Return to Video

શૉન ઍકરઃસારાં કામ માટેનું મજાનું રહ્સ્ય

  • 0:00 - 0:03
    જ્યારે હું સાત વર્ષનો અને મારી બેન માત્ર પાંચ વર્ષની હતી,
  • 0:03 - 0:06
    ત્યારે અમે ગાદલાંની થપ્પી પર રમતાં હતા.
  • 0:06 - 0:08
    તે સમયે, હું મારી બેનથી બે વર્ષ જ મોટો હતો -
  • 0:08 - 0:11
    મતલબ કે, હું તેનાથી અત્યારે બે વર્ષ મોટો છું જ --
  • 0:11 - 0:14
    પણ તે સમયે, એનો મતલબ એ હતો કે હું જે કહેતો તે બધું જ તેણે કરવું પડતું હતું,
  • 0:14 - 0:16
    અને હું તો લડાઇ રમવાનું પસંદ કરતો.
  • 0:16 - 0:18
    અમે ગાદલાંની થપ્પી પર હતાં,
  • 0:18 - 0:20
    અને તે થપ્પીની એક બાજૂએ,
  • 0:20 - 0:22
    મેં મારાં બધાજ સિપાહીઓ અને શસ્ત્રસરંજામ રાખ્યા હતા.
  • 0:22 - 0:25
    અને બીજી બાજૂએ હતી મારી બેનની ઢીગલીઓ હતી,
  • 0:25 - 0:27
    હુમલા માટે તૈયાર.
  • 0:27 - 0:29
    તે દિવસે બપોરે ખરેખર શું બન્યું તેનાં બે અલગ અલગ વર્ણનો છે,
  • 0:29 - 0:32
    પરંતુ મારી બેન આજે આપણી સાથે અહીં નથી,
  • 0:32 - 0:34
    તેથી હું તમને સાચી વાત કહી શકીશ --
  • 0:34 - 0:36
    ♫♫ [હાસ્ય] -- ♫♫
  • 0:36 - 0:38
    એ છે કે મારી બેન થોડી અણઘડ પ્રકારની છે.
  • 0:38 - 0:41
    કોઈક રીતે, તેના મોટાભાઇની બિલકુલ કોઈ જ મદદ કે ધક્કા વગર,
  • 0:41 - 0:43
    ઍમી ગાદલાંની થપ્પી પરથી ઓચીંતિ ગુમ થઇ ગઇ
  • 0:43 - 0:45
    અને ધબાક દઇને ભોંય પડી.
  • 0:45 - 0:47
    મેં ડરતાં ડરતાં પથારી ઉપર થઇને નજર નાંખી
  • 0:47 - 0:50
    કે મારી હેઠે પડેલી બેનના શું હાલહવાલ છે
  • 0:50 - 0:52
    અને ,મેં જોયું કે કે તે તેના હાથ અને ઘૂટણ પર પડી
  • 0:52 - 0:54
    દર્દથી કણસતી હતી.
  • 0:54 - 0:56
    હું થોડો ઉચાટમાં હતો કેમ કે મારાં માતપિતાએ મને જવાબદારી
  • 0:56 - 0:58
    સોંપી હતી કે મારી બેન અને હું
  • 0:58 - 1:01
    બને તેટલી સલામતી અને શાંતિથી રમીએ.
  • 1:01 - 1:04
    અને હજૂ ગયે અઠવાડીયે જ જે રીતે મેં ઍમીનો અકસ્માતે
  • 1:04 - 1:06
    હાથ તોડી નાખ્યો હતો ...
  • 1:06 - 1:10
    ♫♫ (હાસ્ય) ♫♫
  • 1:10 - 1:12
    ... તેની તરફ રમરમાટ આવી રહેલી કાલ્પનીક ગોળીથી
  • 1:12 - 1:15
    બહાદુરીથી ધક્કો મારી બચાવી લેવા માટે,
  • 1:15 - 1:17
    ♫♫ (હાસ્ય) ♫♫
  • 1:17 - 1:19
    જેના માટે , મારો હજૂ આભાર પણ માનવામાં નથી આવ્યો,
  • 1:19 - 1:21
    હું યથા શક્તિ કોશીશ કરી રહ્યો હતો --
  • 1:21 - 1:23
    તેને તો આમ થશે તેની કલ્પના પણ નહોતી--
  • 1:23 - 1:25
    હું મારી પૂરેપૂરી મહેનતથી મારી ઉત્તમ વર્તણૂક માટે પ્રયત્નશીલ હતો
  • 1:25 - 1:27
    અને, મેં મારી બહેનનો ચહેરો જોયો
  • 1:27 - 1:29
    આ વિલાપ અને પીડા અને અચરજ
  • 1:29 - 1:31
    જે ધમકીના સુરમાં તેનાં મૉમાંથી કૂદીને મારાં માતાપિતાને
  • 1:31 - 1:34
    લાંબા શિયાળાની માંડ માંડ આવેલી તેમની બપોરની ઉંઘમાંથી જગાડી દેવાની અણી પર હતી.
  • 1:34 - 1:36
    એટલે મારૂં ગભરાયેલું સાત વરસનું મગજ
  • 1:36 - 1:39
    આ કરુણિકાને ટાળવા જે એક માત્ર કદમ ઉઠાવી શકે તે કદમ મેં લીધું
  • 1:39 - 1:41
    અને જો તમને બાળકો હશે, તો તમે આ કેટલીય વાર જોઇ ચૂક્યાં હશો.
  • 1:41 - 1:43
    મેં કહ્યું, "ઍમી. ઍમી, થોભી જા. રડીશ નહીં રડીશ નહીં.
