1 00:00:01,000 --> 00:00:05,000 હું આજે ઉર્જા અને વાતાવરણ વિષે વાત કરવા જઈ રહ્યો છું . 2 00:00:05,000 --> 00:00:07,000 આ થોડું આશ્ચર્ય જન્માવે તેવું લાગે ,કેમકે 3 00:00:07,000 --> 00:00:12,000 સંસ્થામાં મારું મુખ્યતયા કાર્યક્ષેત્ર રસીકરણ તેમજ બિયારણને લગતું રહે છે ; 4 00:00:12,000 --> 00:00:15,000 એવું ક્ષેત્ર કે જેમાં આપણે સંશોધનો કરતાં રહી એ સઘળું 5 00:00:15,000 --> 00:00:20,000 અતિ ગરીબ એવા બસો કરોડ લોકો સુધી પહોચાડવાનું છે ,તેમના જીવનને બેહતર બનાવવા કાજે. 6 00:00:20,000 --> 00:00:25,000 પરંતુ ઉર્જા તેમજ વાતાવરણ, એ પણ આ લોકો માટે અતિ મહત્વના છે . 7 00:00:25,000 --> 00:00:30,000 ખરું પૂછો તો પૃથ્વી પર બીજા કોઈને પણ હોય તેથીય વધુ મહત્વના . 8 00:00:30,000 --> 00:00:35,000 વાતાવરણના બગડવાની સીધી અસર એમના ખેતીના પાક પર વર્ષો સુધી થતી રહેશે . 9 00:00:35,000 --> 00:00:38,000 કાં તો ખુબ વરસાદ થશે કે પછી અપૂરતો . 10 00:00:38,000 --> 00:00:40,000 બધુજ એ રીતે બદલાતું જશે કે 11 00:00:40,000 --> 00:00:44,000 નબળું પડતું વાતાવરણ ક્યાંય સહાયરૂપ નહીં બની શકે . 12 00:00:44,000 --> 00:00:49,000 બલકે આ તો ભૂખમરો,અનિશ્ચતતા અને તણાવ તરફ દોરી જશે. 13 00:00:49,000 --> 00:00:53,000 આમ વાતાવરણ માં બદલાવ તેમને માટે ભયાનક સાબિત થશે . 14 00:00:53,000 --> 00:00:56,000 વળી, ઉર્જાની ચૂકવવી પડતી કિંમત તેમને માટે અગત્યની બાબત છે. 15 00:00:56,000 --> 00:00:59,000 હકીકતે ,ગરીબી ઓછી કરવાને થઈને જો કોઈ એક વસ્તુની કિંમત ઘટાડવાની આવે 16 00:00:59,000 --> 00:01:03,000 તો મોટે ભાગે તમે ઉર્જાની પસંદગી કરો. 17 00:01:03,000 --> 00:01:07,000 હવે, ઉર્જાની કિંમત તો સમયની સાથે ઘટી જ છે . 18 00:01:07,000 --> 00:01:13,000 ખરેખર, સમૃદ્ધ સંસ્કૃતિ ઉર્જા ક્ષેત્રે પ્રગતિને આધારે જ રચાઈ છે . 19 00:01:13,000 --> 00:01:17,000 કોલસાની ક્રાંતિએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો. 20 00:01:17,000 --> 00:01:23,000 અને તેથી જ આપણે ૧૮ મી સદીમાં પણ વીજળીની કિંમત માં નોંધપાત્ર ઘટાડો જોઈ શક્યા. 21 00:01:23,000 --> 00:01:26,000 તેથી કરીને જ આપણને રેફ્રિજરેટર,એર કંડીશનર ઉપલબ્ધ છે. 22 00:01:26,000 --> 00:01:30,000 આપણે આધુનિક ઉપકરણો બનાવી શકીએ છીએ અને બીજું ઘણું કરી શકીએ છીએ. 23 00:01:30,000 --> 00:01:37,000 આમ ,સમૃદ્ધ વિશ્વમાં આપણે એક સુંદર પરિસ્થિતિમાં છીએ. 24 00:01:37,000 --> 00:01:44,000 પરંતુ ,જેમ આપણે વીજળીને સસ્તી બનાવવા પ્રયત્ન કરીએ,સમજો કે અડધી કિંમત સુધીની,- 25 00:01:44,000 --> 00:01:46,000 તો આપણને એક મર્યાદા નડે છે. 26 00:01:46,000 --> 00:01:50,000 ને આ મર્યાદા કાર્બન ડાયોક્સાઇડને સંબંધી છે. 27 00:01:50,000 --> 00:01:53,000 કાર્બન ડાયોક્સાઇડ આપણી પૃથ્વીને ગરમ કરે છે. 28 00:01:53,000 --> 00:01:59,000 અને કાર્બન ડાયોક્સાઇડ સાથેનું સમીકરણ બહુ જ સીધું ને સરળ છે. 29 00:01:59,000 --> 00:02:03,000 જો તમે ઉત્સર્જીત સઘળા કાર્બન ડાયોક્સાઇડનો સરવાળો કરો , 30 00:02:03,000 --> 00:02:06,000 તો એ તાપમાન માં સીધો વધારો કરે છે. 31 00:02:06,000 --> 00:02:10,000 ને આ તાપમાનનો વધારો કેટલીક ખુબજ નકારાત્મક અસરો તરફ દોરી જાય છે. 32 00:02:10,000 --> 00:02:13,000 આબોહવા પરની અસરો ને તેથીયે ખરાબ બીજી આડકતરી અસરો , 33 00:02:13,000 --> 00:02:18,000 જેમકે આપણું પ્રાકૃતિક પર્યાવરણ આવા ત્વરિત બદલાવો સાથે તાલમેલ સાધી શકતું નથી, 34 00:02:18,000 --> 00:02:21,000 અને આપણે એને ખોરવાતું જોઈએ છીએ . 35 00:02:21,000 --> 00:02:24,000 હવે, ચોક્કસપણે કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા વધારાથી 36 00:02:24,000 --> 00:02:28,000 કેટલું તાપમાન વધશે ,તે માપવાનું 37 00:02:28,000 --> 00:02:30,000 અને એ બાબતે ઠોસ જવાબો મેળવવા , 38 00:02:30,000 --> 00:02:33,000 એ થોડું અનિશ્ચિત છે ખરું, પણ વધારે નહીં. 39 00:02:33,000 --> 00:02:36,000 વળી, ખરાબ અસરો કેટલી ખરાબ હશે તે વિશેની અનિશ્ચિતતા તો ચોક્કસપણે છે જ. 40 00:02:36,000 --> 00:02:39,000 તેમ છતાંય , આવી અસરો અત્યંત ખરાબ હશે એ તો નક્કી . 41 00:02:39,000 --> 00:02:41,000 મેં ઘણા ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિકોને ઘણી વખત પૂછ્યું, 42 00:02:41,000 --> 00:02:44,000 શૂન્ય ઉત્સર્જન નો લક્ષ્યાંક રાખવો એ શું ખુબ અગત્યનું છે? 43 00:02:44,000 --> 00:02:47,000 અડધો કે એક ચતુર્થાન્શનો લક્ષ્યાંક પુરતો નથી શું? 44 00:02:47,000 --> 00:02:51,000 જવાબ એ છે કે જ્યાં સુધી આપણે શૂન્ય સુધી નહીં પહોંચીએ, 45 00:02:51,000 --> 00:02:53,000 તાપમાન માં વધારો થતો જ રહેશે. 46 00:02:53,000 --> 00:02:55,000 એટલે આ એક મોટો પડકાર છે. 47 00:02:55,000 --> 00:03:00,000 ૧૨ ફૂટ ઉંચી ટ્રકને ૧૦ ફૂટ ઉંચા પૂલ નીચેથી પસાર કરવા જેવી આ વાત નથી. 48 00:03:00,000 --> 00:03:03,000 કે જેમતેમ કરીને સમાવી લઈએ 49 00:03:03,000 --> 00:03:07,000 આ એક વસ્તુ છે ,જેને આપણે શૂન્ય સુધી લઇ જવો જ રહ્યો. 50 00:03:07,000 --> 00:03:11,000 પ્રતિવર્ષ, આપણે ખુબ મોટા પ્રમાણ માં કાર્બન ડાયોક્સાઇડ બહાર ઠાલાવીયે છીએ. 51 00:03:11,000 --> 00:03:13,000 ૨૬ લાખ ટનથી પણ વધારે. 52 00:03:13,000 --> 00:03:17,000 પ્રત્યેક અમેરીકન દીઠ ,૨૦ ટન. 53 00:03:17,000 --> 00:03:20,000 ગરીબ દેશોમાં,આંકડો છે વ્યક્તિ દીઠ એક ટનથી ઓછો. 54 00:03:20,000 --> 00:03:24,000 સમગ્ર વિશ્વ માટે વ્યક્તિદીઠ સરેરાશ ૫ ટન. 55 00:03:24,000 --> 00:03:26,000 એટલે, આમાં આપણે ક્યાંક ફેરફાર કરવોજ રહ્યો. 56 00:03:26,000 --> 00:03:29,000 જે આ અંક ને બિલકુલ શૂન્ય ની નજીક લાવી દે. 57 00:03:29,000 --> 00:03:31,000 આજ સુધી એ સતત વધતો જ રહ્યો છે. 58 00:03:31,000 --> 00:03:36,000 અમુક આર્થિક બદલાવો એને સ્થગિત કરી શક્યા છે ખરા, 59 00:03:36,000 --> 00:03:39,000 છતાં આપણે સતત વધારાની દિશાએથી 60 00:03:39,000 --> 00:03:42,000 પાછાં ફરતાં ,તદ્દન નહીંવત ઉત્સર્જન સુધી જવાનું છે. 