોઈ સંસ્થા માટે નવા 76 00:03:30,737 --> 00:03:32,296 કે કોઈ નવો અનુભવ, 77 00:03:32,320 --> 00:03:34,425 જેમ કે હું અને મારી પત્ની પ્રથમ મા-બાપ તરીકે. 78 00:03:34,449 --> 00:03:35,950 ક્યારેક કામની જગ્યા એ હોય છે, 79 00:03:35,974 --> 00:03:38,585 જ્યાં કોઈક ઉપરી છે અને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી. 80 00:03:38,609 --> 00:03:40,293 ક્યારેક એ સંબંધોમાં હોય છે, 81 00:03:40,317 --> 00:03:43,298 જ્યાં એક વ્યક્તિ સામેની વ્યક્તિ કરતા વધારે સમર્પિત હોય છે. 82 00:03:43,322 --> 00:03:46,837 અને મૂળ વાત એ છે કે જયારે આપણી પાસે વધારે સત્તા હોય છે, 83 00:03:46,861 --> 00:03:48,690 આપણી સીમા વધારે વિસ્તરેલી હોય છે. 84 00:03:48,714 --> 00:03:51,345 આપણી પાસે વધુ આઝાદી હોય છે કે કેમ વર્તવું. 85 00:03:51,813 --> 00:03:54,141 પણ જયારે આપણી સત્તા ખૂટતી હોય, આપણી સીમા સંકોચાય છે. 86 00:03:54,537 --> 00:03:56,332 આપણને થોડી જ આઝાદી મળે છે. 87 00:03:56,947 --> 00:03:59,729 હવે મુશ્કેલી એ છે કે જયારે આપણી સીમા સંકોચાય છે, 88 00:03:59,753 --> 00:04:03,856 ત્યારે એવું કંઇક ઉપજે છે કે જેને ઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે. 89 00:04:04,310 --> 00:04:06,983 ઓછી સત્તાવાળું બમણું બંધન બને છે 90 00:04:07,007 --> 00:04:09,944 જયારે, જો આપણે અવાજ ન ઉઠાવીએ, આપણે ધ્યાનમાં લેવાતા નથી, 91 00:04:10,576 --> 00:04:12,918 પરંતુ જો આપણે અવાજ ઉઠાવીએ, આપણને સજા મળે છે. 92 00:04:13,359 --> 00:04:16,070 હવે, તમારા ઘણામાંથી "બમણું બંધન" એવા શબ્દો સાંભળ્યા હશે 93 00:04:16,094 --> 00:04:19,041 અને તેને અન્ય ચીજ સાથે જોડી હશે, અને તે છે જાતિ. 94 00:04:19,065 --> 00:04:23,275 જાતિગત બમણા બંધનમાં સ્ત્રી જે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે, 95 00:04:23,299 --> 00:04:25,730 અને જે સ્ત્રી અવાજ ઉઠાવે છે તે સજા મેળવે છે. 96 00:04:26,127 --> 00:04:31,111 અને મૂળ વાત એ છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે, 97 00:04:31,135 --> 00:04:33,032 પરંતુ આમ કરવામાં તેઓને અંતરાયો નડે છે. 98 00:04:34,004 --> 00:04:37,282 પણ મારા બે દસકાથી વધુ ના સંશોધને બતાવ્યું છે 99 00:04:37,306 --> 00:04:40,587 કે જે જાતિગત અસમાનતા લાગે છે 100 00:04:41,035 --> 00:04:43,432 તે ખરેખર જાતિગત બમણું બંધન નથી, 101 00:04:43,456 --> 00:04:45,812 તે તો ખરેખર ઓછી સત્તાનું બમણું બંધન છે. 102 00:04:45,836 --> 00:04:47,720 અને જે જાતિગત અસમાનતા લાગે છે 103 00:04:47,744 --> 00:04:50,850 તે ખરેખર ક્યારેક ફક્ત સત્તાની અસમાનતાના છદ્મવેશમાં હોય છે. 