આ ખરેખર માં બે કલાકનું પ્રદર્શન છે, જે હું વિદ્યાર્થીઓને આપું છું. જેને ત્રણ મિનિટનું કર્યું છે. અને આ શરૂ થયું, જયારે એક દિવસ હું વિમાનથી ટેડ આવી રહ્યો હતો. સાત વર્ષ પહેલા, મારી બાજુની સીટ પર એક કિશોર વિદ્યાર્થિની બેઠી હતી. અને તે હકીકતમાં એક ગરીબ પરિવારથી હતી. તે પોતાના જીવન માં કંઈક બનવા ઈચ્છતી હતી. અને તેણે મને એક નાનકડો સરળ પ્રશ્ન પૂછ્યો. તેણે પૂછ્યું, "સફળતાનું શું કારણ છે ?" અને મને ખોટું લાગી ગયું. કારણ કે, હું તેને ઉચિત જવાબ આપી શક્યો નહીં. તો હું વિમાનથી ઉતરીને ટેડ આવું છું. અને વિચારું છું કે, હું એક રૂમમાં સફળ વ્યક્તિઓની વચ્ચે છું. તો તેમને જ પૂછ્યું કે, કોણે સફળ થવામાં તેમની મદદ કરી ? અને પછી બાળકોને પૂછ્યું. તો 7 વર્ષ અને 500 સાક્ષાત્કાર પછી, હું આપને જણાવવા જઈ રહ્યો છું કે, સફળતા નું શું કારણ છે. ટેડ થી જોડાયેલા લોકોનું પહેલું કારણ છે, જુનૂન. ફ્રીમૈન થોમસ કહે છે, "હું મારા જુનૂન થી પ્રેરિત છું." ટેડ થી જોડાયેલા લોકો તેને પ્રેમથી કરે છે. ન કે પૈસાના હેતુથી. કૈરોલ કોલેટા કહે છે, "જે હું કરું છું, તેને કરવા માટે પૈસા પણ આપી દઈશ." અને રોચક વાત એ છે કે, જો તમે તેને પ્રેમથી કરો છો, તો પૈસા તો આવે જ છે. કામ ! રૂપર્ટ મડોર્કે મને જણાવ્યું કે, "આ કઠિન પરિશ્રમ છે." કંઈ પણ સરળતાથી મળતું નથી. પણ, મને આમાં ખૂબ મજા આવે છે. શું તેને મજા કહ્યું ? રૂપર્ટ ? હાં ! (હાસ્ય) ટેડ થી જોડાયેલા લોકો કામ ની મજા લે છે. તેઓ કઠિન પરિશ્રમ કરે છે. મેં જોયું, તેઓ વધુ કાર્યગ્રસ્ત નથી. તેઓ કામ થી રમે છે. (હાસ્ય) સારું છે. (અભિવાદન) એલેક્સ ગાર્ડન કહે છે, "સફળ થવા માટે શરૂ તો કરો, અને તેમાં નિપુણ બનો." આ કોઈ જાદૂ નથી. માત્ર અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ જ છે. અને ધ્યાન આપવાનું છે. નોર્મન જેવીસને મને કહ્યું, "હું વિચારું છું કે, આપણે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને આગળ વધવાનું છે." ડેવિડ ગૈલો કહે છે, "પોતાને આગળ વધારો. શારીરિક, માનસિક રૂપ થી તમારે હંમેશા આગળ વધવાનું છે. તમારે શરમ અને આત્મ-શંકાથી બહાર નિકળવાનું છે." ગોલ્ડી હાન કહે છે , "મને હંમેશા આત્મ-શંકા થાય છે. હું સારો ન હતો. હું સ્માર્ટ ન હતો. મને નહોતું લાગતું કે, હું કરી શકીશ." હમેંશા પોતાને ઉત્સાહિત કરવા સહેલું નથી. અને એ જ કારણ છે કે, તેમણે માં ને બનાવી. (હાસ્ય) (અભિવાદન) ફ્રૈંક ગેહરીએ મને કહ્યું કે, "મારી માં એ મારો ઉત્સાહ વધાર્યો." (હાસ્ય) સેવા કરો ! શેરવિન નૂલંદ કહે છે, "તબીબી સેવા વિશેષાધિકાર હતો." ઘણા બધા બાળકો કરોડપતિ બનવા માંગે છે. પહેલી વાત મેં એ કહી કે, "બરાબર છે, તમે તમારી સેવા નથી કરી શકતા. તમારે બીજાની મૂલ્યવાન સેવા કરવાની છે. લોકોની અમીર બનવાની આ જ રીત છે." વિચાર ! ટેડ થી જોડાયેલા બિલ ગેટ્સ કહે છે, "મારી પાસે એક વિચાર હતો. પ્રથમ માઇક્રો કમ્પ્યુટર સોફ્ટવેર કંપની બનાવવાનો." હું કહીશ કે, તે એક સારો વિચાર હતો. રચનાત્મકતા માટે વિચાર આવવો, કોઈ જાદૂ નથી. તે માત્ર કોઈ સરળ કાર્ય કરવા જેવુ છે. અને હું ઘણાં પુરાવા આપું છું. મક્કમ રહો ! જો ક્રૉઉસ કહે છે, "અમારી સફળતાનું પહેલું કારણ દ્રઢતા છે." તમારે નિષ્ફળતા માં દ્રઢ રહેવાનું છે. અપમાનિત થવા પર પણ દ્રઢ રહેવાનું છે ! જેનો અર્થ છે, "આલોચના, અસ્વીકાર, મૂર્ખામી અને દબાણ." (હાસ્ય) તો, આ પ્રશ્ન નો જવાબ સરળ છે. 4000 ધનરાશિની ચૂકવણી કરો, અને ટેડ માં આવો. (હાસ્ય) જો તે ન કરી શકો, તો આઠ વસ્તુઓ કરો. અને મારા પર વિશ્વાસ રાખો. આ મોટી આઠ વાતો છે, જે સફળ બનાવે છે. ટેડ થી જોડાયેલા લોકોનો, મુલાકાત આભાર બદલ ! (અભિવાદન)