61 00:03:42,000 --> 00:03:44,000 આ સમીકરણ માં ચાર પરિબળો છે . 62 00:03:44,000 --> 00:03:46,000 અને છે થોડોઘણો ગુણાકાર. 63 00:03:46,000 --> 00:03:49,000 આમ, તમારી પાસે ડાબી તરફ છે કાર્બન ડાયોક્સાઇડ જે આપણને શૂન્ય જેટલો જોઈએ છે, 64 00:03:49,000 --> 00:03:53,000 અને એનો આધાર છે બીજી તરફ -- વસ્તી, 65 00:03:53,000 --> 00:03:56,000 વ્યક્તિદીઠ સરેરાશ વપરાતા સાધનો-સેવાઓ, 66 00:03:56,000 --> 00:03:59,000 એ દરેક સેવા પાછળ ખર્ચાતી ઉર્જા , 67 00:03:59,000 --> 00:04:03,000 અને આ ઉર્જાના વપરાશ થકી ઠલવાતો કાર્બન ડાયોક્સાઇડ. 68 00:04:03,000 --> 00:04:05,000 તો ચાલો આપણે આ દરેકને તપાસીએ 69 00:04:05,000 --> 00:04:09,000 અને જોઈએ કે શૂન્ય સુધી કઈ રીતે પહોંચી શકીએ. 70 00:04:09,000 --> 00:04:13,000 બની શકે કે આમાંનો કોઈ એક પરિબળ લગભગ શૂન્ય થવાની શક્યતા ધરાવે છે. 71 00:04:13,000 --> 00:04:16,000 હવે આ તો શાળા સમયના બીજગણિત ની વાત છે, 72 00:04:16,000 --> 00:04:18,000 છતાં ચાલો જોઈએ. 73 00:04:18,000 --> 00:04:20,000 પહેલું , આપણી પાસે છે વસ્તી. 74 00:04:20,000 --> 00:04:23,000 આજે, વિશ્વની કુલ વસ્તી ૬.૮ અબજ છે. 75 00:04:23,000 --> 00:04:25,000 જે હવે ૯ અબજ થવા જઇ રહી છે. 76 00:04:25,000 --> 00:04:29,000 હવે જો આપણે નવી રસીઓ ઉપર ખરેખર સારું કામ કરીએ , 77 00:04:29,000 --> 00:04:31,000 તે જ રીતે સ્વાસ્થ્ય અને પ્રસુતિ-સ્વાસ્થ્ય સેવાઓ માં પણ, 78 00:04:31,000 --> 00:04:35,000 આપણે તેમાં ૧૦ થી ૧૫ % નો ઘટાડો કરીએ તો પણ 79 00:04:35,000 --> 00:04:39,000 વસ્તી માં આપણે ૧.૩ નો વધારો જોઈએ છીએ. 80 00:04:39,000 --> 00:04:42,000 બીજું પરિબળ છે સેવા-સાધનો જે આપણે વાપરીએ છીએ. 81 00:04:42,000 --> 00:04:44,000 એ બધુંજ આવરી લે છે. 82 00:04:44,000 --> 00:04:48,000 આપણો ખોરાક, કપડા, ટેલીવિઝન, ઠંડી/ગરમીના ઉપકરણો. 83 00:04:48,000 --> 00:04:51,000 આ બધું ખુબજ સારું છે , 84 00:04:51,000 --> 00:04:54,000 અને ગરીબી દૂર કરવી મતલબ કે આવી બધી જ સેવાઓ 85 00:04:54,000 --> 00:04:56,000 વિશ્વની દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી. 86 00:04:56,000 --> 00:05:00,000 આમ, એનો અંક ઉંચે જાય તે એક સારી જ વાત છે. 87 00:05:00,000 --> 00:05:02,000 સમૃદ્ધ વિશ્વના કદાચ ટોચ પરના ૧૦૦ કરોડ લોકો , 88 00:05:02,000 --> 00:05:04,000 થોડો ઉપભોગ ઓછો કરીને કાપ મૂકી શકીએ, 89 00:05:04,000 --> 00:05:08,000 પરંતુ સરેરાશ તો પ્રતિવર્ષ આ વપરાશના અંકમાં વધારો થતો જ જવાનો છે. 90 00:05:08,000 --> 00:05:12,000 અને સરવાળે એ વ્યક્તિ દીઠ 91 00:05:12,000 --> 00:05:15,000 બમણો થઈને રહેશે. 92 00:05:15,000 --> 00:05:17,000 અહીં આપણે પાયાની સેવાઓની વાત કરીએ છીએ. 93 00:05:17,000 --> 00:05:20,000 શું તમારા ઘરમાં લખવા-વાંચવા માટે વીજળી ની સુવિધા છે? 94 00:05:20,000 --> 00:05:22,000 સાચે જ, આ બાળકો પાસે નથી, તેથી તેઓ આમ બહાર જઈને 95 00:05:22,000 --> 00:05:26,000 શેરી ના વીજળીના દીવા નીચે તેમનું શાળાનું કામ કરે છે. 96 00:05:27,000 --> 00:05:31,000 હવે જોઈએ ઈ(E),આ સાધનો-સેવાઓ માટે વપરાતી ઉર્જા , 97 00:05:31,000 --> 00:05:33,000 અહીં, આખરે આપણી પાસે એક સારા સમાચાર છે 98 00:05:33,000 --> 00:05:35,000 એક વસ્તુ છે, જેમાં વધારો થતો નથી. 99 00:05:35,000 --> 00:05:38,000 નવા સંશોધનો, વીજળી ઉત્પન્ન કરવાની નવી રીતો , 100 00:05:38,000 --> 00:05:43,000 જુદા પ્રકારની ગાડીઓ,મકાનો બંધાવાની જુદી રીતો , 101 00:05:43,000 --> 00:05:46,000 એમ ઘણું છે, જેના દ્વારા આ બધા સેવા - સંસાધનો માટે વપરાતી ઉર્જાને 102 00:05:46,000 --> 00:05:50,000 ઓછામાં ઓછા સ્તર સુધીની રાખી શકાય છે. 103 00:05:50,000 --> 00:05:53,000 કેટલીક જગ્યાએ તો આ વપરાશ ૯૦% સુધી ઘટાડી શકાય છે. 104 00:05:53,000 --> 00:05:56,000 બીજી કેટલીક એવી સેવા-ઉદ્યોગો છે,જેમ કે ખાતર બનાવવું , 105 00:05:56,000 --> 00:05:58,000 કે પછી હવાઈ પરિવહન , 106 00:05:58,000 --> 00:06:02,000 જેમાં સુધારાની શક્યતા નહીંવત છે. 107 00:06:02,000 --> 00:06:04,000 આમ, સમગ્રતયા, જો આપણે આશાવાદી હોઈએ, 108 00:06:04,000 --> 00:06:11,000 તો ત્રીજા થી છઠ્ઠા ભાગ સુધીનો ઘટાડો કરી શકીએ ખરા. 109 00:06:11,000 --> 00:06:14,000 પરંતુ હમણાં તો આ પ્રથમ ત્રણ પરિબળોમાં આપણે 110 00:06:14,000 --> 00:06:19,000 ૨૬ અબજ થી ૧૩ અબજ સુધીનો ઘટાડો કરી શક્ય છીએ. 111 00:06:19,000 --> 00:06:21,000 અને એથી વધારે ફરક નથી પડ્યો. 112 00:06:21,000 --> 00:06:23,000 તેથી આ ચોથું પરિબળ તપાસીએ -- 113 00:06:23,000 --> 00:06:25,000 એજ ચાવીરૂપ બની રહેવાનું છે-- 114 00:06:25,000 --> 00:06:31,000 અને એ છે વાતાવરણ માં ફેંકાતું ઉર્જાના દરેક એકમદીઠ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. 115 00:06:31,000 --> 00:06:35,000 પ્રશ્ન એ છે કે શું આપણે એને પૂરેપૂરું શૂન્ય કરી શકીએ? 116 00:06:35,000 --> 00:06:37,000 જો તમે કોલસો બાળો, તો ના . 117 00:06:37,000 --> 00:06:39,000 જો તમે કુદરતી ગેસ બાળો, તો ના. 118 00:06:39,000 --> 00:06:42,000 આજે ઉપયોગ માં લેવાતી, વિદ્યુત ઉત્પન્ન કરવાની લગભગ બધી જ રીતો, 119 00:06:42,000 --> 00:06:48,000 શોધાઈ રહેલી નવીકરણ ની રીતો તેમજ અણુ આધારિત રીતોને બાદ કરતાં,કાર્બન ડાયોક્સાઇડ ઠાલવે છે. 120 00:06:48,000 --> 00:06:51,000 માટે જ ,વિશ્વસ્તરે આપણે 121 00:06:51,000 --> 00:06:54,000 એક નવી જ પધ્ધતિ વિકસાવવી પડશે. 122 00:06:54,000 --> 00:06:56,000 એટલે કે આપણે ઉર્જા ક્ષેત્રે 'ચમત્કાર' સર્જાવો પડશે. 123 00:06:56,000 --> 00:07:00,000 'ચમત્કાર' એ શબ્દ હું અશક્ય ના સંદર્ભમાં નથી પ્રયોજતો . 124 00:07:00,000 --> 00:07:05,000 માઈક્રોપ્રોસેસર એક ચમત્કાર છે. કમ્પ્યુટર એક ચમત્કાર છે. 125 00:07:05,000 --> 00:07:08,000 ઈન્ટરનેટ અને તેની સેવાઓ ચમત્કાર છે. 126 00:07:08,000 --> 00:07:13,000 આમ ઘણા લોકોએ ઘણા ચમત્કારો સર્જવામાં યોગદાન આપ્યું છે. 