104 00:04:51,294 --> 00:04:53,821 વારંવાર આપણે પુરુષ અને સ્ત્રી વચ્ચેનું અંતર જોયું હશે 105 00:04:53,821 --> 00:04:55,339 અથવા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, 106 00:04:55,363 --> 00:04:58,971 અને વિચારીએ છીએ, "જૈવિક કારણોસર. જાતિઓ વચ્ચે કંઇક 107 00:04:58,995 --> 00:05:00,241 મૂળભુત રીતે જ અંતર હશે. 108 00:05:00,265 --> 00:05:02,119 પરંતુ એક પછી એક અભ્યાસને લીધે 109 00:05:02,143 --> 00:05:06,349 મેં શોધી કાઢ્યું કે ઘણા જાતિગત તફાવતોની વધુ સારી સમજુતી 110 00:05:06,893 --> 00:05:08,405 એ ખરેખર સત્તા છે. 111 00:05:08,429 --> 00:05:11,496 અને તેથી તે ઓછી સત્તાનું બમણું બંધન છે. 112 00:05:11,975 --> 00:05:16,791 અને ઓછી સત્તાનું બમણું બંધન એટલે આપણી સીમા સાંકડી છે, 113 00:05:16,815 --> 00:05:18,645 અને આપણને સત્તા ખૂટે છે. 114 00:05:18,669 --> 00:05:19,901 આપણી પાસે સીમા સાંકડી છે, 115 00:05:19,925 --> 00:05:21,847 અને આપણું બમણું બંધન ખુબ મોટું છે. 116 00:05:22,335 --> 00:05:24,691 તો આપણે આપણી સીમા ફેલાવવા નવા રસ્તા શોધવા પડશે. 117 00:05:24,715 --> 00:05:26,292 અને પાછલા બે-એક દસકાઓમાં, 118 00:05:26,316 --> 00:05:29,297 મારા સહકર્મીઓ અને મેં શોધી કાઢ્યું કે બે ચીજ ખૂબ મહત્વની છે. 119 00:05:29,887 --> 00:05:33,892 પેહલી: તમે તમારી જ આંખોમાં સમર્થ હોવા જુઓ. 120 00:05:34,284 --> 00:05:37,605 બીજી: તમે બીજાની આંખોમાં સમર્થ લાગવા જુઓ. 121 00:05:37,629 --> 00:05:39,484 જયારે હું સામર્થ્ય અનુભવીશ, 122 00:05:40,117 --> 00:05:41,992 હું આત્મવિશ્વાસ અનુભવીશ, ડરેલો નહિ; 123 00:05:42,016 --> 00:05:43,858 હું મારી પોતાની જ સીમા વિસ્તારું છું. 124 00:05:43,882 --> 00:05:46,028 જયારે બીજા લોકો મને એટલો જ સમર્થ જોશે, 125 00:05:46,614 --> 00:05:49,150 તેઓ મારી વિસ્તૃત સીમા મંજુર કરી લેશે. 126 00:05:49,174 --> 00:05:53,928 તો આપણને આપણા સ્વીકૃત વર્તનની સીમા વિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે. 127 00:05:53,952 --> 00:05:56,343 અને આજે હું આપને તે સાધનો આપવા જઈ રહ્યો છું. 128 00:05:56,367 --> 00:05:57,985 અવાજ ઉઠાવવો એ જોખમી છે, 129 00:05:58,503 --> 00:06:02,432 પરંતુ આ સાધનો તમારા અવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે. 130 00:06:03,067 --> 00:06:08,901 જે પેહલું સાધન હું તમને આપવા જઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની 131 00:06:08,925 --> 00:06:10,305 વાટાઘાટોમાં પ્રકાશમાં આવો. 132 00:06:10,329 --> 00:06:14,225 સરેરાશ, સ્ત્રીઓ ઓછી મહત્વાકાંક્ષી રજૂઆતો મુકે છે 133 00:06:14,249 --> 00:06:17,723 અને વાટાઘાટ કરવામાં પુરુષો કરતા વધુ ખરાબ પરિણામ મેળવે છે. 