  • 1:43 - 1:45
    તેં જોયું તું કેવી પડી?
  • 1:45 - 1:48
    કોઇ માણસ તો આમ ચારપગે પડી જ ન શકે.
  • 1:48 - 1:51
    ઍમી, મને તો લાગે છે આનો અર્થ છે કે તું તો શૃંગાશ્વ છું."
  • 1:51 - 1:54
    ♫♫ (હાસ્ય) ♫♫
  • 1:54 - 1:57
    આ તો જો કે સરાસર અંચઇ હતી,કારણ કે મારી બેન પૂરી દુનિયામાં બીજા કઈપણ કરતાં ઇચ્છેત
  • 1:57 - 1:59
    કે તે નાની પાંચ વરસની બીચારી ઘાયલ બેન ઍમી નહીં
  • 1:59 - 2:01
    પણ શૃંગાશ્વ ઍમી હોય.
  • 2:01 - 2:04
    જો કે, ભૂતકાળમાં તેનાં દિમાગને આ વિકલ્પ ક્યારે ય નહોતો મળ્યો.
  • 2:04 - 2:07
    અને મારી બીચારી, મુંઝાયેલી બહેનના ચહેરા પર ગુંચવણ તમે જોઇ શક્યાં હોત
  • 2:07 - 2:09
    કે તેનું નાનું શું મગજ , જે હાલમાં જ
  • 2:09 - 2:11
    અનુભવેલ પીડા, દર્દ અને નવાઇ પર ધ્યાન કેન્દ્રીત
  • 2:11 - 2:13
    કરવા મથી રહ્યું છે
  • 2:13 - 2:15
    કે તેની નવી શૃંગાશ્વની નવી ઓળખાણને સમજી રહ્યું છે.
  • 2:15 - 2:17
    છેલ્લે જીત તો થઇ શૃંગાશ્વની જ.
  • 2:17 - 2:19
    રડવાને બદલે, અમારી રમત બંધ કરી દેવાને બદલે,
  • 2:19 - 2:21
    અમારાં માતપિતાને જગાડી દેવાને બદલે,
  • 2:21 - 2:23
    જે મારા માટે બધી જ પ્રકારનાં અવળી અસરો લાવી દેત,
  • 2:23 - 2:25
    તેના ચહેરા પર હાસ્ય રેલાઇ ગયું
  • 2:25 - 2:28
    અને બાળ શૃંગાશ્વને છાજે તેવી સ્ફુર્તીથી તે ગાદલાંની થપ્પી પર ચડી આવી . . .
  • 2:28 - 2:30
    (હાસ્ય)♫♫
  • 2:30 - 2:32
    ... એક ભાંગેલા પગ સાથે.
  • 2:32 - 2:34
    આમ, માત્ર પાંચ થી સાત વર્ષની કુમળી ઉમરે
  • 2:34 - 2:36
    અમારા હાથમાં જે ચાવી આવી પડી હતી --
  • 2:36 - 2:38
    - તે વખતે તો અમને તેની મહત્તા જ ન સમજાઇ --
  • 2:38 - 2:41
    તે તો બે દાયકા બાદ આપણે માનવ મગજને જે દ્રષ્ટિએ જોવાના છીએ
  • 2:41 - 2:44
    તે રીતમાં વૈજ્ઞાનિક ક્રાંતિની ચળવળ બનવાની હતી.
  • 2:44 - 2:47
    અમારે હાથ જે અચાનક મળી ગયું હતું તેને સકારાત્મક મનોવિજ્ઞાન કહે છે,
  • 2:47 - 2:49
    જેના કારણે હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું
  • 2:49 - 2:51
    અને જે મારાં દરરોજ સવારે જાગવાનું પણ કારણ છે.
  • 2:51 - 2:53
    મેં આ સંશોધન વિષે જ્યારે શિક્ષણ જગતની બહાર,
  • 2:53 - 2:55
    કંપનીઓ અને શાળાઓમાં, વાત કરવાનું શરૂ કર્યું
  • 2:55 - 2:57
    ત્યારે તેમણે સહુથી પહેલું ન કરવાનું જે કહ્યું છે
  • 2:57 - 2:59
    તે એ કે તમારા સંવાદની શરૂઆત ગ્રાફથી ન કરશો.
  • 2:59 - 3:01
    હું મારો આ સંવાદ શરૂ ગ્રાફથી જ કરવા માંગુ છું.
  • 3:01 - 3:03
    આ ગ્રાફ કંટાળાજનક લાગશે,
  • 3:03 - 3:05
    પરંતુ આ ગ્રાફને કારણે જ હું ઉત્તેજીત થાઉં છું અને દરેક સવારે જાગુ છું.
  • 3:05 - 3:07
    અને આ ગ્રાફ્નો કોઇ જ અર્થ નથી થતો; તેમાંના આંકડા કાલ્પનીક છે.
  • 3:07 - 3:09
    આપણે જોઇએ શકશું કે --
  • 3:09 - 3:13
    ♫♫ (હાસ્ય) ♫♫
  • 3:13 - 3:16
    કે જો હું આ આંકડા આ રૂમમાં તમારા અભ્યાસમાટે લાવું , તો મને બહુ મજા પડી જશે
  • 3:16 - 3:18
    કારણ કે અહીં જે ચાલી રહ્યું છે તે વલણ જ જોવા મળશે,
  • 3:18 - 3:20
    અને, એટલે હું પ્રસિધ્ધ થઇ જઇશ
  • 3:20 - 3:22
    અને તેનાથી વધારે બીજૂં શું જોઇએ.
