-
આ વિડિયો પરિમિતિ અને ક્ષેત્રફળ વિષે છે
-
ડાબી તરફ પરિમિતિ અને જમણી તરફ ક્ષેત્રફળ બતાવેલ છે
-
કોઈ પણ વસ્તુ ની પરિમિતિ તે તેની ચોતરફ નું અંતર છે
-
જો તમે કશાંક ની આસપાસ વાડ મુકવા માંગતા હો કે કઇક માપવા માંગતા હો
-
કે પછી કોઈ આકૃતિ ની આસપાસ પટ્ટી મુકવા માંગતા હો,
-
જો મારી પાસે એક લંબચોરસ હોય, જેમકે વિડિયો માં લંબચોરસ આકૃતિ બતાવેલ છે
-
કે જેને ચાર બાજુઓ અને ચાર ખૂણા છે,
-
તેને ચાર કાટખૂણા અને ચાર બાજુઓ છે
-
અને તેની સામસામેની બાજુઓ લંબાઈ માં સરખી છે.
-
અહી હું બિંદુઓ ને ABCD વડે દર્શાવું છું અને ધારો કે
-
આપણને ખબર છે કે AB=૭,અને BC=૫
-
આપણે જાણવું છે કે ABCD ની પરીમીતી શું થાય.
-
લંબચોરસ ABCD ની પરિમિતિ = બાજુઓ ની લંબાઈ નો સરવાળો
-
જો મારે આટલી જમીનને વાડ બાંધવી હોય
-
તો મારે બાજુઓ ની લંબાઈ માપવી પડે,
-
આપણે જાણીએ છીએ કે AB ની લંબાઈ ૭ અને BC ની લંબાઈ ૫ છે,
-
DC ની લંબાઈ પણ AB જેટલી જ હોવાની એટલે કે ૭, અને DAની પણ
-
BC જેટલી જ લંબાઈ એટલે કે 5.
-
એટલે કે ૭+૫+૭+૫=૨૪, પરિમિતિ ૨૪ થાય
-
બીજું ઉદાહરણ લઈએતો ધારો કે એક ચોરસ છે
-
ચોરસ ને ચાર બાજુઓ અને ચાર કાટખૂણા હોય છે અને
-
તેની બધી બાજુના માપ સરખા હોય છે અહી ચોરસ ABCD દર્શાવેલ છે
-
આ ચોરસ ની પરિમિતિ ૩૬ છે
-
અને આપણે ચોરસ ની બાજુઓ ના માપ શોધવા છે
-
બધી બાજુઓ સરખી હોવાથી ધારો કે બાજુ નું માપ x છે
-
AB=x, BC=x, CD=x, DA=x
-
જો આપણે પરિમિતિ શોધવી હોય તો x+x+x+x થાય
-
x+x+x+x=૪x=૩૬
-
તેનો મતલબ એમ કે ૪ વખત કઈક = ૩૬
-
બંને બાજુને ૪ વડે ભાગતા આપણને x=૯ મળશે
-
આ ૯ બાય ૯ નો ચોરસ છે. આ તેની પરિમિતિ આપે છે
-
ક્ષેત્રફળ તે કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તેનું માપ છે
-
જો મારી પાસે ૧ બાય ૧ નો ચોરસ હોય,
-
પણ લંબચોરસ માટે આપણે બે બાજુઓ ના માપ દર્શાવવા પડે કારણ કે
-
લંબચોરસ માટે તેની સામસામેની બાજુઓ સરખી હોય છે
-
લંબચોરસ માટે આપણે એમ કહીએ છીએ કે તે ૫ બાય ૭ નો લંબચોરસ છે
-
પણ ચોરસ માં એક બાજુ નું માપ ૧ હોય તો બધી જ બાજુનું માપ ૧ જ હોય છે
-
કોઈ પણ આકૃતિ નું ક્ષેત્રફળ એટલે કે તમે કેટલા ૧ બાય ૧ ના ચોરસ તેમાં સમાવી શકો તેટલું માપ
-
જો આપણે પેલા લંબચોરસ પર પાછું ધ્યાન આપીએ અને મારે તેનું ક્ષેત્રફળ શોધવું છે
-
અને તેને દર્શાવવા માટે
-
તેને દર્શાવવા માટે કૌંસ (બ્રેકેટ) નો ઉપયોગ થાય છે જેમ કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ =
-
તે ૧ બાય ૧ ના જેટલા ચોરસ મૂકી સકાય તેને બરાબર હોય છે
-
ચાલો આપણે તે શોધીએ તો, અ પ્રમાણે આપણી પાસે ૧ બાય ૧ ના ૫ ચોરસ છે
-
અને આ રીતે ૭ ચોરસ ,
-
જો એ બાજુ થી જોઈએ તો આપણે અહિયાં ૭ ચોરસ મૂકી શકીએ,
-
અને આ બાજુ પર આપણે ૫ હરોળ મુકીએ જેનું માપ ૧ છે,
-
આ બાજુ પર ૭ હરોળ મૂકી શકીએ જેનું માપ પણ ૧ છે
-
હવે આપણે ૧ બાય ૧ ના ચોરસ ગણી શકીએ છીએ
-
આપણી પાસે ૫ હરોળ અને ૭ સ્તંભ છે જેથી ચોરસ ની સંખ્યા ૩૫ થશે
-
એટલે કે આ આકૃતિ નું ક્ષેત્રફળ ૩૫ છે
-
પણ સામાન્ય નિયમ પ્રમાણે એક બાજુ ના માપ ને
-
બીજી બાજુ ના માપ સાથે ગુણવામાં આવે છે
-
જો મારી પાસે ૧/૨ બાય ૨ નો લંબચોરસ હોય તો,
-
બંને નો ગુણાકાર કરતા ૧/૨*૨ =૧
-
મતલબ કે આ માપ માં આપણે માત્ર અડધો ચોરસ ગોઠવી શકીએ
-
આવા બે અડધા ચોરસ ગોઠવતા આપણને ૧ મળે
-
હવે ચોરસ ના ક્ષેત્રફળ ની વાત કરીએ.
-
ચોરસ માટે તેની લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય છે
-
ધારો કે આપણી પાસે ચોરસ XYZS છે
-
મારે તેનું ક્ષેત્રફળ શોધવું છે,આપણે જાણીએ છીએ કે XS=૨
-
XYZS નું ક્ષેત્રફળ શોધવા માટે,XYZS નું ક્ષેત્રફળ =
-
આપણે જાણીએ છીએ કે બધી બાજુઓ સરખી છે,
-
જે લંબચોરસ નો જ એક ખાસ પ્રકાર છે આપણે જાણીએ છીએ કે આ બાજુ નું માપ ૨ છે
-
અને આ બાજુનું માપ પણ ૨ છે,સીધો જ ગુણાકાર કરતા ૨*૨=૪
-
અને આ રીતે આપણે ૧ બાય ૧ ના ૪ ચોરસ સમાવી શકીએ