♪ (માર્મિક સંગીત) ♪ આપણામાંના મોટાભાગના લોકોને વૃક્ષો સાથેની એક વિશેષ યાદગીરી હોય છે. બાળપણમાં વૃક્ષ ઉપર ચડ્યા હોઈએ કે પછી તડકામાં એના છાયામાં બેસ્યા હોઈએ. ♪ (માર્મિક સંગીત) ♪ પરંતુ આપણે વૃક્ષોને હળવાશથી લીધા છે, અને આપણાં ગ્રહના લગભગ અડધા જંગલોને આપણે કાપી નાખ્યા છે. સદભાગ્યે, જંગલોમાં જાતે સાજા થવાની અસાધારણ ક્ષમતા છે. ♪ (સંગીત) ♪ સમગ્ર વિશ્વમાં જંગલ બની રહ્યું છે. ♪ (સંગીત) ♪ માત્ર સહેજ એવી તક મળતા વૃક્ષો તેમની જાદુઇ ક્ષમતા દર્શાવે છે. ♪ (સંગીત) ♪ કઈ નહીં માથી પણ પોતાને પુનઃસ્થાપિત કરવા અને જમીનને પુનઃવૃદ્ધિ કરવા. ♪ (સંગીત) ♪ આ સ્થિતિસ્થાપકતા તેમને કુદરત દ્વારા મળતી સૌથી કઠોર પરિસ્થિતીમાં ટકી રહેવાની અને પુન:પ્રાપ્ત કરવાની જરૂરિયાત માથી ઉદભવે છે. (આગનો તડતડાટનો અવાજ) પણ જંગલો આપણે પહોચાડેલા નુકશાનથી સાજા થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. (જૂના ફિલ્મ પ્રોજેક્ટરનો અવાજ) મનુષ્યો કરતાં વધુ ઝડપે અન્ય કોઈ પણ વૃક્ષોને વધારે નુકશાન નથી પહોચાડતું. આપણે આ કામમાં ખુબજ નિપુણ છીએ. પાછલા 25 વર્ષોમાં આપણે 10 લાખ ચોરસ કિલોમીટર કરતા વધારે જંગલો ગુમાવી દીધા છે. આપણે હજી પણ દર વર્ષે 10 અબજથી વધુ વૃક્ષો કાપી રહ્યા છીએ. આપણાં ઘણાં બધા એવા પ્રાચીન જંગલો કપાઈ ગ્યાં છે, જ્યાં સૌથી વિપુલ અને વૈવિધ્યસભર જીવનની વિવિધતા હતી. આપણે જંગલોના રક્ષકોને પણ ગુમાવ્યા છે. શિકારી પ્રાણીઓ, જેમણે શાકાહારી પ્રાણીઓનો શિકાર કરીને સુનિશ્ચિત કર્યું કે જંગલનો વિકાસ ન રોકાય. પણ આપણે વૃક્ષોની જરૂર છે. (ગાજવીજનો અવાજ) જંગલો આપણા વાતાવરણમાંથી કાર્બન શોષી લે છે, અને તેને પોતાની ડાળોમાં, મૂળિયામાં અને માટીમાં સંગ્રહ કરે છે. તેઓ દર વર્ષે લગભગ 15 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે છે. જેમ જેમ આપણે જંગલો કાપીએ છીએ અને બાળીએ છીએ, એમ એમ આપણે ખતરનાક માત્રામાં કાર્બનને પાછો વાતાવરણમાં મુક્ત કરીએ છીએ અને જળવાયુ પરિવર્તનનો દર વધારી રહ્યા છીએ. આપણે જરૂર છે આને પાછું વાળવાની અને ફરી પાછું વિસ્તરતા જંગલનું વિશ્વ બનાવવાની. સદનસીબે, આપણે કેવી રીતે આપણાં ગ્રહના જંગલોને પુન:સ્થાપિત કરવા તેનો ઉકેલ સરળ છે. આપણે ફક્ત વૃક્ષોને તેમની કુદરતી સ્થિતિસ્થાપકતા પર ધ્યાન દોરવા માટે તક આપવાની જરૂર છે આપણે છેલ્લે બાકી રહેલા પ્રાચીન જંગલોનું રક્ષણ કરીને શરૂઆત કરી શકીએ છીએ. આ કિંમતી સ્થળો જેમને માણસો દ્વારા નુકસાન પહોચાડાયું નથી, હજુ પણ તેમના સમગ્ર કુદરતી મિશ્રણની જાતિઓ, વૃક્ષો, યુવાન અને વૃદ્ધને આયોજે છે અહીંથી, છોડ અને પ્રાણીઓ નવી જમીનને વસાહત બનાવવા માટે બહાર નીકળી શકે છે. ♪ (માર્મિક સંગીત) ♪ આ પ્રાચીન સ્થળો કાયમ માટે જળવાઈ રહેવાની જરૂર છે. આ પ્રાચીન સ્થળો કાયમ માટે ટકી રહેવા જરૂરી છે. આપણા ગ્રહ પરના અન્ય મોટાભાગના જંગલોએ કેટલીક માનવીય અસર અનુભવી છે. ♪ (મધુર સંગીત) ♪ તેમ છતાં તેઓ હજુ પણ તંદુરસ્ત અને જંગલી બની શકે છે ♪ (માર્મિક સંગીત) ♪ આપણે તેમનું તેમનું લાકડું અને અન્ય ઉત્પાદનો મેળવતી વખતે તેમનું કાળજી પૂર્વક અને સાચું મૂલ્યાંકન કરીને તેમને આગળ વધવા દઈને. ♪ (માર્મિક સંગીત) ♪ તેમનું સારી રીતે સંચાલન