અજ્ઞાનતાની અથડામણ
-
0:14 - 0:16જ્યારે હું ટેડ કૉન્ફરન્સ માટે આવતો હતો
-
0:16 - 0:18અને એરપોર્ટ પર વાટ જોઈ રહ્યો હતો
-
0:18 - 0:21ત્યારે મેં એક પારિવારિક મિત્રને જોયા.
જેમને હું ઘણા વર્ષો થી મળ્યો નહોતો. -
0:21 - 0:23અમે તેમને અનવર ચાચા કહીએ છીએ.
-
0:23 - 0:27અને તેઓ કેનેડિયન હીટ
કોમેડી શો ના કલાકાર બાબર ની બીજી પ્રત છે. -
0:27 - 0:29જેનું નામ છે
“લીટલ મોસ્ક ઓન ધી પ્રેરી” -
0:29 - 0:29(હાસ્ય)
-
0:29 - 0:32તેમને પારંપરિક
કુર્તો - પાયજામો પેહેરવો ગમે છે -
0:32 - 0:37તેઓ દાઢી રાખે છે અને તેમને અતિ પ્યારી
પાકિસ્તાની ઉચ્ચારની ઢબ છે. -
0:37 - 0:39મને જોઇને તેઓ મારા તરફ ધસ્યા
અને વહાલથી ભેટીને -
0:39 - 0:43પૂછ્યું “તને કેમ છે? શું નવા જૂની છે?”
-
0:43 - 0:46તેથી મેં તેમને કહ્યું કે હું
ઇસ્લામી અભ્યાસનો પ્રોફેસર બની ગયો છું -
0:46 - 0:50અને જગ્યા જગ્યાએ હવાઇ મુસાફરી
કરી શિક્ષણ આપું છું -
0:50 - 0:52જે એમને ઇસ્લામની થોડી વધું માહિતી આપી શકે
-
0:52 - 0:55ખાસ કરી ૯-૧૧ પછી.
-
0:56 - 0:58તેમણે મારી આંખો માં જોઈ કહ્યું
-
0:58 - 1:01“૯-૧૧ વિષે તો વાત જ ન કર!"
-
1:01 - 1:06હું જ્યા પણ જાઉં, બધા મને એવી રીતે જુવે છે
કે જાણે ૯-૧૧ માટે હું જવાબદાર છું! -
1:06 - 1:10હું! ૯-૧૧ માટે જવાબદાર?
-
1:10 - 1:13૭-૧૧ માટે કદાચિત પણ ૯-૧૧ માટે નહિ!”
-
1:13 - 1:16(હાસ્ય અને તાળીયો)
(૭ -૧૧ એ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય દુકાનો છે) -
1:16 - 1:18જેમ મેં અનવર ચાચા ને કહ્યું હતું
-
1:18 - 1:21કે હું ઘણી જગ્યાએ જાઉં છું
અને પ્રવચનો આપું છું, -
1:21 - 1:23તેમાં એક જગ્યા નેશનલ પ્રેસ ક્લબ નામની હતી.
-
1:23 - 1:28ત્યારે,
DHM નામના પદાર્થ વિશે ચર્ચા થતી હતી. -
1:28 - 1:32હકીકતમાં, અમેરીકાના ઇડાહો પ્રાંતના
સર્વેક્ષણ કરાયેલા લોકોમાંથી ૮૬% -
1:32 - 1:35આ પદાર્થ ઉપર પ્રતિબંધ લાદવા માંગતા હતા.
-
1:35 - 1:39હું તમને આ પદાર્થ વિશે
મહત્વની હકીકતો જણાવવા -
1:39 - 1:41અને તે પછી તમારો અભિપ્રાય લેવા ચાહું છું.
-
1:41 - 1:43હું તમને જે જણાવવાનો છું
-
1:43 - 1:47તે વિજ્ઞાનીક સાહિત્યોમાં
પ્રકાશિત થયેલું છે -
1:47 - 1:50અને જે ચકાસણી કરવામાં આવેલું છે.
-
1:50 - 1:54હાર્વર્ડ, MIT, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો,
ઓક્સફોર્ડ ખાતેશ્રેષ્ઠ વૈજ્ઞાનિકો દ્વારા -
1:54 - 1:59DHM
એ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન પદાર્થ છે. -
1:59 - 2:05DHM ના નકર સ્વરૂપના લાંબા સંપર્ક થી
માનવ શરીરના પેશીજાલને ગંભીર નુકસાન થાય છે. -
2:06 - 2:11DHM લેવાનાં ચિહ્નોમાં વધારે પડતો પરસેવો
તેમજ વારંવાર પેશાબ જવાનું દબાણ, -
2:11 - 2:17પેટમાં વાયુનું દર્દ, ઉબકા, ઉલટી અને શરીરના
ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન નો સમાવેશ થાય છે. -
2:18 - 2:24DHM કેન્સરના જીવલેણ રોગના છેવટના
તબક્કે આવેલી ગાંઠમાં મળેલ છે. -
2:25 - 2:27આકસ્મિક રીતે DHM ને સ્વાસમાં લેવાથી
-
2:27 - 2:31અણધાર્યા મૃત્યુનું
એ ત્રીજુ મુખ્ય કારણ બન્યું છે -
2:31 - 2:34લગભગ ૪00,000 વાર્ષિક મરણો આવી રીતે થાય છે.