134 00:06:18,200 --> 00:06:21,317 પરંતુ હાના રાયલી બાઉલ્સ અને એમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે 135 00:06:21,341 --> 00:06:25,019 એક એવી પરિસ્થિતિ છે જ્યાં સ્ત્રીઓને પુરુષો જેટલું જ પરિણામ મળે છે 136 00:06:25,043 --> 00:06:26,642 અને એટલા જ મહત્વાકાંક્ષી હોય. 137 00:06:27,196 --> 00:06:30,804 કે જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય. 138 00:06:31,251 --> 00:06:33,388 જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય, 139 00:06:33,412 --> 00:06:38,289 તેઓ પોતાની સીમા જાણી લે છે અને તેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે. 140 00:06:38,313 --> 00:06:39,722 તેઓ વધારે અડગ થઇ જાય છે. 141 00:06:39,746 --> 00:06:42,620 આ ક્યારેક "ઉપરાણું લેવું" કેહવાય છે. 142 00:06:43,483 --> 00:06:45,742 એક મા પોતાના સંતાનનું ઉપરાણું લે એ રીતે, 143 00:06:45,766 --> 00:06:49,714 આપણે જયારે બીજાની હિમાયત કરીએ છીએ, આપણને ખુદનો અવાજ સંભળાય છે. 144 00:06:50,328 --> 00:06:53,445 પણ ક્યારેક, આપણે આપણા માટે હિમાયત કરવી પડે છે. 145 00:06:53,469 --> 00:06:54,809 આપણે તે કઈ રીતે કરીશું? 146 00:06:54,833 --> 00:06:58,838 આપણે આપણી જ હિમાયત કરવાના ઘણા મહત્વના સાધનો પૈકી એક છે 147 00:06:58,862 --> 00:07:01,234 જેને દ્રષ્ટિકોણમાં બદલાવ કહે છે. 148 00:07:01,258 --> 00:07:04,010 અને દ્રષ્ટિકોણમાં બદલાવ ઘણો સરળ છે : 149 00:07:04,034 --> 00:07:08,319 તેમાં બસ અન્ય વ્યક્તિની દ્રષ્ટિથી દુનિયાને જોવાની હોય છે. 150 00:07:09,014 --> 00:07:12,802 તે આપણી સીમા વધારવાના મહત્વના સાધનો પૈકીનું એક છે. 151 00:07:12,826 --> 00:07:14,533 જયારે હું તમારા દ્રષ્ટિકોણ થી જોઉં 152 00:07:14,557 --> 00:07:16,996 અને હું તમારે ખરેખર શું જોઈએ છે એ વિચારું, 153 00:07:17,020 --> 00:07:20,390 મારે જે જોઈએ છે એ આપવાની તમારી તૈયારી વધી જશે. 154 00:07:21,461 --> 00:07:22,961 પણ અહીં એક તકલીફ છે : 155 00:07:22,985 --> 00:07:25,266 દ્રષ્ટિકોણમાં બદલાવ કરવો કઠીન છે. 156 00:07:25,290 --> 00:07:26,820 તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ. 157 00:07:26,844 --> 00:07:29,858 બધા પોતાનો હાથ બસ આ રીતે રાખો : 158 00:07:29,882 --> 00:07:31,177 તમારી આંગળી -- સીધી રાખો. 159 00:07:31,770 --> 00:07:36,002 અને તમારા કપાળ પર કેપિટલ E દોરો. 160 00:07:36,026 --> 00:07:37,607 થઇ શકે તેટલું ઝડપથી. 161 00:07:40,066 --> 00:07:43,383 ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે આ E બે રીતે દોરી શકીએ છીએ. 162 00:07:43,407 --> 00:07:46,892 અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની કસોટી માટે તૈયાર કરાય હતી. 