કરીને, આપણે તેમની કુદરતી સ્થિતિસ્થાપકતાની મદદથી તેમને બચાવી શકીએ છીએ. ♪ (માર્મિક સંગીત) ♪ તે હકીકત છે કે આપણી વધતી જતી વૈશ્વિક વસ્તીને વધારે લાકડાનો ઉપયોગ કરવાની જરૂર પડશે. ♪ (માર્મિક સંગીત) ♪ અને તે એક સારી બાબત હોઈ શકે છે. ♪ (માર્મિક સંગીત) ♪ લાકડુ એ એક અસાધારણ પુન:પ્રાપ્ય સ્ત્રોત છે અને પુન:પ્રાપ્ય સ્ત્રોતનાં ઉપયોગથી જંગલો અને આપણાં ગ્રહને ફાયદો થાય છે. ♪ (માર્મિક સંગીત) ♪ પણ કુદરતી જંગલો આપણને જરૂરી માત્રામાં લાકડું આપી શકતા નથી. તેથી આપણે વૃક્ષોને અન્ય પાકની જેમ ઉછેરીને વૃક્ષોની નવી પેઢીને બનાવી પડશે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ વૃક્ષારોપણ આ રીતે વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડે છે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ જે સ્થાનિક સમુદાયોને અને અર્થતંત્રને મદદરૂપ થાય છે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ અને તે સાફ કરેલી જમીન પર રોપવામાં આવે છે તેથી તે કુદરતી જંગલોનું સ્થાન લેતા નથી. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ વિશ્વભરમાં, એક અંદાજ મુજબ બે અબજ હેક્ટર જેટલી બિન ફળદ્રુપ જમીન છે જ્યાં જંગલોને ફરી પાછા વિકસાવી શકાય છે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ જે યુરોપ કરતાં પણ બમણી જમીન છે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ જેમ જેમ આપણે વધુ કાર્યક્ષમ ખેડૂત બનીએ છીએ અને તંદુરસ્ત આહાર અપનાવીએ છીએ, તેમ તેમ વાવેતર માટે વધુ જમીન મુક્ત કરી શકીશું. અને ફરી પાછા જંગલો વિકસાવી શકીશું. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ ઉતમ ખેતી વધુ જંગલો ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ આપણે કુદરતને આ વૈશ્વિક પુનઃસ્થાપનને વેગ આપવા માટે મદદ કરી શકીએ છીએ ઘણા દેશોમાં લોકો જાતે જ લાખો વૃક્ષો વાવી રહ્યા છે. એવા ઘણા બધા પ્રોજેકટ છે જે અસાધારણ ટેક્નોલોજી દ્વારા કુદરતી પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ ત્યાં સુધી કે દુર્ગમ જગ્યાએ બી ફેકીને તેને જીવંત કરી શકાય છે. ♪ (ઉત્સાહપૂર્ણ સંગીત) ♪ જો આપણે આ બધું જ કરીએ તો, ભવિષ્યમાં આપણા ગ્રહની કલ્પના કરો. ♪ (માર્મિક સંગીત) ♪ આપણે આપના અદ્ભુત પ્રાચીન જંગલોને સુરક્ષિત રાખી શકીશું. આપણે આપણી જરૂર પ્રમાણે લાકડું મેળવી શકીશું આપણે આપણી આબોહવા નિયંત્રિત કરી દીધી હશે. ♪ (માર્મિક સંગીત) ♪ આપણી પાસે આપણી જાણકારી કરતાં પણ વધારે કુદરતી જંગલો હશે. ♪ (માર્મિક સંગીત) ♪ સૌથી સારી વાત એ કે આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ જ્યાં આપણા શહેરો વૃક્ષોથી ભરાઈ જશે, જે આપણને છાયો આપશે અને હવા ચોખ્ખી કરશે. ♪ (માર્મિક સંગીત) ♪ જે આપણને બધાને વધુ તંદુરસ્ત અને સુખી બનાવશે. ♪ (માર્મિક સંગીત) ♪ કારણ કે ફક્ત બારીમાંથી ઝાડ જોવાથી કે પછી કામ પર જતા સમયે ઝાડ પાસેથી પસાર થતા હોઈએ ત્યારે તે આપણાં મન અને શરીરને તાજગી આપે છે. ♪ (માર્મિક સંગીત) ♪ તે જ તો છે વૃક્ષોનું જાદુ. અને જ્યારે તમે જંગલમાં હો, તમે તેને અનુભવી શકો છો. (પક્ષીઓના કલરવનો અવાજ) શ્વાસ લો, અને આગળ વધો. (પક્ષીઓના કલરવનો અવાજ)