-
2:34 - 2:38વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે
-
2:39 - 2:41ડી. એચ.એમ. ના બંધાણી થયા પછી
-
2:41 - 2:45જેઓ તે લત છોડે છે
તેઓ ચોક્કસ મૃત્યુને આધીન થાય છે. -
2:46 - 2:53આ માહિતી આપ્યા પછી તમારામાંથી કેટલા લોકો
DHM ને છૂટથી વપરાશ કરવા માટે પરવાનગી આપશો? -
2:55 - 2:57લગભગ કોઈજ નહિ.
-
2:57 - 2:59તમો પણ સહમતી ધરાવો છો.
-
2:59 - 3:02નેશનલ પ્રેસ ક્લબના લોકો,
જેમની સાથે મેં વાત કરી હતી, તેઓ સાથે -
3:02 - 3:04આ વિષે હું તમોને થોડીક વધુ માહિતી આપીશ.
-
3:04 - 3:07ડી. એચ. એમ. એ ડાઇ-હાયડ્રોજન મોનોક્સાઇડ છે.
-
3:07 - 3:11તે હાયડ્રોજન હાઈડ્રોક્સાઈડના
નામે પણ ઓળખાય છે. -
3:11 - 3:15પરંતુ મોટા ભાગના લોકો ની જેમ, તમે તેને
તેના વધારે સામાન્ય નામ તરીકે ઓળખતા હશો - -
3:15 - 3:16જે છે પાણી.
-
3:18 - 3:22દરેક હકીકત જે મેં તમને કહી છે
-
3:22 - 3:27તે વિશ્વના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોએ
ખરી પુરવાર કરી બતાવેલ છે. -
3:27 - 3:31તેમ છતાં,
આ પ્રેક્ષકોમાંની લગભગ દરેક વ્યક્તિ -
3:31 - 3:35પાણી ઉપર અંકુશ લાવવા માટે તૈયાર હતી.
-
3:36 - 3:40જયારે આપણી સામે ફકત થોડી
માપેલી માહિતી રજૂ કરવામાં આવે છે, -
3:40 - 3:45ત્યારે આપણે ખોટા નિર્ણયો અને ફેંસલાઓ
કરવા માટે ભૂલના ભોગી થઈએ છીએ. -
3:46 - 3:49આ DHM નો વાર્તાલાપ ખાસ પ્રકાશિત કરે છે.
-
3:49 - 3:52હું જે વિષય ઉપર બોલવાનો છું તેને
-
3:52 - 3:57એક બીજી જાતનો DHM
જે આના કરતા પણ વધારે હાનીકારક છે. -
3:57 - 4:01પહેલો DHM એ ડાઈ-હાયડ્રોજન મોનોક્સાઇડ છે
-
4:01 - 4:06પણ બીજો DHM ડી-હુમનાઝીંગ મુસ્લિમ્સ એટલે કે
મુસલમાનો તરફ ન છાજે તેવી દુષ્ટ વર્તણૂક. -
4:06 - 4:07મીડિયા ટેનોર,
-
4:07 - 4:11જે વિશ્વ ની એક મહત્વની સંસ્થા છે
-
4:11 - 4:14તેણે મુસલમાનો વિશેના દસ લાખ
અહેવાલોનું નિરીક્ષણ કર્યું હતું. -
4:14 - 4:18યુ.એસ. અને યુરોપિયન પ્રચાર માધ્યમોમાં
-
4:18 - 4:24તેમાંથી ૯૮% ના અહેવાલો
આતંકવાદી મુસલમાનો ઉપર હતા. -
4:24 - 4:31માત્ર ૨% ની હકીકત વિશ્વના સામાન્ય
દોઢ અબજ મુસલમાનો વિષે હતી. -
4:31 - 4:35આ મુસલમાનો આપણા જગતમાં
રહેતા ચોથા ભાગના ઇન્સાનો છે -
4:35 - 4:37અને આપણી સાથે આ પૃથ્વીના ભાગીદાર છે.
-
4:38 - 4:43આ પરિસ્થિતિ DHM વિશેની
તમને આપેલી દશા જેવું ચોક્કસપણે છે. -
4:43 - 4:50જયારે આપણી માહિતી એક અત્યંત અસામાન્ય
નાના સમૂહ ઉપર મર્યાદિત હોય, -
4:50 - 4:54ત્યારે આપણે એ દૃષ્ટાન્તના
નિરાકરણમાં ન માત્ર નિષ્ફળ થઈએ છીએ -
4:54 - 4:58પરંતુ સંપૂર્ણ પણે તે બાબતના
અર્થ નો અનર્થ પણ કરીએ છીએ. -
4:58 - 5:03આપણે ભેળવી દઇએ છીએ.