127 00:07:13,000 --> 00:07:15,000 સામાન્ય રીતે આ સૌ માટે આપણને કોઈ સમય મર્યાદા નથી હોતી, 128 00:07:15,000 --> 00:07:17,000 જ્યાં તમારે કોઈ ચોક્કસ સમય સુધીમાં આવો કોઈ ચમત્કાર સર્જી બતાવવાનો હોય. 129 00:07:17,000 --> 00:07:21,000 સામાન્ય રીતે ,તમે રાહ જુઓ, કેટલુંક સફળ થાય, કૈંક ના પણ થાય. 130 00:07:21,000 --> 00:07:25,000 પરંતુ આ એક એવી પરિસ્થિતિ છે,જ્યાં તમારે પૂરેપૂરી ગતિ આપીને 131 00:07:25,000 --> 00:07:30,000 ખુબજ માર્યાદિત સમયમાં આ ચમત્કાર સર્જવાનો છે. 132 00:07:30,000 --> 00:07:33,000 હવે હું વિચારતો હતો કે આને કેમ કરી દેખાડવું? 133 00:07:33,000 --> 00:07:35,000 છે કોઈ સાદું ઉદાહરણ, 134 00:07:35,000 --> 00:07:40,000 કે પછી કોઈ પ્રયોગ વડે, જે લોકોની કલ્પના માં બેસે ? 135 00:07:40,000 --> 00:07:44,000 મને યાદ આવ્યું, વરસેક પહેલાં, હું મચ્છરો લાવેલો . 136 00:07:44,000 --> 00:07:46,000 અને કોણ જાણે લોકોને મજા પડેલી. 137 00:07:46,000 --> 00:07:48,000 (હાસ્ય) 138 00:07:48,000 --> 00:07:51,000 લોકો એ વાત સાથે તદ્રૂપ થઇ શક્યા કે, 139 00:07:51,000 --> 00:07:54,000 ખરેખર,એવા લોકો પણ છે જે મચ્છરો સાથે રહે છે. 140 00:07:54,000 --> 00:07:59,000 તો એમ, ઉર્જા માટે ,હું આવું કૈંક કરી શક્યો . 141 00:07:59,000 --> 00:08:02,000 મેં નક્કી કર્યું કે આગીયાઓને છોડવા, તે 142 00:08:02,000 --> 00:08:06,000 મારા તરફથી પર્યાવરણ ને આ વર્ષનું યોગદાન રહેશે. 143 00:08:06,000 --> 00:08:09,000 તો, અહીં આપણી પાસે આ થોડા આગિયા છે. 144 00:08:09,000 --> 00:08:12,000 મને કહેવામાં આવ્યું છે કે એ કરડતા નથી, અને ખરેખર તો કદાચ બરણી ની બહાર પણ ના નીકળે . 145 00:08:12,000 --> 00:08:15,000 (હાસ્ય) 146 00:08:15,000 --> 00:08:20,000 આમ,આવા , લોકોનું ધ્યાન ખેંચવા કરાતી યુક્તિ જેવા ઉપાયો હોઈ શકે, 147 00:08:20,000 --> 00:08:22,000 પરંતુ એ બધાથી કંઈ વળતું નથી. 148 00:08:22,000 --> 00:08:26,000 આપણને તો એવા ઉપાયો જોઈએ,એક કે તેથી વધારે, 149 00:08:26,000 --> 00:08:30,000 કે જેનો વ્યાપ-વિસ્તાર અમાપ હોય, 150 00:08:30,000 --> 00:08:32,000 અને જેની વિશ્વસનીયતા અતૂટ હોય. 151 00:08:32,000 --> 00:08:35,000 ઘણી દિશામાં લોકો પ્રયત્નો કરી રહ્યા છે , 152 00:08:35,000 --> 00:08:39,000 પરંતુ હું આમાંથી પાંચ ઉપાયોમાં મોટા પાયે કંઈ હાંસલ કરી શકવાની શક્યતા જોઉં છું. 153 00:08:39,000 --> 00:08:44,000 દરિયાઈ ભરતી,ભૂસ્તરીય,અણુસંયોજન તેમજ જૈવિક ઇંધણ દ્વારા મળતી ઉર્જા ને હું બાજુએ મૂકું છું. 154 00:08:44,000 --> 00:08:46,000 આ બધા થોડુંઘણું યોગદાન આપે ખરા, 155 00:08:46,000 --> 00:08:48,000 અને હું ધારું છું તે કરતાં વધારે જો આપી શકે ,તો ઘણું ઉત્તમ, 156 00:08:48,000 --> 00:08:50,000 પરંતુ મારો કહેવાનો મુદ્દો એ છે કે 157 00:08:50,000 --> 00:08:54,000 આ પાંચ માંના દરેક ઉપર આપણે કેન્દ્રિત થવું પડશે, 158 00:08:54,000 --> 00:08:58,000 એમાંના એકેયને આપણે વિસારે નહીં પાડી શકીએ-એમ વિચારીને કે એ બધા નિરાશાજનક લાગે છે , 159 00:08:58,000 --> 00:09:02,000 ને એમની સમક્ષ ઘણા પડકારો છે. 160 00:09:02,000 --> 00:09:04,000 પહેલું લઈએ અશ્મિભૂત ઇંધણ, 161 00:09:04,000 --> 00:09:08,000 કોલસો બાળવો કે કુદરતી ગેસ નો ઉપયોગ કરવો. 162 00:09:08,000 --> 00:09:11,000 આમાં તમારે એ કરવું પડશે જે લાગે છે તો સહેલું ,પરંતુ હકીકતે નથી. 163 00:09:11,000 --> 00:09:17,000 અને તે એ કે આ પ્રમાણે બાળ્યા પછી, ઉત્પન્ન થતો બધો જ કાર્બન ડાયોક્સાઇડ એકઠો કરી, 164 00:09:17,000 --> 00:09:20,000 તેને દબાણ દ્વારા પ્રવાહી માં પરિવર્તિત કરી ,ક્યાંક તેનો સંગ્રહ કરવો , 165 00:09:20,000 --> 00:09:22,000 એ આશા સાથે કે તેમ રહેશે. 166 00:09:22,000 --> 00:09:26,000 પ્રાયોગિક ધોરણે આપણે આમ ૬૦ થી ૮૦% સુધી કરીએ પણ છીએ, 167 00:09:26,000 --> 00:09:30,000 પરંતુ ૧૦૦% સુધી કરી શકવું એ જરા કળ માગી લે તેવું કામ છે, 168 00:09:30,000 --> 00:09:36,000 વળી આટલો કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ક્યાં ભેગો કરવો, ક્યાં રાખવો, વગેરે માટે સહમત થવું જરા અઘરું કામ છે. 169 00:09:36,000 --> 00:09:39,000 અને સૌથી કપરો તો લાંબા ગાળા નો પ્રશ્ન છે. 170 00:09:39,000 --> 00:09:41,000 કોને ખાતરી છે? 171 00:09:41,000 --> 00:09:45,000 અણુકચરો કે બીજા કોઈ પણ કચરા કરતાં, લાખો ગણા વધારે પ્રમાણમાં ભેગા થતા 172 00:09:45,000 --> 00:09:49,000 આ કચરાની જવાબદારી કોણ લેશે? 173 00:09:49,000 --> 00:09:52,000 આ તો ખુબ મોટા જથ્થાની વાત છે. 174 00:09:52,000 --> 00:09:54,000 આમ, આ અત્યંત અઘરું છે. 175 00:09:54,000 --> 00:09:56,000 બીજું, જોઈએ અણુ શક્તિ. 176 00:09:56,000 --> 00:09:59,000 તેમાં પણ ત્રણ મોટા પ્રશ્નો રહેલા છે. 177 00:09:59,000 --> 00:10:03,000 કિંમત, ખાસ કરીને નિયંત્રિત દેશો માટે આ કિંમત ઘણી વધારે છે. 178 00:10:03,000 --> 00:10:07,000 સુરક્ષા નો પ્રશ્ન ; ક્યાંય કશું ખોટું નહીં થાય, 179 00:10:07,000 --> 00:10:10,000 માનવ સંચાલિત હોવા છતાં, 180 00:10:10,000 --> 00:10:13,000 આ ઇંધણ નો ઉપયોગ શસ્ત્રો માટે નહીં જ થાય, તેની આશંકા છે. 181 00:10:13,000 --> 00:10:15,000 અને તો પછી આ કચરાનું શું કરો તમે? 182 00:10:15,000 --> 00:10:18,000 બહુ વધારે નહિ છતાં આ મોટો ચિંતાનો વિષય છે. 183 00:10:18,000 --> 00:10:20,000 લોકો આ બાબતે નિશ્ચિંત થવા જોઈએ. 184 00:10:20,000 --> 00:10:25,000 આમ, આ ત્રણ મોટા પ્રશ્નો જે હલ થઇ શકે , 185 00:10:25,000 --> 00:10:27,000 ને માટે તેમના ઉપર કેન્દ્રિત થવું રહ્યું. 186 00:10:27,000 --> 00:10:30,000 પાંચમાના છેલ્લા ત્રણ ને મેં એક સાથે મૂક્યા છે. 187 00:10:30,000 --> 00:10:34,000 લોકો મોટેભાગે તેમને નવીકરણ ઉર્જાના સ્ત્રોતો તરીકે ઓળખે છે. 188 00:10:34,000 --> 00:10:38,000 અને આ સ્ત્રોતો -ખરેખર કોઈ જ ઇંધણ ના વાપરતા હોવા છતાં- 189 00:10:38,000 --> 00:10:40,000 તેમની કેટલીક મર્યાદાઓ છે. 