દિલ સાથે વાત કરો । માર્લીન લૅશૅટ । TEDxTrondheim
-
0:09 - 0:15આશરે 36.5 કરોડ લોકોની માતૃભાષા ઇંગ્લિશ છે.
-
0:17 - 0:21200 કરોડથી વધુ લોકો ઈંગ્લીશ બીજી
-
0:21 - 0:23કે ત્રીજીની ભાષા તરીકે શીખે છે, બોલે છે.
-
0:24 - 0:26જો તમે ઇંગ્લિશ બોલો છો ,
-
0:26 - 0:32
તો તમે 250 કરોડ લોકોને સમજાવી શકો છો -
0:32 - 0:37શા માટે વિદેશી ભાષા તમારે શીખવી જોઈએ?
-
0:37 - 0:41શું તે સમય નો વ્યય નથી ?
-
0:41 - 0:45નેલ્સન મન્ડેલાની આફ્રિકાન બોલવા બદલ અશ્વેત
-
0:45 - 0:49સાઉથ આફ્રિકન વડે ખુબ આકરી ટીકા થયેલી
-
0:50 - 0:51તેમણે જવાબ આપેલો,
-
0:51 - 0:55"તમે માણસ સમજે એવી ભાષામાં જયારે વાત કરો,
-
0:56 - 0:58એ તેના મગજ સુધી પહોંચે છે.
-
0:59 - 1:02તમે માણસ સાથે એમની પોતાની ભાષામાં
જયારે વાત કરો, -
1:03 - 1:04એ તેના હૃદય સુધી પહોંચે છે."
-
1:05 - 1:07વાત એમ છે:
-
1:07 - 1:09જો તમારે કોઈને જીતવા હોય,
-
1:09 - 1:12તો તમારે એના હૃદય સાથે વાત કરવી પડશે.
-
1:13 - 1:15પોપ્સ આ જાણે છે.
-
1:15 - 1:19જ્હોન પૉલ બે 10 ભાષાઓ સરળતાથી બોલી શકતા,
-
1:19 - 1:22અને બીજી ડઝન પ્રાથમિક સ્તરે જાણતા.
-
1:23 - 1:27એ જ્યાં પણ જતા,
ત્યાં તેમની માતૃભાષાના આંશિક -
1:27 - 1:31વાક્યો વડે અભિવાદન જરૂર કરતા;
-
1:31 - 1:36એ એમની લોકપ્રિયતાની મહત્વપૂર્ણ ચાવી હતી.
-
1:37 - 1:40જેમની સાસુઓ વિદેશી હશે
-
1:40 - 1:43અથવા બનવાના હશે એ પણ આ જાણે છે.
-
1:44 - 1:46તે તેમની ગર્લ ફ્રેન્ડસ સાથે વાતો કરી લેશે,
-
1:46 - 1:51પણ જયારે તેમને છોકરીની માતાને મનાવવી હશે,
-
1:51 - 1:55ત્યારે પુરુષો સૌથી અઘરી ભાષાઓ
શીખવા તૈયાર થઇ જશે. -
1:55 - 1:57તેમાં ડચ નો પણ સમાવેશ છે.
-
1:57 - 1:59(હાસ્ય)
-
1:59 - 2:01અને મોટા ભાગે તે યુક્તિ કામ કરે છે.
-
2:02 - 2:03કેમ?
-
2:04 - 2:09અલબત્ત, માતૃ ભાષા એ
-
2:09 - 2:13આપણા વ્યક્તિવ અને ઓળખાણ સાથે
વણાયેલી હોય છે. -
2:13 - 2:18આપણો આખો વ્યક્તિગત ભૂતકાળ
ખુબ ઊંડા મૂળ ધરાવે છે, -
2:18 - 2:21એ માતૃભાષા માં ડૂબેલો છે.
-
2:21 - 2:28
એવી કેટલી યાદો અને ભાવનાઓ એ શબ્દો, હાવભાવ, -
2:29 - 2:32અને વ્યાકરણ પણ એવી રીતે જોડાયેલ છે
કે જેની સાથે અપને મોટા થઈએ છીએ. -
2:33 - 2:37માટે, બીજા વ્યક્તિની ભાષા શીખો,
-
2:37 - 2:40એ બતાવે છે કે તમે ખરેખર તેના
-
2:40 - 2:44જીવન અને વ્યક્તિત્વમાં રસ ધરાવો છો.