-
5:03 - 5:08બહુ જ નજીવી સંખ્યાના મુસલમાનોના કાર્યોને
-
5:08 - 5:12સમગ્ર વિશ્વના દોઢ અબજ મુસલમાનો સાથે
-
5:12 - 5:15આની સરખામણી જો 'કુ ક્લ્ક્સ ક્લાન' ના
-
5:16 - 5:18ક્રોસ બાળવાના વર્તન સાથે કરીએ, અને કહીએ
-
5:18 - 5:22"આ ખ્રિસ્તીઓના ચારિત્ર્યનું પ્રતિબિંબ છે."
-
5:22 - 5:26કમનસીબે આ પ્રકારની માહિતીની સંકલન
બહુ સામાન્ય બાબત બની ગઈ છે; -
5:26 - 5:31જેમ ગાડીની પાછળનો સંદેશ આપણે જોઈ શકીએ છીએ,
-
5:31 - 5:36"જે કંઈ પણ મારે ઇસ્લામ વિશે જાણવું હતું
તે મેં ૯-૧૧ ના દિવસે શિખી લીધું છે” -
5:38 - 5:41મને ૯-૧૧ નો દિવસ ઘણીજ સારી રીતે યાદ છે.
-
5:41 - 5:44તે સમય દરમિયાન મારી હાર્વર્ડ
યુનિવર્સિટીમાં ભણાવવાની નિમણૂક થઇ હતી -
5:44 - 5:48અને હુ મારા પ્રથમ ક્લાસની તૈયારી કરતો હતો.
-
5:48 - 5:50મને તે વર્ગનો સમય યાદ છે.
-
5:50 - 5:54મારા વિદ્યાર્થીઓ અને હું ફાંફાં મારતા હતા
-
5:54 - 5:57જે ભયંકર દુષ્ટતા અમોએ જોઈ હતી તે સમજવા માટે
-
5:58 - 6:00ખાસ પ્રેરણાદાયક એ હતું
-
6:00 - 6:07કે દરેક વિદ્યાર્થીમાં નિખાલસતાથી અને
ખુલ્લા દિલે પરિસ્થિતિ સમજવાની ઇંતેઝારી હતી -
6:07 - 6:11તેઓને સમજાયું કે
તેમના શિક્ષણના વર્ષો દરમ્યાન -
6:11 - 6:16તેમને મુસ્લિમ જગતનો
વાસ્તવિક સંપર્ક થયો જ ન હતો -
6:16 - 6:19અને તેના લીધે તે દુનિયા સમજવા માંગતા હતા,
-
6:19 - 6:24તેઓ સાચી હકીકત જોવા માંગતા હતા.
-
6:24 - 6:29આ ગાડીની પાછળનો સંદેશો અને
વિદ્યાર્થીઓ વચ્ચેના તફાવતને કારણે -
6:29 - 6:33મને યાદ આવે છે,
એક ફકરો જેનું ભાષાંતર હું કરું છું -
6:33 - 6:38નસીરુદ્દીન તૂસી નામના
-
6:38 - 6:40મધ્ય યુગના ઘણાજ પ્રખ્યાત મુસ્લિમ વૈજ્ઞાનિક
-
6:40 - 6:43અને ફિલસૂફના પુસ્તક માંથી
-
6:43 - 6:45એ ફકરો કહે છે:
-
6:45 - 6:52"જેને ખબર નથી અને ખબર નથી કે
તેને ખબર નથી, તે મૂરખ છે. -
6:52 - 6:54તેનાથી દૂર રહો.
-
6:54 - 6:59જેને ખબર નથી અને ખબર છે કે
તેને ખબર નથી, તે શોધક છે. -
6:59 - 7:01તેને શીખવાડો.
-
7:02 - 7:07જેને ખબર છે અને ખબર નથી કે
તેને ખબર છે, તે સૂતો છે. -
7:07 - 7:08તેને જગાડો.
-
7:09 - 7:15અને જેને ખબર છે અને ખબર છે કે
તેને ખબર છે, તે જ્ઞાની છે. -
7:15 - 7:17તેને અનુસરો."
-
7:19 - 7:23૯-૧૧એ મારી યાદોંમાં
શા માટે ઊંડી છાપ પાડી છે -
7:23 - 7:26કદાચ બીજા લોકો કરતા વધારે
-
7:28 - 7:30તે આ છબી બતાવે છે.
-
7:31 - 7:35આ મારા માસા સલમાન ધનાણી છે.
-
7:35 - 7:39તેવણ ન્યુ યોર્કના સમાજમાં
બહુજ ખંતીલા સ્વયંસેવક હતા -
7:39 - 7:45અને માનવજાતિનું ભલું કરવા માટે તેમજ
પરોપકાર કરવા માટે હમેશા તત્પર રહેતા હતા. -
7:47 - 7:51તેઓ “એઓન ઇન્શૂરન્સ” નામની
કમ્પની માં ઉપપ્રમુખ હતા -
7:51 - 7:54જેની ઓફીસ ૯૯ માળ ઉપર હતી.