190 00:10:40,000 --> 00:10:46,000 એક તો એ કે આ તકનીકો દ્વારા મેળવાતી ઉર્જાનું પ્રમાણ 191 00:10:46,000 --> 00:10:48,000 એક વીજળીમથક માંથી મળતી ઉર્જા કરતાં નાટ્યાત્મક રીતે ઓછુ છે. 192 00:10:48,000 --> 00:10:52,000 આ તો ઉર્જા ની ખેતી ની વાત છે ,ને આપણે ખુબ મોટા વિસ્તારની વાત કરીએ છીએ, 193 00:10:52,000 --> 00:10:57,000 સાધારણ ઉર્જા ના પ્લાન્ટ કરતાં હજારો ગણા મોટા વિસ્તારની . 194 00:10:57,000 --> 00:11:00,000 વળી આ બધા સતત ન મળનારા સ્રોત છે. 195 00:11:00,000 --> 00:11:03,000 સૂર્ય ચોવીસ કલાક પ્રકાશતો નથી, તેમ જ દરરોજ એનો પ્રકાશ ઉપલબ્ધ નથી હોતો, 196 00:11:03,000 --> 00:11:06,000 અને, તે જ રીતે પવન પણ સતત નથી વહેતો. 197 00:11:06,000 --> 00:11:08,000 માટે ,જો આપણે આ સ્ત્રોતો પર આધાર રાખીએ તો, 198 00:11:08,000 --> 00:11:11,000 તેમની ગેરહાજરીમાં ઉર્જા મેળવવાનો બીજો કોઈ 199 00:11:11,000 --> 00:11:14,000 વિકલ્પ હોવો જ ઘટે. 200 00:11:14,000 --> 00:11:17,000 આમ અહીં પાછો ઉર્જાની કિંમત સામે પ્રશ્ન છે. 201 00:11:17,000 --> 00:11:19,000 તેના વહન નો પ્રશ્ન છે. 202 00:11:19,000 --> 00:11:22,000 દાખલા તરીકે, સમજો કે આવો કોઈ ઉર્જા સ્ત્રોત તમારા દેશ ની બહાર છે, 203 00:11:22,000 --> 00:11:24,000 તો તમારે એ તમારે ત્યાં લાવવાની તકનીક તો જોઇશે જ, 204 00:11:24,000 --> 00:11:29,000 સાથે એમાં રહેલા જોખમો ઉઠાવવાની તૈયારી પણ જોઇશે. 205 00:11:29,000 --> 00:11:31,000 અને અંતે મોટો પ્રશ્ન રહેશે તેના સંગ્રહનો . 206 00:11:31,000 --> 00:11:34,000 આ વાત ને પરિમાણીય રીતે સમજવા હું વિગતમાં ઉતર્યો, 207 00:11:34,000 --> 00:11:37,000 અને બધા જ પ્રકારની બેટરી જે આજે બને છે , તે તપાસી. 208 00:11:37,000 --> 00:11:41,000 ગાડીની,કમ્પ્યુટર ની ,ફોનની, ફ્લેશ લાઈટની- એમ બધી જ; 209 00:11:41,000 --> 00:11:46,000 અને વિશ્વના વિદ્યુત ઉર્જા ના વપરાશ સાથે તેની સરખામણી કરી. 210 00:11:46,000 --> 00:11:50,000 તો જાણ્યું કે આ બધી જ બેટરી જે આપણે બનાવીએ છે તે 211 00:11:50,000 --> 00:11:54,000 બધી ઉર્જાનો ૧૦ મીનીટથી પણ ઓછા સમય માટે સંગ્રહ કરી શકે . 212 00:11:54,000 --> 00:11:57,000 માટે ,ખરે જ ,આપણે એક બહેતર આવિષ્કારની જરૂર છે, 213 00:11:57,000 --> 00:12:01,000 કૈંક એવો જે ,અત્યાર સુધીના આપણા બધાજ અભિગમો કરતાં 214 00:12:01,000 --> 00:12:03,000 સો ગણો સારો હોય. 215 00:12:03,000 --> 00:12:07,000 આ અશક્ય નથી, પરંતુ સાવ સહેલું પણ નથી. 216 00:12:07,000 --> 00:12:11,000 એમ જણાય છે કે આ સતત નહીં મળનારા સ્રોત ઉપર , 217 00:12:11,000 --> 00:12:15,000 ૧૦૦% આધારિત હોઈએ અને એના ઉપયોગમાં 218 00:12:15,000 --> 00:12:17,000 ૨૦ થી ૩૦% નો વધારો કરવા જઈએ તો, 219 00:12:17,000 --> 00:12:22,000 આપણ ને એક અતુલ્ય ચમત્કારી બેટરીની જરૂર પડે. 220 00:12:23,000 --> 00:12:26,000 હવે, આ બાબતે આપણે કઈ રીતે આગળ વધી શકીએ:સાચો અભિગમ શું હોઈ શકે? 221 00:12:26,000 --> 00:12:30,000 મેનહટન પ્રોજેક્ટ? શું એ આપણને સફળતા અપાવશે? 222 00:12:30,000 --> 00:12:35,000 ખરેખર,આ ક્ષેત્રે કામ કરે તેવી ઘણી કંપની ઓ ની આપણને જરૂર છે,સો ગણી. 223 00:12:35,000 --> 00:12:38,000 આ પાંચે ક્ષેત્રે ,દરેક પર કામ કરે તેવા સો સો લોકો આપણ ને જોઇશે. 224 00:12:38,000 --> 00:12:42,000 એવા ઘણા છે, જેમને તમે પાગલ જ કહેશો..ખુબ સારું છે. 225 00:12:42,000 --> 00:12:45,000 ને હું માનું છું કે અહીં જ, આ ટેડ ગ્રુપમાં જ 226 00:12:45,000 --> 00:12:49,000 ઘણા લોકો છે જે આ કામ ની પાછળ લાગેલા છે. 227 00:12:49,000 --> 00:12:53,000 બીલ ગ્રોસ્સ ની કેટલીક કંપની છે, જેમની એક છે ઈસોલાર (eSolar) 228 00:12:53,000 --> 00:12:55,000 જેમાં કેટલીક સૂર્ય ઉર્જાને લગતી સુંદર પ્રૌદ્યોગિકી છે. 229 00:12:55,000 --> 00:12:59,000 વિનોદ ખોસલાનું ડઝન એક એવી કંપનીમાં રોકાણ છે કે 230 00:12:59,000 --> 00:13:03,000 જે ખુબ સુંદર રીતે કાર્ય રત છે અને રસપ્રદ શક્યતાઓ ધરાવે છે. 231 00:13:03,000 --> 00:13:05,000 હું પણ તેમને સહાય કરવા પ્રયત્ન કરું છું. 232 00:13:05,000 --> 00:13:09,000 નાથન માહ્વોલ્ડ અને હું ખરે જ એક કંપનીને પીઠબળ આપી રહ્યા છીએ 233 00:13:09,000 --> 00:13:13,000 જે કદાચ આશ્ચર્ય જગાડે, પરંતુ સાચે જ અણુઉર્જા નો અભિગમ લઇ રહી છે. 234 00:13:13,000 --> 00:13:17,000 અણુ ઉર્જા ક્ષેત્રે કેટલાક સંશોધનો પણ છે: માપદંડનું,પ્રવાહી. 235 00:13:17,000 --> 00:13:21,000 છેલ્લા થોડા સમય થી આ ઉદ્યોગ ક્ષેત્રે સંશોધનો અટકી ગયા છે ખરા, 236 00:13:21,000 --> 00:13:26,000 પરંતુ ,આસપાસ કંઇ સારા વિચાર -શોધો ચાલી રહ્યા છે એ વિચાર કંઇ આશ્ચર્યજનક નથી જ. 237 00:13:26,000 --> 00:13:32,000 ટેરાપાવર એક એવો વિચાર છે, જેમાં યુરેનીયમનો ૧%, 238 00:13:32,000 --> 00:13:35,000 કે જે U235 છે, તે બાળવા કરતાં 239 00:13:35,000 --> 00:13:40,000 બાકીના ૯૯% કે જે U238 છે,તે ઉપયોગ માં લેવાનું અમે નક્કી કર્યું. 240 00:13:40,000 --> 00:13:42,000 આ એક ધૂની વિચાર છે. 241 00:13:42,000 --> 00:13:45,000 ખરું પૂછો તો એના પર લોકોએ લાંબા સમય સુધી વિચારેલું. 242 00:13:45,000 --> 00:13:49,000 પરંતુ તેઓ એ વિચાર સફળ થશે કે નહિ તે સમજવા સંયોજિત માળખું કે પ્રયોગ ના કરી શક્યા. 243 00:13:49,000 --> 00:13:52,000 જયારે આજે આધુનિક સુપર કમ્પ્યુટર ની મદદ થી 244 00:13:52,000 --> 00:13:54,000 આ પ્રકારના સંયોજન રચીને જોઈ શકીએ છીએ કે હા, 245 00:13:54,000 --> 00:14:00,000 યોગ્ય સાધનો વગેરેની સહાય થી એમ લાગે છે કે આ સફળ થશે. 246 00:14:00,000 --> 00:14:03,000 વળી, પેલા ૯૯% નો ઉપયોગ કરવાને લઈને 247 00:14:03,000 --> 00:14:07,000 આપણે કિંમત માં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકીશું. 248 00:14:07,000 --> 00:14:11,000 આપણે ખરેખર કચરો જ ઉપયોગ માં લઈશું,આજના અણુમથકનો બધો જ વધેલો કચરો, 249 00:14:11,000 --> 00:14:14,000 અને તેનો ઇંધણ તરીકે ઉપયોગ કરીશું. 250 00:14:14,000 --> 00:14:19,000 માટે, તેને વિષે ચિંતા કરવાનું છોડીને ,તેને ઉપયોગમાં લેવા માંડો.