-
2:45 - 2:48કઈ સાસુ રાજી નહિ થાય?
-
2:49 - 2:53તમે જયારે તમારી ભાષા સાંભળો છો,
ત્યારે એક જોડાણ અનુભવો છો. -
2:54 - 2:56પ્રવાસ દરમિયાન,
-
2:56 - 3:00વિદેશી ભાષામાં દિવસો અને અઠવાડિયાઓ
સુધી વિદેશી ભાષામાં વાત કરતા, -
3:01 - 3:03જે ક્ષણે વિમાન માં દાખલ થતા
-
3:03 - 3:06કેબીન કૃ તમને તમારી ભાષામાં આવકારે છે,
-
3:06 - 3:08ત્યારે તમે જાણો છો કે તમે ઘરે જઈ રહ્યા છો.
-
3:10 - 3:14જો માતૃ ભાષાની કોઈ સુગંધ હોત તો,
-
3:14 - 3:19મને લાગે છે કે એ કૂકીઝ જેવી હોત ,
-
3:19 - 3:21અને આરામદાયક ચિકન સૂપ જેવી,
-
3:22 - 3:24અને દાદીના અત્તર જેવી -
-
3:25 - 3:28અને કદાચ થોડીક મોથબોલ્સ જેવી હોત.
-
3:29 - 3:34આ જ પ્રબળ કારણ હોય શકે સુઘડ ભાષા,
-
3:34 - 3:40જેવી કે એસ્પેરાંતોનો ક્યારેય ધાર્યા મુજબનો
બહોળો વિસ્તાર થઇ નથી શક્યો. -
3:41 - 3:44ભલે ને કુશળતા થી ઘડેલી હોય,
-
3:44 - 3:47સાદી, શીખવા માં સરળ હોય,
-
3:48 - 3:53એક પણ દેશએ આવી કૃત્રિમ ભાષાને
પોતીકી કરી નથી. -
3:54 - 3:59કે એ વિદેશી ભાષા તરીકે બહોળા પ્રમાણમાં,
-
3:59 - 4:03લાંબા ગાળા માટે વ્યવસ્થિત રીતે
-
4:03 - 4:05શીખવવાનો પ્રયત્ન થયો નથી.
-
4:06 - 4:12કુદરતી ભાષાઓ ની મુશ્કેલીઓ -
-
4:12 - 4:15જેમ કે નિરાશાજનક અનિયમિતતા,
-
4:15 - 4:20જોડણી અને ઉચ્ચાર વચ્ચે ના તફાવત,
-
4:20 - 4:25ક્યારેક વાહિયાત રીતે જટિલ વ્યાકરણ -
-
4:26 - 4:27હોવા છતાં,
-
4:28 - 4:34આપણે લોકો સાથે સ્વયં ઉદ્ભવેલી ભાષાઓ
શીખવાને અગ્રતા આપીએ છીએ. -
4:36 - 4:40કૃત્રિમ ભાષાઓ માથા સાથે વાતો કરે છે.
-
4:41 - 4:45કુદરતી ભાષાઓ માંથી કૂકીઝ ની સુગંધ આવે છે.
-
4:46 - 4:52નેલ્સન મન્ડેલા માટે અફ્રિકાન શીખવી એ
“તમારા દુશ્મન ને જાણવા” નો વિષય હતો. -
4:52 - 4:57તેઓ કહેતા “જો તમારે તેને
હરાવવા હોય તો તમારે -
4:57 - 5:00તેમની ભાષા, તેમના જુસ્સા અને તેમની આશાઓ ,
અનેતેમના ડર વિષે જાણવું પડે” -
5:01 - 5:04તેમને કરી બતાવ્યું, તે નીવડ્યું
-
5:05 - 5:08પણ તે હંમેશા દુશ્મન વિષે નથી હોતું, નહિ?
-
5:09 - 5:12આ દરેક માનવ સંબંધોને લાગુ પડે છે.