-
7:54 - 7:57વર્લ્ડ ટ્રેડ સેન્ટરના દક્ષિણ ટાવર માં
-
7:59 - 8:02એ પ્રાણઘાતક દિવસે
-
8:02 - 8:05જયારે વિમાનો તે ઇમારતો સાથે ટકરાયા
-
8:05 - 8:09ત્યારે તે તેમના સાથીદારોને
ત્યાંથી કાઢવા માટે જવાબદાર હતા. -
8:09 - 8:15તેમને ૮૦ સાથિયોના પ્રાણ બચાવ્યા
અને તેઓ બહાર નીકળી ગયા. -
8:16 - 8:20પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું
-
8:20 - 8:23અને તેઓ ફસાઈ ગયા.
-
8:23 - 8:28ઈંટ અને ધૂળ નીચે તેઓ દટાયેલા છે
-
8:28 - 8:31એક વખત જ્યાં વર્લ્ડ ટ્રૈડ સેન્ટર હતું
-
8:31 - 8:33તેઓ ૬૩ વર્ષના હતા.
-
8:35 - 8:39આ છબી તેમના મૃત્યુના થોડાજ
દિવસ પહેલા લેવામાં આવી હતી -
8:39 - 8:41જયારે મારા પરિવારના સદસ્યો
-
8:41 - 8:47મારા માસા નિઝાર, માસી મુમતાઝ અને
મારી પિતરાઈ ફાતિમા તેમને મળવા ગયા હતા -
8:47 - 8:50અને તેઓએ
આ છબી યુનાઈટેડ નેશન્સ ની બહાર લીધી હતી. -
8:51 - 8:56આ સાધારણ મુસલમાનો છે જેમના
વિષે આપણે ક્યારેય સાંભળતા નથી. -
8:58 - 9:01આ જ્ઞાનનો અભાવ,
-
9:01 - 9:04જે માનવતામાં રહેતા ચોથા ભાગના
મુસલમાન ઇન્સાનો માટે છે, -
9:04 - 9:09તે ગયા મહિને જાહેર થયેલ
ગણતરી સુંદર રીતે વ્યક્ત કરે છે. -
9:09 - 9:12અમેરિકાની પ્રતિષ્ઠિત મતસંખ્યા કરનાર પેઢી
-
9:12 - 9:14પબ્લિક પોલીસી પોલીંગ
-
9:14 - 9:19તેઓએ એક હજાર અમેરીકનોને, રીપબ્લિકન્સ
તેમજ ડેમોક્રૅટ્સને પ્રશ્નો પૂછ્યા. -
9:19 - 9:22હું તમોને ખાત્રી આપું છું કે
તેના પરિણામો જે હતા -
9:22 - 9:26તે મેં કોશિશ કરી હોત તો પણ હું ઘડી ન શકત.
-
9:26 - 9:30ચોથા ભાગના અમેરિકાના નાગરિકો અગ્રબાહ
ઉપર બોમ્બગોળાથી હુમલો કરવાના પક્ષમાં હતા -
9:30 - 9:32(પ્રેક્ષકોનું હાસ્ય)
-
9:32 - 9:36હવે જે લોકો અજાણ છે, તેઓને
જણાવવાનું કે અગ્રબાહ એક કલ્પિત રાજ્ય છે -
9:36 - 9:38ડીઝનીની કળામય ફિલ્મ અલાદ્દીનમાં
-
9:38 - 9:41(હાસ્ય અને તાળીયો)
-
9:41 - 9:44આ આશ્ચર્ય ભરેલું છે કે ચોથા ભાગના લોકો
-
9:44 - 9:47એક બનાવટી રાજ્ય ને
બોમ્બગોળાથી નાશ કરવા માંગે છે -
9:47 - 9:52કારણ કે તેઓની ધારણા
અનુસાર એ ક્યાંઈક મધ્ય પૂર્વમાં છે. -
9:52 - 9:57મને એમ લાગે છે કે
આ ધ્યાન ખેંચનાર બાબત છે, નહિં? -
9:57 - 10:04કેમકે આપણા મગજની છબી કલ્પિત છે
-
10:04 - 10:09દુનિયાના એ ભાગમાં રહેતા માણસોની, નહિં?
-
10:10 - 10:15અને મને એમ લાગે છે કે
એ છબી ઘણી પેઢીઓ ઉપર ઉત્પન્ન થઈ છે. -
10:15 - 10:18ખરું જોતા એ કદાચ અગમબુદ્ધિની વાત છે
-
10:18 - 10:21કે એ અલાદ્દીનમાં એક કલ્પિત રાજ્ય બાબત હતું
-
10:21 - 10:24કારણકે મોટા થતાં અલાદ્દીન
મારા મનપસંદ ચિત્રોમાંનું એક હતું. -
10:24 - 10:29અને મને તેનું પેહલું ગાયન
ખુબ સારી રીતે યાદ છે. -
10:29 - 10:33તેઓએ ગાયું: "ઓ હું આવું છું એક ભૂમિ થી,
એક ઘણીજ દૂરની જગ્યાએથી, -
10:33 - 10:36જ્યાં કાફલાના ઊંટો ફરે છે
-
10:36 - 10:39જ્યાં લોકો તમારો કાન કાપી નાખે
જો તમારો ચેહરો ના ગમે તો -
10:39 - 10:43એ જંગલીપણુ છે, પણ શું કરું? એ મારું ઘર છે"
-
10:43 - 10:48ઘણીજ નાની ઉમરથી બાળકો શીખે છે
-
10:48 - 10:55કે મુસ્લિમ જગતના લોકો નિષ્ઠુર ને હિંસક છે.
