1 00:00:00,873 --> 00:00:02,817 ઉત્તરીય વિસ્કોન્સિનમાં ઉછરીને, 2 00:00:02,841 --> 00:00:06,650 મે કુદરતી રીતે મિસિસિપી નદી સાથે જોડાણ બનાવ્યું છે. 3 00:00:07,167 --> 00:00:08,341 જયારે હું નાની હતી, 4 00:00:08,365 --> 00:00:12,512 હું અને મારી બહેન હરીફાઈ કરતા હતા કે કોણ સૌથી ઝડપી, 5 00:00:12,536 --> 00:00:16,250 "M-i-s-s-i-s-s-i-p-p-i" બોલી શકે છે. 6 00:00:16,975 --> 00:00:18,679 જયારે હું પ્રાથમિક શાળામાં હતી, 7 00:00:18,703 --> 00:00:23,244 મને પ્રારંભિક સંશોધકો અને તેમના અભિયાનો વિશે જાણવા મળ્યું, 8 00:00:23,268 --> 00:00:27,078 માકવૅટ અને જોલિએટ, કે કેવી રીતે તેઓ વિશાળ તળાવો, મિસિસિપી નદી અને 9 00:00:27,102 --> 00:00:30,171 તેની ઉપનદીઓનો, મિડવેસ્ટની શોધ માટે 10 00:00:30,195 --> 00:00:34,275 અને મેક્સિકોના અખાતનો વેપાર માર્ગ નક્કી કરવા ઉપયોગ કરતા હતા. 11 00:00:34,466 --> 00:00:35,910 સ્નાતક શાળામાં, 12 00:00:35,934 --> 00:00:38,395 હું નસીબદાર હતી કે મિસિસિપી નદી, 13 00:00:38,419 --> 00:00:40,823 એ મારી સંશોધન લેબોરેટરીની બારીની બહાર હતી, 14 00:00:40,847 --> 00:00:42,914 મીનેસોટાની યુનિવર્સિટી પાસે. 15 00:00:43,680 --> 00:00:47,300 તે પાંચ વર્ષ દરમિયાન મને મિસિસિપી નદી વિશે જાણવા મળ્યું. 16 00:00:47,425 --> 00:00:49,742 મને તેના સ્વભાવ વિશે જાણવા મળ્યું 17 00:00:49,766 --> 00:00:52,861 કે ક્યારે તે એક ક્ષણે તેના કાંઠે પૂર લાવશે, 18 00:00:52,885 --> 00:00:55,186 અને પછી તરત જ, 19 00:00:55,210 --> 00:00:57,740 તમને તેનાં સુકાઈ ગયેલા કિનારા જોવા મળશે. 20 00:00:58,218 --> 00:01:00,980 આજે, એક શારીરિક રસાયણશાસ્ત્રી તરીકે, 21 00:01:01,004 --> 00:01:03,035 હું પ્રતિબદ્ધ છું કે હું મારી તાલીમનો ઉપયોગ 22 00:01:03,059 --> 00:01:06,245 મિસિસિપી જેવી નદીઓના રક્ષણ માટે કરીશ, 23 00:01:06,269 --> 00:01:10,259 જે માનવીય પ્રવૃત્તિના કારણે આવેલાં અતિશય મીઠાને લીધે સંકટમાં છે. 24 00:01:10,374 --> 00:01:11,549 કારણ કે, તમે જાણો છો, 25 00:01:11,573 --> 00:01:16,250 મીઠું એક એવી વસ્તુ છે જે શુદ્ધ પાણીને દુષિત કરી શકે છે 26 00:01:16,422 --> 00:01:22,504 અને શુદ્ધ પાણીની નદીઓમાં, મીઠાનું સ્તર માત્ર ૦.૦૫ ટકા જેટલું જ હોય છે. 27 00:01:22,677 --> 00:01:25,890 અને આ સ્તરે, તે પીવા માટે સલામત છે. 28 00:01:26,296 --> 00:01:30,276 પરંતુ આપણા ગ્રહનું મોટાભાગનું પાણી આપણાં સમુદ્રોમાં રહેલું છે, 29 00:01:30,300 --> 00:01:34,322 અને સમુદ્રના પાણીમાં ત્રણ ટકાથી વધુ ક્ષારનું પ્રમાણ હોય છે. 