< Return to Video

સ્વામી દયાનંદ સરસ્વતી: કરુણા - એક ગહન સાધના

  • 0:01 - 0:11
    એક બાળક જન્મ પછી
  • 0:11 - 0:16
    ઘણા લાંબા સમય સુધી
  • 0:16 - 0:21
    આશ્રિત રહે છે
  • 0:21 - 0:33
    તે જાગ્રુતપણે કોઇ યોગદાન નથી આપી શકતુ.
  • 0:33 - 0:35
    એ અસહાય હોય છે.
  • 0:35 - 0:38
    એ જીવનમાં કઈ રીતે ટકી રહેવુ એ પણ નથી જાણતુ.
  • 0:38 - 0:53
    જોકે દરેક બાળક જીવનસંઘર્ષની નૈસર્ગીક વૃત્તિથી સંપન્ન જ હોય છે.
  • 0:53 - 1:09
    તેને જીવવા માટે માતા કે પાલક માતાની મદદની જરુર પડે છે.
  • 1:09 - 1:22
    તે પોતાની સંભાળ રાખનાર પર શંકા નથી રાખતુ.
  • 1:22 - 1:27
    તેણે સંપૂર્ણ સમર્પણ કરવુ પડે છે.
  • 1:27 - 1:32
    જેમ કોઈ ડોક્ટરને સંપૂર્ણ શરણે જાય છે.
  • 1:32 - 1:38
    તેણે સંપૂર્ણ સમર્પણ કરવુ પડે છે.
  • 1:38 - 1:48
    અને તેના માટે પુરતો વિશ્વાસ જોઈએ.
  • 1:48 - 1:55
    અને એ સૂચિત કરે છે કે એ વિશ્વાસપાત્ર વ્યક્તિ
  • 1:55 - 1:58
    વિશ્વાસભંગ નહી કરે.
  • 1:58 - 2:03
    જેમ જેમ બાળક મોટુ થાય છે
  • 2:03 - 2:07
    તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે
  • 2:07 - 2:13
    એ વિશ્વાસુ વ્યક્તિ તેનો વિશ્વાસ તોડી રહી છે.
  • 2:13 - 2:18
    એ વિશ્વાસભંગ શબ્દને પણ નથી જાણતુ.
  • 2:18 - 2:24
    અને માટે જ તેણે ખુદને જ દોષીત માનવુ પડે છે.
  • 2:24 - 2:27
    એક મૌન દોષારોપણ
  • 2:27 - 2:39
    જેનો ઉકેલ લાવવો ખુબ જ મુશ્કેલ છે
  • 2:39 - 2:45
    એક મૌન સ્વદોષારોપણ.
  • 2:45 - 2:50
    એક બાળક વિકસીને એક પરિપકવ વ્યક્તિ બને છે
  • 2:50 - 2:54
    અત્યાર સુધી તે બીજાની મદદ પર આશ્રિત રહ્યો છે
  • 2:54 - 2:57
    પરંતુ એક માનવનો ખરો વિકાસ
  • 2:57 - 3:07
    તેની મદદ કરવાની ક્ષમતામાં રહેલો છે
  • 3:07 - 3:11
    એક સહાયકર્તા તરીકે
  • 3:11 - 3:17
    કોઈ વ્યક્તિ ત્યાં સુધી મદદકર્તા ન બની શકે જ્યાં સુધી તે સુરક્ષિતતાન અનુભવે,
  • 3:17 - 3:20
    અખીલાઈ,
  • 3:20 - 3:26
    કે સંતોષ ન અનુભવે.
  • 3:26 - 3:30
    કરુણામય બનવુ એ કાંઈ મજાકનો ખેલ નથી.
  • 3:30 - 3:33
    એ એટલુ સરળ નથી.
  • 3:33 - 3:40
    એ માટે વ્યક્તિએ પોતાની આંતરીક દિવ્યતાને ખોજવી પડે છે.
  • 3:40 - 3:43
    એ દિવ્યતાને પોતાની જાત પર કેન્દ્રિત કરવી પડે છે,
  • 3:43 - 3:46
    પૈસાના સ્વરુપમાં નહી,
  • 3:46 - 3:50
    સત્તાના સ્વરુપમાં નહી,
  • 3:50 - 3:58
    તમારી સામાજિક પ્રતિષ્ઠાના સ્વરુપમાં પણ નહી
  • 3:58 - 4:03
    પરંતુ એ દિવ્યતા પોતાની જાત પર કેન્દ્રિત હોવી જોઈએ.
  • 4:03 - 4:07
    સ્વત્વ,તમે એ સ્વત્વ પ્રત્યે જાગ્રુત હો છો.