163 00:07:46,916 --> 00:07:48,837 હું તમને બે ફોટા બતાવવા જઈ રહ્યો છું 164 00:07:48,861 --> 00:07:50,861 જેમાં કોઈના કપાળ પર E લખેલું છે -- 165 00:07:50,885 --> 00:07:52,743 મારી જૂની વિદ્યાર્થીની, એરિકા હોલ. 166 00:07:53,294 --> 00:07:55,262 અને તમે અહીંયા જોઈ શકો છો, 167 00:07:55,286 --> 00:07:56,553 કે તે સાચ્ચો E છે. 168 00:07:56,577 --> 00:08:00,027 મેં એ રીતે E દોર્યો કે બીજા વ્યક્તિને એ E લાગે. 169 00:08:00,051 --> 00:08:02,158 તે છે દ્રષ્ટિકોણમાં બદલાવ નો E 170 00:08:02,182 --> 00:08:05,237 કારણ કે તે કોઈ બીજાની જગ્યાએ થી જોતા E લાગે છે. 171 00:08:05,261 --> 00:08:08,271 પરંતુ અહીંયાનો E એ સ્વ-કેન્દ્રિત E છે. 172 00:08:08,716 --> 00:08:10,509 આપણે ઘણી વાર સ્વ-કેન્દ્રિત થઈ જઈએ છીએ. 173 00:08:10,533 --> 00:08:13,500 અને ખાસ કરીને સંકટના સમયે આપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ. 174 00:08:14,064 --> 00:08:16,235 હું તમને એવા એક સંકટ સમયનો કિસ્સો કહું છું. 175 00:08:16,259 --> 00:08:19,263 વોટસનવિલે, કેલીફોર્નીયાની એક બેંકમાં એક વ્યક્તિ જાય છે. 176 00:08:20,285 --> 00:08:22,724 અને તે કહે છે, "મને ૨,૦૦૦ ડોલર આપો, 177 00:08:22,748 --> 00:08:25,044 નહિતર હું આખી બેન્કને બોમ્બથી ઉડાવી દઈશ." 178 00:08:25,503 --> 00:08:28,028 હવે, બેંક મેનેજર તેને પૈસા નથી આપતી. 179 00:08:28,052 --> 00:08:29,351 તેણી પાછળ હટે છે. 180 00:08:29,873 --> 00:08:31,329 તેણી તેના દ્રષ્ટિકોણથી જુએ છે, 181 00:08:31,353 --> 00:08:33,720 અને તેણીએ કંઇક ખુબ જ મહત્વની બાબત નોંધી. 182 00:08:33,744 --> 00:08:36,450 પેલાએ ચોક્કસ રકમની માંગણી કરી. 183 00:08:36,474 --> 00:08:37,679 તો તેણીએ પૂછ્યું, 184 00:08:38,669 --> 00:08:40,928 "તે કેમ $ ૨,૦૦૦ ની માંગણી કરી?" 185 00:08:41,265 --> 00:08:43,633 અને તેણે કહ્યું, "મારા મિત્રને કાઢી મુકાશે 186 00:08:43,657 --> 00:08:45,920 જો હું તાત્કાલિક ૨,૦૦૦ ડોલર નહિ આપું તો." 187 00:08:45,944 --> 00:08:48,994 અને પેલી બોલી, "ઓહ! તારે બેંક નથી લુંટવી -- 188 00:08:49,018 --> 00:08:50,506 તારે તો લોન જોઈએ છે." 189 00:08:50,530 --> 00:08:51,615 (હાસ્ય) 190 00:08:51,639 --> 00:08:53,512 "તું મારી ઓફિસમાં કેમ નથી આવતો, 191 00:08:53,536 --> 00:08:55,715 અને આપણે જરૂરી કાગળીયા કરી લઈએ." 192 00:08:55,739 --> 00:08:56,778 (હાસ્ય) 193 00:08:57,214 --> 00:09:01,717 હવે, તેણીના ઝડપી દ્રષ્ટિકોણ બદલાવે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું. 