< Return to Video

ઓછી ડિજીટલ સેવાઓ મેળવી રહેલા લાભાર્થીઓમાટે "ટેક્નોલોજી હુન્નર"

  • 0:01 - 0:06
    ફ્રુગલ ડીજીટલ એ સી.આઇ.ડી. સ્થિત
    એક નાનું સંશોધન ગ્રુપ છે
  • 0:06 - 0:08
    જ્યાં અમે ડીજીટલ સમાવર્તી સમાજના
  • 0:08 - 0:12
    વિકાસની શક્યતાઓમાટેના વૈકલ્પિક
    દ્રષ્ટિકોણ વિષે વિચારી રહ્યાં છીએ.
  • 0:12 - 0:14
    બસ,અમે એની પાછળ પડી જવા માંગીએ છીએ.
  • 0:14 - 0:16
    અમે એમ માનીએ છીએ કે આજની
    સિલિકૉન ટૅક્નૉલૉજી
  • 0:16 - 0:20
    મહદ અંશે અતિમાત્રાની સંસ્કૃતિ બની રહી છે
  • 0:20 - 0:21
    એટલા સારૂ આ કામ કરવા માગીએ છીએ.
  • 0:21 - 0:24
    આ ટેક્નોલોજી સહુથી ઝડપી,
    સહુથી કાર્યદક્ષ અને
  • 0:24 - 0:26
    સહુથી ભપકાદાર ઉપકરણ વિષે કામ કરતી જણાય છે,
  • 0:26 - 0:29
    જ્યારે કે દુનિયાની બે તૃતિયાંશ વસ્તી,
  • 0:29 - 0:33
    હજૂ આરોગ્ય સેવાઓ કે શિક્ષણ
    અને તેના જેવી અન્ય કેટલીય
  • 0:33 - 0:36
    પાયાની જરૂરિયાતોમાટે પણ આ ટેક્નૉલૉજીના
  • 0:36 - 0:38
    પ્રાથમિક તબક્કાના ઉપયોગ સુધી
  • 0:38 - 0:42
    પણ પહોંચી નથી શકી.
  • 0:42 - 0:46
    એટલે, શરૂ કરતાં પહેલાં હું
    તમને મને મુંબઇમાં એક વાર મળેલ
  • 0:46 - 0:50
    એક ભાઇની નાનકડી વાત કહેવા માગું છું.
  • 0:50 - 0:52
    એ ભાઇનું નામ છે સતી શ્રી.
  • 0:52 - 0:54
    તે એક ખાસ માણસ એટલા માટે છે કે
  • 0:54 - 0:56
    તે એક નાના વ્યવસાય-સાહસિક છે.
  • 0:56 - 0:58
    તે મુંબઇની નાની ગલીઓમાં
  • 0:58 - 1:00
    એક દુકાન ચલાવે છે.
  • 1:00 - 1:03
    તેની એ ૧૦ ચોરસ મીટરની દુનિયામાં
  • 1:03 - 1:05
    તે બહુ બધું કરી રહ્યા છે.
  • 1:05 - 1:07
    માન્યામાં ન આવે. હું પણ જ્યારે
    તેમનિ અકસ્માત મળી ગયો
  • 1:07 - 1:10
    ત્યારે હું પણ નહોતો માની શક્યો.
  • 1:10 - 1:13
    મૂળ મુદ્દે, તે બધાં જ પ્રકારનાં
    નાનાં ચુકવણાં અને ટિકિટ બુકિંગ
  • 1:13 - 1:14
    જેવાં કામ કરે છે,
  • 1:14 - 1:18
    જે આપણે સામાન્યતઃ ઑનલાઇન કરતાં હોઇએ છીએ.
  • 1:18 - 1:20
    પણ તે લોકો સાથેના ઑફલાઇન વહેવારોને
  • 1:20 - 1:22
    ડીજીટલ વિશ્વ જોડે જોડી આપે છે.
  • 1:22 - 1:23
    ખાસ તો, તેઓની મુખ્ય આવક
  • 1:23 - 1:26
    મૉબાઇલનાં આગોતરી ચુકવણીવાળી યોજનાનાં
  • 1:26 - 1:28
    રી-ચાર્જ કુપન વેંચવામાંથી થાય છે.
  • 1:28 - 1:32
    પણ, પાછળની બાજૂએ એક નાનો ખૂણો છે,
  • 1:32 - 1:34
    જ્યાં તે તેના કર્મચારીઓ સાથે મળીને
  • 1:34 - 1:37
    કંઇ પણ ઠીક કરી શકે છે.
  • 1:37 - 1:40
    કોઇ પણ સેલ ફૉન, કોઇ પણ સાધન આપો,
    તેને તેઓ ઠીક કરી આપશે.
  • 1:40 - 1:43
    અને આ બધું માન્યામાં ન આવે,
    કારણકે હું તેમની પાસે મારો આઇફૉન લઇ ગયો,
  • 1:43 - 1:46
    તો તેમનો પહેલો સવાલ હતો,
    " આનાથી સારૂં મૉડૅલ લેવું છે?"