-
10:56 - 11:01આ બાબતમાં પ્રોફેસર જેક શાહીન
કરતા વધારે અભ્યાસ કોઈએ કર્યો નથી. -
11:01 - 11:03તેમણે લગભગ ૧૦૦૦ ફિલ્મોનું નિરીક્ષણ કરી
-
11:03 - 11:07અને નિચોડ કાઢ્યો કે ગયા ૧૦૦ વર્ષોમાં
હોલીવૂડમાં બનાવામાં આવ્યા ફિલ્મોમાં -
11:07 - 11:11તે ફક્ત ૧૨ ચિત્રપટો છે.
-
11:11 - 11:16જે મુસલમાનો અને આરબોની
સકારાત્મક છબી દેખાડે છે. -
11:16 - 11:18એમનો આખરી મત એ હતો કે હકીકતમાં
-
11:18 - 11:23અગર કોઈ ફિલ્મમાં કોઈ મુસલમાન
અથવા તો આરબ પુરુષ પાત્ર હોઈ તો -
11:23 - 11:26તો ૯૫% શક્યતા છે કે તે દર્શાવામાં આવશે
-
11:26 - 11:30હિંસક, લાલચુ અથવા બેઈમાન તરીકે
-
11:30 - 11:33૯૫%!
-
11:36 - 11:40સેમ્યુઅલ હન્ટીન્ગટન જેવા લોકોએ આપણી
હાલની જગતની પરિસ્થતિનું વર્ણન કર્યું છે -
11:40 - 11:43"સંસ્કૃતિઓની અથડામણ" તરીકે
-
11:44 - 11:45વધારે વિચારશીલ લોકો
-
11:45 - 11:50કે જેઓને જગતના બીજા ભાગોનું વધારે સારું
ભાન છે, અને તેની વધારે સારી સમજ ધરાવે છે, -
11:50 - 11:55તેઓ સમજે છે કે આપણે જે સામનો કરી રહ્યા છીએ
તે અસલમાં "અજ્ઞાનતાની અથડામણ" છે. -
11:56 - 11:59અજ્ઞાનતાની અથડામણનો
આપણે કેવી રીતે મુકાબલો કરીએ? -
11:59 - 12:02આ એક વિચાર છે
જે મને લાગે છે ફેલાવવાને લાયક છે. -
12:03 - 12:05હું શાસક સમિતિનો સભ્ય છું,
-
12:05 - 12:09પૂર્વ આફ્રિકાના
પ્રારંભિક બાલ્યાવસ્થા કાર્યક્રમમાં -
12:09 - 12:16જે બહુ જ ગરીબ વિસ્તારોમાં, સહાયતા આપે છે.
-
12:16 - 12:19કે જ્યાં બાળકો ને અભ્યાસનો મોકો નથી મળતો,
-
12:20 - 12:22લગભગ ત્રીસ વર્ષ પહેલા,
-
12:22 - 12:25આ વિભાગમાં દરિયાકાંઠે રહેનાર
મુસ્લિમ સમાજના નેતાઓએ -
12:25 - 12:27માનનીય આગા ખાન સાહેબ પાસે અરજી કરી
-
12:27 - 12:32કે જેમના દાદા એ
પ્રથમ બહુવંશીય નિશાળની સ્થાપના કરી હતી. -
12:32 - 12:33આખા પ્રાંતમાં,
-
12:33 - 12:38કે તે નાના બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરે.
-
12:38 - 12:41જે આ દુર્ભાગી પરિસ્થિતિમાં વસેલ છે
-
12:42 - 12:46અત્યાર સુધીમાં તેમના દ્વારા
નવીન અભ્યાસક્રમની ઉત્ક્રાંતિ થઈ છે, -
12:46 - 12:49જેના ઉપર સિ.એન.એન અને
બી.બી.સી એ ધ્યાન દોર્યું છે. -
12:49 - 12:53આ અભ્યાસક્રમ બધાજ સ્વાભાવિક વિષયો શીખવે છે
-
12:53 - 12:54એ ઉપરાંત
-
12:54 - 12:57શિક્ષણના મૂળ પાયાએ
-
12:57 - 13:00આ ચિત્રમાં દેખાતા મારા બચ્ચાઓના
-
13:00 - 13:03બાળપણથી જ બાળકોને શીખવવામાં આવે છે
-
13:03 - 13:08કે તેમને દુનિયાનાં વિવિધ મતનો આગ્રહ કરવો.