30 00:01:34,346 --> 00:01:37,776 જો તમે તે પાણી પીધું હશે, તો તમે ખૂબ જલ્દી બીમાર પડશો. 31 00:01:38,427 --> 00:01:43,061 તેથી, જો આપણે સમુદ્રના પાણીના પ્રમાણની તુલના, 32 00:01:43,085 --> 00:01:46,363 આપણા ગ્રહની નદીના પાણી સાથે કરીએ, 33 00:01:46,387 --> 00:01:49,331 અને ધારો કે આપણે સમુદ્રના પાણીને 34 00:01:49,355 --> 00:01:52,133 ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પૂલમાં સમાવી શકીએ, 35 00:01:52,157 --> 00:01:56,523 તો પછી આપણા ગ્રહની નદીનું પાણી એક-ગેલન જગમાં ફિટ થશે. 36 00:01:57,095 --> 00:02:00,007 તેથી તમે જોઈ શકો છો કે તે એક કિંમતી સ્ત્રોત છે. 37 00:02:00,031 --> 00:02:02,864 પરંતુ શું આપણે તેની સાથે કિંમતી સ્ત્રોતની જેમ વર્તીએ છીએ? 38 00:02:02,888 --> 00:02:05,157 તેના કરતાં, આપણે તેની સાથે એક જૂના પાથરણાંની જેમ વર્તીએ છીએ. 39 00:02:05,181 --> 00:02:08,394 જેને તમે તમારા આગળના દરવાજા પાસે મૂકો છો અને પોતાનાં પગ લૂછો છો. 40 00:02:09,244 --> 00:02:13,403 જૂનાં પાથરણાંની જેમ નદીઓને વર્તવાના ઘણાં ગંભીર પરિણામો છે. 41 00:02:13,427 --> 00:02:14,627 ચાલો એક નજર કરીએ. 42 00:02:15,022 --> 00:02:19,022 ચાલો જોઈએ કે માત્ર એક ચમચી મીઠું શું કરી શકે છે. 43 00:02:19,530 --> 00:02:21,794 જો આપણે એક ચમચી મીઠાને 44 00:02:21,818 --> 00:02:25,260 આ સમુદ્રના પાણીના ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલમાં ઉમેરીએ, 45 00:02:25,284 --> 00:02:27,550 તો તે સમુદ્રનું પાણી જ રહે છે. 46 00:02:28,085 --> 00:02:30,315 પરંતુ જો આપણે તે જ એક ચમચી મીઠું, 47 00:02:30,339 --> 00:02:33,331 આ શુદ્ધ નદીના પાણીના એક-ગેલન જગમાં ઉમેરીએ, 48 00:02:33,355 --> 00:02:36,402 તો તરત જ, તે પીવા માટે ખૂબ ખારું થઈ જાય છે. 49 00:02:37,149 --> 00:02:38,371 તો અહીં મુદ્દો એ છે, 50 00:02:38,395 --> 00:02:44,061 કારણ કે નદીઓનો જથ્થો સમુદ્રની તુલનામાં ખૂબ જ ઓછો છે, 51 00:02:44,085 --> 00:02:46,704 તેથી તે ખાસ કરીને માનવ પ્રવૃત્તિ માટે દુર્લભ છે, 52 00:02:46,728 --> 00:02:49,461 અને આપણે તેમના રક્ષણ માટે કાળજી લેવાની જરૂર છે. 53 00:02:50,117 --> 00:02:52,482 તેથી તાજેતરમાં, મેં સાહિત્યનો સર્વે કર્યો, 54 00:02:52,506 --> 00:02:55,585 વિશ્વભરની નદીઓના આરોગ્યને જોવા માટે. 