  • 3:22 - 3:24
    હકીકત તો એ છે કે આ વલયમાં ત્યાં ઉંચે એક લાલ રંગનું વિચિત્ર ટપકું દેખાય છે,
  • 3:24 - 3:26
    એમ અહીં એક વિચિત્રતા આ રૂમમાં છે --
  • 3:26 - 3:29
    મને ખબર છે તમે કોણ છો, મેં તમને પહેલાં જોયા છે --
  • 3:29 - 3:31
    પણ,તેનો કોઇ વાંધો નહીં.
  • 3:31 - 3:33
    એ પ્રશ્ન એટલે નથી, કારણ કે જે પ્રમાણે તમારામાંના મોટા ભાગના જાણે છે,
  • 3:33 - 3:35
    હું આ ટપકાંને ભૂંસી પણ શકું છું.
  • 3:35 - 3:37
    હું તે ટપકાંને એટલે ભૂંસી નાંખી શકું છું કે તે ચોખ્ખી માપણીની ભૂલ છે.
  • 3:37 - 3:39
    અને આપણે જાણીએ છીએ કે એ માપણીની ભૂલ
  • 3:39 - 3:42
    એટલે છે કે મારા આંકડાઓમાં મેં ગરબડ કરી છે.
  • 3:42 - 3:44
    આપણે સહુથી પહેલાં લોકોને અર્થશાસ્ત્ર અને
  • 3:44 - 3:47
    આંકડાશાસ્ત્ર અને વ્યવસાય અને મનોવિજ્ઞાનના વર્ગોમાં શીખવાડીએ છીએ કે
  • 3:47 - 3:50
    આકડાની દ્રષ્ટિએ માન્ય રીતે આ વિચિત્રતાઓને કઇ રીતે દૂર કરી શકાય.
  • 3:50 - 3:52
    બહારવાળાઓ ને કઇ રીતે દૂર કરીએ કે
  • 3:52 - 3:54
    જેથી સહુથી વધારે બંધ બેસતી લીટી શોધી શકાય?
  • 3:54 - 3:56
    જો હું એ શોધવાનો પ્રયત્ન કરતો હોઉં તો તો ચાલે
  • 3:56 - 3:59
    કે એક સરેરાશ વ્યક્તિએ કેટલી ઍડવીલ લેવી જોઇએ -- બે.
  • 3:59 - 4:01
    પરંતુ જો મને ક્ષમતામાં રસ હોય, મને તમારી ક્ષમતા
  • 4:01 - 4:03
    કે સુખ કે ઉત્પાદકતા
  • 4:03 - 4:05
    કે શક્તિ કે સર્જનાત્મકતામાં રસ હોય તો
  • 4:05 - 4:07
    તો આપણે વિજ્ઞાનની મદદથી સરાસરીની પ્રણાલી ઉભી કરી રહ્યા છીએ.
  • 4:07 - 4:09
    જો હું તમને પૂછું કે
  • 4:09 - 4:11
    "બાળક કેટલી ઝડપથી વર્ગમાં વાંચતાં શીખી જાય?"
  • 4:11 - 4:13
    તો વૈજ્ઞાનિકો તે પ્રશ્નને ફેરવી તોળે કે "સરેરાશ બાળક કેટલી ઝડપથી
  • 4:13 - 4:15
    વર્ગમાં વાંચવાનું શીખી શકે?"
  • 4:15 - 4:17
    અને પછી આપણે દરેક વર્ગને તે સરેરાશમાં બંધ બેસતું કરી દઇએ.
  • 4:17 - 4:19
    હવે, જો તમે એ વલયમાં સરેરાશથી નીચે હો
  • 4:19 - 4:21
    તો મનોવૈજ્ઞાનિકોને મજા પડી જાય,
  • 4:21 - 4:24
    કારણ કે તેનો અર્થ થાય કે ક્યાં તો તમે નિરાશ છો અથવા અસ્થિર છો,
  • 4:24 - 4:26
    અથવા કદાચ, બન્ને.
  • 4:26 - 4:28
    આપણે તો બન્ને હોય તેમ જ માની લઇએ કારણ કે આપણું બીઝનૅસ મૉડૅલ જ એવું છે કે
  • 4:28 - 4:30
    તમે એકવાર એક પ્રશ્ન લઇને સારવાર માટે આવો તો
  • 4:30 - 4:32
    આપણે એમ પાક્કું કરી દેવા માંગીએ કે પાછા જતાં પહેલાં તમને ૧૦ સમસ્યાઓ છે તે ખબર પડી જાય
  • 4:32 - 4:34
    જેથી કરીને તમે વારં વાર પાછાં આવતાં રહો.
  • 4:34 - 4:36
    આપણે, જરૂર પડ્યે ,તમારાં બાળપણ સુધી પણ ફરી આવીએ,
  • 4:36 - 4:38
    પણ અંતે, તો તમે ફરીથી બરાબર થઇ જાઓ તેમ આપણે ઇચ્છતા હોઇએ ને.
  • 4:38 - 4:40
    પરંતુ, બરાબર એટલે સરેરાશ.
  • 4:40 - 4:42
    મારૂ જે ભારપૂર્વક કહેવું છે તેમ જ સકારાત્મક મનોવિજ્ઞાન જે ભારપૂર્વક કહે છે
  • 4:42 - 4:44
    તે એ કે જો આપણે માત્ર સરેરાશનો જ અભ્યાસ કરતાં રહીએ,
  • 4:44 - 4:46
    આપણે સરેરાશ જ રહી જવાનાં.