  • 1:46 - 1:48
    "હા." (હાસ્ય)
  • 1:48 - 1:50
    મને વિશ્વાસ ન પડ્યો,
    એટલે મેં તેમને તેને બદલે
  • 1:50 - 1:54
    નૉકિયા આપવાનું નક્કી કર્યું.(હાસ્ય)
  • 1:54 - 1:59
    પરંતુ મને વધારે આશ્ચર્ય હતું
    આ ઉંધાં એન્જીનીરિંગ વિષે
  • 1:59 - 2:04
    અને આ બે મીટરની જગ્યામાં
    જે જાણકારી ભરી હતી તેનું.
  • 2:04 - 2:07
    એ લોકોએ સાધનને ખોલી
    કાઢવા કે ભાગ છૂટા કરી નાખવા કે
  • 2:07 - 2:09
    સર્કીટ ફરીથી બનાવવી કે
    મૂળ સૉફ્ટવૅર ફરીથી ચડાવવા
  • 2:09 - 2:12
    જેવી કોઇ પણ વાત માટે
    તૈયારી કરી જ રાખેલી હોય,
  • 2:12 - 2:14
    એટલે તમે તમારાં સાધનની
    કોઇ પણ વલે કરી હોય,
  • 2:14 - 2:16
    તે લોકો તેને ઝડપથી ઠીક કરી આપે છે.
  • 2:16 - 2:18
    આજે સવારે તેમને ફૉન આપો
  • 2:18 - 2:20
    અને બપોરના જમવાના સમયે પાછો મેળવી લો.
  • 2:20 - 2:22
    માન્યામાં ન આવે તેવી વાત છે ને!
  • 2:22 - 2:25
    પરંતુ આપણે એ વિચારતા હતા કે
    શું આ કોઇ સ્થાનિક વાત છે કે
  • 2:25 - 2:26
    પછી, ખરેખર બધે જ આમ બની રહ્યું છે?
  • 2:26 - 2:28
    ધીમે ધીમે અમને સમજ પડવા લાગી અને
  • 2:28 - 2:31
    અમે તેનું વ્યવસ્થિત સંશોધન
    કરવાનું શરૂ કર્યું,
  • 2:31 - 2:32
    કે આ નાની સી રીપેરીંગની દુનિયા છે શું,
  • 2:32 - 2:34
    કારણકે આ મુંબઇના કોઇ એક ખૂણામાં જ
  • 2:34 - 2:36
    નથી થઇ રહ્યું.
  • 2:36 - 2:39
    આવું તો ખરેખર આખા દેશમાં થઇ રહ્યું છે.
  • 2:39 - 2:42
    આવું આફ્રિકામાં પણ થઇ રહ્યું છે,
    જેમકે અમે કૅપ ટાઉનમાં
  • 2:42 - 2:44
    આ વિષે મોટે પાયે સંશોધન કર્યું હતું.
  • 2:44 - 2:47
    મેં અહીં દોહામાં પણ એવા નાની જગ્યામાં
  • 2:47 - 2:50
    ઍલાર્મ ઘડીયાળો કે બીજાં
    ઘડિયાળો ઠીક કરાતાં જોયાં છે,
  • 2:50 - 2:53
    જેમાં બહુ બધા ઝીણા પૂર્જાઓ હોય છે.
    એ કંઇ સહેલું નથી.
  • 2:53 - 2:55
    તેને માનવા માટે તમારે કોઇ
    વાર જાત અનુભવ કરવો જોઇએ.
  • 2:55 - 2:56
    આ પ્રવૃતિને પીઠબળ શેનું છે?
  • 2:56 - 3:00
    લગભગ આખી દુનિયામાં
    બનતા,ઓછી કિમતે મળતા, પૂર્જાઓ અને
  • 3:00 - 3:03
    તેનો પુરવઠો અને તેની આ ઉદ્યોગને
    જ ધ્યાનમાં રાખીને કરાતી ફેર-વેંચણીનું
  • 3:03 - 3:07
    વ્યવસ્થાતંત્ર અને તેના ઉપરાંત રીપેર
    કરેલ પૂર્જાઓની સરળ ઉપલબ્ધી
  • 3:07 - 3:09
    આ ઉદ્યોગને ધબક્તો રાખે છે.
  • 3:09 - 3:11
    આમ જો ખાસ જરૂરિયારત
    સિવાય તમારે નવાં સાધન ખરીદવાં
  • 3:11 - 3:14
    જરૂરી નથી. જૂનાં થઇ ગયેલાં
    અને છૂટાં પાડી નંખાયેલાં
  • 3:14 - 3:15
    કમ્પ્યુટર્સ આ ફરીથી વાપરવા લાયક
  • 3:15 - 3:17
    પાર્ટ્સનો મુખ્ય સ્ત્રોત છે,
  • 3:17 - 3:21
    જેની મદદથી નવી રૂપરેખાની ગોઠવણીવાળાં
    સાધનો જોડી શકો છો.
  • 3:21 - 3:24
    આ નવા જેવા દેખાતા
    અભિગમથી આપણને શું મળે છે?
  • 3:24 - 3:26
    આ ખરો સવાલ છે કારણકે
  • 3:26 - 3:28
    લગભગ દરેક સમાજમાં આ પ્રવૃતિને
    પૂરતાં સંસાધનોની
  • 3:28 - 3:31
    ખેંચ જ રહી છે.
  • 3:31 - 3:32
    આની સામે એક રસપ્રદ રુપક ઉદાહરણ છે.