55 00:02:55,609 --> 00:02:58,839 અને હું બીમાર નદીઓનું આરોગ્ય જોવાની સંપૂર્ણ અપેક્ષા રાખું છું, 56 00:02:58,863 --> 00:03:03,736 ખાસ કરીને,પાણીની અછત અને ભારે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં. 57 00:03:03,760 --> 00:03:06,627 અને મેં તે ઉત્તરીય ચાઈના અને ભારતમાં જોયું. 58 00:03:07,736 --> 00:03:12,146 પણ મને આશ્ચર્ય થયું જ્યારે મેં 2018 નો લેખ વાંચ્યો 59 00:03:12,170 --> 00:03:16,734 જ્યાં નદીની 232 સેમ્પલિંગ સાઇટ્સ પર 60 00:03:16,758 --> 00:03:19,321 યુનાઇટેડ સ્ટેટ્સમાં, નમૂના લેવામાં આવ્યા હતા. 61 00:03:19,345 --> 00:03:21,000 અને તે સાઇટ્સ માંથી, 62 00:03:21,024 --> 00:03:24,515 37 ટકા જેટલી સાઈટ્સ પર ખારાશનું પ્રમાણ વધ્યું છે. 63 00:03:25,204 --> 00:03:26,926 વધુ આશ્ચર્યજનક એ હતું કે 64 00:03:26,950 --> 00:03:29,783 સૌથી વધુ વધારો 65 00:03:29,807 --> 00:03:32,712 યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં જોવા મળ્યો હતો, 66 00:03:32,736 --> 00:03:34,767 અને શુષ્ક દક્ષિણ-પશ્ચિમમાં નહીં. 67 00:03:35,480 --> 00:03:38,101 આ લેખના લેખકોના અનુમાન મુજબ 68 00:03:38,125 --> 00:03:42,854 તે રસ્તાઓ પરનાં બરફ હટાવવા માટે કરેલા મીઠાના ઉપયોગને કારણે હોઈ શકે છે. 69 00:03:43,751 --> 00:03:46,349 સંભવિત, આ મીઠાનો અન્ય સ્ત્રોત, 70 00:03:46,373 --> 00:03:49,506 ખારશયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી હોઈ શકે છે. 71 00:03:50,084 --> 00:03:55,382 તેથી જેમ તમે જુઓ છો, માનવ પ્રવૃત્તિ આપણી શુદ્ધ પાણીની નદીઓને 72 00:03:55,406 --> 00:03:57,906 સમુદ્રના જેવા પાણીમાં ફેરવી શકે છે. 73 00:03:57,930 --> 00:04:01,413 તેથી આપણે મોડું થઈ જાય તે પહેલા કંઈક કરવાની જરૂર છે. 74 00:04:02,231 --> 00:04:04,056 અને મારી પાસે એક પ્રસ્તાવ છે. 75 00:04:04,942 --> 00:04:09,251 આપણે નદી-સંરક્ષણ પદ્ધતિ માટે ત્રણ-પગલાં લઈ શકીએ છીએ, 76 00:04:09,275 --> 00:04:14,335 અને જો ઓદ્યોગિક જળ વપરાશકાર આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે, 77 00:04:14,359 --> 00:04:18,533 તો આપણે નદીઓને વધુ સુરક્ષિત સ્થિતિમાં મૂકી શકીએ છીએ. 78 00:04:18,899 --> 00:04:21,310 આમાં શામેલ છે, નંબર ૧, 79 00:04:21,334 --> 00:04:23,823 આપણી નદીઓમાંથી, વોટર રિસાઇકલ અને 80 00:04:23,847 --> 00:04:27,810 ફરીથી ઉપયોગની કામગીરીના અમલીકરણ દ્વારા ઓછું પાણી નીકળશે. 