  • 4:46 - 4:48
    એટલે, કાંઠે ઉભેલા સકારાત્મકોને જો કાઢી જ નાંખીએ
  • 4:48 - 4:50
    તો તો હું ફરીને આ જ પ્રકારના સમુદાયમાં હાથે કરીને જ આવી જઉં,
  • 4:50 - 4:52
    આવું કેવું?
  • 4:52 - 4:54
    એવું કેમ છે કે તમારાં પૈકી કેટલાંક તમારી માનસીક કાબેલીયત,
  • 4:54 - 4:56
    કસરતી ચુસ્તતા, સંગીતની ક્ષમતા,સર્જનાત્મકતા,
  • 4:56 - 4:58
    શક્તિની કક્ષાઓ,તમારી પડકારો ઝીલી શકવાની લવચીકતા,
  • 4:58 - 5:00
    તમારી વિનોદ વૃત્તિ ની દ્રષ્ટિએ વલયની ઉપરની બાજૂએ છે?
  • 5:00 - 5:03
    ચાલો, તે જે હોય તે,તમને કાઢી નાખવાને બદલે, તમારો અભ્યાસ કરવા માગીશ.
  • 5:03 - 5:05
    તેમ કરવાથી કદાચ તમારા વિષે શુધ્ધ માહિતિ તારવી શકીએ
  • 5:05 - 5:07
    જેથી, માત્ર કેટલાક લોકોને સરેરાશની ઉપર કેમ લઇ જવાય એટલું જ નહીં,
  • 5:07 - 5:10
    સમગ્ર વિશ્વની આપણી કંપનીઓ અને શાળાઓની
  • 5:10 - 5:12
    આખી સરેરાશને જ ઉપર લઇ જઇ શકાય..
  • 5:12 - 5:14
    મારા માટે આ ગ્રાફ એટલા માટે અગત્યનો છે કે
  • 5:14 - 5:16
    જ્યારે પણ હું 'સમાચાર' સાંભળું છું ત્યારે મોટા ભાગની માહિતિ
  • 5:16 - 5:18
    સકારાત્મક નથી હોતી, સાચા અર્થમાં તો નકારાત્મક જ હોય છે.
  • 5:18 - 5:21
    ખુન,ભ્રષ્ટાચાર, માંદગી, કુદરતી આફતોથી જ તે ભરપૂર હોય છે.
  • 5:21 - 5:23
    અને તરત જ મારૂં મગજ વિચારે ચડી જાય છે
  • 5:23 - 5:25
    કે જગતમાં નકારાત્મક અને સકારાત્મકતાનો ચોક્કસ ગુણોત્તર આ જ છે.
  • 5:25 - 5:27
    અને આને પરિણામે એવું બની રહ્યું છે કે
  • 5:27 - 5:29
    જે મેડીકલ શિક્ષણ લક્ષણ સમૂહ ઓળખાય છે -
  • 5:29 - 5:31
    કે જો તમે મેડીકલ શિક્ષણ લીધેલ વ્યક્તિઓને ઓળખતા હો જાણતા હશો કે,
  • 5:31 - 5:33
    મૅડીકલ પ્રશિક્ષણનાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરનાર
  • 5:33 - 5:35
    જેમ જેમ શક્ય દર્દો અને તેનાં લક્ષણોની સુચિ વાંચશે તેમ તેમ
  • 5:35 - 5:37
    અચાનક તેને પણ એમ જ થશે કે તે બધાં જ તેને લાગૂ પડે છે.
  • 5:37 - 5:40
    મારા બનેવી, બૉબૉ, જેની એક આગવી કહાની છે,
  • 5:40 - 5:43
    શુભાંશ્વ ઍમીને પરણેલ છે.
  • 5:43 - 5:46
    બૉબૉએ મને યૅલ મેડીકલ સ્કૂલમાંથી
  • 5:46 - 5:49
    ફૉન કરીને કહ્યું કે,
  • 5:49 - 5:51
    "શૉન, મને રક્તપીત થયેલ છે."
  • 5:51 - 5:53
    ♫♫ [હાસ્ય]♫♫
  • 5:53 - 5:55
    જે ,યૅલમાં પણ,અસાધારણ છે અને ભાગ્યે જ શક્ય છે.
  • 5:55 - 5:58
    પણ મને સમજણ નહોતી પડતી કે બિચારા બૉબૉને આશ્વાસન કેમ કરીને આપવું,
  • 5:58 - 6:00
    કારણ કે તે હજૂ હમણાં જ તો એક અઠવાડીયાં માટે 'આઘે' બેસી ચુક્યો હતો.
  • 6:00 - 6:02
    ♫♫ [હાસ્ય] ♫♫
  • 6:02 - 6:05
    આપણે જોઇ રહ્યાં છીએ કે વાસ્તવિકતા આપણને ઘડી રહી હોય તેમ જરૂરી નથી,
  • 6:05 - 6:08
    પરંતુ જે દ્રષ્ટિથી આપણું મગજ દુનિયાને જૂએ છે તે આપણી વાસ્તવિકતા ઘડે છે.
  • 6:08 - 6:11
    અને જો આપણે એ દ્રષ્ટિ બદલી શકીએ તો આપણે આપણી ખુશીઓને જ નહીં,
  • 6:11 - 6:14
    સાથે સાથે દરેક શૈક્ષણિક અને વ્યાવસાયિક પરિણામને પણ બદલી શકીએ.
  • 6:14 - 6:16
    મેં જ્યારે હાર્વર્ડમાટે અરજી કરી હતી ત્યારે એક જોખમ જ ઉઠાવ્યું હતું.
