વિશ્વ બદલવાનું એક વિચાર સાથે શરૂ થાય છે. TEDx લોકોને એકસાથે લાવવા અને મહાન વિચારો ફેલાવવા માટે છે. જો તમે આજે કોઈ પણ વ્યાખ્યાન દ્વારા પ્રેરિત છો, તમે એક સરળ વસ્તુ કરીને, આ વિચારોને ફેલાવી શકો છો : અનુલેખન. કોઈ વાતનો લેખિત રેકોર્ડ બનાવીને, તમે તેને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થવા માટે ઉપલબ્ધ કરી રહ્યા છો. ઓનલાઇન સરળતાથી શોધી શકાય, અને બહેરાઓ માટે તથા ઓછું સાંભળનારા માટે સુલભ હોય. તે સરળ છે. તમારે બીજી ભાષા બોલવાની જરૂર નથી, અને તમે તે લગભગ ક્યાંયથી પણ કરી શકો છો. વિચાર પસંદ આવ્યો ? અનુલેખકો અને અનુવાદકોના વૈશ્વિક સમુદાયમાં જોડાઓ અને તેને વિશ્વ સાથે વહેંચો. વધુ જાણવા માટે, www.TED.com/transcribe ની મુલાકાત લો.