< Return to Video

એક 12 વર્ષનો એપ ડેવલપર | થોમસ સ્વરાઝ | ટેડ-એક્સ મેનહટ્ટન બીચ

  • 0:05 - 0:08
    સૌને નમસ્કાર,
    મારું નામ થોમસ સ્વરાઝ છે.
  • 0:08 - 0:12
    મને કમ્પ્યુટર અને ટેકનોલોજી માટે
    હમેંશથી આકર્ષણ રહ્યું છે,
  • 0:12 - 0:14
    અને મેં કેટલીક એપ્સ બનાવી છે, આઇફોન,
  • 0:14 - 0:15
    આઇપોડ ટચ, અને આઇપેડ માટે.
  • 0:15 - 0:18
    હું આજે તમારી સાથે,
    થોડું વહેંચવા ઈચ્છું છું.
  • 0:18 - 0:22
    મારી પ્રથમ એપ એક અનોખી, ભવિષ્ય
    કહેનાર હતી. જેને "અર્થ ફોર્ચ્યુન" કહે છે.
  • 0:22 - 0:25
    તે પૃથ્વીના વિભિન્ન રંગો પ્રદર્શિત કરશે.
  • 0:25 - 0:28
    તમારું ભાગ્ય શું હતું,
    તેના પર નિર્ભર કરે છે.
  • 0:28 - 0:30
    મારી પ્રિય અને સૌથી સફળ એપ,
  • 0:31 - 0:34
    "બસ્ટિન જિબર" છે. કે જે,
  • 0:34 - 0:37
    કે જે, જસ્ટિન બીબર વેક-એ-મોલ છે.
  • 0:39 - 0:42
    મેં એટલા માટે બનાવી કે,
    શાળામાં ઘણા બધા લોકો
  • 0:42 - 0:44
    જસ્ટિન બીબરને થોડા નાપસંદ કરતાં હતા,
  • 0:44 - 0:47
    તેથી મેં આ એપ બનાવવાનું નક્કી કર્યું.
  • 0:48 - 0:50
    તો હું આ પ્રોગ્રામિંગ કરવા માટે ગયો,
  • 0:50 - 0:53
    અને મેં 2010 માં રજાઓની
    ઠીક પહેલા તે ચાલુ કર્યું.
  • 0:54 - 0:57
    ઘણા બધા લોકો મને પૂછે છે કે,
    મેં આ કેવી રીતે બનાવ્યું ?
  • 0:58 - 1:01
    ઘણી વખત આ એટલા માટે કે,
    એ વ્યક્તિ જેને પ્રશ્ન પૂછ્યો,
  • 1:01 - 1:03
    તે પણ એપ બનાવવા માંગે છે.
  • 1:03 - 1:05
    આ દિવસોમાં ઘણા બાળકો
    રમતો રમવાનું પસંદ છે,
  • 1:06 - 1:08
    પરંતુ હવે તેઓ તેને બનાવવા માંગે છે,
  • 1:08 - 1:09
    અને તે મુશ્કેલ છે,
  • 1:09 - 1:12
    કારણ કે ઘણા બાળકો નથી જાણતા કે,
    પ્રોગ્રામ કેવી રીતે બનાવવો,
  • 1:12 - 1:14
    તે શોધવા માટે ક્યાં જવું.
  • 1:14 - 1:17
    જેમ, ફૂટબોલ માટે,
    ફૂટબોલ ટીમ પાસે જઈ શકીએ છીએ.
  • 1:17 - 1:20
    વાયોલિન માટે, તમે
    વાયોલિન શીખી શકો છો.
  • 1:20 - 1:22
    પરંતુ શું થશે, જો તમે
    એક એપ બનાવવા માંગો છો ?
  • 1:22 - 1:24
    અને બાળકના માતા-પિતાએ ભાગ્યે જ
  • 1:24 - 1:27
    આમાનું કેટલુક કર્યું હશે,
    જ્યારે તેઓ જુવાન હતા,
  • 1:27 - 1:29
    પરંતુ ઘણા માતા-પિતાએ એપ લખી નથી.
  • 1:30 - 1:33
    એપ કેવી રીતે બનાવવી તે જાણવા,