  • 6:16 - 6:19
    ન તો મને પ્રવેશની કોઇ ઉમ્મીદ હતી કે ન તો હતી મારાં કુટુંબપાસે જરૂરી નાણાકીય જોગવાઇ.
  • 6:19 - 6:21
    મને જ્યારે બે અઠવાડીયાં પછી લશ્કરી શિષ્યવૃતિ મળી, ત્યારે મને તેમણે જવાની રજા આપી.
  • 6:21 - 6:24
    અચાનક જ, જે એક સંભાવના પણ નહોતી તે એક વાસ્તવિકતા બની ગઇ.
  • 6:24 - 6:27
    હું જ્યારે ત્યાં પહોંચ્યો, ત્યારે મને એમ હતું કે બીજા બધા પણ આને આવાં બહુમાન તરીકે જ જોતા હશે,
  • 6:27 - 6:29
    અને ત્યાં હોવાથી તેઓ ઉત્તેજીત હશે.
  • 6:29 - 6:31
    જો તમે તમારા કરતાં વધારે હોંશીયાર લોકોવાળા વર્ગમાં હો,
  • 6:31 - 6:33
    તો તમે માત્ર તે વર્ગમાં છો તેનાથી જ ખુશ થઇ જાઓ, એવું હું માનતો હતો.
  • 6:33 - 6:35
    પરંતુ, હું તો અહીંયાં જોઉં છું કે
  • 6:35 - 6:37
    કેટલાક લોકો એવું અનુભવે છે,
  • 6:37 - 6:39
    જ્યારે હું ચાર વર્ષ પછી ત્યાંથી ગ્રૅજ્યુઍટ થયો
  • 6:39 - 6:41
    અને પછીથી આઠ વર્ષ વિદ્યાર્થીઓ સાથે હૉસ્ટૅલમાં રહ્યો --
  • 6:41 - 6:44
    હાર્વર્ડે પણ મને પૂછ્યું, કે ભાઇ તુ એ જ છો ને.
  • 6:44 - 6:48
    ♫♫ [હાસ્ય]♫♫
  • 6:48 - 6:51
    ચાર મુશ્કેલ વર્ષો દરમ્યાન વિદ્યાર્થીઓને સલાહ આપતો હાર્વર્ડનો હું એક અધિકારી હતો.
  • 6:51 - 6:53
    અને મેં મારા સંશોધન અને શિક્ષણ દરમ્યાન જોયું કે
  • 6:53 - 6:55
    ગમે તેટલા આ વિદ્યાર્થીઓ તેમના
  • 6:55 - 6:58
    આ કૉલૅજમાં પ્રવેશ મળવાથી શરૂમાં ગમે તેટલા ખુશ હોય,
  • 6:58 - 7:01
    બે અઠવાડીયામાં તેમનું મન ત્યાં હોવાના ગર્વને બદલે કે
  • 7:01 - 7:03
    તત્વજ્ઞાન કે ભૌતિકશાસ્ત્ર પર પણ કેન્દ્રીત નથી હોતું.
  • 7:03 - 7:05
    તેમનું ધ્યાન સ્પર્ધા, કામનો ભાર, ઝંઝાળ,
  • 7:05 - 7:07
    કામનું દબાણ, ફરીયાદો જેવા પર કેન્દ્રીત હતું.
  • 7:07 - 7:09
    હું જ્યારે પહેલવેલો ત્યાં ગયો ત્યારે, પહેલા વર્ષવાળાઓની ભોજનશાળામાં ગયો,
  • 7:09 - 7:12
    જ્યાં મારા વૅકૉ,ટેક્ષસના મિત્રો અને હું મોટા થયા હતા --
  • 7:12 - 7:14
    હું જાણું છું કે તમારામાંના કેટલાક આ વિષે જાણે છે.
  • 7:14 - 7:16
    તેઓ જ્યારે મને મળવા આવતા, ત્યારે આજૂબાજૂ જોતા,
  • 7:16 - 7:18
    અને કહેતા," આ પહેલા વર્ષવાળાઓની ભોજનશાળા “હૅરી પૉટ્ટર” ફિલ્મમાંની
  • 7:18 - 7:20
    હૉગ્વાર્ટમાંથી લાવેલ દેખાય છે," જે કદાચ સાચું હતું.
  • 7:20 - 7:22
    હાર્વર્ડ એ "હૅરી પૉટ્ટર" ફિલમની હૉગ્વાર્ટ જ છે.
  • 7:22 - 7:24
    અને જ્યારે તેઓ એ જૂએ ત્યારે,
  • 7:24 - 7:26
    કહે કે, "શૉન, તું હાર્વર્ડમાં ખુશીવિષે ભણવામાં તારો સમય શા માટે બરબાદ કરશ?
  • 7:26 - 7:28
    સાચું પૂછો તો,હાર્વર્ડના વિદ્યાર્થીએ
  • 7:28 - 7:30
    દુઃખી શા માટે હોવું જોઇએ?"
  • 7:30 - 7:32
    આ સવાલની અંદર જ છૂપાયેલ છે
  • 7:32 - 7:34
    સુખનાં વિજ્ઞાનને સમજવાની ચાવી.
  • 7:34 - 7:36
    કારણકે પ્રશ્ન એમ ધારી લે છે કે
  • 7:36 - 7:39
    આપણી બહારની દુનિયામાં સુખની માત્રા કલ્પી શકાય તેમ છે,
  • 7:39 - 7:41
    જ્યારે હકીકતે, જો હું બહારની દુનિયા પૂરેપૂરી જાણી શકું,
  • 7:41 - 7:44
    તો લાંબા ગાળાનાં સુખ વિષે તો હું માત્ર ૧૦% જ અનુમાન લગાવી શકું..