194 00:09:02,276 --> 00:09:04,095 તો જયારે આપણે કોઈનો દ્રષ્ટિકોણ લઈએ છીએ, 195 00:09:04,119 --> 00:09:08,725 તે આપણને મહત્વાકાંક્ષી અને કૃતનિશ્ચયી બનાવે છે, છતાં પસંદ પણ પડીએ. 196 00:09:09,182 --> 00:09:12,450 હવે એક બીજો રસ્તો છે કૃતનિશ્ચયી બનવાનો અને પસંદ પણ પડીએ, 197 00:09:12,474 --> 00:09:15,005 અને તે છે આપણી ઉદારતાનો સંકેત કરવો. 198 00:09:15,413 --> 00:09:19,475 હવે, માની લો કે તમે મોટરગાડી વેચો છો, અને તમારે કોઈને મોટરગાડી વેચવી છે. 199 00:09:19,790 --> 00:09:23,793 તમારા વેચાણની શક્યતાઓ વધી જશે જો તમે તેમને બે વિકલ્પ આપશો. 200 00:09:24,141 --> 00:09:25,564 ચાલો જોઈએ વિકલ્પ A : 201 00:09:25,588 --> 00:09:28,688 આ મોટરના $ ૨૪,૦૦૦ અને પાંચ વર્ષની વોરંટી. 202 00:09:29,084 --> 00:09:30,257 અથવા વિકલ્પ B : 203 00:09:30,701 --> 00:09:33,493 $ ૨૩,૦૦૦ અને ત્રણ વર્ષની વોરંટી. 204 00:09:33,845 --> 00:09:37,423 મારું સંશોધન કહે છે કે જયારે તમે લોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો, 205 00:09:37,447 --> 00:09:39,336 તે તેઓની શંકા ઘટાડી દે છે, 206 00:09:39,360 --> 00:09:41,758 અને તેઓની તમારી ઓફર સ્વીકારવાની શક્યતા વધી જાય છે. 207 00:09:42,202 --> 00:09:44,319 અને આ ફક્ત વેચાણ વખતે જ લાગુ નથી પડતું; 208 00:09:44,343 --> 00:09:45,534 તે વાલીઓને લાગુ પડે છે. 209 00:09:45,558 --> 00:09:47,037 જયારે મારી ભત્રીજી ૪ વર્ષની હતી 210 00:09:47,037 --> 00:09:49,778 તેણીને કપડા પેહરવા ન ગમતાં અને બધાને ના પડી દેતી. 211 00:09:50,160 --> 00:09:52,688 પણ પછી મારા ભાભીને બુદ્ધિશાળી ઉપાય સુજ્યો. 212 00:09:53,079 --> 00:09:55,630 જો હું મારી દીકરીને વિકલ્પો આપું તો? 213 00:09:55,654 --> 00:09:57,675 આ શર્ટ કે પેલું શર્ટ? ઓકે, પેલું શર્ટ. 214 00:09:57,699 --> 00:09:59,821 આ પેન્ટ કે પેલું પેન્ટ? ઓકે, પેલું પેન્ટ. 215 00:09:59,845 --> 00:10:01,183 અને એ ખુબ જ સરસ કામ આવ્યું. 216 00:10:01,207 --> 00:10:04,741 તેણીએ ઝડપથી કપડા પેરી લીધા અને કોઈ પ્રતિકાર વગર. 217 00:10:05,498 --> 00:10:07,785 જયારે મેં પૂરી દુનિયામાં સવાલ પૂછ્યો 218 00:10:07,809 --> 00:10:09,860 લોકોને અવાજ ઉઠાવવો ક્યારે અનુકુળ લાગે, 219 00:10:09,884 --> 00:10:11,220 પેલા નંબરનો જવાબ છે : 220 00:10:11,244 --> 00:10:15,998 "જયારે મારી પાસે લોકોનો સામાજિક ટેકો હોય; જયારે મારે મિત્રો હોય." 221 00:10:16,022 --> 00:10:19,568 તો આપણે લોકોને આપણી બાજુ ખેચવા છે. 222 00:10:19,957 --> 00:10:21,227 તે આપણે કેવી રીતે કરીશું? 223 00:10:21,841 --> 00:10:24,010 એક રસ્તો એવો છે કે મા બનો. 224 00:10:24,034 --> 00:10:25,650 જયારે આપણે બીજાની હિમાયત કરીએ છીએ, 225 00:10:25,650 --> 00:10:29,063 આપણે આપણી આંખોમાં તેમજ બીજાની આંખોમાં આપણી સીમાને વિસ્તારીએ છીએ , 226 00:10:29,087 --> 00:10:31,243 અને આપણે વફાદાર મિત્રો પણ મેળવીએ છીએ. 227 00:10:31,806 --> 00:10:36,513 વફાદાર મિત્રો મેળવવાનો બીજો રસ્તો છે, ખાસ કરીને ઊંચા દરજ્જે, 228 00:10:36,537 --> 00:10:39,386 એ બીજા લોકોની સલાહ લેવાનો છે. 