    તમે ક્યાં જાઓ છો ?
  • 1:33 - 1:36
    સારું, તે જ રીતે મેં તેને પ્રાપ્ત કર્યું,
    આ જે મેં કર્યું છે.
  • 1:36 - 1:38
    સૌ પ્રથમ, હું અન્ય પ્રોગ્રામિંગ
  • 1:38 - 1:42
    ભાષાઓમાં પ્રોગ્રામિંગ કરી રહ્યો છું,
    મૂળભૂત બાબતોને નીચે ઉતારવા માટે,
  • 1:42 - 1:45
    જેમ કે પાયથોન, સી, જાવા, વગેરે.
  • 1:47 - 1:49
    અને પછી એપલે આઇફોન બહાર પાડ્યા,
  • 1:50 - 1:52
    અને આ સાથે, આઇફોન
    સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ,
  • 1:52 - 1:56
    અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ,
    ઉપકરણોનો એક સમૂહ છે,
  • 1:56 - 1:59
    આઇફોન એપ બનાવવા માટે
    અને પ્રોગ્રામિંગ માટે.
  • 2:00 - 2:03
    તેને મારે માટે શક્યતાઓની
    એક નવી દુનિયા ખોલી દીધી,
  • 2:03 - 2:07
    અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ સાથે
    થોડું રમ્યા પછી,
  • 2:07 - 2:10
    મેં કેટલીક એપ બનાવી,
    મેં કેટલીક પરીક્ષણ એપ બનાવી.
  • 2:10 - 2:13
    જેમાંથી એક થઈ "અર્થ ફોર્ચ્યુન".
  • 2:13 - 2:16
    અને હું એપ સ્ટોર પર "અર્થ ફોર્ચ્યુન"
    નાખવા માટે તૈયાર હતો,
  • 2:16 - 2:20
    અને તેથી મેં મારા માતા-પિતાને
    99 ડોલર ચૂકવવા માટે મનાવી લીધા,
  • 2:20 - 2:23
    મારી એપ્સ, એપ્સ સ્ટોર પર મૂકવા માટે.
  • 2:23 - 2:26
    તેઓ સંમત થયા, અને હવે મારી પાસે
    એપ્સ સ્ટોર પર એપ્સ છે.
  • 2:27 - 2:30
    મેં ખૂબ રસ અને પ્રોત્સાહન લીધું છે,
  • 2:30 - 2:32
    મારા પરિવાર, મિત્રો, શિક્ષકો તરફથી
  • 2:32 - 2:33
    અને એપલ સ્ટોરના લોકો પાસેથી પણ,
  • 2:33 - 2:36
    અને આ મારા માટે ખૂબ મોટી મદદ છે.
  • 2:36 - 2:39
    મેં સ્ટીવ જોબ્સની પ્રેરણાથી
    ઘણું પ્રાપ્ત કર્યું છે.
  • 2:39 - 2:42
    અને મેં શાળામાં એક એપ ક્લબ શરૂ કર્યું છે,
  • 2:44 - 2:48
    અને મારી શાળામાં એક શિક્ષક,
    મારા એપ ક્લબને પ્રાયોજિત કરી રહ્યા છે.
  • 2:48 - 2:51
    મારી શાળામાંથી કોઈપણ વિદ્યાર્થી આવી શકે,
  • 2:51 - 2:53
    અને એપ ડિઝાઈન કરવાનું શીખી શકે છે.
  • 2:54 - 2:57
    આ એવું છે જ્યાં હું બીજા સાથે
    મારા અનુભવ વહેંચું છું.
  • 2:59 - 3:02
    આ પ્રકારના કાર્યક્રમ છે, જ્યાં તેને
    આઇપેડ પાઇલટ પ્રોગ્રામ કહેવામાં આવે છે,
  • 3:03 - 3:05
    અને કેટલાક અલગ પણ છે.
  • 3:05 - 3:07