  • 7:44 - 7:46
    તમારી લાંબા ગાળાની ૯૦% ખુશીઅંગે
  • 7:46 - 7:48
    બહારની દુનિયા નહીં ,પણ,
  • 7:48 - 7:50
    જે રીતે તમારૂ મગજ દુનિયાને જૂએ છે તેના થકી, પૂર્વાનુમાન થતું હોય છે.
  • 7:50 - 7:52
    અને જો આપણે તેને બદલીએ,
  • 7:52 - 7:54
    ખુશી અને સફળતાનો મંત્ર બદલીએ
  • 7:54 - 7:56
    તો આપણે હકીકતે તેના પરથી તો
  • 7:56 - 7:58
    વાસ્તવીકતાપર પણ અસર કરી શકીએ.
  • 7:58 - 8:00
    અમે એ પણ નોંધ્યું કે આઇ.ક્યુ.ની મદદથી
  • 8:00 - 8:02
    નોકરીની માત્ર ૨૫% સફળતાઓ અંગે જ અનુમાન કરી શકાતું હોય છે.
  • 8:02 - 8:04
    નોકરીની ૭૫% સફળતાનો અંદાજ તો
  • 8:04 - 8:07
    તમારી આશાવાદની માત્રા, તમારો સામજીક ટેકો,
  • 8:07 - 8:10
    અને દબાણને એક પરેશાનીને બદલે તક તરીકે જોવાની તમારી ક્ષમતા જ કરી આપે છે.
  • 8:10 - 8:13
    કદાચ એક સહુથી વધારે જાણીતી છાત્રાલય સાથેની એક ન્યુ ઇન્ગલૅન્ડની શાળાસથે જ્યારે મેં આ વાત કરી,
  • 8:13 - 8:15
    તેમનું કહેવું હતું કે "તે તો અમને ખબર જ છે."
  • 8:15 - 8:18
    અને તેથી જ, અમારાં વિદ્યાર્થીઓને માત્ર ભણાવવા ઉપરાંત, અમે એક સુખાકારી સપ્તાહ પણ ઉજવીએ છીએ.
  • 8:18 - 8:21
    તેમાં અમને ખુબ મજા પણ આવે છે. સોમવારે રાત્રે તરૂણાવસ્થાની
  • 8:21 - 8:23
    નિરાશાઓ પર વિશ્વના જાણિતા તજજ્ઞ બોલવાના છે.
  • 8:23 - 8:25
    મંગળવારે રાત્રે શાળાની મારામારી અને દાદાગીરી હોય છે.
  • 8:25 - 8:27
    બુધવારે રાત્રે ખાવાનાં અજીર્ણ હોય.
  • 8:27 - 8:29
    ગુરૂવારે ડ્રગ્સના ઉપયોગ શીખવા /શીખવાડવાનું હોય.
  • 8:29 - 8:32
    અને શુક્રવારે રાત્રે અમે જોખમી સંભોગ અથવા મોજમસ્તી વિષે નક્કી કરવાનુ રાખેલ હોય છે.
  • 8:32 - 8:35
    ♫♫ [હાસ્ય]♫♫
  • 8:35 - 8:37
    મેં કહ્યું," શુક્ર્વાર રાત્રે સહુથી વધારે લોકો હાજર રહેતાં હશે."
  • 8:37 - 8:40
    ♫♫ [હાસ્ય]♫♫
  • 8:40 - 8:43
    ♪♪ [તાળીઓ] ♪♪
  • 8:43 - 8:45
    તમને જે ગમ્યું ને તે તેઓને જરાપણ ન પસંદ પડ્યું.
  • 8:45 - 8:47
    ફૉન પર શાંતિ છવાઇ ગઇ.
  • 8:47 - 8:49
    અને એ શાંતિમાં જ મેં ઉમેર્યું," મને તમારી કૉલૅજમાં બોલતાં આનંદ થશે,
  • 8:49 - 8:52
    પણ તમને નથી લાગતું કે તેને સુખાકારી સપ્તાહ તો કેમ કહેવાય, તે તો બીમારી સપ્તાહ કહેવાય.
  • 8:52 - 8:54
    તમે બધું જ જે નકારાત્મક શક્ય થઇ શકે તે નોંધી દીધું છે,
  • 8:54 - 8:56
    પરંતુ, સકારાત્મક કંઇ વિષે તો વાત કરી જ નથી."
  • 8:56 - 8:58
    માંદગીની ગેરહાજરી એ કંઇ તંદુરસ્તી ન કહેવાય.
  • 8:58 - 9:00
    તંદુરસ્તી સુધી પહોંચવાનો માર્ગ આ છેઃ
  • 9:00 - 9:03
    આપણે સુખ અને સફળતાના મંત્રને ઉલટાવી નાખવાની જરૂર છે.
  • 9:03 - 9:05
    છેલ્લાં ત્રણ વર્ષમાં, હું ૪૫ અલગ અલગ દેશોમાં ફર્યો છું,
  • 9:05 - 9:07
    જ્યાં મેં કૉલેજો અને કંપનીઓસાથે
  • 9:07 - 9:09
    આર્થીક મંદી દરમ્યાન કામ કર્યું છે.
  • 9:09 - 9:11
    જે દરમ્યાન મેં જોયું કે મોટાભાગની કૉલેજો કે કંપનીઓ
  • 9:11 - 9:13
    આ મુજબનો સફળતાનો મંત્ર અનુસરે છેઃ
  • 9:13 - 9:15
    જેટલી હું વધારે મહેનત કરીશ, તેટલી વધારે મારી સફળતા.