  • 3:32 - 3:34
    એક તરફ પરંપરાગત હુન્નરો છે,
  • 3:34 - 3:35
    તો બીજી તરફ ટેક્નોલૉજી હુન્નરો છે
  • 3:35 - 3:39
    આ નવા વિકસતા હુન્નર છે એટલે આપણે
    તેમને ટેક્નોલોજી હુન્નર તરીકે ઓળખીશું.
  • 3:39 - 3:41
    એટલે કે, એ બધા પ્રસ્થાપિત હુન્નરો નથી
  • 3:41 - 3:43
    એ બધા હજૂ સંસ્થાગત માળખાંમાં ગોઠવાયા નથી.
  • 3:43 - 3:45
    કે નથી તે કોઇ યુનિવર્સિટીમાં શીખવાડાતા.
  • 3:45 - 3:47
    તેનું શિક્ષણ તો બિનઔપચારિક, મોઢા મોઢ,
  • 3:47 - 3:48
    શિક્ષણ તંત્રથી શીખવાડાય છે.
  • 3:48 - 3:51
    આપણો સવાલ હતો,
    "આપણે એમાંથી શું મેળવી શકીએ?
  • 3:51 - 3:54
    જેમ કે, એમાંથી શું મહત્વનાં
    મૂલ્યો મેળવી શકીએ?
  • 3:54 - 3:56
    મુખ્ય ફાયદો છે સ્થાનિક કક્ષાએ
    જ મરમ્મતની સંસ્કૃતિ,
  • 3:56 - 3:59
    જે બહુ મોટી વાત છે, કારણકે
    તમારી વસ્તુ કે સેવાએ રીપેર થવામાટે
  • 3:59 - 4:01
    બહુ આંટીઘુટીવાળા નિયમોની
  • 4:01 - 4:03
    પ્રક્રિયામાંથી પસાર થાવાની
    જરૂરિયાત નથી રહેતી.
  • 4:03 - 4:06
    એને કારણે આપણે ઓછા ખર્ચે
    તે બનાવી પણ શકીએ છીએ,જેને કારણે આપણે
  • 4:06 - 4:08
    તેની મદદથી બહુ બધું કરી શકીએ,
    જે ઘણું સારૂં પરવડે.
  • 4:08 - 4:11
    અને, આપણા માટે સહુથી મહત્વની વાત એ છે કે
  • 4:11 - 4:13
    આપણને ઓછાં ખર્ચનો બહુ મોટો ફાયદો રહે છે.
  • 4:13 - 4:15
    આમ આપણે સાચે જ ખુબ જ જટીલ એલ્ગૉરિધમ અને
  • 4:15 - 4:19
    વિસ્તારી શકાય તેવા કેટલાય વિચારોને
    બહુ જ સામાન્ય સાધનોમાં
  • 4:19 - 4:22
    વણી લઇ શકીએ તેમ શક્ય બની રહે છે.
  • 4:22 - 4:27
    આપણે એને સિલિકોન કુટિર ઉદ્યોગ કહીશું?
  • 4:27 - 4:30
    મૂળ મુદ્દે ઔદ્યિગિક ક્રાંતિ પહેલાં
    જે તંત્ર કે વ્યવસ્થા હતાં તે
  • 4:30 - 4:33
    નવી જ ઢબથી, આખી દુનિયાના
    વિકસતા દેશોમાં ફેલાયેલી
  • 4:33 - 4:36
    નાની ડીજીટલ દુકાનોમાં
  • 4:36 - 4:39
    ફરીથી આકાર લઇ રહી છે.
  • 4:39 - 4:42
    આમ આ વિચારને મમળાવતાં મમળાવતાં
  • 4:42 - 4:44
    પૂછીએ કે "આપણે આનું શું કરી શકીએ?"
  • 4:44 - 4:47
    આપણે તેમાંથી કોઇ નાની
    પ્રૉડ્ક્ટ કે સેવા બનાવી શકીએ ખરા?
  • 4:47 - 4:50
    એટલે સહુથી પહેલું કામ તો જેને
    આપણે વિવિધમાધ્યમ મંચ કહી શકાય
  • 4:50 - 4:52
    તે બનાવ્યું તેને આપણે 'જમવાનો
    ડબ્બા'તરીકે ઓળખીશું.
  • 4:52 - 4:55
    અમે ખાસ તો જે સંદર્ભનો
    અભ્યાસ કર્યો તે હતો ભારતના
  • 4:55 - 4:58
    બહુ જ અંતરિયાળ ભાગમાં આવેલી શાળાઓમાં.
  • 4:58 - 5:01
    આ અદ્ભુત વિચાર એક-શિક્ષક-શાળાને લગતો છે,
  • 5:01 - 5:04
    જેના પાયામાં છે એક શિક્ષક છે
    જે આ ટચુકડી શાળાના ઢાંચામાં
  • 5:04 - 5:07
    ભણાવવા સાથે સાથે બહુવિધ કાર્યો કરે છે.
  • 5:07 - 5:08
    એ છે અનૌપચારિક શાળા, પણ ખરા અર્થમાં
  • 5:08 - 5:10
    સાકલ્યવાદી શિક્ષણ.
  • 5:10 - 5:12
    તેમની પાસે નથી માત્ર પૂરતાં સંસાધનો.
