તમારા સ્માર્ટફોન કે લેપટોપ વિશે વિચારો.
તમે તેના વિશે બધુ જ જાણો છો.
એમાં લગાવેલી દરેક ચિપ વિશે તમે જાણો છો.
પણ ત્યાર પછી...
તમે બીજું કઈ નથી જાણતા.
ઈ-કચરો એટલા માટે થાય છે કારણકે
કેટલાક ઉપકરણો આપણા માટે ઉપયોગી રહ્યા નથી.
એટલે આપણે તેને ફેકી દઈએ છીએ.
હકીકતે આપણે આ સમસ્યાને એમ વધારી છે કે
જે રીતે આપણે તેમની બનાવટ
અને ડિઝાઇન કરી છે કે
એમને અલગ કરીને એમાથી ઉપયોગી સામગ્રી કાઢવી
અને એમનો ફરી ઉપયોગ કરવો
ખૂબ મુશ્કેલ થઈ જાય છે.
♪ નળીઓ ચેસીસ સાથે જોડાયેલી છે ♪
♪ ચેસીસ જોડાયેલી છે મોટા... ♪
મે સાંભળ્યુ છે કે અહિયાં લગભગ 4000
કરતાં વધુ લોકો કામ કરે છે.
હું અહિયાં લગભગ 15 વર્ષથી છું.
અમને જાણવા મળ્યું છે કે
અહિયા મોટા ભાગના લોકોમાં
ભારે ધાતુનું પ્રમાણ વધારે છે.
મને લાગે છે કે ન માત્ર આફ્રિકા
આ ઇ- કચરાના મુદ્દાથી લડે છે,
કારણ કે ઇલેક્ટ્રોનિક્સ અને વિદ્યુત ઉપકરણો
આપણાં રોજિંદા જીવનનો ભાગ છે.
આપણે ભવિષ્યમાં જન્મ લેનારા
7, 8, 9 અબજ લોકોને આ પ્રકારના
ઉપકરણો નહીં આપી શકીએ
જો આપણે મોટાભાગના ઉપકરણોને
બે-ત્રણ વર્ષ ઉપયોગ કર્યા પછી ફેકી દઇશું.
જેમ જેમ આપણાં જીવનમાં આ ઉપકરણો
વધુ સસ્તા થઇ રહ્યા છે,
અને બદલાવનું ચક્ર નાનું થઈ રહ્યું છે,
આપણો "જૂનો" સામાન જમા થઈ રહ્યો છે.
બધી સ્ક્રીન અને લેપટોપ ,
જે આપણે માઇક્રોવેવ અને
ફ્રિજ સાથે કચરામાં ફેકી દઈએ છીએ એ બધો
ઈલેક્ટ્રોનિક કચરો પહાડ સ્વરૂપે
વધી રહ્યો છે.
એક વર્ષમાં આપણે 447 લાખ મેટ્રિક ટન
ઈ-કચરો ઉત્પન્ન કર્યો છે.
જે 4,500 એફ્રિલ ટાવર જેટલો છે.
આપણાં કમ્પ્યુટર ધીમા પડવા અને
સ્માર્ટફોનમાં ઘીસોટા પડવા પહેલાથી
તેઓ મૂલ્ય સંગ્રહ કરવાનું ચાલુ રાખે છે.
એમાના ઘણા બધા બહુ થોડી માત્રામાં
સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુ ધરાવે છે.
જેનું અંદાજિત મૂલ્ય વર્ષ 2016 માં
લગભગ 55 અબજ યુરો હતું.
તો કેમ માત્ર 20% ઈ-કચરો
એકત્ર કરીને ફરી ઉપયોગમાં લેવાય છે?
નિશ્ચિત રૂપે,
જો આપણે ઈ-કચરા વિશે વિચારીએ,
તો આપણે સામાન્યિકરણ કરીએ છીએ.
જો તમે તમારા જૂના CRT મોનીટર
વિશે વિચારો, કે પછી તમે
હાલના સ્માર્ટફોન વિશે વિચારો છો
તો આ અલગ છે
ચોકકસપણે, આપણે ઈ-કચરાથી
ઘણું કીમતી મૂલ્ય મેળવી શકીએ.
જેને ફરી ઉપયોગમાં લેવા પ્રોત્સાહન
મળવું જોઈએ.