  • 9:15 - 9:18
    અને જેટલી વધારે મારી સફળતા, એટલો વધારે મારો આનંદ.
  • 9:18 - 9:20
    આ વિચાર શૈલિ આપણી મોટાભાગની ઉછેરની શૈલિ, આપણી સંચાલનની શૈલિ
  • 9:20 - 9:22
    અને આપણે જે રીતે બીજાંઓને પ્રોત્સાહન પૂરૂં પાડીએ છે તે બધાંને આવરી લે છે.
  • 9:22 - 9:25
    બસ પ્રશ્ન માત્ર એટલો છે કે તે બે કારણોસર વૈજ્ઞાનિક રીતે તોડી અને પાછીચાલમાં વહેંચી નંખાયેલ છે.
  • 9:25 - 9:28
    પહેલું, જ્યારે જ્યારે તમારૂ મગજ સફળતા જૂએ છે,
  • 9:28 - 9:30
    ત્યારે તમે સફળત કેવી લાગવી જોઇએ તે ધ્યેયચિત્ર જ બદલી નાખો છો.
  • 9:30 - 9:32
    સારા માર્કસ આવ્યા, તો હજૂ વધારે સારા માર્ક આવવા જોઇએ,
  • 9:32 - 9:34
    સારી શાળામાં પ્રવેશ મળ્યો, તો હજૂ તેનાથી પણ સારી શાળામાં પ્રવેશ મળવો જોઇએ,
  • 9:34 - 9:36
    સારી નોકરી મળે તો તેનાથી પણ વધારે સારી નોકરી મળૅ તેમ ઇચ્છીએ,
  • 9:36 - 9:38
    વેચાણનું લક્ષ્યાંક પાર કરીએ તો બીજી વાર તે લક્ષ્યાંક જ બદલી નાખીએ.
  • 9:38 - 9:41
    અને જો આનંદ સફળતાને બીજે છેડે હોય તો, આપણું મગજ ત્યાં સુધી પહોંચતું જ નથી.
  • 9:41 - 9:43
    આપણે એક સમાજ તરીકે આ રીતે સુખની
  • 9:43 - 9:46
    અપેક્ષાની ક્ષિતિજ વિસ્તારી દીધી છે.
  • 9:46 - 9:48
    અને તે એટલા માટે કે આપણે માનીએ છીએ કે જો આપણે સફળ હશું,
  • 9:48 - 9:50
    તો જ સુખી થશું.
  • 9:50 - 9:52
    પરંતુ ખરી સમસ્યા એ છે કે આપણું મગજ ઉંધા ક્રમમાં ચાલે છે.
  • 9:52 - 9:55
    તમે જો કોઇની વર્તમાન સકારાત્મકતાની માત્રાને વધારી શકો,
  • 9:55 - 9:58
    તો તેનું મગજ, આપણે જેને 'સુખની સરસાઇ' કહીશું તે અનુભવવા લાગશે,
  • 9:58 - 10:00
    એટલે કે સકારાત્મક પરિસ્થિતિમાં તમારૂં મગજ
  • 10:00 - 10:02
    નકારાત્મક કે નિષ્ક્રિય કે તનાવવાળી
  • 10:02 - 10:04
    સ્થિતિ કરતાં ઘણું વધારે સારૂં કામ કરી શકે છે.
  • 10:04 - 10:07
    તમારી બુધ્ધિ, તમારી રચનાત્મકતા, તમારી શક્તિ ખીલી ઉઠે છે.
  • 10:07 - 10:09
    હકીકતે તો, અમે તો નોંધ્યું છે કે
  • 10:09 - 10:11
    તમારા વ્યવસાયના દરેકે દરેક પરિણામમાં સુધારો જોવા મળે છે.
  • 10:11 - 10:13
    જ્યારે સકારાત્મક હોય ત્યારે તમારૂ મગજ નકારાત્મક કે નિષ્ક્રિય કે તણાવમાં હોય
  • 10:13 - 10:16
    તેના કરતાં ૩૧% વધારે ઉત્પાદક હોય છે.
  • 10:16 - 10:18
    તમે ૩૭% વધારે વેચાણ કરી શકો છો.
  • 10:18 - 10:20
    ડૉક્ટર્સ જ્યારે નકારાત્મક કે નિષ્ક્રિય કે તણાવમાં હોવાને બદલે
  • 10:20 - 10:22
    સકારાત્મક મુડમાં હોય ત્યારે તેઓ દ્વારા કરાઇ રહેલાં
  • 10:22 - 10:24
    સાચાં નિદાનમાં ૧૯% વધારે ઝડપી અને ખામી રહિત હોય છે.
  • 10:24 - 10:26
    એનો અર્થ એમ કરી શકાય કે આ મંત્રને ઉલટાવી શકાય.
  • 10:26 - 10:29
    જો આપણે વર્તમાનમાં સકારાત્મક થવાનો રસ્તો શોધી કાઢીએ,
  • 10:29 - 10:31
    તો આપણું મગજ હજૂ વધારે સફળતાથી કામ કરી શકે
  • 10:31 - 10:34
    કારણ કે આપણે વધારે લગનથી, ઝડપથી અને સમજપૂર્વક કામ કરી રહ્યા હશું.
  • 10:34 - 10:37
    આપણે આ મંત્રને ઉલટાવવાની જરૂર છે
  • 10:37 - 10:39
    જેથી આપણું મગજ ખરેખર જે કરવા શક્તિમાન છે તે આપણે જોઇ શકીએ.
