1 00:00:02,329 --> 00:00:08,707 અહીંયા આપણી પાસે પાંચ સંખ્યાઓ છે અને આપણે તેને ચઢતાં ક્રમમાં ગોઠવવાની છે. 2 00:00:10,245 --> 00:00:13,076 તમે જોયુ? આ પાંચે પાંચ સંખ્યાઓ ઋણ છે. 3 00:00:13,076 --> 00:00:16,733 તો, આપણે વિચારીએ કે આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? 4 00:00:16,733 --> 00:00:18,733 અહીં તમને એમ કહેવાનું મન થશે કે... 5 00:00:22,137 --> 00:00:24,759 અચ્છા, જો આ બધી સંખ્યાઓ ધન હોત તો, તમે કહેતા કે ઋણ 40 એ સૌથી મોટી સંખ્યા છે. 6 00:00:24,759 --> 00:00:28,235 પરંતુ, અહીંયા આ ઋણ નિશાની શું બતાવે છે તે ધ્યાનમાં લેવાનું છે. 7 00:00:28,235 --> 00:00:30,134 અને તેના વિશે વિચારો. 8 00:00:30,134 --> 00:00:33,467 હવે જો આ તમારા બેંક ખાતાની ડોલરની સંખ્યા હોત, તો 9 00:00:36,233 --> 00:00:39,000 તમારા બેક ખાતામાં ઋણ 40 ડોલર ને બદલે ઋણ 7 ડોલર હોય? 10 00:00:42,563 --> 00:00:44,867 ઋણ 40 ડોલર એટલે કે તમારી પાસે બેકના 40 ડોલર છે. હવે તેના કરતાં મોટી રકમ અહી છે? 11 00:00:44,867 --> 00:00:48,669 ઋણ 7 ડોલર નો અર્થ એમ થાય કે બેકના ફક્ત 7 ડોલર તમારી પાસે છે. 12 00:00:48,669 --> 00:00:53,067 તો, અહીંયા ખરેખર ઋણ 40 એ ઋણ 7 કરતાં નાની સંખ્યા થઈ. અને, 13 00:00:53,067 --> 00:00:56,750 બાકીની બધી જ સંખ્યાઓ કરતાં તે સૌથી નાની છે. 14 00:00:58,793 --> 00:01:00,836 તો ઋણ 40 એ સૌથી નાની સંખ્યા કહેવાય અને તમારા બેક ખાતામાં બતાવેલ 15 00:01:00,836 --> 00:01:04,087 બાકીની તમામ રકમ સાથે સરખામણી કરો, તો પણ 16 00:01:04,087 --> 00:01:05,836 પૈસાની આ રકમ સૌથી નાની કહેવાય, બરાબર? 17 00:01:05,836 --> 00:01:07,225 તમે બેકના ચાલીસ ડોલર ધરાવો છો. 18 00:01:07,225 --> 00:01:09,600 બેકમાં તમારુ કોઈ બેલેન્સ નથી, પણ બેંકના 40 ડોલર તમારી પાસે છે. 19 00:01:15,066 --> 00:01:20,533 તો તેના પછી નાનામા નાની રકમ - 30 થાય અને તેના પછી નાનામાં નાની રકમ -25 થાય. 20 00:01:22,087 --> 00:01:27,979 ત્યાર પછી, -10 એ બાકીની તમામ સંખ્યાઓમાં નાનામાં નાની થશે. 21 00:01:31,569 --> 00:01:34,668 અને ત્યાર પછી, આ બધામાં સૌથી મોટી સંખ્યા (માટે હું તેને ગુલાબી રંગથી લખીશ). 22 00:01:34,668 --> 00:01:37,919 આ બધી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા ઋણ 7 છે. 23 00:01:37,919 --> 00:01:39,660 અને તમને હજી સમજણ ન પડી હોય, તો 24 00:01:40,963 --> 00:01:41,990 તમે તેને તાપમાનના સંદર્ભમાં વિચારો, હવે.. તાપમાનને ધ્યાનમાં લઈએ તો, 25 00:01:41,990 --> 00:01:43,784 આમાંનું કયું તાપમાન સૌથી ઠંડુ તાપમાન કહેવાય? 26 00:01:43,784 --> 00:01:46,200 (તમે સેલ્શીયસ કે ફરનહીટ એમ કોઈપણ એકમ લઈ શકો છો.) 27 00:01:48,633 --> 00:01:51,067 -40 અંશ એ સોથી ઠંજુ તાપમાન થશે, અને -7 એ સૌથી ગરમ તાપમાન થશે. 28 00:01:51,067 --> 00:01:54,200 -7 અંશના તાપમાને વાતાવરણમાં સૌથી વધુ ગરમી હશે. 29 00:01:54,200 --> 00:01:57,600 હવે, આને બીજી રીતે વિચારીએ, આપણે એક સંખ્યા રેખા દોરીશું. 30 00:01:57,600 --> 00:02:00,533 તો, ચાલો અહીંયા એક રેખા દોરીએ. 31 00:02:00,533 --> 00:02:04,575 જો આ શૂન્ય હોય, અને તમે જાણો જ છો કે, +7 અહીં આવે. 32 00:02:06,621 --> 00:02:08,528 +7 એ આપેલી સંખ્યાઓમાં નથી. પણ આપણે સમજવા માટે લઈએ છીએ. 33 00:02:08,528 --> 00:02:11,461 તો, અહીંયા -7 આવશે. 34 00:02:11,461 --> 00:02:15,456 જો ત્યાં -7 હોય, તો આટલે -10 આવે. 35 00:02:15,456 --> 00:02:19,384 જુઓ, અહીંયા આપણે શૂન્યથી વધારેને વધારે ડાબી તરફ જઈએ છીએ. 36 00:02:19,384 --> 00:02:25,000 અને જો આપણે શૂન્યથી હજી વધારે ડાબી બાજુએ જઈશું, તો લગભગ અહીંયા -25 આવે. 37 00:02:25,000 --> 00:02:29,394 હજી થોડા ડાબી તરફ આગળ વધીએ, તો આ -30. 38 00:02:29,394 --> 00:02:36,533 અને હજી ડાબી બાજુ થોડા આગળ જઈએ, તો અહીંયા -40 આવે. 39 00:02:36,533 --> 00:02:38,119 જો આમ વિચારીએ, તો સંખ્યા રેખા પર શૂન્યથી ડાબી તરફ સૌથી દૂર 40 00:02:40,841 --> 00:02:42,067 આવેલી સંખ્યા એ સૌથી નાની સંખ્યા છે, 41 00:02:42,067 --> 00:02:45,508 અને જમણી બાજુએ સૌથી દૂર આવેલ રકમ એ સૌથી મોટી રકમ છે.