બહુ સરસ વસ્તુ છે. 251 00:14:19,000 --> 00:14:23,000 આ જ યુરેનીયમથી એ ચાલશે.-જાણે મીણબત્તી જ જોઈ લો. 252 00:14:23,000 --> 00:14:27,000 તમે અહીં એક મોટો ભાગ જોઈ શકો છો,જે મોટે ભાગે ટ્રાવેલીંગ વેવ અણુમથક તરીકે ઓળખાય છે. 253 00:14:27,000 --> 00:14:31,000 બળતણ ના રૂપમાં એ સાચે જ પ્રશ્નનો ઉકેલ છે. 254 00:14:31,000 --> 00:14:34,000 મારી પાસે આ એક કેન્ટકીમાં આવેલા એક સ્થળ નું ચિત્ર છે. 255 00:14:34,000 --> 00:14:36,000 આ પેલું ૯૯%,વધી રહેલું યુરેનીયમ છે, 256 00:14:36,000 --> 00:14:38,000 જેમાંથી થોડો ભાગ તેમણે બળતણ તરીકે વાપરવા લીધો છે. 257 00:14:38,000 --> 00:14:40,000 આ વધી રહેલું યુરેનીયમ છે, 258 00:14:40,000 --> 00:14:43,000 અને એ અમેરીકાને ૧૦૦ વર્ષ સુધી ઇંધણ પૂરું પડી શકે. 259 00:14:43,000 --> 00:14:46,000 આમ, એક બિન ખર્ચાળ પધ્ધતિ થી દરિયાના પાણી ને શુદ્ધ કરીને, 260 00:14:46,000 --> 00:14:51,000 તમે આખા વિશ્વને સદીઓ સુધી ચાલે તેટલું ઇંધણ મેળવી શકો. 261 00:14:51,000 --> 00:14:55,000 આની સામે ,તમે જાણો છો તેમ, પડકારો ઘણા છે. 262 00:14:55,000 --> 00:15:00,000 પરંતુ, આ તો આગળ લઈ જઈ શકાય તેવા ઘણા ઘણા 263 00:15:00,000 --> 00:15:03,000 વિચારો માં નો એક છે. 264 00:15:03,000 --> 00:15:06,000 ચાલો જોઈએ, આપણે આપણ ને પોતાને કઈ રીતે મૂલવી શકીએ? 265 00:15:06,000 --> 00:15:09,000 આપણું પ્રગતિ પત્રક કેવું દેખાવું જોઈએ? 266 00:15:09,000 --> 00:15:12,000 પહેલા અંતિમ પરિણામ ની સ્થિતિ જોઈએ, 267 00:15:12,000 --> 00:15:14,000 અને પછી વચગાળાની . 268 00:15:14,000 --> 00:15:19,000 ૨૦૫૦ માટે, ઘણા જણ ને ૮૦% ઘટાડાની વાત કરતા સાંભળ્યા છે. 269 00:15:19,000 --> 00:15:23,000 સાચે જ, ત્યાં સુધી પહોંચવું ખુબ અગત્યનું છે. 270 00:15:23,000 --> 00:15:27,000 અને બાકીના ૨૦% ગરીબ દેશોની કેટલીક પ્રવૃત્તિ માં ખર્ચાઈ જશે. 271 00:15:27,000 --> 00:15:29,000 જેમ કે હજુ ચાલતી થોડી ખેતી. 272 00:15:29,000 --> 00:15:33,000 આશા રાખીએ કે વન સંવર્ધન અને સિમેન્ટ બાબતે આપણે સુધારો કરી શક્યા હોઈશું. 273 00:15:33,000 --> 00:15:36,000 આમ, આ ૮૦% ઘટાડા સુધી પહોંચવા , 274 00:15:36,000 --> 00:15:40,000 સમૃદ્ધ દેશો-ચીન સહીત ના માટે એ ખુબ જરૂરી હશે 275 00:15:40,000 --> 00:15:45,000 કે તેઓ વિદ્યુત ઉત્પાદન ની વર્તમાન પદ્ધતિઓ બદલે. 276 00:15:45,000 --> 00:15:51,000 મૂલ્યાંકન ની બીજી પધ્ધતી એ છે કે શું આપણે શૂન્ય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે તેવી તકનીક વાપરીએ છીએ? 277 00:15:51,000 --> 00:15:53,000 બધા સમૃદ્ધ દેશો એ એ અપનાવી છે? 278 00:15:53,000 --> 00:15:56,000 અન્ય બધા દેશો માં પણ પહોંચાડી રહ્યા છીએ? 279 00:15:56,000 --> 00:15:58,000 આ સૌથી વધુ મહત્વનું છે. 280 00:15:58,000 --> 00:16:02,000 આપણાં પ્રગતિ પત્રક નો ચાવીરૂપ મુદ્દો છે. 281 00:16:02,000 --> 00:16:07,000 ત્યાંથી પાછું વિચારતા , ૨૦૨૦ માં આપણું પ્રગતિ પત્રક કેવું દેખાવું જોઈએ? 282 00:16:07,000 --> 00:16:09,000 તો ફરી થી એમાં બે મુદ્દા તો જોઇશે જ. 283 00:16:09,000 --> 00:16:13,000 એક,ઘટાડા તરફ દોરી જનારા સઘળા સુધારાની ક્ષમતા ધરાવતા ઉકેલોને ચકાસી લેવા જોઇશે. 284 00:16:13,000 --> 00:16:16,000 જેટલો ઓછો ઠાલ્વીશું તેટલું કાર્બન ડાયોક્સાઇડ નું કુલ પ્રમાણ નીચું આવશે. , 285 00:16:16,000 --> 00:16:18,000 તેથી કરીને તાપમાન માં પણ ઘટાડો થશે. 286 00:16:18,000 --> 00:16:21,000 પરંતુ આ મુદ્દા માં મળતા ગુણ , 287 00:16:21,000 --> 00:16:25,000 એવા પગલાઓથી મળતા ગુણ છે ,જે નોંધપાત્ર ઘટાડો નથી લાવતા, 288 00:16:25,000 --> 00:16:29,000 બીજા મહત્વ ના મુદ્દા થી મળતા ગુણ કરતા એ જરા ઓછા છે. 289 00:16:29,000 --> 00:16:33,000 તે એ કે આ બધા માં સીમા ચિન્હ રૂપ એકાદું સંશોધન. 290 00:16:33,000 --> 00:16:36,000 આવા સંશોધનો ને આપણે પુરેપુરી ગતિ આપવાની છે. 291 00:16:36,000 --> 00:16:39,000 આપણે તેમને ઉદ્યોગોના સંદર્ભે માપી શકીએ 292 00:16:39,000 --> 00:16:42,000 કે પછી પ્રયોગાત્મક પ્રોજેક્ટ્સ ,કે નિયમો અને ધોરણો માં ફેરફાર ના સંદર્ભે. 293 00:16:42,000 --> 00:16:45,000 આ વિષય પર ઘણા મહત્વના પુસ્તકો લખાયા છે. 294 00:16:45,000 --> 00:16:48,000 અલ ગોરનું 'અવર ચોઈસ' (Our Choice) 295 00:16:48,000 --> 00:16:51,000 અને ડેવિડ મેક્કેનું 'Sustainable Energy Without the Hot Air'. 296 00:16:51,000 --> 00:16:54,000 આ પુસ્તકો ખરે જ સમીક્ષાત્મક રીતે એક માળખું તૈયાર કરે છે. 297 00:16:54,000 --> 00:16:56,000 આની બહોળી ચર્ચા થઇ શકે, 298 00:16:56,000 --> 00:16:59,000 કારણ કે આપણ ને આ માટે મોટા ટેકા ની જરૂર છે. 299 00:16:59,000 --> 00:17:01,000 ઘણું કરવાનું છે. 300 00:17:01,000 --> 00:17:03,000 તો આ (મારી) એક ઈચ્છા છે. 301 00:17:03,000 --> 00:17:07,000 એક ઠોસ ઈચ્છા , કે આપણે આવી કોઈ પ્રૌદ્યોગિકી ખોળી શકીએ. 302 00:17:07,000 --> 00:17:10,000 આવતા ૫૦ વર્ષ માટેની મારી કોઈ એક ઈચ્છા પૂરી પડવાની હોય,તો 303 00:17:10,000 --> 00:17:12,000 હું , કોણ રાષ્ટ્ર પતિ બને,તે માગું? 304 00:17:12,000 --> 00:17:15,000 કે રસી ,જે મારો પ્રિય વિષય છે, તે માગું? 305 00:17:15,000 --> 00:17:17,000 કે પછી એવી કોઈ શોધ માગી લઉં 306 00:17:17,000 --> 00:17:21,000 જે અડધી કિંમતે શૂન્ય કાર્બન ડાયોક્સાઈડનો લક્ષ્યાંક પાર પડે. 307 00:17:21,000 --> 00:17:23,000 તો હું જરૂર એ જ ઈચ્છા માગી લઉં. 308 00:17:23,000 --> 00:17:25,000 આ એક જ બાબત સૌથી વધુ અસર કરનારી છે. 309 00:17:25,000 --> 00:17:27,000 જો આ ઈચ્છા પૂર્તિ ના થઇ, તો 310 00:17:27,000 --> 00:17:31,000 દૂરદર્શી લોકો અને ટૂંકી વિચાર દ્રષ્ટિ વાળા લોકો, એમ બે દુઃખ જનક ભાગ પડી જશે. 311 00:17:31,000 --> 00:17:34,000 અમેરીકા અને ચીન વચ્ચે, ગરીબ દેશો અને સમૃદ્ધ દેશો વચ્ચે ખાઈ સર્જાશે. 312 00:17:34,000 --> 00:17:39,000 અને સૌથી વધુ તો છેવાડાના ૨૦૦ કરોડ લોકો ની જિંદગી બદતર બની જશે. 