229 00:10:39,410 --> 00:10:45,291 જયારે આપણે બીજાની સલાહ લઈએ છીએ, એ આપણને ગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ, 230 00:10:45,315 --> 00:10:46,802 અને આપણે વિનમ્રતા દાખવીએ છીએ. 231 00:10:47,281 --> 00:10:50,477 અને આ બીજું બમણું બંધન ઉકેલવામાં ખરેખર કામ આવે છે. 232 00:10:50,831 --> 00:10:53,159 અને તે છે પોતાની વૃદ્ધિનું બમણું બંધન. 233 00:10:53,498 --> 00:10:55,002 પોતાની વૃદ્ધિનું બમણું બંધન 234 00:10:55,026 --> 00:10:58,181 એ છે કે જો આપણે આપણી કુશળતા જાહેર નહીં કરીએ, 235 00:10:58,205 --> 00:10:59,415 કોઈ ધ્યાન નહીં દે. 236 00:10:59,439 --> 00:11:01,843 અને જો આપણે કરી, આપણે પસંદ નહીં પડીએ. 237 00:11:01,867 --> 00:11:05,433 પરંતુ જો આપણે આપણી જ કુશળતા માટે સલાહ લેશું, 238 00:11:05,457 --> 00:11:09,767 આપણે તેઓની આંખોમાં સમર્થ થઈ જશું અને પસંદ પણ પડીશું. 239 00:11:10,495 --> 00:11:12,502 અને આ એટલું શક્તિશાળી છે કે 240 00:11:12,526 --> 00:11:15,074 તમે તે આવતું જોતા હોવ ત્યારે પણ તે કામ કરે છે. 241 00:11:15,469 --> 00:11:19,509 મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું છે જયારે મને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય 242 00:11:19,533 --> 00:11:23,971 કે ઓછા સમર્થ વ્યક્તિને મારી સલાહ લેવાની સલાહ આપવામાં આવી હોય. 243 00:11:24,289 --> 00:11:26,531 હું ઈચ્છું છું કે તમે અહીં ત્રણ બાબતની નોંધ લો : 244 00:11:26,555 --> 00:11:29,543 પેલી, મને ખ્યાલ હતો કે તેઓ મારી સલાહ લેવા આવે છે. 245 00:11:29,930 --> 00:11:33,932 બીજી, મેં ખરેખર સલાહ લેવાના વ્યુહાત્મક ફાયદા પર 246 00:11:33,956 --> 00:11:35,257 સંશોધન કરેલું છે. 247 00:11:35,882 --> 00:11:38,208 અને ત્રીજી, તેણે છતાં પણ કામ કર્યું ! 248 00:11:38,656 --> 00:11:39,873 મેં તેઓનો દ્રષ્ટિકોણ લીધો 249 00:11:39,897 --> 00:11:42,084 હું તેમની સમસ્યાઓમાં વધુ ખૂંપી ગયો, 250 00:11:42,108 --> 00:11:45,914 હું તેમના પ્રત્યે વધુ વચનબદ્ધ થયો કારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી. 251 00:11:46,343 --> 00:11:49,527 હવે, કોઈક વાર આપણે અવાજ ઉઠાવવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ 252 00:11:49,949 --> 00:11:51,690 જયારે આપણે નિષ્ણાત હોઈએ. 253 00:11:52,144 --> 00:11:54,299 નિષ્ણાતપણું આપણી વિશ્વસનીયતા ઉભી કરે છે. 