-
5:13 - 5:18અને હું સાસુઓને દુશ્મન વ્યાખ્યાયિત કરવામાં
-
5:18 - 5:20સૌથી છેલ્લી વ્યક્તિ રહેવાનું પસંદ કરીશ
-
5:20 - 5:23આશરે સાત કે આઠ વર્ષ પહેલા,
-
5:23 - 5:26હું મારા કુટુંબ સાથે પોલેન્ડમાં
કાર ચલાવી રહી હતી, -
5:27 - 5:31દુકાનો બંધ થવામાં હતી,
અમારે ખાદ્ય સામગ્રી લેવાની હતી,. -
5:32 - 5:36અંતે, સામેની શેરી માં અમને
સુપર માર્કેટ દેખાઈ। -
5:37 - 5:42સમયસર પહોંચવા યુ -
ટર્ન લેવાનો એક જ રસ્તો હતો. -
5:42 - 5:43એટલે મેં આમ જ કર્યું.
-
5:44 - 5:47કદાચ એ ખતરનાક હતું
-
5:48 - 5:50અને ચોક્કસ રીતે ગેર કાયદેસર.
-
5:52 - 5:58કાર પાર્કિંગમાં, એન્જીન બંધ કરું એ પહેલા -
-
5:58 - 6:00મેં નોક - નોક ટકોરા સાંભળ્યા.
-
6:01 - 6:06મેં ઝડપથી બારીનો કાચ ઉતાર્યો
તો જોઈ બે જોડી આંખો . -
6:08 - 6:12દરેક આંખોની જોડી પોલીસમેનની હતી
-
6:13 - 6:18હવે, સૌથી સારો સમય જોઈએ
તો પણ મારી પાસે પોલિશ -
6:18 - 6:19ભાષામાં ખાસ વાક્પટુતાનું
વાસ્તવિક સ્તર નહોતું, -
6:20 - 6:24પણ મને સાદો વાર્તાલાપ આવડતો હતો.
-
6:24 - 6:28જો કે એ પરિસ્થિતિમાં
મનમાં ગુન્હાહિત ભાવ સાથે, -
6:29 - 6:32બે પુરુષોની, કાયદાના રખેવાળ ,
ગણવેશધારી આંખોમાં આંખો મેળવતાં જ -
6:33 - 6:38મને અત્યાર સુધીમાં જે કંઈ આવડતા હતા
તેવા પૉલિશ શબ્દો મારામાંથી નીચોવાઈ ગયા. -
6:40 - 6:44તેમ છતાં, મને એક ક્ષણ માટે પણ
-
6:45 - 6:48તેમની સાથે અંગ્રેજીમાં કામ
પાર પાડવાનું સૂઝ્યું નહીં. -
6:49 - 6:53અંગ્રેજીને કારણે મને કદાચ ભાષાનો ફાયદો થાત
-
6:54 - 6:57પણ તેને કારણે પેલા પોલીસવાળાઓને અસુખ થાત.
-
6:58 - 7:01એટલે મારૂં પૉલિશમાં બોલવું તો નક્કી હતું.
-
7:02 - 7:03શી રીતે?
-
7:04 - 7:09મારા મગજનો એ નાનક્ડો પૉલિશ ખૂણો તો
સાવ ખાલીખમ થઈ ગયો હતો, -
7:10 - 7:12એક વાત સિવાય.
-
7:13 - 7:18એ એક વાત એ હતી જે મેં એટલી
બધી વાર દોહરાવી હતી -
7:18 - 7:21ઉંઘમાં પણ તે હું બોલી જાત.
-
7:23 - 7:25ઉંઘમાં પણ તે હું બોલી જાત.
-
7:28 - 7:30માંદી દેડકીની.
-
7:30 - 7:32(હાસ્ય)
-
7:33 - 7:35મારી પાસે એ જ હતું.
-
7:35 - 7:40હું જાણતી હતી કે એમ કરવુંછે તો ઘણું
વિચિત્ર પણ મારા મોંમાથી બસ સરી પડ્યું -
7:40 - 7:43(પૉલિશ) દેડકીને નબળાઇ અનુભવાતી હતી
-
7:43 - 7:46ગઈ તે તો દાક્તર પાસે અને કહ્યું
કે હું માંદી છું. -
7:46 - 7:50દાક્તરે ચડાવ્યાં પોતાનાં ચશ્માં
કેમકે તે હતા મોટા" -
7:52 - 7:54મેં પોલીસોની સામે નજર કરી.