313 00:17:39,000 --> 00:17:41,000 તો, આપણે શું કરવાનું છે? 314 00:17:41,000 --> 00:17:46,000 હું આપ સૌ ને શેના માટે આગળ આવી,ગતિમાન થવા અરજ કરું છું? 315 00:17:46,000 --> 00:17:49,000 આપણે શોધ-સંશોધનો માટે વધુ નાણાં ફાળવવા પડશે. 316 00:17:49,000 --> 00:17:51,000 કોપેન્હાગેન જેવા સ્થળે જયારે દેશોના પ્રતિનિધિઓ મળે છે , 317 00:17:51,000 --> 00:17:54,000 ત્યારે ફક્ત કાર્બન ડાયોક્સાઈડની ચર્ચા નથી કરવાની. 318 00:17:54,000 --> 00:17:56,000 તેમણે આવા સંશોધનો કરવા માટેનો કાર્યસૂચિ ચર્ચાવો જોઈએ. 319 00:17:56,000 --> 00:18:01,000 તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ સંશોધનો પાછળ કેટલો દયાજનક રીતે ન્યૂનતમ ખર્ચ 320 00:18:01,000 --> 00:18:03,000 કરવાનો અભિગમ હોય છે. 321 00:18:03,000 --> 00:18:07,000 આપણ ને બજાર પ્રોત્સાહન ,કાર્બન ડાયોક્સાઈડ કર, મૂડી અને વેપાર બધું જોઈએ જ , 322 00:18:07,000 --> 00:18:10,000 કે જે કિંમત વિષે સજાગતા આપે. 323 00:18:10,000 --> 00:18:12,000 આ સંદેશ આપણે સૌ સુધી પહોંચાડવાનો છે. 324 00:18:12,000 --> 00:18:15,000 આ બાબતે વધુ તર્કશીલ,સમજી શકાય તેવા સંવાદ ની આપણ ને જરૂર છે. 325 00:18:15,000 --> 00:18:18,000 સરકાર તરફ થી પગલા ની પણ જરૂર છે. 326 00:18:18,000 --> 00:18:22,000 આ એક બહુ જ મહત્વ ની ઈચ્છા છે, પરંતુ હું માનું છું કે આપણે એ પામી શકીએ. 327 00:18:22,000 --> 00:18:24,000 આભાર . 328 00:18:24,000 --> 00:18:35,000 (અભિવાદન) 329 00:18:35,000 --> 00:18:37,000 આભાર. 330 00:18:37,000 --> 00:18:39,000 Chris Anderson:આભાર .આભાર. 331 00:18:39,000 --> 00:18:44,000 (અભિવાદન) 332 00:18:44,000 --> 00:18:50,000 આભાર. ટેરાપાવર વિષે વધુ જાણવા માટે થઈને પૂંછું તો- 333 00:18:50,000 --> 00:18:55,000 સૌ પ્રથમ તો ,આપ એ બાબતે થોડો ખ્યાલ આપી શકો કે આ કેટલા મોટા પાયા પર નું રોકાણ હશે? 334 00:18:55,000 --> 00:18:59,000 બીલ ગેટ્સ: સોફ્ટવેર તૈયાર કરવા માટે સુપર કમ્પ્યુટર ખરીદવા, 335 00:18:59,000 --> 00:19:01,000 મહાન વૈજ્ઞાનિકો ને આ કામ માટે રોકવા, જે ખરેખર અમે કરી લીધું છે, 336 00:19:01,000 --> 00:19:04,000 આ બધું મળીને આશરે દસેક કરોડથી વધુ , 337 00:19:04,000 --> 00:19:07,000 અને એક વખત ,રશીયાના અણુમથકમાં અમારા કાચા માલ ને પ્રાયોગિક ધોરણે વાપરી લઈએ, 338 00:19:07,000 --> 00:19:11,000 તેની યોગ્યતા ની ચકાસણી કરવા- 339 00:19:11,000 --> 00:19:13,000 તે પછી થી સોએક કરોડ થી વધુ થશે, 340 00:19:13,000 --> 00:19:16,000 કેમ કે પ્રાયોગિક નાનુ અણુમથક ઉભું કરવું એ અઘરું કામ છે. 341 00:19:16,000 --> 00:19:21,000 કેટલાક કરોડ નાણાં ની વ્યવસ્થા કરવી, નિયંત્રક શોધવા,યોગ્ય સ્થળ પસંદ કરવું , 342 00:19:21,000 --> 00:19:23,000 જ્યાં આ પ્રથમ પ્રાયોગિક અણુમથક બનાવી શકાય- 343 00:19:23,000 --> 00:19:27,000 અને એક વાર આ પહેલું બંધાઈ જાય અને જાહેર કાર્ય મુજબ કાર્ય કરે, 344 00:19:27,000 --> 00:19:31,000 પછી તો એ દીવા જેવું સ્પષ્ટ છે,-થનારા આર્થિક લાભ ,ઉર્જાનો મળનારો વિપુલ જથ્થો,- 345 00:19:31,000 --> 00:19:33,000 તે અણુ વિષે આજ ની આપણી સીમિત જાણકારી થી ક્યાંય વિશેષ હશે. 346 00:19:33,000 --> 00:19:37,000 ચાર્લ્સ: વધુ સમજવા પૂછું તો, આ ભૂગર્ભ માં બાંધવામાં આવશે કે? 347 00:19:37,000 --> 00:19:41,000 એક લંબરૂપ સ્તંભ ની જેમ,જેમાં 348 00:19:41,000 --> 00:19:43,000 વપરાયેલ યુરેનીયમનું ઇંધણ ભરેલું હશે, ખરું? 349 00:19:43,000 --> 00:19:46,000 અને પછી પ્રક્રિયા તેની ટોચે થી ચાલુ થઈને નીચે તરફ થશે..? 350 00:19:46,000 --> 00:19:49,000 બીલ ગેટ્સ:સાચું. આજે આપણે હંમેશા અણુમથકમાં ઇંધણ પૂરવું પડે છે, 351 00:19:49,000 --> 00:19:52,000 તે માટે ઘણા માણસો તેમજ યાંત્રિક નિયમનો ની જરૂર રહે ,અને એમાં ક્યારેક, ક્યાંક કશુંક ખોટું થવાની શક્યતા રહે, 352 00:19:52,000 --> 00:19:55,000 કેમ કે ખોલ-બંધ અને અંદર-બહાર અવર-જવર રહ્યા કરે. 353 00:19:55,000 --> 00:19:57,000 એ બરાબર નથી. 354 00:19:57,000 --> 00:20:02,000 અહીં તો તમારી પાસે એટલું સસ્તું ઇંધણ છે, જેને તમે ૬૦ વર્ષ સુધી 355 00:20:02,000 --> 00:20:04,000 એક લાકડા ના મોટા ટુકડા ની જેમ 356 00:20:04,000 --> 00:20:07,000 જમીન માં રાખી શકો , કોઈ જ જટિલ પ્રશ્નો વગર. 357 00:20:07,000 --> 00:20:12,000 અને એ ત્યાં પડ્યો પડ્યો ૬૦ વર્ષ સુધી બળતણ આપ્યા કરે -એટલું જ . 358 00:20:12,000 --> 00:20:16,000 ચાર્લ્સ: આ એક અણુ શક્તિ પ્લાન્ટ છે જે એના પોતાના કચરા વડે જ ચાલે છે. 359 00:20:16,000 --> 00:20:18,000 બીલ ગેટ્સ : સાચું.ઉત્પન્ન થતા બિનજરૂરી કચરા ને 360 00:20:18,000 --> 00:20:23,000 તમે ત્યાં જ રહેવા દઈ શકો -આ રીત માં ઘણો ઓછો કચરો ઉત્પન્ન થાય છે - 361 00:20:23,000 --> 00:20:25,000 પછી તમે તેને જ ઉપયોગ માં લઇ, 362 00:20:25,000 --> 00:20:28,000 બીજા અણુમથકને ઇંધણ પૂરું પડી શકો. 363 00:20:28,000 --> 00:20:32,000 અને શરૂઆત આપણે બિનજરૂરી,વધેલા કચરા ના ઉપયોગ થી જ કરવાની છે. 364 00:20:32,000 --> 00:20:36,000 જે અણુમથકના ઠંડા પૂલ્સ અને સુકા કાસ્કીંગ માં રહેલો છે. 365 00:20:36,000 --> 00:20:38,000 એ જ આપણું શરૂઆત નું ઇંધણ છે. 366 00:20:38,000 --> 00:20:41,000 આમ, અત્યાર સુધી જે અણુમથકને કારણે ઉભો થતો પ્રશ્ન હતો, 367 00:20:41,000 --> 00:20:43,000 તેના પર જ આપણા અણુમથક ચાલશે. 368 00:20:43,000 --> 00:20:46,000 અને નાટ્યાત્મક રીતે આપણે આ કચરાના જથ્થા માં મોટો ઘટાડો કરી શકીશું. 369 00:20:46,000 --> 00:20:48,000 જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે, તેમ આ પ્રમાણે થશે. 370 00:20:48,000 --> 00:20:50,000 ચાર્લ્સ: પરંતુ વિશ્વભર માં જુદા જુદા લોકો સાથે 371 00:20:50,000 --> 00:20:52,000 આ વિષે ની શક્યતાઓ ની વાતચીત કરતાં , 372 00:20:52,000 --> 00:20:55,000 ખરેખર આગળ વધી, કામ કરવાનો રસ અને પ્રતિસાદ ક્યાં થી મળ્યો છે? 