  • 4:07 - 4:14
    એ અખીલાઈ, દિવ્યતા સ્વત્વ પર કેન્દ્રિત હોવી જોઈએ.
  • 4:14 - 4:21
    અન્યથા કરુણા ફક્ત નામની છે.
  • 4:24 - 4:29
    તમે પ્રાસંગોપાત કરુણામય બનો છે
  • 4:29 - 4:33
    મોટેભાગે સહાનુભૂતિથી પ્રેરાઈને,
  • 4:33 - 4:40
    નહીકે ખરી કરુણાથી.
  • 4:40 - 4:44
    પ્રભુની કૃપા કે આપણે સહાનુભૂતિ ધરાવીએ છીએ.
  • 4:44 - 4:49
    જ્યારે કોઈ દુ:ખી હોય છે ત્યારે આપણને પણ એ દુઃખ સ્પર્શે છે.
  • 4:49 - 4:56
    ટેનીસની ફાઈનલ મેચમાં
  • 4:56 - 4:59
    બે ખેલાડીઓ રમી રહ્યા છે.
  • 4:59 - 5:04
    દરેક ખેલાડી બે ગેમ જીતી ચુક્યો છે.
  • 5:04 - 5:07
    એ મેચ બંને ખેલાડીમાંથી કોઈ પણ જીતી શકે છે.
  • 5:07 - 5:14
    અત્યાર સુધી તેમણે જે પરસેવો પાડ્યો તેનુ કોઈ મહત્વ નથી.
  • 5:14 - 5:20
    કોઈ એક ખેલાડી જ જીતે છે.
  • 5:20 - 5:30
    ટેનીસની રીતભાત મુજબ બંને ખેલાડીઓ નેટ પાસે પહોચે છે.
  • 5:30 - 5:35
    અને હાથ મીલાવે છે.
  • 5:35 - 5:38
    વિજેતા હવામાં હાથ હલાવે છે,
  • 5:38 - 5:43
    મેદાનને ચુમે છે,
  • 5:43 - 5:47
    અને પોતાનો શર્ટ પ્રેક્ષકો પર ફેંકે છે જાણે કોઈ તેની રાહ જોતુ હોય.
  • 5:47 - 5:50
    હાસ્ય
  • 5:50 - 5:54
    અને વિજેતાને નેટ પાસે જવાનુ હોય છે.
  • 5:54 - 5:57
    જ્યારે તે નેટ પાસે પહોચે છે,
  • 5:57 - 6:02
    તેના ચહેરા પરની રેખાઓ બદલાઈ જાય છે.
  • 6:02 - 6:07
    એવુ લાગે છે કે જાણે એ ઈચ્છતો હોય કે એ જીત્યો ન હોય.
  • 6:07 - 6:12
    કેમ? સહાનુભૂતિ.
  • 6:12 - 6:14
    એ માનવનુ હ્રદય છે.
  • 6:14 - 6:20
    અને કોઈ માનવ હ્રદય આ સહાનુભૂતિથી બાકાત નથી.
  • 6:20 - 6:26
    કોઈ ધર્મ તેના સિધ્ધાંતોથી તેને ખંડીત નહી કરી શકે.
  • 6:26 - 6:32
    કોઈ પણ સંસ્કૃતિ,રાષ્ટ્ર કે રાષ્ટ્રીયતા
  • 6:32 - 6:35
    કશુ જ તેને સ્પર્શી નહી શકે.
  • 6:35 - 6:38
    કારણકે એ સહાનુભૂતિ છે.
  • 6:38 - 6:44
    અને એ તાદાત્મ્ય સાધવાની ક્ષમતા
  • 6:44 - 6:52
    જ એવી બારી છે જેના થકી તમે લોકો સુધી પહોચો છો.
  • 6:52 - 6:57
    તમે કશુંક એવુ કરો છો જે કોઈના જીવનમાં હકારાત્મક બદલાવ લાવે છે.
  • 6:57 - 7:02
    શબ્દો દ્વારા, સમય દ્વારા
  • 7:02 - 7:07
    કરુણાની વ્યાખ્યા કોઈ એક સ્વરુપમાં મર્યાદિત નથી.
  • 7:07 - 7:10
    અહી કોઈ ભારતીય કરુણા નથી.
  • 7:10 - 7:14
    અહી કોઈ અમેરીકન કરુણા નથી
  • 7:14 - 7:20
    એ રાષ્ટ્ર,જાતી અને ઉંમરને અતિક્રમી જાય છે.
  • 7:20 - 7:31
    શા માટે ? કારણકે કરુણા દરેક વ્યક્તિમાં રહેલી છે જ.