254 00:11:54,862 --> 00:11:57,789 જયારે આપણે ઊંચી સત્તા પર હોઈએ, આપણે અગાઉથી વિશ્વસનીય છીએ. 255 00:11:57,813 --> 00:11:59,278 આપણને ફક્ત સારા આધાર જોઈએ. 256 00:11:59,777 --> 00:12:02,747 જયારે આપણી પાસે સત્તા નથી, આપણી વિશ્વસનીય નથી. 257 00:12:02,771 --> 00:12:05,033 આપણને મજબુત આધાર જોઈએ. 258 00:12:05,394 --> 00:12:09,141 અને નિષ્ણાત બનવાનો ઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે 259 00:12:09,165 --> 00:12:11,263 કે આપણા જુસ્સાની અંદર ઘુસી જવું. 260 00:12:11,784 --> 00:12:15,958 મારી ઈચ્છા છે કે આવનારા થોડા દિવસોમાં સૌ પોતપોતાના મિત્રના ઘરે જાય 261 00:12:15,982 --> 00:12:17,227 અને બસ તેઓને કહે, 262 00:12:17,251 --> 00:12:19,961 "તું મને તારા જુસ્સાનું વર્ણન કર." 263 00:12:20,738 --> 00:12:23,223 મેં પૂરી દુનિયામાં લોકો પાસે આ કરાવેલું છે 264 00:12:23,247 --> 00:12:24,503 અને મેં તેઓને પૂછ્યું, 265 00:12:24,527 --> 00:12:26,696 "તમે સામેવાળા વ્યક્તિમાં શું નોંધ્યું 266 00:12:26,720 --> 00:12:28,774 જયારે તેઓ પોતાનો જુસ્સો જણાવતા હતા?" 267 00:12:28,798 --> 00:12:30,698 અને બધા જવાબ હંમેશા સરખા હતા. 268 00:12:30,722 --> 00:12:32,730 "તેઓની આંખો મોટી થઈ અને ચમકતી હતી." 269 00:12:32,754 --> 00:12:35,703 "તેઓ મલકાતા હતા ખુબ તેજસ્વી રીતે ." 270 00:12:35,727 --> 00:12:37,371 "તેઓ પોતાના હાથ બધે ફેરવતા હતા -- 271 00:12:37,395 --> 00:12:39,877 મારે નમવું પડ્યું કેમ કે તેના હાથ મારી બાજુ આવતા હતા. 272 00:12:39,911 --> 00:12:42,112 "તેઓ ઝડપથી થોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા." 273 00:12:42,136 --> 00:12:43,110 (હાસ્ય) 274 00:12:43,134 --> 00:12:45,578 "તે મને કોઈ રહસ્ય કેહવાના હોય એ રીતે નમી ગયા." 275 00:12:45,602 --> 00:12:46,923 અને પછી મેં તેઓને પૂછ્યું, 276 00:12:46,947 --> 00:12:50,021 "તમને કેવો અનુભવ થયો જયારે તમે તેમના જુસ્સાને સાંભળતા હતા?" 277 00:12:50,374 --> 00:12:52,654 તેઓએ કહ્યું, "મારી આંખો ચમકતી હતી. 278 00:12:52,678 --> 00:12:53,948 હું મલકાતો હતો. 279 00:12:53,972 --> 00:12:55,345 હું ઢળતો ગયો." 280 00:12:55,369 --> 00:12:57,438 જયારે આપણે આપણા જુસ્સાની અંદર ઘુસી જઈએ છીએ 281 00:12:57,462 --> 00:13:00,828 આપણે કૃતનિશ્ચયી થઈએ છીએ પોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે, 282 00:13:00,852 --> 00:13:03,720 પણ આપણને અન્ય લોકો તરફથી પણ અવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે. 283 00:13:04,534 --> 00:13:09,824 જુસ્સાની અંદર જવું ત્યારે પણ કામ કરે છે જ્યારે આપણે ખુબ નબળા હોઈએ. 284 00:13:10,533 --> 00:13:15,007 પુરુષો અને મહિલાઓ બંનેને કામની જગ્યાએ સજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે. 