81 00:04:28,403 --> 00:04:29,561 નંબર ૨, 82 00:04:29,585 --> 00:04:33,593 આપણે આ ખારા ઓદ્યોગિક ગંદા પાણીમાંથી મીઠું નીકાળવું જોઈએ 83 00:04:33,617 --> 00:04:37,132 અને તેને પુન: ર્પ્રાપ્ત કરી તેનો અન્ય હેતુ માટે ફરીથી ઉપયોગ કરવો જોઈએ. 84 00:04:37,695 --> 00:04:41,760 અને નંબર ૩, આપણે મીઠાના ઉપભોક્તાઓને, 85 00:04:41,784 --> 00:04:44,839 જેમનો હાલમાં મીઠાનો સ્ત્રોત એ ખાણો છે, 86 00:04:44,863 --> 00:04:49,447 તેમને રિસાઈકલ કરેલા મીઠાને સ્ત્રોત બનાવવા તરફ વાળવા જોઈએ. 87 00:04:49,942 --> 00:04:53,418 આ ત્રણ પગલાંની સંરક્ષણ પદ્ધતિ પહેલેથી અમલમાં છે. 88 00:04:53,442 --> 00:04:56,381 આ એ છે જેનો અમલીકરણ, ઉત્તરીય ચાઇના અને ભારત 89 00:04:56,405 --> 00:04:58,568 નદીઓના પુનર્વસન માટે કરી રહ્યા છે. 90 00:04:59,123 --> 00:05:00,647 પરંતુ અહીંયા હેતુ, 91 00:05:00,671 --> 00:05:04,877 આપણી નદીઓનું રક્ષણ કરવા આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, 92 00:05:04,901 --> 00:05:07,435 તેથી આપણે તેમના પુનર્વસનની જરૂર નથી. 93 00:05:08,159 --> 00:05:11,595 અને સારા સમાચાર એ છે કે, આપણી પાસે ટેક્નોલોજી છે જે આ કરી શકે છે. 94 00:05:11,619 --> 00:05:13,000 તે પટલ સાથે છે. 95 00:05:13,532 --> 00:05:16,762 પટલ જે મીઠું અને પાણીને અલગ કરી શકે છે. 96 00:05:17,593 --> 00:05:20,728 એ પટલ ઘણા વષોથી આસપાસ છે, 97 00:05:20,752 --> 00:05:25,714 અને તે પોલિમરીક સામગ્રી પર આધારિત છે જે તેના કદના આધારે જુદા પડે છે, 98 00:05:25,738 --> 00:05:28,029 અથવા તેઓ ચાર્જને આધારે જુદા હોઈ શકે છે. 99 00:05:28,371 --> 00:05:31,895 પટલ કે જે મીઠું અને પાણીને અલગ કરવા માટે વપરાય છે 100 00:05:31,919 --> 00:05:34,942 તે સામાન્ય રીતે ચાર્જને આધારે જુદા હોય છે. 101 00:05:34,966 --> 00:05:37,569 આ પટલને નકારાત્મક ચાર્જ કરવામાં આવે છે, 102 00:05:37,593 --> 00:05:40,434 અને નકારાત્મક ચાર્જ કલોરાઇડ આયનોને દૂર કરવામાં મદદ કરે છે, 103 00:05:40,458 --> 00:05:42,525 જે ઓગળેલા મીઠામાં હોય છે. 104 00:05:43,974 --> 00:05:48,426 તેથી, જેમ મેં કહ્યું, આ પટલ ઘણાં વર્ષોથી આસપાસ છે, 105 00:05:48,450 --> 00:05:55,433 અને હાલમાં, તેઓ દર મિનિટે 25 મિલિયન ગેલન પાણીને શુદ્ધ કરે છે. 106 00:05:55,457 --> 00:05:57,372 ખરેખર, તેના કરતા પણ વધારે. 107 00:05:57,770 --> 00:05:59,170 પણ તેઓ વધુ કરી શકે છે. 108 00:06:00,254 --> 00:06:04,952 આ પટલ રિવર્સ ઓસ્મોસિસના સિદ્ધાંત પર આધારિત છે. 