Return to Video

મહિલા પોલીસ સમુદાયને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવે છે

  • 0:01 - 0:04
    મેં શહેર માં પોલીસ અધિકારી તરીકે સેવા આપી,
  • 0:05 - 0:06
    આશરે 25 વર્ષ થયા.
  • 0:07 - 0:08
    ખરેખર આ થોડું રમુજી લાગે ને?
  • 0:10 - 0:13
    તે સમય માં મેં દરેક પદ પર કામ કરેલું હતું,
  • 0:13 - 0:15
    સામાન્ય પોલીસ થી પોલીસ વડા સુધી.
  • 0:16 - 0:20
    થોડા વર્ષ પેહલા મેં
    આશ્ચર્યજનક વસ્તુ નોંધ કરી કે,
  • 0:20 - 0:22
    સપ્ટેમ્બર 2014 ની શરૂઆતમાં,
  • 0:22 - 0:24
    મેં ભરતીનું નિરીક્ષણ શરુ કર્યું
  • 0:24 - 0:28
    જે પોલીસ દ્વારા ન્યૂ જર્સી
    રાજ્યમાં કરાઈ રહી હતી,
  • 0:28 - 0:34
    અને મને જાણવા મળ્યું કે, સ્ત્રીઓ
    65 થી 80 ટકાના દરે નિષ્ફળ રહી હતી,
  • 0:34 - 0:37
    શારીરિક પરીક્ષાના વિવિધ પાસા ને કારણે,
  • 0:37 - 0:39
    મેં નીતિમાં બદલાવ જોયો
  • 0:39 - 0:42
    હવે શારીરિક કસોટી ઉમેદવારે પાસ
    કરવી ફરજીયાત હતી
  • 0:42 - 0:45
    10 નાના કસરત સત્રની અંદર.
  • 0:45 - 0:48
    સ્ત્રીઓ પર તેની સૌથી વધુ અસર પડી.
  • 0:48 - 0:51
    પરિવર્તનનો અર્થ એ હતો કે
    પાંચ મહિનાની લાંબી એકેડેમીમાંથી
  • 0:52 - 0:53
    લગભગ ત્રણ અઠવાડિયામાં ભરતી થાય છે
  • 0:53 - 0:55
    શારીરિક પરીક્ષા પાસ કરવા માટે.
  • 0:56 - 0:58
    જોકે, આનો કોઈ અર્થ નથી.
  • 0:59 - 1:01
    પોલીસ એજન્સીઓ અને પોલીસ ભરતી કરનારે
  • 1:01 - 1:05
    ભારે રોકાણ કર્યું હતું,
    એકેડેમીમાં તે ભરતીઓ મેળવવા.
  • 1:06 - 1:09
    પોલીસ ભરતીમાં ભૂતકાળ ની કડક તાપસ થતી,
  • 1:09 - 1:12
    તેમને શારીરિક તથા માનસિક કસોટી
    પણ પાસ કરવી પડતી,
  • 1:12 - 1:14
    તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી.
  • 1:14 - 1:18
    ઘણા એ 2000 ડોલર થી વધારે ફી તથા
    સાધન ની ખરીદીમાં ખર્ચો કર્યો,
  • 1:18 - 1:21
    માત્ર પહેલા ત્રણ અઠવાડિયામાં બહાર નીકળવા?
  • 1:22 - 1:24
    ન્યુ જર્સીની વિકટ પરિસ્થિતિમાં
  • 1:24 - 1:27
    મહિલાઓની પોલીસમાં પરિસ્થિતિ શું છે,
    તે તપાસવા મને દોરી
  • 1:27 - 1:28
    આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં.
  • 1:29 - 1:34
    મને લાગે છે 13 ટકા થી ઓછી મહિલાઓ
    પોલીસ બની શકે છે.
  • 1:34 - 1:38
    આ આંકડો છેલ્લા 20 વર્ષમાં બદલાયો નથી.
  • 1:38 - 1:43
    અને 2013 માં માત્ર 3 ટકા જ ઊંચી કક્ષાના
    પોલીસ અધિકારી બન્યા,
  • 1:43 - 1:45
    છેલ્લી વખત જયારે માહિતી મેળવેલ હતી.
  • 1:46 - 1:49
    આપણે ખબર છે કે તેને આપણે બદલી શકીયે છીએ.
  • 1:49 - 1:53
    બીજા દેશ જેમે કે,
    કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન
  • 1:53 - 1:56
    ત્યાં પોલીસમાં મહિલાઓ બમણી સંખ્યામાં છે.
  • 1:56 - 2:00
    અને ન્યૂઝીલૅન્ડ તેમાં