  • 7:31 - 7:38
    લોકો તેને ક્યારેક અનુભવે છે.
  • 7:38 - 7:43
    અને એ પ્રાસંગોપાત કરુણા છે.
  • 7:43 - 7:47
    આપણે તેના વિષે વાત નથી કરતા.
  • 7:47 - 7:50
    એ ક્યારેય પ્રાસંગિક નહી બની રહે.
  • 7:50 - 7:55
    કાયદાથી તમે કોઈને કરુણામય ન બનાવી શકો.
  • 7:58 - 8:02
    તમે એમ ન કહી શકો કે કૃપયા મને પ્રેમ કરો.
  • 8:02 - 8:05
    પ્રેમ એક એવુ તત્વ છે જેને તમે ખુદ શોધો છો.
  • 8:05 - 8:10
    એ કોઈ ક્રિયા નથી.
  • 8:10 - 8:15
    પરંતુ અંગ્રેજી ભાષા માં એ પણ એક ક્રિયા છે.
  • 8:15 - 8:19
    તેના વિષે હુ પછીથી વાત કરીશ.
  • 8:19 - 8:26
    એટલે વ્યક્તિએ એ પૂર્ણતાને શોધવી રહી.
  • 8:26 - 8:33
    હુ એ પૂર્ણતા-પ્રાપ્તિની સંભાવના વિશે કહુ છુ,
  • 8:33 - 8:40
    જે આપણા માટે, સહુ કોઈ માટે અનુભવવુ સંભવ છે.
  • 8:40 - 8:49
    ખુબ જ દુ:ખદાયક જીંદગી હોવા છતા,
  • 8:49 - 8:59
    ક્યારેક અચાનક ખુશીની એક લહેર આવી જાય છે.
  • 8:59 - 9:02
    અને જે સુખી છે,
  • 9:02 - 9:10
    ભલે ખુબ ઓછા સમય માટે પણ,
  • 9:10 - 9:19
    તે પોતાની જાતને અને આસપાસની પરિસ્થિતીને સ્વીકારે છે.
  • 9:19 - 9:23
    એનો મતલબ સંપૂર્ણ જગત,
  • 9:23 - 9:27
    જાણીતી અને અજાણ બાબતો.
  • 9:27 - 9:33
    બધુ જ સંપૂર્ણ સ્વિકાર્ય બને છે.
  • 9:33 - 9:39
    કારણકે તમે તમારી જાતમાં જ તમારી પૂર્ણતાને પામો છો.
  • 9:39 - 9:43
    વ્યક્તિ - હું
  • 9:43 - 9:46
    અને કર્મ - પરિસ્થિતી,
  • 9:46 - 9:51
    એકમેકમા ઓગળી જાય છે.
  • 9:51 - 9:57
    એક એવો અનુભવ જે કોઈને માટે દુર્લભ નથી.
  • 9:57 - 10:03
    એ અનુભવ સહુ માટે સમાન છે.
  • 10:03 - 10:12
    આ અનુભવ એ સાબીત કરે છે કે તમારી બધી જ નબળાઈઓ,
  • 10:12 - 10:17
    ઈચ્છાઓ,વણસંતોષાએલી આકાંક્ષાઓ,નાણાકીય સમસ્યાઓ,
  • 10:17 - 10:22
    અને બેરોજગારી,
  • 10:22 - 10:26
    અને છેલ્લે ટાલ હોવા છતા,
  • 10:26 - 10:30
    તમે સુખી રહી શકો.
  • 10:30 - 10:35
    પરંતુ આ તર્કનો વિસ્તાર એ છે કે
  • 10:35 - 10:41
    સુખી થવા માટે તમારી ઈચ્છાપૂર્તિ જરુરી નથી.
  • 10:41 - 10:47
    તમે ખુદ જ આનંદનો પર્યાય છો, પુર્ણતાનો વ્યાપ છો, જે તમે બનવા માંગો છો.
  • 10:47 - 10:49
    તેમા કોઈ બીજો વિકલ્પ નથી.
  • 10:49 - 10:55
    એ આ વાસ્તવિકતાનુ સમર્થન કરે છે કે
  • 10:55 - 11:02
    પુર્ણતા તમારાથી ભિન્ન ન હોઈ શકે.
  • 11:02 - 11:06
    તમારા વગર ન હોઈ શકે.
  • 11:06 - 11:09
    એ તમે જ હોઈ શકો.
  • 11:09 - 11:12
    તમે પૂર્ણતાનો એક ભાગ
  • 11:12 - 11:15
    અને પૂર્ણ એમ બંને ન હોઈ શકો.