હું MITમાં પ્રોફેસર છું,
જ્યાં હું સેન્સેબલ સિટી લેબમાં કામ કરું છું.
અને ડિઝાઇન ઓફિસ,
જેને Carlo Ratii Associati કહેવાય છે.
અમે આને ટ્રેશ ટ્રેક નામે યોજના
રૂપે શરૂ કર્યું
આ કેટલાક વર્ષો પહેલા હતું અને
અમે સીએટલ શહેર સાથે કામ કર્યું.
અને કચરાને અનુસરવા માટે અમે કચરા ઉપર
ઈલેક્ટ્રોનિક ટેગ લગાવ્યા.
તમે જાણો છો? અમે કેળાની છાલને અનુસરી,
અમે જુના CRT મોનીટર, કમ્પ્યુટર,
કાર્ટિજ વગેરેને અનુસર્યા.
ઘણો બધો ઈ-કચરો અમેરિકાની
બોર્ડર પર સમાપ્ત થઈ જશે,
ત્યાર બાદ અમે તેને અનુસરી શકતા નથી.
જ્યારે ઈ-કચરો અમેરિકાની
બોર્ડર સુધી પહોચી જાય છે,
તો એ દક્ષિણ મેક્સિકો જઈ શકે છે, અથવા
દક્ષિણ આફ્રિકા, ભારત કે
એશિયા સુધી પહોચી શકે.
આ રીતે નિકાલનો રસ્તો ન માત્ર
અમેરિકાના ઈ-કચરા માટે છે
પણ વિશ્વના અન્ય વિકસિત દેશોનો પણ છે.
આ સમસ્યામાં જટિલતાની વધુ એક હકીકત એ છે કે
આ ક્ષેત્રોમાં મોટાભાગે ઈ-કચરો મોકલાતો નથી,
પણ સ્થાનિક રીતે ઉત્પન્ન થાય છે.
ઘાના ના એગ્બોગબ્લોશીમાં આપનું સ્વાગત છે,
જે વિશ્વનો સૌથી મોટા ઈ-કચરાનો ડમ્પ છે.
અહિ યુવાનો જૂના ઈલેક્ટ્રોનિક માંથી
કીમતી ધાતું કાઢવા સીસું
પારો અને આર્સેનિક જેવા ઘાતક રસાયણોનો
કોઈ પ્રકારની સુરક્ષા વગર ઉપયોગ કરે છે
પ્રથમ દિવસે હું અહિયાં આવ્યો
ત્યારે ચોંકી ગ્યો હતો.
તમે જુઓ છો કે લોકો કેવા પ્રકારનું
કામ કરી રહ્યા છે
તેઓ ધાતુ કાપીને પોતાને
અનેક જોખમી વસ્તુઓ સામે ખુલ્લા પાડે છે.
મારુ નામ બેનેટ નાના અફુકો છે.
હું ગ્રીન એડવોકેસિ ઘાનામાં
પ્રોજેકટ મેનેજર છું.
અહિયાં યુવાનો સામાન્ય રીતે ટ્રકની
આસ પાસ ફરે છે.
તેઓ દરેક ઘરે જાય છે.
જો તેઓ મારા ઘરે આવે છે
તો ચોક્કસ તેઓ મારી પાસેથી ફ્રિજ ખરીદશે.
પછી, તે ફ્રિજને અહિયાં લાવશે.
તેને ટુકડાઓમાં કાપી નાખશે.
તેમને ઉપરના પડ માથી એલ્યુમિનિયમ મળશે.
ફ્રિજની મોટર માથી તેમને તાંબું મળશે.
એટલે જ તેને હથોડી અને છીણીથી કાપે છે.
પછી એમાથી તાંબું કાઢવા માટે
કેબલને સળગાવે છે.
પછી સ્ટાયરોફોમનું શું થાય છે?
તેને બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે.
આથી, એમને જો કોઈ પ્રકારની ધાતુને
બાળવાની જરૂર પડે,
તો તેમાં સ્ટાયરોફોમ નાખીને
તેને આગ લગાડી દેશે.
આપણે સૌ જાણીએ અહિયાની માટી
ખુબજ પ્રદુષિત છે,
અને માટીમાં સીસું, કેડિયમ અને
આર્સેનિકનું સ્તર વધી રહ્યું છે.