    સતત આગળ વધી રહ્યું છે.
  • 2:00 - 2:03
    તેમાં 2021 સુધી ભરતીમાં લૈંગિક સમાનતા હશે.
  • 2:04 - 2:06
    બીજા અન્ય દેશ પણ ખુબ સારૂ કામ કરી રહ્યા છે
  • 2:06 - 2:08
    પોલીસમાં મહિલાઓની સંખ્યા વધારવા,
  • 2:09 - 2:12
    કારણ કે તેઓ એક શરીરના
    વિશાળ સંશોધનના પુરાવાઓ જાણે છે,
  • 2:12 - 2:14
    50 વર્ષથી વધુ સમય બાદ મળેલ છે,
  • 2:14 - 2:17
    જેમાં મહિલા પોલીસના ફાયદા
    વિગતવાર જણાવેલ છે.
  • 2:17 - 2:19
    એક અભ્યાસ થી જાણવા મળેલ છે,
  • 2:19 - 2:22
    કે મહિલા પોલીસ બળ પ્રયોગ ખુબ જ ઓછો કરે છે
  • 2:22 - 2:25
    અથવા તેમના પર વધુ બળપ્રયોગનો
    આરોપ ઓછો હોય છે.
  • 2:25 - 2:29
    આપણે જાણીએ છીએ કે મહિલા પોલીસના
    નામ મુકદ્દમામાં મળવાની સંભાવના ઓછી છે
  • 2:29 - 2:31
    અથવા નાગરિકની ફરિયાદોમાં.
  • 2:32 - 2:34
    આપણે જાણીયે છીએ કે મહિલા પોલીસની હાજરી,
  • 2:34 - 2:37
    અન્ય અધિકારીઓ વચ્ચે બળનો ઉપયોગ ઘટાડે છે.
  • 2:38 - 2:41
    અને આપણે જાણીએ છીએ કે મહિલા પોલિસને
    પણ બળનો ઉપયોગ કરવા સમાન હક છે
  • 2:41 - 2:44
    જેવા કે તેમના પુરુષ સમકક્ષોને છે,
    અથવા તેના થી પણ વધુ.
  • 2:44 - 2:46
    અને છતાં તેઓ વધુ સફળ થયા છે
  • 2:46 - 2:49
    હિંસા ઘટાડવામાં અથવા આક્રમકતા ઘટાડવામાં.
  • 2:49 - 2:53
    જેથી મહિલાઓના પોલીસમાં હોવાનાં
    ઘણા ફાયદા છે.
  • 2:53 - 2:56
    અને આપણે તેને ગુમાવી રહ્યા છીએ,
    આપણા મનસ્વી તંદુરસ્તીના ધોરણોને લીધે.
  • 2:57 - 2:58
    સમસ્યા એ છે કે,
  • 2:58 - 3:02
    અમેરિકા પાસે 18000 પોલીસ કચેરી છે,
  • 3:02 - 3:06
    18000 કચેરી જે કડક
    શારીરિક કાયદા ધરાવે છે.
  • 3:07 - 3:12
    આપણે જાણીએ છીએ કે મોટાભાગની અકાદમીઓ
    પોલિસના પુરૂષવાચીન આદર્શ પર આધાર રાખે છે
  • 3:12 - 3:15
    જે પોલીસમાં મહિલાઓની
    સંખ્યા ઘટાડવાનું કામ કરે છે.
  • 3:15 - 3:19
    આવી અકાદમીમાં શારિરીક શક્તિને
    વધુ મહત્વ અપાય છે,
  • 3:19 - 3:23
    કમ્યુનિટિ પોલીસિંગ, સમસ્યાનો નિકાલ
    જેવા વિષયો પર,
  • 3:23 - 3:24
    ઓછું ધ્યાન આપવામાં છે
  • 3:24 - 3:27
    અને વાતચીતની કુશળતા પર પણ
    ઓછું ધ્યાન આપવામાં આવે છે.
  • 3:28 - 3:32
    આ ભરતીમાં પરિણમે છે,
    જે પોલીસની વાસ્તવિક છબી દેખાડતું નથી.
  • 3:33 - 3:36
    શારીરિક ચપળતા એ પોલીસના કામનો
    એક નાનો ભાગ છે.
  • 3:36 - 3:41
    અધિકારીનો મોટાભાગનો દિવસ એકબીજાના તકરારની
    મધ્યસ્થતામાં પસાર થઇ જાય છે.
  • 3:41 - 3:43
    આ પોલીસના કામની વાસ્તવિકતા છે.
  • 3:45 - 3:47
    આ મારા બાળકો છે.
  • 3:48 - 3:51
    અને આપણે પરીક્ષામાં ફેરફાર કરીને પોલિસમાં
  • 3:51 - 3:55
    અસમાનતા ઘટાડી શકીએ છીએ,
    જે વિવિધ પરિણામો લાવી શકે છે.
  • 3:56 - 3:58
    સંઘીય અદાલતોએ જણાવ્યું છે કે,
    પુરુષો અને સ્ત્રીઓ
  • 3:58 - 4:00