-
7:54 - 7:56એ લોકો મારી તાકીને જોતા હોય એમ લાગ્યું.
-
7:56 - 7:58(હાસ્ય)
-
7:59 - 8:02મને યાદ આવે છે કે બેમાંના એક
પોતાનું માથું ખંજવાળતો હતો. -
8:03 - 8:05પછી તેઓ હસ્યા.
-
8:06 - 8:07એ લોકો હસ્યા,
-
8:07 - 8:11અને તેથી, હું પણ થોડી હળવી થઈ,
-
8:11 - 8:14હા, એટલી તો ખરી કે થોડા વધારે કામના શબ્દો
-
8:14 - 8:17મારાં મગજમાં પાછા દદડવા લાગે,
-
8:17 - 8:20તતપપ કરીને હું આવું અરધુંએક વાકય કહી શકી
-
8:20 - 8:23"વેરી સોરી,ખાવાનું લેવાનું હતું,
હવે બીજી વાર નહીં કરૂં." -
8:25 - 8:26તેમણે મને જવા દીધી.
-
8:27 - 8:32હું દુકાનમાં દોડતી જતી હતી ત્યારે
તેમણે બોલાવી, (પૉલિશ) “Szczęśliwej podróży!" -
8:32 - 8:34"સફર મજાની રહે!"
-
8:35 - 8:39હું તમને ભાષાઓ શીખવાડવા માટે
ચડાવવા નથી માગતી -
8:39 - 8:42જેથી તમે દુનિયાભરમાં ફરો,
કાયદાઓ તોડતાં રહો અને પછી છટકતાં રહો. -
8:45 - 8:49પરંતુ આ એક નાની ઘટના બતાવે છે કે
કેમ થોડા શબ્દો -
8:50 - 8:54ગમે તેવા સાદા કે મૂર્ખા,
બસ માત્ર થોડા શબ્દો -
8:54 - 8:58સીધા દિલમાં ઉતરી જાય છે અને ઓગળી જાય છે.
-
8:59 - 9:02અને હા, તે દિવસે માંદી
દેડકીનો વિકલ્પ પણ હતો -
9:02 - 9:04અને પણ મને સારી રીતે આવડતું પણ હતું :
-
9:06 - 9:07પીધેલાંનું ગીત.
-
9:07 - 9:09(હાસ્ય)
-
9:09 - 9:11તેને કારણે મને કદાચ સ્મિત ન મળ્યું હોત
-
9:12 - 9:14કદાચ એક ધક્કો સ્થાનિક પોલીસ ચોકીનો થાત
-
9:14 - 9:16લોહીની તપાસ માટે.
-
9:18 - 9:21તમારે ઘણી ભાષા શીખવાની જરૂર નથી,
-
9:21 - 9:24કે નથી જરૂર તમારે બહુ સારી રીતે શીખવાની,
-
9:24 - 9:26થોડું પણ બહુ કામ આવી શકે.
-
9:27 - 9:30દિલમાં ઉતરી જતા દસ શબ્દો ઘણી
વધારે અસર કરી શકે છે -
9:30 - 9:33દિમાગમાં ગયેલ હજાર શબ્દો કરતાં.
-
9:35 - 9:39તમે હંમેશા અંગ્રેજી પસંદ કરીને
વચ્ચે મળવાનું પણ પસંદ કરી શકો. -
9:40 - 9:45પરંતુ મધ્ય રેખા પાર કરવાનું
નક્કી કરવાનું પણ પસંદ કરી શકો -
9:45 - 9:49અને તમારી નવી ઓળખાણ કે વિરોધી, કે કોઈ પણને
-
9:49 - 9:51તેમનાં જ ક્ષેત્રમાં મળી શકો.
-
9:52 - 9:55બીજાંની ભાષા બોલવાથી તમે
નબળાં નથી પડી જતા, -
9:55 - 9:57એનાથી તો તમે શક્તિશાળી બનો છો.
-
9:58 - 10:04જે વ્યક્તિમાં હિંમત હોય અને
રેખા પાર કરવાનો પ્રયાસ કરે છે -
10:05 - 10:07તે જ અંતમાં જીતે છે.