  • 5:12 - 5:14
    ક્યારેક તેમની પાસે નથી પાઠ્ય પુસ્તકો
  • 5:14 - 5:17
    કે નથી ક્યારેક વ્યવસ્થિત પાઠ્યક્રમ.
  • 5:17 - 5:20
    આપણો સવાલ એ છે કે"
    આ શિક્ષકને વધારે સામર્થ્યવાન કરવા માટે
  • 5:20 - 5:23
    આપણે શું કરી શકીએ?" તેને
    ડીજીટલ જગતના સંપર્કમાં શી રીતે લાવી શકીએ?
  • 5:23 - 5:26
    માહિતિના એકાધિકાર રક્ષક
    બની રહેવાને બદલે
  • 5:26 - 5:28
    આ બધી માહિતિના સુવિધાસંવાહક બની રહે.
  • 5:28 - 5:31
    "શિક્ષકને સામર્થ્યવાન બનાવવા
    શું શું કરવું જોઇએ?"
  • 5:31 - 5:34
    શિક્ષકને ડીજીટલ વિશ્વમાં
    પ્રવેશ કેમ કરાવડાવવો અને
  • 5:34 - 5:37
    ઓછાં ખર્ચનાં માધ્યમ-વૈવિધ્યના
    મચ કઇ રીતે ડીઝાઇન કરવા અને
  • 5:37 - 5:40
    સ્થાનિક કક્ષાએ બનાવવા અને તેને
    લગતી સેવાઓ પૂરી પાડવી?"
  • 5:40 - 5:42
    એટલે ચારે બાજૂ તપાસ કરી.
  • 5:42 - 5:44
    આજૂબાજૂનાં બજારોને ઉપરતળે કરી કાઢ્યાં,
  • 5:44 - 5:48
    જેથી સમજી શકાય કે "આ બધું
    શક્ય બનાવવા શું કરી શકાય?"
  • 5:48 - 5:51
    એમાં જોવા મળ્યો
  • 5:51 - 5:54
    એક બહુ નાનાં ચિત્રપટ પાડી શકે
    તેવો એક મૉબાઇલ ફૉન
  • 5:54 - 5:56
    જે લગભગ ૬૦ ડૉલરમાં મળી રહે.
  • 5:56 - 5:59
    એક મોટી બૅટરી સાથેની વીજળીક હાથબત્તી,
  • 5:59 - 6:01
    અને થોડાં નાનાં લાઉડસ્પીકર્સ.
  • 6:01 - 6:03
    આમ આ મૉબાઇલ ફૉન એ વિશ્વ સાથે જોડાયેલું
  • 6:03 - 6:05
    માધ્યમ-વૈવિધ્ય મંચ બની ગયો.
  • 6:05 - 6:08
    જેની મદદથી ઑનલાઇન
    જોડાણ કરીને જૂદા જૂદા પ્રકારની ફાઇલ
  • 6:08 - 6:11
    લાવીને તેને જોઇ શકાય એવું શક્ય બની શક્યું.
  • 6:11 - 6:14
    વીજળીક હાથબત્તી આપણને ખાસ્સો તિવ્ર
    અને તેજસ્વી એલ.ઇ.ડી.પ્રકાશ પૂરો પાડે
  • 6:14 - 6:17
    જે છએક કલાક ચાલી શકે
    તેટલી બૅટરીસાથે સજ્જ છે.
  • 6:17 - 6:19
    આમ 'જમવાના ડબ્બા'માં બધું,
  • 6:19 - 6:21
    ખાસી એવી મોટી માત્રામાં સાભળી શકાય
  • 6:21 - 6:22
    તેવાં નાનાં લાઉડસ્પીકર સાથે,
  • 6:22 - 6:24
    બરાબર ગોઠવી શકાય.
  • 6:24 - 6:27
    એ બધા વર્ગખંડો માન્યામાં
    ન આવે તેટલા ઘોંઘાટીયા હોય છે.
  • 6:27 - 6:30
    બાળકો તેમના અવાજની
    ચરમ સીમાએ ચીસો પાડતાં હોય,
  • 6:30 - 6:32
    તેનાથી ઉપરવટ આપણે જવું પડે.
  • 6:32 - 6:34
    આપણાં બનાવેલાં એ તેર-સાંધાવાળાં
    સાધનને લઇને
  • 6:34 - 6:36
    એ મૉબાઇલ ફોન રીપેર કરતી દુકાન પર લઇ જાઇએ
  • 6:36 - 6:38
    અને તેનાપર જોતજોતામાં થતો જાદુ જોઇએ.
  • 6:38 - 6:40
    તેઓ આખાંને ફરીથી છૂટું પાડી નાખે છે,
  • 6:40 - 6:42
    ફરીથી નવી બાંધણી મુજબ એકઠું કરે છે,
  • 6:42 - 6:44
    અને એ રીતે આ કામ કરનરાઓને
  • 6:44 - 6:46
    આ હાર્ડવૅરમાટે તાલિમ મળતી જાય છે.
  • 6:46 - 6:50
    અને પરિણમે છે આ નાનો જમવાનો
    ડબ્બો - એક નવા અવતારમાં.