-
13:09 - 13:11તેઓને જગતના અનેક્તાવાદ વિષે,
ભાષાકીય જનસમુદાયો વિષે -
13:11 - 13:15અને વિવિધ જાતિઓના જનસમૂદાયો
વિષે તેમજ વિવિધ જાતિ અને ધર્મ -
13:15 - 13:20જે તેમના ગામ, નગર, દેશ અને આપણી દુનિયામાં
વસે છે તેઓ બધા વિષે શીખવવામાં આવે છે. -
13:20 - 13:26બીજા શબ્દોમાં, આ નાના બાળકો
‘વિશ્વનાગરિક મુલ્ય’ ની સાથે મોટા થાય છે. -
13:27 - 13:31હવે જો તમને યાદ હોય તો, 2008ની શરૂઆતમાં
-
13:31 - 13:35કેન્યાએ એક ભયંકર હિંસા ભળકી હતી.
-
13:35 - 13:38ચુંટણી બાદ આખા દેશમાં
ત્રાસજનક હિંસા શરૂ થઈ ગઈ હતી. -
13:38 - 13:41ભયંકર હત્યાકાંડ થયો હતો.
-
13:41 - 13:44જ્યારે પ્રધાન ‘મવઈ કિબાકી’ ના પક્ષપાતીઓ
-
13:44 - 13:47અને તેમના હરિફ વચ્ચે લડાઈ હતી,
-
13:48 - 13:52‘કીકુયું’ , ‘લુઓ’ અને ‘કલેન્જીન’ કબીલાની
વચ્ચે કતલેઆમ થયું હતું. -
13:52 - 13:57હજારો લોકોની હત્યા થઈ હતી.
અને સેંકડો ને સ્થળાંતર કરવું પડ્યું. -
13:57 - 14:01કેન્યાની અમારી કુલ ૭૫ શાળાઓ
બંધ કરવામાં આવી હતી. -
14:01 - 14:03અમે લોકો ચિંતાગ્રસ્ત બની ગયા.
-
14:03 - 14:07અમારી શાળાઓ દેશના
સૌથી ગરીબ ક્ષેત્રોમાં આવેલી હતી, -
14:07 - 14:12જ્યાં ખૂનખરાબાની
સૌથી વધારે અસર થવાની શક્યતા હતી. -
14:13 - 14:17જ્યારે અમારા બોર્ડની મીટીંગ પાછી થઈ,
-
14:17 - 14:23ત્યારે મેં તરતજ
એક અહેવાલ તૈયાર કરવાની વિનંતી કરી -
14:23 - 14:25કે "અમારા બાળકો સાથે શું થયું?"
-
14:25 - 14:28"અમારા શિક્ષકો સાથે શું થયું હતું?"
-
14:28 - 14:31જે વાલીઓ
અમારી શાળાઓમાં સેવા આપે છે તેઓ સલામત છે? -
14:31 - 14:34શું અમારા જનસમુદાયો ઠીક છે?
-
14:34 - 14:36કેટલા મૃત્યુ પામ્યા છે?
-
14:37 - 14:41આવેલ અહેવાલને વાંચીને અમે છક થઇ ગયા.
-
14:42 - 14:47અમારી સમુદાયની એક પણ શાળા પર
-
14:47 - 14:51આ ધમાલની અસર નહોતી થઈ.
-
14:52 - 14:53એક પણ નહીં!
-
14:54 - 15:00અને મને ખાત્રી છે કે
એનું કારણ એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી -
15:00 - 15:04આ બાળકો તેમના પાડોશીઓ વિશે
શીખતા મોટા થયા છે. -
15:04 - 15:08તેમ શીખતા આવ્યા છે,
તેમના કબીલાઓ વિશે, ભાષાઓ, ગીતો, -
15:08 - 15:13અને તેમની આજુ બાજુના બાધાઓના નૃત્ય વિશે
-
15:13 - 15:15અને તેમની આસપાસની દુનિયા વિશે
-
15:15 - 15:21ઘૃણા અને અમાનાવતા નાં વાઇરસનાં ચેપ
પ્રતિકારક બની ગયા હતા -
15:21 - 15:24જે લોકલાગણીને બહેકાવનાર ફેલાવતા રહ્યા છે.
-
15:25 - 15:31તમે અસરની કલ્પના કરી શકો છો?