109 00:06:05,421 --> 00:06:10,426 હવે ઓસ્મોસિસ એ એક કુદરતી પ્રક્રિયા છે જે આપણા શરીરમાં થાય છે -- 110 00:06:10,450 --> 00:06:12,268 તમે જાણો છો, આપણાં કોષો કેવી રીતે કાર્ય કરે છે. 111 00:06:12,292 --> 00:06:15,714 અને ઓસ્મોસિસ એ છે, જ્યાં તમારી પાસે બે ખંડો છે 112 00:06:15,738 --> 00:06:19,316 જે મીઠાની સાંદ્રતાના બે સ્તરોને અલગ કરે છે. 113 00:06:19,340 --> 00:06:21,410 એક મીઠાની ઓછી સાંદ્રતાવાળુ સ્તર 114 00:06:21,434 --> 00:06:23,504 અને એક એ મીઠાની ઉંચી સાંદ્રતાવાળુ સ્તર. 115 00:06:23,528 --> 00:06:27,562 અને બે ખંડોને અલગ પાડનાર એ અર્ધવ્યાપી પટલ છે. 116 00:06:27,871 --> 00:06:30,307 અને કુદરતી ઓસ્મોસિસ પ્રક્રિયા હેઠળ, 117 00:06:30,331 --> 00:06:34,341 જે થાય છે એ, પાણી કુદરતી રીતે તે પટલ તરફ વહન કરે છે 118 00:06:34,365 --> 00:06:36,286 ઓછી મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાંથી 119 00:06:36,310 --> 00:06:38,778 ઉચ્ચ મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાં, 120 00:06:38,802 --> 00:06:41,309 જ્યાં સુધી સંતુલન મળે ત્યાં સુધી. 121 00:06:42,437 --> 00:06:46,112 હવે રિવર્સ ઓસ્મોસિસ, આ કુદરતી પ્રક્રિયાનું વિપરીત છે. 122 00:06:46,136 --> 00:06:48,260 અને આ વિપરીત હાંસલ કરવા માટે, 123 00:06:48,284 --> 00:06:53,138 આપણે ઉચ્ચ સાંદ્વતાવાળી બાજુ દબાણ લાવીએ છીએ 124 00:06:53,162 --> 00:06:56,741 અને આમ કરવાથી, આપણે પાણીને વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ. 125 00:06:57,130 --> 00:07:00,559 અને તેથી ઉચ્ચ સાંદ્રતાવાળી બાજુ વધુ ક્ષારીય અને 126 00:07:00,583 --> 00:07:01,963 વધુ જલદ બને છે, 127 00:07:01,987 --> 00:07:05,983 અને ઓછી સાંદ્રતાવાળી બાજુ શુદ્ધ પાણી બને છે. 128 00:07:06,436 --> 00:07:11,253 તેથી રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરીને, આપણે ઔદ્યોગિક વિસ્તારનું ગંદુ પાણી લઈને, 129 00:07:11,277 --> 00:07:15,879 તેમાંથી ૯૫ ટકા પાણીને શુદ્ધ પાણીમાં ફેરવી શકીએ છીએ, 130 00:07:15,903 --> 00:07:20,116 જેથી માત્ર ૫ ટકા જ સાંદ્રતાવાળુ ક્ષારીય મિશ્રણ રહે છે. 131 00:07:21,022 --> 00:07:24,339 હવે, આ પાંચ ટકા એકત્રિત ખારા મિશ્રણનો 132 00:07:24,363 --> 00:07:25,513 બગાડ ન થવો જોઈએ . 133 00:07:25,879 --> 00:07:28,581 તેથી વૈજ્ઞાનિકો પણ પટલ વિકસાવે છે 134 00:07:28,605 --> 00:07:32,948 જેમાંથી અમુક ક્ષાર પસાર થઈ શકે છે 135 00:07:32,972 --> 00:07:34,122 બીજા નહીં. 