  • 6:50 - 6:57
    (તાળીઓ)
  • 6:57 - 7:00
    પછીથી તેની પધ્ધતિસરની
    સ્થળ-તપાસ પ્રયોગો કસોટીઓ કરાશે
  • 7:00 - 7:02
    કારણકે એ સ્થળ-તપાસ પ્રયોગો કસોટીઓમાં
    આપણને ઘણી
  • 7:02 - 7:05
    મહત્વની વાત શીખવા મળશે.
    આ પ્રક્રિયા વારંવાર કરવી રહી.
  • 7:05 - 7:08
    સહુથી મહત્વની વાત જાણવા મળીઃ બેટરીનો
    વપરાશ અકાળ અને તેને ફરીથી ચાર્જ કરવી.
  • 7:08 - 7:12
    બહાર જ્યારે બહુ વધારે સૂર્યપ્રકાશ હોય
    ત્યારે,તેનો પ્રકાશ પણ એક સમસ્યા જણાતી હતી.
  • 7:12 - 7:15
    મોટા ભાગે, છાપરાં તૂટેલાં હોય,
    એટલે આ બધું કરવા માટે જરુરી અંધારૂં
  • 7:15 - 7:17
    વર્ગખંડમાં ઉભું નથી કરી શકાતું.
  • 7:17 - 7:20
    આ વિચારને થોડો વધારે વિસ્તારીને
    પછીથી ફરી ફરીને ઘણી કસોટીઓ કરી,
  • 7:20 - 7:23
    જેમાંથી એ ડબ્બાનું જે નવું
    સંસ્કરણ બન્યું, તે થોડું ઘણું તો
  • 7:23 - 7:25
    સૂર્ય ઊર્જાથી રી-ચાર્જ થવાનું શક્ય બન્યું,
  • 7:25 - 7:28
    પણ વધારે મહત્વનું એ થયું
    કે તેને કારની બૅટરીજોડે જોડવું શક્ય હતું,
  • 7:28 - 7:31
    કારણકે કારની બૅટરી તો બધે
    જ ઉપલબ્ધ હોય તેવો ઉર્જા સ્રોત છે
  • 7:31 - 7:33
    જ્યાં પૂરતા પ્રમાણમાં વીજળી ન હોય,
    અથવા તો હોય તો
  • 7:33 - 7:35
    ઢંગધડા વિનાની હોય.
  • 7:35 - 7:37
    અને બીજું એક મહત્વનું કામ અમે એ કર્યું કે
  • 7:37 - 7:40
    આ ડબ્બાને યુએસબી ચાવી વડે ચાલતો કર્યો,
    કારણ કે હવે સમજાઇ ગયું હતું કે
  • 7:40 - 7:43
    કાગળ ઉપર જીપીઆરેસ હોત તો પણ,
  • 7:43 - 7:45
    કમ સે કમ, સૈધ્ધાંતિક રીતે,
    નાની સી USB ચાવીની મદદથી
  • 7:45 - 7:49
    સતહ ટપાલ વડે માહિતિ
    મોકલવી વધારે કાર્યક્ષમ છે.
  • 7:49 - 7:51
    તે પહોંચવામાં થોડો સમય જરૂર લાગે,
  • 7:51 - 7:53
    પણ તે ત્યાં ઘણી ઉંચી સ્પષ્ટતાની અને
  • 7:53 - 7:55
    મદાર રાખી શકાય તેવી
    ગુણવત્તા કક્ષાએ પહોંચે.
  • 7:55 - 7:58
    આ રીતે અમે ડબ્બો બનાવ્યો
    અને ફરી ફરીને તેના પ્રયોગ કર્યા
  • 7:58 - 7:59
    અને હાલમાં તેનાં વિવિધ સ્વરૂપના
  • 7:59 - 8:01
    પ્રયોગ ચાલુ છે.
  • 8:01 - 8:04
    પણ તેનો ઉપયોગ માત્ર
    શિક્ષણ પૂરતો મર્યાદીત નથી.
  • 8:04 - 8:06
    આ પ્રકારની તકનીક, કે માપતોલનું વિજ્ઞાન,નો
  • 8:06 - 8:08
    ઉપયોગ બીજાં ઘણાં ક્ષેત્રમાં શકય છે,
  • 8:08 - 8:10
    જેના માટે મારે તમને, એક નાનકડાં સાધન,
  • 8:10 - 8:12
    મૅડી-મીટર, વિષે એક વાત કહેવી પડશે.
  • 8:12 - 8:15
    આમ તો એ આરોગ્ય સેવામાં
    વાપરવામાટે અમે વિકસાવેલું એક સાધન છે.
  • 8:15 - 8:18
    ભારતમાં, આરોગય સેવાનાં ક્ષેત્રમાં
    કામ કરતા કર્મચારીઓનો
  • 8:18 - 8:21
    એક બહુ જ આશ્ચર્યજનક વર્ગ છે,
    જે આશા કર્મચારીઓ તરીકે જાણીતા છે.