373 00:20:55,000 --> 00:20:58,000 બીલ ગેટ્સ: ખરે જ, કોઈ ચોક્કસ સ્થળ અમે ચૂંટ્યું નથી, 374 00:20:58,000 --> 00:21:06,000 અને વળી, અણુશક્તિ ને લગતું કંઈ પણ કરવા માટે ઘણી બધી રસપ્રદ સ્પષ્ટતાઓ જરૂરી રહે છે 375 00:21:06,000 --> 00:21:08,000 છતાં ઘણો સારો પ્રતિસાદ છે, 376 00:21:08,000 --> 00:21:12,000 રશીયા,ભારત,ચીનની કંપની તરફ થી, 377 00:21:12,000 --> 00:21:14,000 ઉર્જા મંત્રી ને હું મળી ને આવ્યો , 378 00:21:14,000 --> 00:21:18,000 ઉર્જા-વિષયક કાર્યસૂચિમાં આ કઈ રીતે બંધ બેસે, તે બાબતે ચર્ચા કરવા . 379 00:21:18,000 --> 00:21:21,000 અને હું આશાવાદી છું.તમે જાણો છો,ફ્રેંચ તેમ જ જાપાનના લોકો એ આના ઉપર થોડું કામ કર્યું છે. 380 00:21:21,000 --> 00:21:25,000 અત્યાર સુધીના થયેલા કામ કરતા આ થોડું ભિન્ન પ્રકાર નું છે. 381 00:21:25,000 --> 00:21:29,000 એક મહત્વની પ્રગતિ છે, પરંતુ એ એક ફાસ્ટ અણુમથક છે. 382 00:21:29,000 --> 00:21:31,000 ઘણા બધા દેશોએ એવા બાંધ્યા પણ છે, 383 00:21:31,000 --> 00:21:36,000 તેથી,જેમણે આવા ફાસ્ટ અણુમથક બાંધ્યા છે, તેમાંથી કોઈ પણ આ પ્રકાર નું પહેલું બાંધવા માટે ના ઉમેદવાર થઇ શકે. 384 00:21:36,000 --> 00:21:41,000 ચાર્લ્સ: તો ,આપના મતે આ પ્રકાર નું કંઈ ફળીભૂત થઇ આકાર લે 385 00:21:41,000 --> 00:21:44,000 તેવી શક્યતા અને તે માટે ની વિચારેલી શક્ય સમય મર્યાદા શી છે? 386 00:21:44,000 --> 00:21:49,000 બીલ ગેટ્સ: આ પ્રકાર નું , અત્યંત મોટા પાયા પર નું અને ઘણી જ સસ્તી 387 00:21:49,000 --> 00:21:51,000 ઉર્જા ઉત્પાદન કરતું કંઈ પણ ઉભું કરવા 388 00:21:51,000 --> 00:21:55,000 આપણી પાસે સંશોધનો માટે ૨૦ વર્ષ અને પછી પૂર્ણ કાર્યરત થવા ૨૦ વર્ષ છે. 389 00:21:55,000 --> 00:22:00,000 આ એક પર્યાવરણ ના આદર્શોએ બાંધેલી સીમા રેખા છે, 390 00:22:00,000 --> 00:22:02,000 જે આપણે પાળવી રહી. 391 00:22:02,000 --> 00:22:07,000 અને તમે જાણો છો, જો બધું બરાબર પાર ઉતર્યું, તો ટેરાપાવર ઘણું કરવા ધારે છે , 392 00:22:07,000 --> 00:22:09,000 અને સરળતા થી કરી શકે એમ છે. 393 00:22:09,000 --> 00:22:12,000 અને આજે, સદભાગ્યે બીજી ડઝનેક કંપનીઓ પણ છે, 394 00:22:12,000 --> 00:22:14,000 આપણને સો ગણી વધુ જોઈએ છે , 395 00:22:14,000 --> 00:22:16,000 એવી કે જે તેમનું વૈજ્ઞાનિક કાર્ય જો સુંદર રીતે કરતી હોય, 396 00:22:16,000 --> 00:22:19,000 જો તેમને તેમના પ્રાયોગિક પ્લાન્ટ માટે પૂરતી સહાય મળી રહેતી હોય, 397 00:22:19,000 --> 00:22:21,000 તો તેઓ સ્પર્ધા માં આવી શકે છે. 398 00:22:21,000 --> 00:22:23,000 અને એમાંની ઘણી જો સફળ થાય તો ઉત્તમ છે. 399 00:22:23,000 --> 00:22:26,000 પછી તો ઘણું કામ માં લઇ શકાય. 400 00:22:26,000 --> 00:22:28,000 ચોક્કસપણે કોઈ એકે તો સફળ થવું જ રહ્યું. 401 00:22:28,000 --> 00:22:31,000 ચાર્લ્સ : ખુબ મોટા સ્તરના પરીવાર્તાનોમાં 402 00:22:31,000 --> 00:22:34,000 તમારા જાણવા પ્રમાણે શું આ મોટામાં મોટું હશે? 403 00:22:34,000 --> 00:22:38,000 બીલ ગેટ્સ: ઉર્જા ની બાબતે આવિષ્કાર સૌથી વધુ મહત્વ ધરાવે છે. 404 00:22:38,000 --> 00:22:40,000 પર્યાવરણ નું દબાણ ના હોત તો પણ એ થયું હોત. 405 00:22:40,000 --> 00:22:45,000 પરંતુ પર્યાવરણ ની મર્યાદા એ એની મહત્તા ઘણી વધારી દીધી. 406 00:22:45,000 --> 00:22:48,000 અણુશક્તિ ના ક્ષેત્રે બીજા સંશોધકો છે. 407 00:22:48,000 --> 00:22:51,000 તમે જાણો છો.આ કામ વિષે જેટલી જાણકારી છે, તેટલી અમને તેમના કામ વિષે નથી. 408 00:22:51,000 --> 00:22:54,000 પરંતુ માપદંડન -એ એક જુદો અભિગમ છે. 409 00:22:54,000 --> 00:22:58,000 એક પ્રવાહી પ્રકારનુ અણુમથક પણ છે, જે થોડું અઘરું જણાય છે, 410 00:22:58,000 --> 00:23:00,000 પરંતુ તેવું જ એમને આપણા અણુમથક વિષે લાગતું હોય. 411 00:23:00,000 --> 00:23:03,000 આમ, અલગ અલગ પ્રકારો છે. 412 00:23:03,000 --> 00:23:06,000 પરંતુ સુંદર ચીજ તો આ યુરેનીયમનો અણુ છે 413 00:23:06,000 --> 00:23:10,000 જેમાં કોલસા ના એક અણુ કરતાં લાખો ગણી વધુ ઉર્જા રહેલી છે , 414 00:23:10,000 --> 00:23:13,000 જો નકારાત્મક પરિબળો ને નાથી શકો , 415 00:23:13,000 --> 00:23:16,000 મુખ્યતયા વિકિરણ ની સમસ્યા , 416 00:23:16,000 --> 00:23:19,000 તો તેની કિંમત, ક્ષમતા તેમ જ 417 00:23:19,000 --> 00:23:21,000 જમીન તેમ જ બીજા પરિબળો પર થનારી અસરો 418 00:23:21,000 --> 00:23:25,000 અપ્રતિમ હશે. 419 00:23:25,000 --> 00:23:29,000 ચાર્લ્સ: અને જો આ સફળ ના થયું તો? 420 00:23:29,000 --> 00:23:33,000 શું આપણે પૃથ્વી ના તાપમાન ને સ્થિર રાખવા 421 00:23:33,000 --> 00:23:36,000 આપાતકાલીન પગલા લેવા માંડવા પડે? 422 00:23:36,000 --> 00:23:38,000 બીલ ગેટ્સ: જો એવી પરિસ્થિતિ માં આવી પડીએ, 423 00:23:38,000 --> 00:23:43,000 તો એ એના જેવું થશે કે અકરાંતિયા ની જેમ ખાધા કરી ને તમને હ્રદયરોગનો હુમલો થવાનો છે. 424 00:23:43,000 --> 00:23:47,000 પછી શું?કદાચ શસ્ત્રક્રિયા કે એવું કંઈ કરવું પડે. 425 00:23:47,000 --> 00:23:51,000 સંશોધન ની એક શાખા,જે ભૂસ્તરશાસ્ત્ર તરીકે ઓળખાય છે, 426 00:23:51,000 --> 00:23:54,000 તેમ ઘણી જુદી જુદી તકનીકો છે, જે આ તાપમાન ને વધતું થોડું દૂર ઠેલે. 427 00:23:54,000 --> 00:23:57,000 ને આમ આપણ ને ૨૦-૩૦ વર્ષ આપણું કાર્ય કરવા મળી રહે. 428 00:23:57,000 --> 00:23:59,000 પણ, આ તો એક વીમા પોલીસી જેવું થયું. 429 00:23:59,000 --> 00:24:01,000 આશા રાખો કે એવું કંઈ નાં કરવું પડે. 430 00:24:01,000 --> 00:24:03,000 કેટલાક લોકો કહે છે કે આવી વીમા પોલીસી પર કામ ના જ કરવું જોઈએ. 431 00:24:03,000 --> 00:24:05,000 કેમ કે એ તો પછી તમને આળસુ બનાવી દે, 432 00:24:05,000 --> 00:24:09,000 પાછું એના જેવું, કે ખાધે રાખો, પછી શસ્ત્રક્રિયા તો છે જ ,બચાવવા માટે. 433 00:24:09,000 --> 00:24:12,000 મારા મતે, પ્રશ્ન નું મોટું રૂપ અને મહત્ત્વ સમજ્યા પછી આમ કરવું એ ડહાપણ નું કામ નથી. 