કંઈક વિશેષમાં આપનું સ્વાગત છે! TEDx પર આપનું સ્વાગત છે! આ TEDx ઇવેન્ટ, એ વૈશ્વિક વાતચીતનો એક ભાગ છે જે દરરોજ થાય છે, વિશ્વના દરેક ખૂણામાં. શાળાઓમાં, થિયેટરોમાં, કાર્યસ્થળોમાં, ઉપરાંત જેલમાં પણ! લોકો તેમના સમુદાયોમાં ઉભરાતાં શ્રેષ્ઠ વિચારોને સાંભળવા માટે એકઠા થાય છે. દર વર્ષે 3,000 થી વધુ TEDx ઇવેન્ટ્સ યોજવામાં આવે છે, 170 દેશોમાં! તે એક નોંધપાત્ર વસ્તુ છે. TEDx ઇવેન્ટ્સ, એ સ્વયં-સંચાલિત છે, TED ના લાઇસન્સ હેઠળ, એક બિન-નફાકારક સંસ્થા જે ટેડ ટોક્સના સ્વરૂપમાં, શક્તિશાળી વિચારોની શોધ અને વહેંચણી માટે સમર્પિત છે. તે સ્વયં TED નથી, પરંતુ તે તમારી સ્વયંસેવકોની સ્થાનિક TEDx ટીમ છે, જેણે તમામ કાર્ય કર્યા છે આજનો ઇવેન્ટ યોજવા, જેમાં વક્તાઓને નિમવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. તે આ ટીમના વિચારો છે, સમર્પણ, અને સમય કે જેણે આ શક્ય બનાવ્યું છે. અમને ખરેખર આશા છે કે આજનો પ્રોગ્રામ એક રોમાંચક વાતચીતનો પ્રારંભ કરશે. આ જિજ્ઞાસા માટેનો દિવસ છે, અને નાસ્તિકતા માટેનો, પ્રેરણા માટેનો, અને ક્રિયા માટેનો. તમે તેમાં જેટલું દાખલ કરશો, તેટલું વધુ તેમાંથી બહાર લઈ જશો. અને હવે, કાર્યક્રમ સાથે શરૂ કરો.