  • 8:21 - 8:24
    તેઓ ખરી રીતે તો આરોગ્ય સેવામાં
    પગે ફરતા રહેતા કર્મચારીઓ છે
  • 8:24 - 8:27
    જેઓ સ્થાનિક સમુદાયમાં
    રહેતાં હોય છે અને તેઓને આરોગ્ય સેવાઓ માટે
  • 8:27 - 8:30
    જરૂરી સાધનો અને મૂળ ભૂત સિધ્ધાંતો
    બાબતે પ્રશિક્ષણ અપાયું હોય છે
  • 8:30 - 8:32
    જેનો મૂળ આશય લોકોને
    સારી રીતે કેમ જીવવું તે અંગે
  • 8:32 - 8:36
    જાણ કરવાનો હોય છે, પરંતુ તે સાથે
  • 8:36 - 8:39
    લોકોએ આરોગ્યની સંભાળ બાબતે ક્યા પ્રકારના
  • 8:39 - 8:41
    અભિગમ કેળવવા જોઇએ તે અંગે સુચનો પણ કરે છે.
  • 8:41 - 8:43
    આમ, સામાન્ય અર્થમાં તેઓ લોકોને આરોગ્ય
  • 8:43 - 8:45
    તજજ્ઞો પાસે પછીની કક્ષાની
    સારવાર માટે મોકલે છે.
  • 8:45 - 8:47
    પરંતુ થોડાં સંશોધનને પરિણામે
    જાણવા મળ્યું કે
  • 8:47 - 8:51
    આ લોકો તજજ્ઞોપાસે, નજદીકનાં દવાખાનાંમાં,
  • 8:51 - 8:53
    કે નજીકનાં આરોગ્ય સેવા કેન્દ્રમાં
  • 8:53 - 8:56
    મોકલાવાનું કામ તો ઘણું
    સારી રીતે કરે છે, પરંતુ ત્યાં ગયા પછી
  • 8:56 - 9:00
    ત્યાં લોકોએ લાંબી પ્રતિક્ષા યાદીમાં
    રાહ જોવી પડે છે
  • 9:00 - 9:03
    અને તેને કારણે ત્યાં લોકોની
    ભીડ પણ બહુ વધી જાય છે,
  • 9:03 - 9:06
    કારણકે ત્યાં આટલાં મોકલાતાં
    લોકોને પહોંચી વળે તેટલા ડૉક્ટર્સ કે
  • 9:06 - 9:08
    સુવિધાઓ નથી હોતી.
  • 9:08 - 9:10
    એટલે થાય એવું કે સામાન્ય શરદીથી
  • 9:10 - 9:13
    ગંભીર મૅલૅરીયાને લગભગ એક સરખું જ મહત્વ મળે
  • 9:13 - 9:16
    પણ કદાચ, કોઇ જ પ્રાથમિકતા
    જેવું જોવા ન મળે.
  • 9:16 - 9:18
    એટલે એવો વિચાર આવ્યો કે
    "આનાથી વધારે સારી રીતે કામ કરવાનો
  • 9:18 - 9:21
    કોઇ વિકલ્પ તો જરૂર હોવો જોઇએ."
  • 9:21 - 9:23
    એટલે આશા કર્મચારીને
    કઇ રીતે મદદરૂપ થઇ શકીએ
  • 9:23 - 9:26
    જેથી તે એક અસરકારક ગરણું બની રહે
  • 9:26 - 9:28
    કે જેના વડે આ તજજ્ઞ ડૉક્ટરની
    પાસે મોકલવાની પ્રક્રિયા
  • 9:28 - 9:32
    સમગ્ર તંત્રપરનાં ભારણને
    આપસમજથી સંતુલિત રાખે
  • 9:32 - 9:36
    અને દર્દીઓને તેમની
    તકલીફની ગંભીરતા કે કટોકટીના આધારે
  • 9:36 - 9:40
    આરોગ્ય સેવાઓના
    જૂદા જૂદા સ્ત્રોત ભણી દોરે?"
  • 9:40 - 9:42
    આમ, મહત્વનો સવાલ એ બની રહે છે કે
  • 9:42 - 9:44
    આ બહેનોને આપણે
    કેમ સામર્થ્યવાન કરી શકીએ?
  • 9:44 - 9:46
    આપણે કઇ રીતે તેમને એવાં
    સાદાં સાધનો આપીએ જે
  • 9:46 - 9:48
    રોગ નિદાન ભલે ન કરી આપે
    પણ તેમને વર્ગીકરણમાં મદદરૂપ થાય
  • 9:48 - 9:52
    જેથી તેમને કમસે કમ દર્દીઓને
    શું સલાહ આપવી તે ખબર પડે?
  • 9:52 - 9:55
    તેમ જ સમગ્ર તંત્ર ઉપર પણ
    તેનાથી એટલો વધારે ફરક પડે કે
  • 9:55 - 9:59
    જેને કારણે, એક સામાન્ય દાકતરી
    તપાસ માટે પણ રાહ જોવાનો સમય
  • 9:59 - 10:02
    અને કોઇવાર સાતથી પંદર
    કિલોમીટર જેટલું લોકોને જે ચાલવું પડે છે
  • 10:02 - 10:04
    કે મુસાફરી કરવી પડે છે તે દૂર કરી શકાય,
  • 10:04 - 10:09
    જે અન્યથા એટલું બધું નુકશાનકારક છે
  • 10:09 - 10:12
    કે લોકોને આરોગ્ય સેવાઓનો લાભ લેવામાં જ
  • 10:12 - 10:14
    રસ ન રહે.
