આ કોઈ કવાયત નથી.
મારુ નામ છે ગ્રેટા થનબર્ગ.
આપણે સામૂહિક લુપ્તતાના શરૂઆતના તબક્કામાં જીવી રહ્યા છીએ.
આપણાં હવામાનમાં ભંગાણ થઈ રહ્યું છે.
મારા જેવા બાળકો પોતાના અભ્યાસ છોડીને વિરોધમાં જોડાઈ રહ્યા છે.
પણ હજુ પણ આપણે સુધારી શકીએ છીએ.
તમે પણ હજુ સુધારી શકો છો.
બચવા માટે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ
બંધ કરવો પડશે.
પણ માત્ર આટલું કરવું પૂરતું નથી.
આ માટે બીજા ઘણા ઉકેલ પણ ઉપલબ્ધ છે.
પણ એવો ક્યો ઉકેલ છે જે અહિયાં
આપણાં માટે ઉપયોગી છે?
એ વિશે મારો મિત્ર જ્યોર્જ આપણને સમજાવશે.
એક એવું જાદુઇ મશીન છે જે હવા માથી
કાર્બનને શોષી લે છે,
તેનો ખર્ચો પણ ખૂબ ઓછો છે,
અને તે પોતે પોતાની જાતનું નિર્માણ કરે છે.
એનું નામ છે
વૃક્ષ.
વૃક્ષ એ કુદરતી આબોહવાના ઉકેલનું ઉદાહરણ છે
મેન્ગ્રોવ, કોહવાણ વાળી જમીન, જંગલો,
ભેજવાળી જમીન, સમુદ્રતળ,
સમુદ્રી ઘાસ, કળણવાળી જમીન, પરવાળાના ખડકો,
તેઓ કાર્બનને હવા માથી શોષીને
સંગ્રહી શકે છે.
કુદરત એક એવું ઉપકરણ છે, જેનાથી આપણે આપણી
બગડેલી આબોહવાને સુધારી શકીએ છીએ.
આવા આબોહવાના કુદરતી ઉકેલો
મોટો તફાવત સર્જી શકે છે.
ઘણું સારું લાગ્યું, કેમ?
પણ તો જ શક્ય છે, જો આપણે અશ્મિભૂત બળતણને
ભૂગર્ભમાં જ રહેવા દઈએ.
પણ એક મહત્વની વાત....
જેને આપણે અત્યારે અવગણી રહ્યા છીએ.
આપણે પ્રાકૃતિક આધારિત ઉકેલો કરતાં
વૈશ્વિક અશ્મિભૂત બળતણ પર
1000 ગણો વધારે ખર્ચ કરીએ છીએ.
આબોહવાને સુધારવામાં વપરાતા
કુલની રકમ ખર્ચ માથી
પ્રાકૃતિક આધારિત ઉકેલો માત્ર
2% રકમ મેળવે છે.
આ તમારા નાણાં છે,
આ તમારા ટેક્સના અને તમારી બચતના નાણાં છે.
બીજી એક મહત્વની વાત
અત્યારે જ્યારે આપણને
કુદરતની સૌથી વધુ જરૂર છે,
આપણે તેને પહેલા કરતાં પણ
વધુ ઝડપથી નષ્ટ કરી રહ્યા છીએ.
દરરોજ 200 જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.
આર્કટિકનો મોટાભાગનો બરફ પીગળી ગ્યો છે.
આપણા મોટાભાગના જંગલી પ્રાણીઓ
લુપ્ત થઈ ગ્યાં છે
આપણી મોટાભાગની જમીન ધોવાઈ ગઈ છે.
તો આપણે શું કરવું જોઈએ?
તમારે શું કરવું જોઈએ?
ખુબજ સરળ છે...
આપણે જરૂર છે
બચાવ
પુન:નિર્માણ
અને નાણાકીય ભંડોળ
બચાવ
ઉષ્ણકટિબંધીય જંગલો કાપવામાં આવી રહ્યા છે,
અને તે પણ દર મિનિટે 30 ફૂટબોલ મેદાનના દરે
જ્યાં પ્રકૃતિ કશુંક મહત્ત્વનું
કામ કરી રહી છે
તો આપણે તેનું રક્ષણ કરવું જોઈએ.
પુન:નિર્માણ
આપણા ગ્રહનો મોટાભાગનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે,
પરંતુ પ્રકૃતિ તેને પુનઃજીવિત કરી શકે છે.
અને આપણે આપણી જીવસૃષ્ટિને પુન:સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ છીએ.
નાણાકીય ભંડોળ
આપણે એ વસ્તુઓને ભંડોળ આપવાનું બંધ
કરવાની જરૂર છે જે પ્રકૃતિનો નાશ કરે છે
અને પ્રકૃતિને મદદ કરતી વસ્તુઓને
આપવાની જરૂર છે.
આ આટલુ સરળ છે.
બચાવ
પુન:નિર્માણ
નાણાકીય ભંડોળ
આ બધુ દરેક જગ્યાએ થઈ શકે છે.
ઘણા બધા લોકોએ પ્રાકૃતિક આબોહવાના ઉકેલની શરૂઆત કરી દીધી છે.
આપણે પણ તેને મોટા સ્તરે કરવાની જરૂર છે.
તમે પણ આનો ભાગ બની શકો છો.
જે લોકો પ્રકૃતિનો બચાવ કરે છે તેમને મત આપો
આ વિડીયોને શેર કરો.
આ વિશે ચર્ચા કરો.
સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બચાવવા માટે
અનેક લોકો લડી રહ્યા છે.
તેમની સાથે જોડાઓ.
દરેક વસ્તુ મહત્વની છે.
તમે જે કરો છો તે પણ મહતવનું છે.
આ ફિલ્મ જૂના ફૂટેજમાંથી
બનાવવામાં આવી છે,
કોઈ પણ પ્રકારે કાર્બનના ઉત્સર્જન વગર.
કૃપા કરીને તેને લો અને ફરી ઉપયોગ કરો.