અમે અહિયાં લોકોના આરોગ્યનું
સર્વેક્ષણ કર્યું હતું.
અમને જાણવા મળ્યું કે
મોટાભાગના લોકોના લોહીમાં
ભારે ધાતુનું સ્તર ઊંચું હતું.
ભારે ધાતુઓ કેન્સર
અને અન્ય બીમારી સાથે જોડાયેલી છે
તમે જાણો છો કે આ આખી જગ્યા
વ્યાપારી જિલ્લા જેવુ છે.
અહિયાં લોકો પાણી અને અન્ય પીણાં વેચે છે,
અન્ય લોકો કામ કરે છે.
અન્ય લોકો આસ પાસ જઈ રહ્યા છે,
નીચે પડલી વસ્તુ ઉઠાવે છે
તો આ પોતે એક આખો સમુદાય છે.
મે સાંભળ્યુ છે કે અહિયાં લગભગ 4000
કરતાં વધારે માણસો કામ કરે છે.
એમાથી મોટાભાગના લોકો
આખો દિવસ અહિયાં પસાર કરે છે.
તેમાંથી ઘણા બધા ખુલ્લા થઈ જશે.
ઘણા બધા લોકો એગ્બોગબ્લોશીને
કચરાના ડમ્પ રૂપે જુએ છે.
પણ આ સેવા છે, જે સામાન્ય
ઘાનાવાસીઓ કરી રહ્યા છે.
હા, આ ખરાબ છે.
પણ આ સેવાની આપણને જરૂર છે.
જો એગ્બોગબ્લોશી જ નહીં રહે,
તો આપણાં જૂના વાહનો,
ફ્રિજ, ટીવીનું શું થશે?
જૂના ઉપકરણોને એગ્બોગબ્લોશી
જેવી સાઈટ પર જતાં કેવી રીતે રોકી શકાય?
અને જો તેઓ કરે છે તો તેને
સુરક્ષિત રીતે પુન:ઉપયોગમાં
કઈ રીતે લઈ શકાય?
અમારી પાસે IDEOમાં
હમેશા મિશન રહ્યું છે કે
ડિઝાઇનના માધ્યમથી
લોકોને ટેક્નોલોજી સાથે
જોડવાનો પ્રયત્ન કરીએ છીએ.
હું ટિમ બ્રાઉન છું,
અને હું ડિઝાઇન કંપની IDEOનો CEO છું.
શરૂઆતી દિવસોમાં જ્યારે અમે શરૂ કર્યું,
અમે મૂળ મેકિન્ટોશ કમ્પ્યુટર માટે પ્રથમ
માઉસ જેવી વસ્તુઓ કરી.
પછી પ્રથમ લેપટોપ,
અને પ્રથમ ઓટોમેટિક ડિફિબ્રિ્ાલેટર.
આ સિસ્ટમની જટિલતા,
તે આ ઉત્પાદનો અને સેવાઓને ટેકો આપે છે.
અમે તે હવે વધુ સારી રીતે સમજીએ છીએ.
આ જ કારણ છે કે અમને ચક્રિય અર્થવ્યવસ્થા
જેવી બાબતોમાં રસ પડયો.
અને ઉત્પાદનો વિશે વિચારવાની જરૂર છે
માત્ર તેમના ઉપયોગના ચક્ર દ્વારા જ નહીં,
પરંતુ પછીથી તેમની સાથે શું થાય છે.
હું વિન્સેંટ બિરુતા છું,
અને હું રવાંડા ગણરાજ્યનો પર્યાવરણ મંત્રી છું.
અમે દર વર્ષે 10,000 ટન ઈ-કચરા સાથે
કામ કરી રહ્યા છીએ.
અને અમે ઈ-કચરા વિખેરવાનો
અને પુન:ઉપયોગ કરવાનો પ્લાન્ટ
સ્થાપવાનો નિર્ણય લીધો છે.
જેની ક્ષમતા
દર વર્ષે 10,000 ટન છે.
આજે રવાંડામાં બીજો પ્લાન્ટ
કેટલાક કમ્પ્યુટરનું નવીનીકરણ કરે છે.