  • 10:14 - 10:16
    આ વિષય બાબતે એ બહેનો કંઇ યોગદાન આપી શકે તો
  • 10:16 - 10:17
    તે આશ્ચર્યજનક પરીણામો લાવી શકે.
  • 10:17 - 10:20
    એટલે અમે આ સાધનને એક
  • 10:20 - 10:22
    મેડીકલ ઉપકરણમાં બદલી કાઢયું.
  • 10:22 - 10:23
    જૂઓ હું તેનો ઉપયોગ કરીને બતાવું,
  • 10:23 - 10:26
    જે આમ તો બહુ સરળ છે.
  • 10:26 - 10:28
    બ્રુનો, તમે આમાં જોડાશૉ? [હર્ષ ધ્વનિ]
  • 10:28 - 10:34
    આવો. (તાળીઓ)
  • 10:34 - 10:37
    આપણે તમારા કેટલાક
  • 10:37 - 10:40
    મૂળભૂત પરિમાણ, જેવાં કે
  • 10:40 - 10:43
    નાડીના ધબકારા, લોહીમાં ઑક્સીજનનું પ્રમાણ
  • 10:43 - 10:45
    માપીશું.
  • 10:45 - 10:48
    તમારો અંગૂઠો આના પર મૂકો.
  • 10:48 - 10:50
    બ્રુનો જ્ઞુસાનીઃ આ રીતે, ચાલશે?
  • 10:50 - 10:52
    વિનય વેંકટરામનઃ હા, બરાબર.
    બ્રુનોઃ ભલે. સારૂ.
  • 10:52 - 10:55
    વિનયઃ તો હવે હું શરૂ કરૂં છું.
    આશા રાખીએ એ કામ કરશે.
  • 10:55 - 11:00
    (બીપ્સ) તેમાં બીપ પણ થાય છે ,
    કારણ કે તેમામ ઍલાર્મ ઘડિયાળ પણ છે.
  • 11:00 - 11:02
    જો જો હોં..[હાસ્ય]
  • 11:02 - 11:06
    હું તેને 'શરૂ'ની સ્થિતિમાં
    ગોઠવી દઉં, અને પછી,
  • 11:06 - 11:10
    આ બટન દબાવી જોઉં. [બીપ્સ]
  • 11:10 - 11:15
    જૂઓ એણે તમારામાંથી કશુંક નોંધ્યું. [બીપ્સ]
  • 11:15 - 11:18
    અને કાંટો જઇને ત્રણ વિકલ્પ બતાવે છે.
  • 11:18 - 11:21
    ચાલો આપણે જોઇએ અહિંયા શું થઇ રહ્યુ છે.
  • 11:21 - 11:24
    (બીપ્સ) ઓહ બ્રુનો,
    તમે તો હવે ઘરે જઇ શકો છો.
  • 11:24 - 11:27
    બ્રુનોઃ વાહ, સારા ખબર કહેવાય. [તાળીઓ]
  • 11:27 - 11:30
    વિનયઃ એટલે... [તાળીઓ]
  • 11:30 - 11:33
    એટલે વાત જાણે એમ છે કે
  • 11:33 - 11:37
    કમનસીબે, જો કાંટો લાલ બિંદુ પર રોકાયો હોત,
  • 11:37 - 11:39
    તો તમને હૉસ્પિટલમાં
    દાખલ કરવા પડ્યા હોત.
  • 11:39 - 11:43
    સદનસીબે, આજ આપણે બચી ગયા.
    જો કાંટો નારંગી કે પીળારંગના બિંદુ પર
  • 11:43 - 11:46
    અટક્યો હોત, તો એનો
    અર્થ એ થાત કે તમારે, લગભગ,
  • 11:46 - 11:49
    આરોગ્ય કર્મચારીની સેવામાં
    વધારે સતત રહેવું પડત.
  • 11:49 - 11:51
    આમ આ ત્રણ -પગલાંની
    એક સરળ વર્ગીકરણ પ્રક્રિયા થઇ
  • 11:51 - 11:54
    જે મૂળભૂત રીતે જાહેર
    આરોગ્ય સેવા અલગ અલગ ક્ષેત્રમાં
  • 11:54 - 11:56
    કઇ રીતે કામ કરશે તેનાં
    સમીકરણો જ બદલી નાખશે.
  • 11:56 - 11:58
    બ્રુનોઃ સારા સમાચાર
    બદલ આભાર. વિનયઃ હા,જી.
  • 11:58 - 12:02
    (તાળીઓ)
  • 12:02 - 12:06
    હવે હું તમને આ શી રીતે કામ કરે છે
    તે ટુંકમાં સમજાવું,
  • 12:06 - 12:08
    કારણકે સહુથી વધારે રસપ્રદ વાત તો એ જ છે.
  • 12:08 - 12:11
    મુળ મુદ્દે, આ ભાઇથી પેલા ભાઇમાં બદલવા માટે
  • 12:11 - 12:15
    ત્રણ વસ્તુની જરૂર પડે, જે છે
  • 12:15 - 12:19
    ટેલીવીઝન માટેનું એક સસ્તું રીમોટ કન્ટ્રોલ,
  • 12:19 - 12:22
    જે આજકાલ દરેક ઘરમાં સહેલાઇથી મળી રહે છે,
  • 12:22 - 12:26
    કમ્પ્યુટરના માઉસના કેટલાક ભાગ,
  • 12:26 - 12:30
    જે બહુ સામાન્ય ખર્ચમાં
    જૂના માઉસમાંથી કાઢી લઇ શકાય છે,
  • 12:30 - 12:33
    અને પહેલેથી પ્રોગ્રામ થ
    ઇ શકે તેવા કેટલાક ભાગ.
