Return to Video

WHO: The Two Polio Vaccines

  • 0:00 - 0:03
    પોલિયો એ એક એવો રોગ છે
    જે કાયમી લકવાનું કારણ બની શકે છે.
  • 0:05 - 0:08
    તેનો ઈલાજ તો શક્ય નથી
    પણ તેને રોકી જરૂર શકાય છે.
  • 0:09 - 0:11
    બે મહત્વપૂર્ણ વસ્તુઓ -
    પોલિયોને રોકવા માટે:
  • 0:11 - 0:13
    સુરક્ષિત અને અસરકારક એવી બે રસી.
  • 0:15 - 0:18
    આમાંથી એક રસી ના તો ફક્ત
    બે ટીપા બાળકના મોઢામાં
  • 0:18 - 0:20
    આપવામાં આવે છે.
  • 0:20 - 0:22
    આને પોલિયોની 'ઓરલ' રસી કહેવામાં આવે છે.
  • 0:23 - 0:24
    બીજી રસી ઈન્જેકશન દ્વારા અપાય છે,
  • 0:24 - 0:28
    અને તેને નિષ્ક્રિય પોલિયો વાયરસ રસી
    કહેવામાં આવે છે.
  • 0:28 - 0:32
    આ બંને રસી બાળકના શરીર ને
    પોલિયોના વાયરસ સામે લડવા શક્તિ આપે છે.
  • 0:32 - 0:34
    પણ બંને રસી અલગ રીતે કામ કરે છે.
  • 0:35 - 0:39
    'ઓરલ' પોલિયો રસી બાળકના આંતરડામાં
    સુરક્ષા સ્થાપિત કરે છે.
  • 0:39 - 0:42
    રસી મેળવનાર બાળક ઉપરાંત આ રસી
  • 0:42 - 0:45
    બાળકની આસપાસ રહેલા લોકોને પણ સુરક્ષિત રાખે છે.
  • 0:46 - 0:50
    પોલીઓનો ખતરો હોય તેવી જગ્યાઓએ
    દરેક બાળકને 'ઓરલ' પોલિયો રસીના
  • 0:50 - 0:53
    થોડાક ડોઝ આપવા જોઈએ.
  • 0:53 - 0:58
    ઈન્જેકશન દ્વારા અપાતી રસી આંતરડામાં નહિ
    પણ લોહીમાં સુરક્ષા સ્થાપિત કરે છે.
  • 0:58 - 1:02
    તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
    અને દેશ પોલિયો થી મુક્ત રહે છે.
  • 1:02 - 1:05
    પણ એ બાળકો વચ્ચે પરસ્પર ફેલાતા
    વાયરસ ને રોકી નથી સકતી,
  • 1:05 - 1:09
    અને તેથી તે એવી જગ્યાઓએ જ્યાં વાયરસ
    પ્રસરી રહ્યો હોય છે ત્યાં વધારે અસરકારક નથી નીવડતી.
  • 1:10 - 1:14
    ફેલાઈ રહેલા વાયરસને રોકવા માટે
    'ઓરલ' રસી જરૂરી છે.
  • 1:15 - 1:17
    જયારે પોલિયો બધેથી નાબૂદ થઇ જાય ત્યારે
  • 1:17 - 1:20
    નિષ્ક્રિય પોલિયો વાયરસ રસીની મદદથી
  • 1:20 - 1:23
    લોકો સુરક્ષિત રહે છે.
  • 1:24 - 1:27
    આ બંને રસીઓને 'વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઞશન' દ્વારા
    સુરક્ષિત અને અસરકારક
  • 1:27 - 1:29
    પ્રમાણિત કરવામાં આવેલ છે.
  • 1:30 - 1:33
    આ રસીઓને તેમનું કામ કરવા માટે
    દરેક જગ્યાએ રહેતા દરેક બાળકને
  • 1:33 - 1:35
    તે આપવી જોઈએ.
  • 1:36 - 1:38
    આ રસીઓની મદદથી
  • 1:38 - 1:42
    દુનિયામાં પોલીઓના કેસ
    ૯૯% જેટલા ઓછા થઇ ગયા છે.
  • 1:45 - 1:48
    ચાલો, દરેક બાળકને રસી અપાવીએ.
  • 1:48 - 1:50
    ચાલો, પોલિયોને જડમૂળથી હટાવીએ.
Title:
WHO: The Two Polio Vaccines
Description:

more » « less
Video Language:
English
Team:
Amplifying Voices
Project:
COVID-19 Pandemic
Duration:
02:00

Gujarati subtitles

Revisions Compare revisions