136 00:07:34,939 --> 00:07:36,273 આ પટલનો ઉપયોગ કરીને, 137 00:07:36,297 --> 00:07:39,395 જેને સામાન્ય રીતે નેનોફિલ્ટરેશન મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે, 138 00:07:39,419 --> 00:07:42,752 હવે આ પાંચ ટકા કેન્દ્રિત ખારું મિશ્રણ 139 00:07:42,776 --> 00:07:46,267 શુદ્ધ મીઠાના મિશ્રણમાં રૂપાંતરિત થઈ શકે છે. 140 00:07:46,863 --> 00:07:51,934 તેથી, કુલ, રિવર્સ ઓસ્મોસિસ અને નેનોફિલ્ટરેશન પટલનો ઉપયોગ કરીને, 141 00:07:51,958 --> 00:07:54,434 આપણે ઔદ્યોગિક ગંદા પાણીને 142 00:07:54,458 --> 00:07:58,228 પાણી અને મીઠાના સ્રોતમાં ફેરવી શકીએ છીએ. 143 00:07:58,633 --> 00:08:00,247 અને આમ કરવાથી, 144 00:08:00,271 --> 00:08:04,668 નદી-સંરક્ષણ પદ્ધતિના આ બે સ્તંભોને પ્રાપ્ત કરી શકીએ છીએ. 145 00:08:05,557 --> 00:08:10,160 હવે, મેં આને ઘણા ઔદ્યોગિક જળ વપરાશકારો સામે રજૂ કર્યું છે, 146 00:08:10,184 --> 00:08:12,871 અને સામાન્ય પ્રતિસાદ એ છે, 147 00:08:12,895 --> 00:08:15,561 "હા, પણ મારું મીઠું કોણ વાપરશે?" 148 00:08:16,014 --> 00:08:19,014 તેથી ત્રીજો સ્તંભ એ મહત્વપૂર્ણ છે, 149 00:08:19,038 --> 00:08:22,818 જે લોકો ખાણના મીઠાનો ઉપયોગ કરે છે તેમને આપણે 150 00:08:22,842 --> 00:08:25,548 રીસાઈકલ મીઠાનો ઉપયોગ કરતાં ગ્રાહકોમાં ફેરવવાની જરૂર છે. 151 00:08:26,080 --> 00:08:28,707 તો આ મીઠાના વપરાશકારો કોણ છે? 152 00:08:29,056 --> 00:08:31,326 સારું, યુનાઇટેડ સ્ટેટ્સમાં 2018 માં, 153 00:08:31,350 --> 00:08:36,249 મને ખબર પડી કે US માં 43 ટકા જેટલું મીઠું, 154 00:08:36,273 --> 00:08:39,519 રસ્તા પરના બરફ હટાવવાના હેતુ માટે વપરાયું હતું. 155 00:08:40,289 --> 00:08:43,553 રાસાયણિક ઉદ્યોગ દ્વારા 39 ટકા જેટલા મીઠાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 156 00:08:43,577 --> 00:08:46,410 તેથી આ બંને વિગતો પર નજર નાખીએ. 157 00:08:46,927 --> 00:08:49,934 આથી, હું ચોંકી ગઈ. 158 00:08:49,958 --> 00:08:53,117 વર્ષ 2018-2019 ની શિયાળાની ઋતુમાં, 159 00:08:53,141 --> 00:08:56,094 એક મિલિયન ટન મીઠું એ 160 00:08:56,118 --> 00:09:00,161 પેન્સિલવેનિયા રાજ્યના રસ્તાઓ પર વાપરવામાં આવ્યું હતું. 161 00:09:01,315 --> 00:09:03,114 એક મિલિયન ટન મીઠું એ 162 00:09:03,138 --> 00:09:06,338 રાજ્યની ઈમારતના બે-તૃતીયાંશ ભાગ ભરવા માટે પૂરતું છે. 