  • 11:15 - 11:19
    તમારી આનંદની ક્ષણો આ સત્યને પ્રગટ કરે છે.
  • 11:19 - 11:24
    એ સાક્ષાત્કાર,એ આત્મ-ઓળખ,
  • 11:24 - 11:27
    કે કદાચ હુ પૂર્ણ છુ
  • 11:27 - 11:30
    કદાચ સ્વામીજી સાચા છે
  • 11:30 - 11:41
    કદાચ સ્વામીજી સાચા છે. અને તમે તમારુ નવુ જીવન શરુ કરો છો.
  • 11:41 - 11:47
    અને બધુ જ અર્થપૂર્ણ બની જાય છે.
  • 11:47 - 11:51
    મારી જાતને દોષિત ઠેરવવા મારી પાસે કોઈ કારણ બચતુ નથી.
  • 11:51 - 11:57
    પોતાની જાતને દોષિત ઠેરવવા કોઈને અગણિત કારણો મળી શકે.
  • 11:57 - 12:03
    પરંતુ મારુ શરીર મર્યાદિત હોવા છતા,
  • 12:03 - 12:12
    જો તે કાળુ છે તો તે ગોરુ નથી.જો તે ગોરુ છે તો કાળુ નથી.
  • 12:12 - 12:18
    શરીર કોઈ પણ દ્રષ્ટીએ જુઓ,મર્યાદિત છે.મર્યાદિત.
  • 12:18 - 12:22
    તમારુ જ્ઞાન મર્યાદિત છે,સ્વાસ્થ્ય મર્યાદિત છે.
  • 12:22 - 12:25
    અને એટલે શક્તિ પણ મર્યાદિત છે.
  • 12:25 - 12:30
    અને હાસ્યની પળો પણ મર્યાદિત જ હોવાની.
  • 12:30 - 12:33
    કરુણા પણ મર્યાદિત જ હોવાની.
  • 12:33 - 12:38
    બધુ જ મર્યાદિત હોવાનુ.
  • 12:38 - 12:44
    તમે ત્યાં સુધી (અનંત) કરુણા ન ધરાવી શકો,
  • 12:44 - 12:48
    જ્યાં સુધી તમે અમર્યાદિત ન બની જાઓ.અને કોઈ અમર્યાદિત ન બની શકે.
  • 12:48 - 12:53
    ક્યાં તો તમે (મર્યાદિત) છો કે પછી નથી.બસ એટલુ જ.
  • 12:53 - 13:02
    અને તમે અમર્યાદિત નથી એવુ પણ નથી.
  • 13:02 - 13:12
    તમારો ખુદનો અનુભવ એ પ્રગટ કરે છે કે તમારી બધી મર્યાદાઓ હોવા છતા તમે પૂર્ણ છો.
  • 13:12 - 13:17
    અને એ પૂર્ણતા જ તમારી ખરી વાસ્તવિકતા છે.
  • 13:17 - 13:19
    તમે જ્યારે જગત સાથે જોડાઓ છો.
  • 13:19 - 13:22
    સૌપ્રથમ એ (અનુભૂતી) પ્રેમ છે.
  • 13:22 - 13:24
    તમે જ્યારે જગત સાથે જોડાઓ છો.
  • 13:24 - 13:29
    પૂર્ણતાની એ ક્રિયાશીલ અભિવ્યક્તિ,
  • 13:29 - 13:34
    એ જ પ્રેમ છે.
  • 13:34 - 13:38
    અને એ ખુદ જ કરુણા બને છે,
  • 13:38 - 13:49
    જો સામેની વ્યક્તિ એ લાગણીનો ભાવ જગાડે તો.
  • 13:49 - 13:59
    પછી એ ફરી આપવા અને વહેચવાના સ્વરૂપે રૂપાંતર પામે છે.
  • 13:59 - 14:05
    તમે તમારી જાતને અભિવ્યક્ત કરો છો કારણકે તમારામા કરુણા છે.
  • 14:05 - 14:11
    કરુણા શોધવા તમારે કરુણામય થવુ પડે.
  • 14:11 - 14:16
    તમારી આપવાની અને વહેંચવાની ક્ષમતા શોધવા,
  • 14:16 - 14:18
    તમારે આપવાનુ અને વહેંચવાનુ શરુ કરવુ પડે.
  • 14:18 - 14:23
    અહી કોઈ ટૂંકો રસ્તો નથી.એ તરવાનુ શીખવા માટે તરવા જેવુ છે.
  • 14:23 - 14:27
    તમે તરીને જ તરવાનુ શીખો છો.