285 00:13:15,344 --> 00:13:21,762 પરંતુ લીઝી વુલ્ફ એ બતાવ્યું છે કે જયારે આપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ, 286 00:13:21,786 --> 00:13:27,872 આપણું જે બિનઉપયોગી રોવાનું છે એ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે. 287 00:13:28,598 --> 00:13:32,066 મારા સ્વર્ગસ્થ પિતાના અમુક શબ્દો પરથી હું પૂર્ણ કરીશ 288 00:13:32,090 --> 00:13:34,251 કે તે મારા જોડિયા ભાઈના લગ્ન વખતે બોલ્યા હતા. 289 00:13:34,675 --> 00:13:36,260 આ જુઓ અમારી તસ્વીર. 290 00:13:37,664 --> 00:13:39,921 મારા પિતા પણ મારી જેમ મનોવિજ્ઞાની હતા, 291 00:13:39,945 --> 00:13:43,667 પરંતુ એનો ખરો પ્રેમ અને ખરું પેસન સિનેમા હતું, 292 00:13:43,691 --> 00:13:44,891 મારા ભાઈની જેમ. 293 00:13:44,915 --> 00:13:47,481 અને તેથી તેમણે મારા ભાઈના લગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું 294 00:13:47,505 --> 00:13:50,654 આપણા માણસના રૂપમાં ભજવાતી ભૂમિકાની. 295 00:13:50,678 --> 00:13:52,967 અને તેમણે કહ્યું, "તમે જેટલા હળવા, 296 00:13:52,991 --> 00:13:56,843 એટલા તમારા અભિનયને સમૃદ્ધ અને મુલ્યવાન બનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો. 297 00:13:57,170 --> 00:14:01,256 જેઓ પોતાની ભૂમિકાઓને ભેટી લે અને પોતાનો અભિનય સુધારતા જાય 298 00:14:02,001 --> 00:14:04,620 તેઓ સ્વયં પ્રગતિ, બદલાવ અને વિસ્તાર કરે છે. 299 00:14:05,067 --> 00:14:06,375 સરસ રીતે રમો, 300 00:14:06,399 --> 00:14:08,372 અને તમારા દિવસો મોટે ભાગે આનંદીત હશે." 301 00:14:08,946 --> 00:14:10,571 મારા પપ્પા એ કેહતા હતા 302 00:14:10,595 --> 00:14:14,381 કે આપણને બધાને આ દુનિયામાં સીમાઓ અને ભૂમિકાઓ સોંપવામાં આવી છે. 303 00:14:15,048 --> 00:14:18,513 પણ તેઓ આ વાતનો સાર પણ કેહતા હતા : 304 00:14:19,005 --> 00:14:24,022 આ ભૂમિકાઓ અને સીમાઓ સતત વિસ્તરતી અને વિકસતી રહે છે. 305 00:14:24,770 --> 00:14:26,532 તો જયારે કોઈ ઘટના સાદ કરે, 306 00:14:27,114 --> 00:14:28,730 એક વિકરાળ મા બની જાઓ 307 00:14:29,251 --> 00:14:30,893 અને નમ્ર બની સલાહ લો. 308 00:14:31,802 --> 00:14:35,515 મજબુત આધાર અને વફાદાર મિત્રો તૈયાર કરો. 309 00:14:35,910 --> 00:14:38,248 જુસ્સાભેર દ્રષ્ટિકોણ બદલતા શીખો. 310 00:14:38,770 --> 00:14:40,490 અને જો આ બધા સાધનો વાપરશો -- 311 00:14:40,514 --> 00:14:44,080 અને તમારામાંથી દરેક આ સાધનોનો ઉપયોગ કરી શકે છે -- 312 00:14:44,104 --> 00:14:47,970 તમે તમારા સ્વીકૃત વર્તણુંકની સીમાનો વિસ્તાર કરશો. 313 00:14:47,994 --> 00:14:50,952 અને તમારા દિવસો મોટે ભાગે આનંદી હશે. 314 00:14:52,082 --> 00:14:53,232 ધન્યવાદ. 315 00:14:53,256 --> 00:14:55,687 (અભિવાદન)