અનુલેખન માટે ઘણી આશ્ચર્યજનક
TEDx talk તમારા માટે ઉપલબ્ધ છે.
ઉપશીર્ષક માટે ચર્ચા (talk) શોધવા,
તમારું Amara પર એક ખાતું જોઈશે,
જે અમારું ઓનલાઇન સબટાઈટલિંગ ટૂલ છે.
જો તમારી પાસે પહેલેથી જ ખાતું નથી
તો ખાતું ખોલવા અંગેનું ટ્યુટોરીયલ જુઓ.
એકવાર તમે Amara માં સાઇન ઇન કરી લો,
પછી ખાતરી કરો કે તમે TED ટીમ વિભાગમાં છો.
'Tasks' પર ક્લિક કરો,
પછી, આ ફિલ્ટરને ક્લિક કરો,
અને તમારી શોધને સંકુચિત કરવા માટે,
'TEDxTalks' પસંદ કરો,
અથવા પ્રમોટેડ ચર્ચાની
સચોટ પસંદગી માટે 'Best of TEDx'.
નોંધ લો કે, TEDx talks એ માત્ર
એક પ્રકારની ચર્ચા (talk) છે
જેનું સ્વયંસેવકો દ્વારા
અનુલેખન કરી શકાય છે.
આગળ, પ્રથમ ફિલ્ટરને ક્લિક કરો
અને કાર્ય પ્રકારોની સૂચિમાંથી
'Transcribe' પસંદ કરો
તમારી ભાષાઓમાં અનુલેખન માટે બાકી
બધી ચર્ચા (talk) જોવા માટે.
જો કોઈ નિશ્ચિત TEDx talk છે
જેનું તમે અનુલેખન કરવા માંગો છો,
તો આ શોધ ક્ષેત્રમાં ઇવેન્ટનું નામ અથવા
ચર્ચા (talk) નું શીર્ષક દાખલ કરો,
જે ફક્ત TED ટીમમાં જ શોધે.
કારણ કે ત્યાં ઘણી TEDx talks છે,
અમારા (Amara) માં પહોંચતા પહેલા, નિશ્ચિત
ચર્ચા (talk) ધ્યાનમાં રાખવી સારી વાત છે.
તમારા ક્ષેત્રની કોઈ ઇવેન્ટમાંથી
કોઈ ચર્ચા પસંદ કરવાનો પ્રયાસ કરો
અથવા અમારી થીમ આધારિત યાદીઓ તપાસો,
જે વિષય દ્વારા લોકપ્રિય ચર્ચાઓનું
આયોજન કરે છે.
એકવાર તમે કોઈ ચર્ચા (talk) શોધી લો,
પછી 'Perform Task' પર જાઓ.
પછી 'Start now' ક્લિક કરો.
જો તમે જે ચર્ચાનું અનુલેખન કરવા માંગો છો
તે ચર્ચા તમને ન મળે,
તો ચિંતા કરશો નહીં.
ફક્ત આ ફોર્મ ભરો,
અને અમે તમારા માટે તે ચર્ચા ઉમેરીશું
તથા જ્યારે તે તૈયાર હોય
ત્યારે તમને સૂચિત કરીશું.
તમે તમારું અનુલેખન સબમિટ કર્યા પછી,
અનુભવી સ્વયંસેવક દ્વારા
તેની સમીક્ષા કરવાની જરૂર રહેશે
TEDx YouTube ચેનલ પર પ્રકાશન પહેલાં.
અનુલેખન માટે શુભકામનાઓ!