જો આખી દુનિયાના બાળકોને તેવું શિક્ષણ મળે -
15:31 - 15:33આ બાળકોની જેમ
-
15:34 - 15:39શું ઇરાક અને સિરીયામાં જાતિય વેરઝેર જે
હમણા આપણે જોઈ રહ્યાં છીએ તે શું આપણે જોત? -
15:39 - 15:43શું યુનાઇટેડ સ્ટેટ્સમાં
જાતિય કોયડાઓ અત્યારે છે તેવા હોત? -
15:43 - 15:48શું પશ્ચિમ દેશોમાં ઇસ્લામનો ભય
અત્યારે અસ્તિત્વમાં છે તેવો હોત? -
15:49 - 15:53તમે જાણો છો કે પશ્ચિમ દેશોમાં એક
શિક્ષિત વ્યક્તિની વ્યાખ્યા એ છે -
15:54 - 15:58કે તે આપણને ‘સર આઇઝેક ન્યૂટન’ વિષે
-
15:58 - 16:01‘મોઝાર્ટ’ કે ‘નેપોલિયન’ વિષે કંઇ બતાવી શકે
-
16:02 - 16:05પરંતુ મુશ્કેલી ઉત્પન્ન થશે
-
16:05 - 16:08પરંતુ પશ્ચિમ દેશમાં ભણતરમાં
ઊંચી કક્ષાએ પહોંચેલા માણસને પણ -
16:08 - 16:13મુસ્લિમ જગતમાંથી એવી સરખામણીની
વ્યક્તિનું નામ આપવામાં -
16:14 - 16:15એ હકીકત હોવા છતાં
-
16:15 - 16:20કે શબ્દો, જેવાકે ઍલ્જીબ્રા અને
ઍલ્ગોરિધમ અરબી ભાષામાંથી આવ્યા છે, -
16:20 - 16:24જગતનું વિખ્યાત બાંધકામ,
-
16:24 - 16:29જેવું કે
તાજ મહાલ મુસ્લિમ સંસ્કૃતિનું પ્રતીક છે -
16:29 - 16:33અને ઇબ્ન સીનાએ લખેલું “દવા ના કાનૂન”
-
16:33 - 16:38દાક્તરની વિદ્યા શીખાડવા માટે યુરોપમાં
સદીઓ સુધી પ્રમાણભૂત પુસ્તક રહ્યું હતું. -
16:40 - 16:45આપણને શિક્ષણ સંબંધી અભ્યાસક્રમમાં
આખા વિશ્વને લગતું જ્ઞાનઅમલમાં મુકવું જોઈએ, -
16:45 - 16:48નાનપણથી જ
-
16:48 - 16:53જેથી બાળકો પોતાની દુનિયા સમજતા મોટા થાય
-
16:53 - 16:56અને તેમાં રહેતા લોકોને પણ સમજે કે
જે આપણા સમાજનો એક ભાગ છે. -
16:56 - 17:01યુનાઇટેડ નેશન્સના પ્રવેશદ્વાર પર
ફારસી કવિતા કોતરેલી છે, -
17:01 - 17:06સાદી-યે શીરાઝી નામના
એક તેરમી સદી ના મુસ્લિમ કવિની, જે લખે છે: -
17:07 - 17:10(ફારસી) "બની આદમ અ’ઝાયે યક દીગર અંદ"
-
17:10 - 17:15આદમના બાળકો એક બીજાના અંગો છે
-
17:15 - 17:18કારણ કે
તેઓ સઘળા એક જ આત્મામાંથી સર્જાયા છે -
17:19 - 17:23જયારે સમયનો પ્રવાહ એક
અંગને પીડાથી રિબાવે છે -
17:23 - 17:28તો બીજા અંગો આરામ થી કેમ રહી શકે?
-
17:28 - 17:32તમે, જેને બીજાઓની પીડા સ્પર્શ નથી કરતી
-
17:32 - 17:37તો પોતાને આદમના બાળક કેવી રીતે કહી શકો છો?
-
17:37 - 17:41તમે પોતાને ઇન્સાન કેવી રીતે કહી શકો છો?
-
17:41 - 17:43એ ભાવના કે આપણી મનુષ્ય જાત એક કુટુંબ છે
-
17:43 - 17:50તે ભાવનાએ હાલના ઇતિહાસમાં ઘણી શૌર્યની
પ્રેરણાદાયક ઘટનાનું કારણ બનાવ્યું છે. -
17:50 - 17:54છેલ્લા થોડા મહિનામાં,
આતંકવાદી હુમલાના પરિણામે, -
17:54 - 17:57પશ્ચિમના કેટલાક ઉગ્રવાદી તત્વો
-
17:57 - 17:59મુસ્લિમો સામે શિરજોરી કરવા લાગ્યા,
-
17:59 - 18:03કે જેઓનો આ આતંકવાદી હુમલામાં કોઈ હાથ ન હતો
-
18:03 - 18:07આપણે જોયું છે કે
સ્ત્રીઓને સામે આવતી બસો તરફ ધક્કો મારતા, -
18:07 - 18:09મસ્જિદો બાળતા,
-
18:09 - 18:14અને
એક ડુક્કરના માથાને બાળકોની શાળામાં ફેંકતા -
18:14 - 18:16પણ જ્યારે આવી ઘટનાઓ બનવાની શરૂઆત થઈ
-
18:16 - 18:20અને મુસલમાનો તેમના જનસમૂદાયોમાં
જવાથી ભયભીત થવા લાગ્યા -
18:20 - 18:24ત્યારે ઓસ્ટ્રેલિયામાં
ચાર કલાક માં ૧૫૦,૦૦૦ ટ્વીટ્સ -
18:24 - 18:28"હું તમારી સાથે સવારી કરીશ”
નામક હેશ્ટેગ સાથે બહાર આવ્યા. -
18:28 - 18:30"હું તમારી સાથે સવારી કરીશ”.
-
18:30 - 18:33અમે તમારી સાથે છીએ.
તમે અમારા સમુદાયનો ભાગ છો. -
18:33 - 18:36તમને ચિંતા કરવાની જરૂરત નથી.