434 00:24:12,000 --> 00:24:16,000 પરંતુ ભૂસ્તરશાસ્ત્ર ની ચર્ચા એ મતે છે કે આપણે તેને 435 00:24:16,000 --> 00:24:20,000 એક આધાર તરીકે રાખવું જોઈએ, કદાચ છે ને તાપમાન માં વધારો ધર્યા કરતાં જલ્દી થવા લાગ્યો, 436 00:24:20,000 --> 00:24:23,000 કે સંશોધનો માં આપણી ગતિ ધીમી પડી ગઈ .. 437 00:24:25,000 --> 00:24:30,000 ચાર્લ્સ : પર્યાવરણ ના શંકાશીલ આલોચકો: આપને એમને કશું કહેવાનું હોય, તો, 438 00:24:30,000 --> 00:24:34,000 તેમને કંઈ રીતે ખાતરી કરાવશો કે તેઓ ખોટા છે? 439 00:24:35,000 --> 00:24:39,000 બીલ ગેટ્સ: બદનસીબે,તેમના અલગ અલગ જૂથ છે. 440 00:24:39,000 --> 00:24:43,000 એવા, કે જેઓ વૈજ્ઞાનિક આધાર પર દલીલો કરે છે, તેવા તો ખુબ ઓછા છે. 441 00:24:43,000 --> 00:24:46,000 શું તેઓ એમ કહેવા માંગે છે કે 442 00:24:46,000 --> 00:24:48,000 વાદળોને કારણે બદલાતી પરિસ્થિતિ ની પણ નકારાત્મક અસરો છે? 443 00:24:48,000 --> 00:24:51,000 ખરેખર તો એવું સાવ જ થોડું કંઈક હશે, જેના માટે તેઓ કંઈ પણ કહી શકે 444 00:24:51,000 --> 00:24:54,000 સમજો કે દસ લાખ માં એક જેવું. 445 00:24:54,000 --> 00:24:57,000 આપણા મુખ્ય પ્રશ્ન ને એઈડ્સ સાથે સરખાવી શકાય. 446 00:24:57,000 --> 00:25:01,000 તમે ભૂલ આજે કરો, અને ભોગવો પછી થી. 447 00:25:01,000 --> 00:25:05,000 આમ જયારે આપણી પાસે બધી જ જાત ના તાકીદ ના પ્રશ્નો હોય, 448 00:25:05,000 --> 00:25:08,000 તો અત્યારે પીડા સહન કરી,હલ લાવી દેવા, જેથી ભવિષ્ય માં ફાયદો થાય. 449 00:25:08,000 --> 00:25:11,000 પરંતુ આ પીડા કૈંક અનિશ્ચિત છે . 450 00:25:11,000 --> 00:25:17,000 IPCC રિપોર્ટ,જરૂરી નથી કે એટલી ખરાબ પરિસ્થિતિ હોય, 451 00:25:17,000 --> 00:25:19,000 ને સમૃદ્ધ દેશોમાં એવા લોકો પણ છે જે આ રિપોર્ટ જોઇને 452 00:25:19,000 --> 00:25:23,000 એમ કહે છે કે ઠીક છે,આ કંઈ બહુ મોટી વાત નથી. 453 00:25:23,000 --> 00:25:27,000 ખરેખર તો આ અનિશ્ચિતતા જ આપણને આ પ્રમાણે કાર્યરત થવા પ્રેરવી જોઈએ. 454 00:25:27,000 --> 00:25:30,000 મારું સપનું તો એ છે કે જો આપણે આ રીતે સસ્તી, નફાકારક ઉર્જા પ્રાપ્તિ કરી શકીએ, 455 00:25:30,000 --> 00:25:32,000 ને કાર્બન ડાયોક્સાઇડના પ્રશ્ન ને નિવારી શકીએ, 456 00:25:32,000 --> 00:25:34,000 ને પછી આલોચકો એમ કહે કે આ સારું જ છે , 457 00:25:34,000 --> 00:25:36,000 કાર્બન ડાયોક્સાઇડ ઠલવાય છે કે નહીં ,તે મહત્ત્વનું નથી, 458 00:25:36,000 --> 00:25:38,000 અને કદાચ ઠલવાય તો પણ માન્ય છે, 459 00:25:38,000 --> 00:25:42,000 સ્વીકાર્ય છે, કેમ કે આ તો અત્યાર સુધીના બીજા બધા કરતા ઉર્જા પ્રાપ્તિ નો નફાકારક ઉકેલ છે. 460 00:25:42,000 --> 00:25:46,000 (અભિવાદન) 461 00:25:46,000 --> 00:25:50,000 ચાર્લ્સ: તો, આ આપની જોર્ન લોમ્બર્ગ ની દલીલ સામે પ્રતિક્રિયા છે, 462 00:25:50,000 --> 00:25:54,000 જે કહે છે કે જો તમે તમારી સમગ્ર શક્તિ આ કાર્બન ડાયોક્સાઇડની સમસ્યા હાલ કરવા માં જ વાપરશો, 463 00:25:54,000 --> 00:25:56,000 તો પછી તમારા બીજા મહત્ત્વ ના ધ્યેય વિસરાઈ જશે 464 00:25:56,000 --> 00:25:59,000 જેવા કે વિશ્વ આખા માંથી ગરીબી દૂર કરવી, મેલેરીયાના ઉપાયો પર કામ કરવું વગેરે. 465 00:25:59,000 --> 00:26:03,000 અને એમના માટે આ કાર્ય પાછળ નાણાં રોકવા એ પૃથ્વી ની સંપત્તિ નો નર્યો વ્યય છે. 466 00:26:03,000 --> 00:26:05,000 વળી ત્યારે, કે જયારે આપણી પાસે વધુ સારા કરવા જેવા કાર્યો છે . 467 00:26:05,000 --> 00:26:08,000 બીલ ગેટ્સ: જયારે સંશોધન માટે ખર્ચ ની વાત છે, - 468 00:26:08,000 --> 00:26:12,000 તો અમેરીકા અત્યારે જે ખર્ચ કરે છે તે કરતાં ૧૦૦ કરોડ વર્ષે વધુ ખર્ચ કરે - 469 00:26:12,000 --> 00:26:14,000 જે કંઈ વધુ પડતું નથી. 470 00:26:14,000 --> 00:26:16,000 બીજી ફાળવણી માં કાપ મુકવાની જરૂર નથી. 471 00:26:16,000 --> 00:26:19,000 ઘણા લોકો એ વાત સાથે અસહમત થશે કે તમે એ વસ્તુ માં નાણાં રોકો , 472 00:26:19,000 --> 00:26:22,000 જે નફાકારક ના હોય . 473 00:26:22,000 --> 00:26:25,000 મારા માટે એ ખોટો વ્યય છે. 474 00:26:25,000 --> 00:26:28,000 સિવાય કે તમે કોઈ ઉપલબ્ધી ની તદ્દન નજીક હો કે પ્રયોગ ની દિશા માં હો 475 00:26:28,000 --> 00:26:30,000 અને અંતે ઘણી ઓછી કિંમતે પડવાનું હોય. 476 00:26:30,000 --> 00:26:34,000 હું માનું છું કે આપણે એવી વસ્તુઓ માટે પ્રયત્નો કરવા જોઈએ, જે કિંમત માં 477 00:26:34,000 --> 00:26:36,000 મહત્તમ ઘટાડો લાવી શકાય તેવી ભરપૂર ક્ષમતા ધરાવતી હોય. 478 00:26:36,000 --> 00:26:41,000 વ્યાપાર ની બહાર ,ચાલો, આપણે એવી રીતે ઉર્જા ઉત્પન્ન કરીએ, કે 479 00:26:41,000 --> 00:26:43,000 જે ફક્ત સમૃદ્ધ લોકોને જ પરવડે. 480 00:26:43,000 --> 00:26:46,000 અહીં બેઠેલા આપણે સૌ પાંચ ગણી કિંમત ચૂકવી શકીએ તેમ છે. 481 00:26:46,000 --> 00:26:48,000 અને છતાં આપના જીવનધોરણ માં કોઈ ફેર નહિ પડે. 482 00:26:48,000 --> 00:26:50,000 સંકટ તો પેલા ૨૦૦ કરોડ લોકો ને માથે આવશે. 483 00:26:50,000 --> 00:26:52,000 અને હવે તો લોમ્બર્ગના વિચાર માં પણ બદલાવ આવ્યો છે. 484 00:26:52,000 --> 00:26:57,000 હવે એની મજાક એ છે કે એ પૂછે છે કે સંશોધન શા માટે હવે ચર્ચામાં નથી . 485 00:26:57,000 --> 00:26:59,000 એના પૂર્વ વિચારોને કારણે એ હજુ પણ આલોચકો ના જૂથ 486 00:26:59,000 --> 00:27:01,000 સાથે સંકળાયેલ છે , 487 00:27:01,000 --> 00:27:04,000 પરંતુ તેમને સમજાઈ ચૂક્યું છે કે એ એક અટુલું પડી ગયેલું જૂથ છે. 488 00:27:04,000 --> 00:27:07,000 અને તેથી જ એઓ સંશોધન નો મુદ્દો ઉઠાવે છે. 489 00:27:07,000 --> 00:27:12,000 આ એક તથ્ય વળી વાત છે ,જે યોગ્ય છે. 490 00:27:12,000 --> 00:27:15,000 સંશોધન માટે એટલી ઓછી ફાળવણી થાય છે, જે મૂર્ખાતાભાર્યું લાગે. 491 00:27:15,000 --> 00:27:18,000 ચાર્લ્સ: બીલ,આજે અહીં હાજર એવા સૌ કોઈ વતી, 492 00:27:18,000 --> 00:27:21,000 હું ઈચ્છું કે આપનું સપનું સાકાર થાય . ખુબ ખુબ આભાર. 493 00:27:21,000 --> 00:27:23,000 બીલ ગેટ્સ: આભાર. 494 00:27:23,000 --> 00:27:26,000 (અભિવાદન)