    ફક્ત શારીરિક રીતે સમાન નથી
  • 4:00 - 4:03
    શારીરિક તંદુરસ્તી કાર્યક્રમોનાં હેતુઓ માટે
  • 4:03 - 4:05
    અને તે વિજ્ઞાન આધારિત છે.
  • 4:06 - 4:10
    આદરણીય સંસ્થાઓ કે જે કાયદાના અમલ
    માટે ઊંડો આદર આપે છે,
  • 4:10 - 4:13
    જેમ કે એફબીઆઇ, યુ.એસ. માર્શલ્સ સર્વિસ,
  • 4:13 - 4:16
    ડીઇએ અને યુ.એસ. સૈન્ય પણ --
  • 4:16 - 4:21
    તેઓ તંદુરસ્તીનું પરીક્ષણ કરવા ખુબ જ
    કડકાઈથી કાર્યક્રમોની ખાતરી કરે છે
  • 4:21 - 4:23
    તેઓ જાતિ-તફાવત વગર તંદુરસ્તીને માપે છે.
  • 4:23 - 4:24
    તે શા માટે?
  • 4:25 - 4:27
    કારણ કે ભરતી કરવી ખર્ચાળ છે.
  • 4:27 - 4:31
    તેઓ યોગ્ય લોકોની ભરતી કરવા માંગે છે.
  • 4:32 - 4:34
    જાણો છો કે, શોધમાં બીજું શું જાણવા મળ્યું?
  • 4:34 - 4:38
    સારી પ્રશિક્ષિત મહિલાઓ
    તેમના પુરુષ સમકક્ષો જેટલી સક્ષમ છે,
  • 4:39 - 4:40
    એકંદરે તંદુરસ્તીમાં,
  • 4:40 - 4:43
    પણ વધુ મહત્ત્વની વાત છે એ કે,
    તેઓ કેવા પોલીસ છે.
  • 4:44 - 4:45
    કાયદાનો અમલ કરનાર સમુદાય પણ
  • 4:45 - 4:49
    ભરતીની કટોકટીનો અનુભવ કરી રહ્યો છે.
  • 4:49 - 4:55
    હા ,જો તેમને ખરેખર ભરતી ઉમેદવારની
    સંખ્યા વધારવી હોય તો તે કરી શકે છે.
  • 4:55 - 4:59
    આપણે વધુ મહિલાઓની
    સરળતાથી ભરતી કરી શકીએ
  • 4:59 - 5:01
    અને તે બધા સંશોધનનો લાભ મેળવી શકે,
  • 5:01 - 5:06
    પ્રશિક્ષિત ઉમેદવારોને પાસ થવા કામ સંબંધિત,
  • 5:06 - 5:10
    શારીરિક-આધારિત તંદુરસ્તી પરીક્ષાઓની તાલીમ આપીને.
  • 5:10 - 5:13
    નાગરિક અધિકાર અધિનિયમના
    સાતમા શીર્ષક દ્વારા જરૂરી છે.
  • 5:14 - 5:16
    આપણે સ્ત્રીઓની સંખ્યામાં
    વધારો કરી શકીએ છીએ,
  • 5:17 - 5:19
    અને જાતીય વિષમતા ઘટાડી શકીએ છીએ.
  • 5:19 - 5:23
    ખાલી જે વિભિન્ન પરિણામો લાવે છે,
    તે પરીક્ષાઓ બદલીને.
  • 5:23 - 5:25
    આપણી પાસે તે સાધનો છે.
  • 5:25 - 5:28
    આપણી પાસે સંશોધન છે, આપણી પાસે
    વિજ્ઞાન છે અને આપણી પાસે કાયદા છે.
  • 5:29 - 5:32
    આ, મારા મિત્રો,
    ખૂબ જ સરળ છે ઠીક કરવા માટે,
  • 5:33 - 5:34
    આભાર.
  • 5:34 - 5:39
    (તાળીઓ)
Title:
મહિલા પોલીસ સમુદાયને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવે છે
Speaker:
ઇવોને રોમન
Description:

યુનાઈટેડ સ્ટેટ્સમાં 13% કરતા ઓછા પોલીસ અધિકારીઓ મહિલાઓ છે - હિંસક પરિસ્થિતિઓને વિખેરવામાં અને બળનો ઉપયોગ ઘટાડવામાં તેમની સાબિત અસરકારકતા હોવા છતાં. પોલીસ અધિકારી અને ચીફ તરીકે બે દાયકાથી વધુના અનુભવને દોરતા, ટેડના સાથી ઈવોને રોમન શેર કરે છે કે કેવી રીતે પોલીસ એકેડેમી શારીરિક તંદુરસ્તી પરીક્ષણોમાં સરળ ફેરફાર વધુ સંતુલિત બળ બનાવવામાં મદદ કરી શકે છે જે સમુદાયો અને અધિકારીઓને સમાન લાભ કરે છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
05:51

Gujarati subtitles

Revisions