વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર
કે જે નામ મહાન જૅઝર ને સમર્પિત છે,
જ્યાં તમને ઝડપ ની જરૂર છે જેમકે
થીમ્સ ઉમેરો છો કે
સાઇટના પ્લગીન્સ અપડેટ કરો છો કે
ડેશબોર્ડ પર જતા હોવ છો ત્યાં ઝડપથી લઇ જશે.
નવી થીમ્સ કે પ્લગીન્સ ઉમેરવા અને સક્રિય
કરવાનો સરળ કાર્ય-પ્રવાહ
વર્ડપ્રેસ ૪.૬ માં સમાવેશ થયેલ છે.
જયારે તમે આ કાર્ય કરતા હોવ ત્યારે તમે
તમારી જગ્યા ક્યારેય ગુમાવશો નહી;
બધું એકજ સ્ક્રીન પર થશે.
વર્ડપ્રેસ ૪.૬ ના એડીટરના સુધારાઓએ
એને પેહલાથી વધુ સ્માર્ટ બનાવ્યું છે.
જો તમે તુટેલી લીંક ઉમેરશો તો
વર્ડપ્રેસ તમને જાણ કરશે, અને સાઈટ
પ્રકાશિત કરતા પહેલા તમને અપડેટ કરવા દેશે.
તમને જાણી ને આનંદ થશે કે લખતી વખતે
જો ઈન્ટરનેટ કનેકશન જતું રહેશે તો તમારા
ડ્રાફ્ટ સ્થાનિક રીતે બ્રાઉઝરમાં સેવ થશે.
પછી જયારે તમે સુધારા કરવા આવશો અને
તાજેતરનો ડ્રાફ્ટ હશે તો વર્ડપ્રેસ સૂચિત
કરશે જેથી કાંઈ ખોવાશે નહી.
સાઈટ મેનેજ વખતે તમે એ પણ નોંધ લેશો
કે ફોન્ટ્સ પણ થોડા અલગ છે.
હવે વર્ડપ્રેસ ડેશબોર્ડ એ ફોન્ટ વાપરે છે
જે તમારી ઓપરેટિંગ સિસ્ટમના નેટિવ ફોન્ટ છે,
જેનાથી પેઈજ ઝડપથી ખુલશે
અને સરેરાશ પર્ફોમન્સ સુધર્યું છે.
આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વર્ડપ્રેસ ૪.૬
સારું કાર્યપ્રદશન અને જે સોફ્ટવેર પર તમે
કાયમ ભરોશો કરો છો એની સ્થીરતામાં
પણ સુધારો લઇ ને આવ્યું છે.
વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર,
કેન્દ્રીત સુધારો જે
ત્યાં લઇ જશે જ્યાં તમને ઝડપની જરૂર છે.