  • 14:27 - 14:31
    તમે કોઈ શેતરંજી પર તરવાનુ શીખીને પાણીમાં ન ઉતરી શકો.
  • 14:31 - 14:33
    (હાસ્ય)
  • 14:33 - 14:37
    તમે તરીને તરવાનુ શીખો છો.સાઈકલ ચલાવીને સાઈકલ ચલાવતા શીખો છો.
  • 14:37 - 14:39
    રસોઈ બનાવીને રસોઈ બનાવતા શીખો છો,
  • 14:39 - 14:42
    બસ,સાથે કોઈ સહાનુભૂતિવાળા વ્યક્તિ જોઈએ,
  • 14:42 - 14:44
    જે તમે બનાવેલુ જમી લે.
  • 14:44 - 14:47
    (હાસ્ય)
  • 14:52 - 14:56
    અને એટલે જ હું કહુ છુ,
  • 14:56 - 14:58
    નકલી થકી અસલી.
  • 14:58 - 15:05
    (હાસ્ય)
  • 15:05 - 15:08
    તમારે કરવુ જ રહ્યુ.
  • 15:08 - 15:14
    મારા પૂર્વગામીનુ પણ એ જ મંતવ્ય હતો.
  • 15:14 - 15:19
    તમારે એ (કરુણામય) ક્રિયા કરવી જ રહી.
  • 15:19 - 15:26
    તમારે કરુણામય કર્મ કરવુ જ જોઈએ.
  • 15:26 - 15:31
    કરુણા માટે કોઈ ક્રિયાપદ નથી.
  • 15:31 - 15:35
    પરંતુ કરુણા માટે ક્રિયાવિશેષણ છે.
  • 15:35 - 15:39
    એ મારા માટે આશ્ચર્યનો વિષય છે.
  • 15:39 - 15:45
    તમે કરૂણામય વ્યવહાર કરો છો.
  • 15:45 - 15:49
    પરંતુ જો તમારામાં કરુણા જ ન હોય તો તમે કરુણામય વ્યવહાર કેવી રીતે કરી શકો?
  • 15:49 - 15:52
    ત્યારે તમે ઢોંગ કરો છો.
  • 15:52 - 15:56
    તમે ઢોંગ કરીને કરુણામય બનો છો.એ અમેરીકાનો મંત્ર છે.
  • 15:56 - 16:01
    (હાસ્ય)
  • 16:01 - 16:05
    નકલી થકી અસલી.
  • 16:05 - 16:08
    તમે એવો કરુણામય વ્યવહાર કરો જાણેકે તમે કરુણાના સાગર હો.
  • 16:08 - 16:11
    દાંતને સજ્જ્ડ ભીંસો.
  • 16:11 - 16:13
    બનતી મદદ લો.
  • 16:13 - 16:17
    જો તમે પ્રાર્થના કરવાનુ જાણતા હો તો પ્રાર્થના કરો.
  • 16:17 - 16:20
    (ઈશ્વર પાસેથી) કરુણા માંગો.
  • 16:20 - 16:23
    કે હું કરુણામય વ્યવહાર કરુ.
  • 16:23 - 16:25
    એ કરો જ.
  • 16:25 - 16:27
    તમને કરુણા જડશે.
  • 16:27 - 16:32
    અને ધીરે ધીરે, સાપેક્ષ કરુણા,
  • 16:32 - 16:36
    અને ધીરે ધીરે જો કદાચ તમને સાચુ જ્ઞાન મળે તો,
  • 16:36 - 16:41
    તમે એ જાણશો કે કરુણા એ તમારા ખરા સ્વરુપની જ
  • 16:41 - 16:47
    એક ક્રિયાત્મક અભિવ્યક્તિ છે,જે ઐક્ય અને પૂર્ણતા છે,
  • 16:47 - 16:49
    અને એ જ તો તમે છો.
  • 16:49 - 16:52
    આ શબ્દો સાથે,તમારો ખુબ ખુબ આભાર.
  • 16:52 - 16:54
    (અભિવાદન)
Title:
સ્વામી દયાનંદ સરસ્વતી: કરુણા - એક ગહન સાધના
Speaker:
Dayananda Saraswati
Description:

સ્વામી દયાનંદ સરસ્વતિ સ્વ-વિકાસ અને કરુણાની સમાંતર વિચારધારાને પ્રકાશીત કરે છે. તેઓ આપણને અસહાય બાળપણથી લઇને અન્યોની સારસંભાળની અવસ્થા એમ આત્મ-સાક્ષાત્કારના દરેક પગથીયે લઈ જાય છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
16:54
Uday Trivedi added a translation

Gujarati subtitles

Revisions