  • 12:33 - 12:36
    મુળભૂત રીતે આ થોડા વધારાના
    ભાગ સાથેનું એક માઇક્રૉ-કંન્ટ્રોલર છે
  • 12:36 - 12:38
    જેને વિશ્વના કોઇ પણ ભાગમાં
    બહુ ઓછા ખર્ચામાં
  • 12:38 - 12:41
    મોકલી શકાય છે. બસ આટલી વસ્તુઓની જરૂરત છે
  • 12:41 - 12:43
    જેને થોડી સ્થાનિક ચપળ
    કારીગીરીની મદદથી આ સાધનને કશા
  • 12:43 - 12:46
    અન્ય ઉપયોગમાં લઇ શકાય
    તેવાં સાધનમાં ફેરવી શકાય છે.
  • 12:46 - 12:50
    અત્યારે આ બાબતના સ્થળ
    પરના કસોટી પ્રયોગો ચાલી રહ્યા છે
  • 12:50 - 12:53
    જેના વડે એ નક્કી કરી શકાય
    કે આ પ્રકારની કોઇ વ્યવસ્થા
  • 12:53 - 12:54
    આશા કાર્યકરને મદદરૂપ થઇ શકશે કે કેમ.
  • 12:54 - 12:58
    તેજ રીતે કેટલાંક
    પ્રોફેશનલ સાધનોની સરખામણીમાં
  • 12:58 - 13:01
    પ્રયોગો ચાલી રહ્યા છે જેનાથી
    નક્કી થઇ શકે આ સાધનોના ઉપયોગને કારણે
  • 13:01 - 13:04
    અસરકારકતા પર કોઇ ફરક પડે છે
    તેમ જ શું ખરેખર લોકોનાં જીવન પર તેની
  • 13:04 - 13:06
    કોઇ અસર થાય છે કે કેમ. તદુપરાંત,આપણે વધારે
  • 13:06 - 13:08
    મહત્વનું તો એ કામ કરી રહ્યા છીએ
    જે આ પ્રયોગને વધારે
  • 13:08 - 13:11
    વ્યાપક સ્તરે પહોંચાડે કારણકે આશરે
    ૨૫૦,૦૦૦થી પણ વધારે
  • 13:11 - 13:13
    પગે ચાલીને કામ કરતા અદ્ભૂત
    આશા કાર્યકરો કામ કરી રહ્યાં છે
  • 13:13 - 13:16
    જેમાંથી આપણે એક નાના સમુહને
    પણ આ સાધન પહોંચાડવાનાં
  • 13:16 - 13:19
    રહે છે જેને કારણે જાહેર
    આરોગ્ય સેવાનાં અર્થકારણમાં
  • 13:19 - 13:22
    ધરખમ ફેરફાર શક્ય બનતા જોઇ શકાય છે તેમ જ
  • 13:22 - 13:25
    તેનાથી સમગ્ર તંત્રની કાર્યપ્ધ્ધતિ પણ
    બદલી શકવાની શક્યતાઓ રહેલી છે,
  • 13:25 - 13:29
    માત્ર વ્યવસ્થિત આયોજનનાં સ્તરે જ નહીં,
  • 13:29 - 13:33
    પણ નીચેથી ઉપર સુધીનાં પાયાનાં સ્તરે પણ.
  • 13:33 - 13:35
    બસ, આપણે આશા રાખીએ
    કે આ બધું મોટે પાયે શક્ય બને.
  • 13:35 - 13:39
    આપ સહુનો આભાર. (તાળીઓ)
  • 13:39 - 13:47
    (તાળીઓ)
Title:
ઓછી ડિજીટલ સેવાઓ મેળવી રહેલા લાભાર્થીઓમાટે "ટેક્નોલોજી હુન્નર"
Speaker:
વેંકટરામન
Description:

વિશ્વના બે-તૃતિયાંશ લોકોની સહુથી આધુનિક સ્માર્ટફૉન સુધીની પહોંચ નહીં હોય, પરંતુ સ્થાનિક નાની દુકાનો જૂની-ટેક્નોલોજીવાળાં સાધનોને ઓછાં-ખર્ચાવાળા પાર્ટવડે દુરસ્ત કરી આપવામાં માહેર છે. વિનય વેંકટરામન તેમનાં "ટેક્નોલોજી હુન્નર" પરનાં કાર્યને પ્રસ્તુત વાર્તાલાપમાં એક મૉબાઇલ ફૉન, જમવાનો ડબ્બો અને ટૉર્ચલાઇટને ગામડાંની શાળામાટેનાં પ્રોજેક્ટરમાં કે એક ઍલાર્મ ઘડિયાળ અને માઉસનાં જોડાણને સ્થાનિક ત્રેવડા વપરાશમાટેનાં એક મૅડીકલ સાધનમાં કરાયેલાં પરિવર્તન દ્વારા સમજાવે છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
14:08

Gujarati subtitles

Revisions