-
18:36 - 18:37માત્ર થોડા અઠવાડિયા પહેલા,
-
18:37 - 18:42અલ-શબાબ હુમલાખોરોએ
મન્દેરા જતી બસ ઉપર ધસારો કર્યો. -
18:42 - 18:45સોમાલીયા અને કેન્યાની સરહદ પર
-
18:45 - 18:47તેઓએ ખ્રિસ્તીઓને બસ માંથી કાઢી
-
18:47 - 18:50નિર્દય કલેજે તેઓને મારી નાખવા કોશિશ કરી;
-
18:50 - 18:52પરંતુ તે બસ પરના મુસલમાનોએ
-
18:52 - 18:57તેમના ખ્રિસ્તી ભાઈબહેનોની હત્યા ન થવા દીધી
-
18:57 - 19:02તેમણે આતંકવાદીઓને કહ્યું,
"તમે આ ખ્રિસ્તીઓને લઈ નહીં શકો." -
19:02 - 19:06"જો તેઓને મારી નાખવા હોય તો
તમોને અમને બધાને મારી નાખો." -
19:06 - 19:11આ સાંભળી આતંકવાદીઓ ગભરાઈને ભાગી ગયા.
-
19:14 - 19:19જો આપણે આપણા પડોશીઓ
વિષેના જ્ઞાનથી સુસજ્જ થઈએ -
19:19 - 19:22અને દુનિયામાં વસતા લોકો વિષેના
-
19:22 - 19:26તો આપણી પાસે એવા હથિયારો હશે કે જેથી આપણે
કોઈ પણ વ્યક્તિની સામે ટક્કર ઝીલી શકીશું, -
19:26 - 19:31જે માનવતાના લક્ષણોનું નાશ કરવા ઈચ્છતો હશે,
આપણામાં ભેદભાવના બીજ રોપવાની આશા રાખતો હશે -
19:32 - 19:38કારણ કે શીરાઝના સાદીના શબ્દોમાં,
આપણે બધા આદમના બાળકો છીએ. -
19:38 - 19:42આપણે બધા એક મનુષ્ય પરિવાર છીએ.
-
19:42 - 19:44તમારો ખુબ આભાર.
-
19:44 - 19:46(તાળીયો).
- Title:
- અજ્ઞાનતાની અથડામણ
- Description:
-
અઘોર પુરાવા, આનંદી ટુચકાઓ, ખેદજનક વ્યક્તિગત કથાઓ, અને વિશ્વના બનાવો વિશે વર્ચસ્વી જ્ઞાન સાથે, ડોક્ટર શફીક વીરાણી આપણને મુસ્લિમ જગત અને પશ્ચિમી જગત વચ્ચેના અજ્ઞાનતાની અથડામણનો સામનો કરવા ઉત્તેજે છે, ખોટી માહિતી ને સમજશકિત ની સાંકળ થી જોડીને, માનવતામાં રહેલી ઇન્સાનિયતને ઉદે્શીને ડોક્ટર વીરાણી એક સ્વપ્નશીલ આગળ વધતા માર્ગ સાથે, એક વધારે સારા ભવિષ્યની ઉમેદ જગાવે છે.
યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો ના નામાંકિત અધ્યાપક, સેન્ટર ફોર સાઉથ એશિયન સિવિલાયઝેશન્ઝ ના સ્થાપક સંચાલક અને ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટોરિકલસ્ટડીઝ ના પૂર્વ પ્રમુખ, ડોક્ટર શફીક વીરાણી (પી. એચ ડી, હારવર્ડ યુનિવરસિટી) એક પુરસ્ક્રિત લેખક અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ વક્તા છે જેમણે ૫0 થી વધુ દેશો અને ૧૫000 થી વધુ શ્રોતાજનો ને સંબોધ્યા છે. તેમનું પુસ્તક "ધી ઈસ્માઈલીઝ ઈન ધી મિડલ એજીઝ: એ હિસ્ટ્રી ઓફ સરવાઈવલ, એ સર્ચ ફોર સાલવેશન” એ કદચ વિશ્વવિદ્યાલયના છાપખાનાઓનું આ પહેલું પુસ્તક છે, કે જેનુ પોતાનું ચલચીત્ર નમુનો દેખાડવામાં આવે છે. “જ્ઞાન ના સરહદો વિસ્તારવા અને માનવતા ના કલ્યાણ ના કાજે મહેનત કરતા” “એક સ્વપ્નશીલ પુરુષ” તરીકે યુનાઇટેડ નેશને તેમનું સન્માન કર્યું હતું.
આ વિવેચન સ્થાનિક જનમંડળે TEDx નો કાર્યક્રમ યોજ્યો ત્યારે આપવામાં આવ્યું હતું અને TED conference ની રીત મુજબ તે કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે http://ted.com/tedx પર જાઓ - Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDxTalks
- Duration:
- 19:54
![]() |
TED Translators admin approved Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara accepted Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara edited Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara edited Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara edited Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara edited Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara edited Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC | |
![]() |
Rajan Sitapara edited Gujarati subtitles for Confronting the clash of ignorance | Shafique Virani | TEDxUTSC |