  • 10:39 - 10:41
    કારણ કે જ્યારે તમે સકારાત્મક હો છો ત્યારે તમારાં તંત્રમાં વહી આવતા ડૉપૉમાઇન
  • 10:41 - 10:43
    બે રીતે કામ કરે છે.
  • 10:43 - 10:45
    તે તમને માત્ર પ્રફુલ્લિત જ નથી કરતું,
  • 10:45 - 10:47
    તે મગજનાં શીખવાનાં બધાં જ કેન્દ્રને પણ સતેજ કરે છે.
  • 10:47 - 10:50
    અને તે રીતે તમને દુનિયાને જૂદી જૂદી રીતે સ્વિકારવામાટે પણ તૈયાર કરે છે.
  • 10:50 - 10:52
    અમે એ પણ નોંધ્યું છે કે મગજને વધારે સકરાત્મક બનવાનું શીખવવા માટે
  • 10:52 - 10:54
    ઘણા રસ્તા છે.
  • 10:54 - 10:57
    ૨૧ દિવસ સળંગ બે જ મિનીટમાં
  • 10:57 - 10:59
    આપણે મગજને ધમધમતું કરી દઇ શકીએ
  • 10:59 - 11:01
    કે જેથી મગજ સાચા અર્થમાં
  • 11:01 - 11:03
    વધારે આશાવાદી અને વધારે સફળ રીતે કામ કરતું થઇ જાય.
  • 11:03 - 11:05
    અમે જે જે કંપનીની સાથે કામ કરેલ છે
  • 11:05 - 11:07
    તેમની સાથે કરેલાં આ સંશોધનમાં
  • 11:07 - 11:09
    તેમની પાસે સળંગ ૨૧ દિવસ સુધી ત્રણ એ નવી વસ્તુઓ જેના માટે તેઓ આભારી છે
  • 11:09 - 11:11
    તે લખાવડાવડાવ્યું, દરરોજ ત્રણ નવી વસ્તુ.
  • 11:11 - 11:13
    અને તેના અંતે
  • 11:13 - 11:15
    તેમનું મગજ દુનિયાને આ નકારાત્મક રીતે નહીં,
  • 11:15 - 11:18
    પણ પહેલાં સકારાત્મક દ્રષ્ટિએ જોવાનું માળખું જાળવતું થઇ જાય છે.
  • 11:18 - 11:20
    જો એક સકારાત્મક અનુભવ ચોવીસ કલાકસુધી મમળાવ્યા કરીએ તો
  • 11:20 - 11:22
    મગજ પણ દરેક વખતે તે જ અનુભવતું થઇ જાય છે.
  • 11:22 - 11:25
    આ અભ્યાસ મગજને શીખવાડે છે કે વર્તન મહત્વનું છે.
  • 11:25 - 11:27
    આપણે એ પણ જોયું કે ધ્યાન ધરવાથી મગજ
  • 11:27 - 11:30
    એક સાથે ઘણાં કામ કરવાની આપણે પેદા કરેલ સાંસ્કૃતિક પરંપરાની
  • 11:30 - 11:32
    પાર જઇ અને
  • 11:32 - 11:35
    આપણી વૈચારીક શક્તિઓને હાથ પર લીધેલ કામ પર કેન્દ્રીત થવામાં મદદ કરે છે.
  • 11:35 - 11:37
    અને છેલ્લે,કોઇ એકલ દોકલ દયાનું પગલું પણ સભાન સદાચારનો જ ભાગ છે.
  • 11:37 - 11:39
    આ રીતે કોઇ જ્યારે પણ ઇ-મૅલમાટેનું ઇનબૉક્ષ ખોલે છે ત્યારે
  • 11:39 - 11:41
    વખાણ અને આભારનો એક સકારાત્મક મૅલ
  • 11:41 - 11:43
    તેમના સામાજીક આધાર તંત્રમાંના કોઇ એકને આપણે મોકલીએ છીએ.
  • 11:43 - 11:45
    અને આ પ્રવૃત્તિઓ અને
  • 11:45 - 11:47
    શરીરના અન્ય ભાગની જેમ જ મગજને પણ પ્રશિક્ષિત કરવાથી
  • 11:47 - 11:50
    અમે જોઇ શક્યા છીએ કે સુખ અને સફળતાનો મંત્ર ઉલટાવી શકાય છે,
  • 11:50 - 11:53
    અને તેમ કરવાથી આપણે માત્ર સકારાત્મકતાનાં જ વમળો પેદા નથી કરતા
  • 11:53 - 11:55
    પરંતુ એક સાચી ક્રાંતિ પેદા કરીએ છીએ.
  • 11:55 - 11:57
    આપનો ખુબ ખુબ આભાર.
  • 11:57 - 12:00
    ♪♪ [તાળીઓ] ♪♪
Title:
શૉન ઍકરઃસારાં કામ માટેનું મજાનું રહ્સ્ય
Speaker:
Shawn Achor
Description:

આપણે એવું માનીએ છીએ કે ખુશ રહેવામાટે કામ કરવું જોઇએ, પણ તેનાથી ઉંધું પણ હોઇ શકે? આ ટેડએક્ષબ્લુમીંગ્ટનના વેગીલાં અને મનોરંજક વ્યક્તવ્યમાં મનોવૈજ્ઞાનિક શૉન ઍકરનું દલીલપૂર્વક કહેવું છે કે હકીકતે આનંદ ઉત્પાદકતાને પ્રોત્સાહન પૂરૂં પાડે છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
12:00

Gujarati subtitles

Revisions