-
10:08 - 10:12ભૂલ થવાનો ડર ન રાખશો,
ભૂલો થકી તો આપણે માણસ બનીએ છીએ. -
10:13 - 10:17અને આ કિસ્સામાં તો પાછો ફાયદો છે :
-
10:18 - 10:21ત્યાં તમે ભૂલ કરો તો,
-
10:21 - 10:26બીજાંને તમને મદદ કરવાની,
આવીને તમને મળવાની તક આપો છો. -
10:26 - 10:32અને એ રીતે, તમે હમણાં જ
કરેલું જોડાણ વધારે મજબૂત બને છે. -
10:33 - 10:37તો, તમારે પોતાની જાતને સમજાવવી છે
-
10:38 - 10:40કે તમારે જોડાણ કરવું છે?
-
10:42 - 10:47આપણે બધાં અંગ્રેજી શીખવાનું અને
તેનો ઉપયોગ ચાલુ રાખીએ -
10:48 - 10:53જેથી મિશ્ર શ્રોતાગણ સાથે વાર્તાલાપ કરી શકીએ
જેમ અહીં TEDx કરીએ છીએ તે રીતે. -
10:54 - 10:58જ્ઞાનની વહેંચણી માટે અંગ્રેજી બહુ
શકિશાળી સાધન છે, -
10:58 - 11:04વૈશ્વિક સમસસ્યાઓ પરનાં આંતરરાષ્ટ્રીય
સંમેલનો માટે. -
11:05 - 11:10અને બધાંથી વધારે: અંગ્રેજી રાજમાર્ગ છે
૩૬.૫ કરોડ લોકોનાં દિલ સુધીનો -
11:11 - 11:17૩૬.૫ કરોડ લોકોને અંગ્રેજી ભાષામાં
કુકીઝની સુગંધ આવે છે. -
11:19 - 11:21પણ આટલે જ કેમ રોકાવું?
-
11:22 - 11:25થોડો વધારે પ્રયાસ કેમ ન કરવો
-
11:25 - 11:28કમસેકમ એક બીજી વિદેશી ભાષા શીખવાનો?
-
11:29 - 11:32કુકીઝના બહુ બધા સ્વાદ હોય છે.
-
11:32 - 11:34ચાલો, એક નવો સ્વાદ ચાખીએ.
-
11:35 - 11:36આભાર
-
11:36 - 11:38( તાળીઓ )
- Title:
- દિલ સાથે વાત કરો । માર્લીન લૅશૅટ । TEDxTrondheim
- Description:
-
આ વ્યક્ત્વય ટૅડ સમારંભના ઢાંચા મુજબ એક સ્થાનિક સમુદાયે સ્વતંત્રપણે ગોઠવ્યું હતું. વધુ જાણવા માટે http://ted.com/tedx
ભાષાની જૂદી જૂદી સુગંધો અને કે દેડકીનું ગીત અણીને સમયે તમારી વહારે આવી શકે છે એ વિષે.
માર્લીન ફીલૉસૉફીસ્ટ અને સંવાદનાં નિષ્ણાત છે. વાર્તાઓ કહેવાનું અને ભાષાઓ તેમનો ખાસ પ્રેમ છે.
તેમના ગંભીરપણે રમતિયાળ બ્લૉગ પર તેઓ બહુભાષાવાદ અને સંસ્કૃતિક ફરકને લગતી મજા અને ફાયદઓ વિષે લખતાં રહે છે.તેમનાં બ્ળોગ પરનાં લખાણો તેમનાં બહુભાષાવિદ તરીકેના અનુભવોને વણી લે છે અને તેમની ભાષાકીય અને સાંસ્કૃતિક સૂઝમાં ખૂંપેલ હોય છે. - Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDxTalks
- Duration:
- 11:56
![]() |
Dimitra Papageorgiou approved Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Abhinav Garule accepted Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Abhinav Garule edited Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Abhinav Garule edited Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Ashok Vaishnav edited Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Anjana kapadia commented on Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Maulik mehta edited Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Maulik mehta edited Gujarati subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim |
Anjana kapadia
please send me a link to subtitle it in gujarati