    હું ભાગ્યશાળી છું કે, હું તેનો એક ભાગ છું.
  • 3:07 - 3:12
    એક મોટો પડકાર છે કે,
    આઇપેડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ,
  • 3:12 - 3:15
    અને આપણે કઈ એપ્સને આઇપેડમાં રાખવી જોઈએ.
  • 3:15 - 3:18
    તેથી અમને શાળામાં શિક્ષકો તરફથી
    પ્રતિક્રિયા મળી રહી છે,
  • 3:18 - 3:21
    કે તેમને કયા પ્રકારની એપ્સ પસંદ છે.
  • 3:21 - 3:23
    જ્યારે અમે એપ ડિઝાઈન કરીએ છીએ,
    અને તેને વહેંચીએ છીએ,
  • 3:24 - 3:27
    તે સ્થાનિક જિલ્લાઓ માટે મફત હશે
  • 3:28 - 3:31
    અને અન્ય જિલ્લાઓ જેને અમે
    વહેંચીએ છીએ, તે બધા પૈસા
  • 3:31 - 3:33
    સ્થાનિક શિક્ષણ ફાઉંડેશનમાં જશે.
  • 3:35 - 3:39
    આ દિવસોમાં, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ
  • 3:39 - 3:42
    શિક્ષકોથી થોડું વધુ જાણે છે,
    તકનીક સાથે. (હાસ્ય)
  • 3:46 - 3:49
    તેથી - (હાસ્ય)
  • 3:50 - 3:53
    માફ કરશો - (હાસ્ય)
  • 3:55 - 3:57
    તો આ શિક્ષકો માટે એક સંસાધન છે,
  • 3:57 - 4:00
    અને શિક્ષકોએ આ સંસાધનોને ઓળખવા જોઈએ
  • 4:00 - 4:02
    અને તેનો સારો ઉપયોગ કરવો જોઈએ.
  • 4:03 - 4:07
    હું એ કહીને સમાપ્ત કરવા માંગું છું કે,
    હું ભવિષ્યમાં શું કરવા માંગુ છું.
  • 4:08 - 4:12
    સૌ પ્રથમ, હું વધુ એપ્સ અને
    ગેમ્સ બનાવવા માંગુ છું.
  • 4:12 - 4:15
    હું એક એપ બનાવવા માટે,
    એક અન્ય પક્ષ સાથે કામ કરી રહ્યો છું.
  • 4:16 - 4:20
    હું એન્ડ્રોઇડ પ્રોગ્રામિંગ અને
    ડેવલપમેંટમાં આવવા માંગુ છું,
  • 4:20 - 4:22
    અને હું મારા એપ ક્લબને
    ચાલુ રાખવા માંગુ છું,
  • 4:22 - 4:24
    અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વહેંચવાની
  • 4:24 - 4:26
    અન્ય રીતો શોધવા માંગુ છું.
  • 4:26 - 4:28
    આભાર.
    (અભિવાદન)
Title:
એક 12 વર્ષનો એપ ડેવલપર | થોમસ સ્વરાઝ | ટેડ-એક્સ મેનહટ્ટન બીચ
Description:

મોટાભાગના 12 વર્ષના બાળકો વીડિયો ગેમ રમવાનું પસંદ કરે છે પરંતુ થોમસ સ્વરાઝે પોતાને શીખવ્યું કે તેને કેવી રીતે બનાવવી. "બસ્ટિન જિબર", "વેક-એ-મોલ" જેવી આઇફોન એપ્સ બનાવ્યા બાદ, હવે તે પોતાની કુશળતાનો ઉપયોગ કરીને અન્ય બાળકોને ડેવલપર બનવામાં મદદ કરી રહ્યો છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDxTalks
Duration:
04:34

Gujarati subtitles

Revisions