નવીનીકરણ કરાયેલા 400 કમ્પ્યુટરો
જેનું શાળામાં વિતરણ કરવામાં આવે છે.
પણ અમે પ્લાસ્ટિકના ભાગો પ્લાસ્ટિક
પુન:નિર્માણ કરતી કંપનીઓને મોકલી રહ્યા છીએ.
અમે ધાતુના ભાગો સ્ટીલ ઉદ્યોગોને
મોકલીએ છીએ.
પણ અમે કીમતી ધાતુઓને ફરી પ્રાપ્ત કરવા માટે
બીજા ચરણની યોજના બનાવી રહ્યા છીએ.
જે આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ભાગ છે.
ઘાનાએ પણ આ ઈ-કચરાના ગેરવહીવટને
પ્રતિબંધિત કરનારા કાયદાને પસાર કરવાની
પ્રક્રિયા શરૂ કરી છે.
અને ત્યાં સુધી કે દેશના
કુખ્યાત ડમ્પમાં બાળવાના સ્વચ્છ વિકલ્પો
ઉપલબ્ધ થઈ રહ્યા છે.
અમેરિકા સ્થિત એક NGOની મદદથી
અમે તાંબું મેળવવા માટે બળતણની
પદ્ધતિને સમાપ્ત કરવા
નવી પદ્ધતિની શોધ કરી.
અમે અહીં આ પાયલોટ સાઇટ
વાયર સ્ટ્રિપર્સ સાથે સ્થાપિત કરી છે.
અને તમે આ છિદ્રો જુઓ છો
જ્યાંથી કેબલને અંદર ધક્કો મારવામાં આવે છે.
આ કદના કેબલ અમે રિસાયકલ કરી શકીએ છીએ.
અને આ કામ માત્ર કેટલીક
સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે.
પ્લાસ્ટિક એક તરફ જાય છે,
ધાતુ બીજી તરફ નીકળી જાય છે.
જ્યારે તમે તમારો કેબલ અહિયાં લાવો છો
તો એ શુધ્ધ તાંબું કે એલ્યુમિનિયમ છે,
જેનું વજન વધારે હોય છે.
તેથી યુવાનો પાસે ઘણા વધુ પૈસા હોય છે.
ઈ-કચરો હવે દુનિયામાં સૌથી વધુ ઝડપે
વધતા કચરાનો સ્ત્રોત છે.
આને ધીમો કરવા વપરાશકારો અને ઉત્પાદકોએ
ઇલેક્ટ્રોનિક્સ વિશે પોતાના વિચાર
બદલવાની જરૂર છે.
આ ડિઝાઇનના કારણે થાય છે,
અને સમાધાન ડિઝાઇન સમસ્યા છે.
જો આપણે ખરેખર ચક્રિય
અર્થવ્યવસ્થા વિશે ગંભીર છીએ
આપણે લૂપને બંધ કરવા માંગીએ છીએ
પુરવઠાની નવી કલ્પનાઓ બનાવો.
આપણે આટલા બધા ઉપકરણોના
ઉપયોગ કરવાની જરૂર નથી.
અમુક ઘટકો પાસે અનેક જીવન હોય છે.
અને જ્યારે તેમને નિકાલ કરવાની જરૂર હોય,
ત્યારે આપણે ફક્ત ખાતરી કરીએ કે જ્યાં
નિકાલ કરીએ ત્યાં તેના નિકાલની સુવિધાઓ હોય.
આપણે હજુ અમુક ઉત્પાદનોના
વિચારમાં ફસાયેલા છીએ,
જેને આપણે પાસે રાખવા માંગીએ છીએ.
પણ ભવિષ્ય માટે કદાચ આ સાચું મોડલ નથી.
એમ થઈ શકે છે કે આપણે આ ઉત્પાદનોની
ખરીદી બિલકુલ ન કરવી જોઈએ.
પરંતુ આપણે તેને સર્વિસમાં લઈ જવું જોઈએ
જેથી ઉત્પાદકોએ પાસે તેને
પરત લેવા વાસ્તવિક કારણ હોય.
આ સમસ્યાઓને દૂર કરવા માટે
આપણે આવતા વર્ષોમાં ઘણું
રચનાત્મક થવું પડશે.
મિતુલ ટાંક દ્વારા ઉપશીર્ષક