163 00:09:07,030 --> 00:09:10,802 તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ એક મિલિયન ટન મીઠું, 164 00:09:10,826 --> 00:09:12,524 જે રસ્તાઓ પર વપરાયું, 165 00:09:12,548 --> 00:09:16,490 અને પછી તે આપણા વાતાવરણમાં અને આપણી નદીઓમાં નાખવામાં આવ્યું. 166 00:09:17,625 --> 00:09:21,022 તેથી અહીં પ્રસ્તાવ એ છે કે 167 00:09:21,046 --> 00:09:24,666 આપણે ઔદ્યોગિક ખારા પાણીમાંથી મીઠું બનાવીએ, 168 00:09:24,690 --> 00:09:27,102 અને તેને નદીઓમાં જતા અટકાવીએ, 169 00:09:27,126 --> 00:09:30,180 અને આપણા રસ્તાઓ માટે તેનો ઉપયોગ કરીએ. 170 00:09:30,204 --> 00:09:32,954 તેથી જ્યારે વસંત-ઋતુમાં બરફ પીગળવાનું શરૂ થાય, 171 00:09:32,978 --> 00:09:35,728 અને જો તમારી પાસે આ ઉચ્ચ-ખારાશનો ઉપાય હોય, 172 00:09:35,752 --> 00:09:38,006 તો નદીઓ સારી સ્થિતિમાં હશે જેથી 173 00:09:38,030 --> 00:09:40,577 તે તેની સામે પોતાનો બચાવ કરી શકશે. 174 00:09:42,053 --> 00:09:43,434 હવે, એક રસાયણશાસ્ત્રી તરીકે, 175 00:09:43,458 --> 00:09:47,568 એ તક જેના માટે હું વધુ સંવેદનશીલ છું 176 00:09:47,592 --> 00:09:52,274 એ રાસાયણિક ઉદ્યોગમાં, ચક્રીય મીઠું રજૂ કરવાની વિભાવના છે. 177 00:09:53,052 --> 00:09:57,449 અને તેના માટે ક્લોર-આલ્કલી ઉદ્યોગ સંપૂર્ણ છે. 178 00:09:58,028 --> 00:10:01,498 ક્લોર-આલ્કલી ઉદ્યોગ એ ઇપોક્સિઝનો એક સ્રોત છે, 179 00:10:01,522 --> 00:10:04,376 તે યુરેથેન્સ અને દ્રાવકનો સ્રોત છે 180 00:10:04,400 --> 00:10:08,040 અને ઘણા ઉપયોગી ઉત્પાદનો જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તેનો સ્ત્રોત છે. 181 00:10:08,593 --> 00:10:12,928 અને તે તેના મુખ્ય આહાર તરીકે સોડિયમ ક્લોરાઇડ મીઠાનો ઉપયોગ કરે છે. 182 00:10:13,934 --> 00:10:16,236 તેથી અહીં વિચાર એ છે, 183 00:10:16,260 --> 00:10:18,649 સારું, સૌ પ્રથમ, ચાલો રેખીય અર્થતંત્ર જોઈએ. 184 00:10:18,673 --> 00:10:22,006 તેથી રેખીય અર્થવ્યવસ્થામાં, તેઓ ખાણમાંથી મીઠાને પ્રાપ્ત કરે છે, 185 00:10:22,030 --> 00:10:24,085 તે આ ક્લોર-આલ્કલી પ્રક્રિયામાંથી પસાર થઈ, 186 00:10:24,109 --> 00:10:26,069 મૂળભૂત રસાયણ બને છે, 187 00:10:26,093 --> 00:10:28,831 જે પછી બીજા નવા ઉત્પાદનમાં અથવા વધુ કાર્યાત્મક ઉત્પાદનમાં, 188 00:10:28,855 --> 00:10:30,788 રૂપાંતરિત થઈ શકે છે. 189 00:10:31,300 --> 00:10:33,982 પરંતુ તે રૂપાંતર પ્રક્રિયા દરમિયાન, 190 00:10:34,006 --> 00:10:37,815 ઘણીવાર મીઠું પેટા-ઉત્પાદન તરીકે ફરીથી ઉત્પન્ન થાય છે, 191 00:10:37,839 --> 00:10:40,237 અને તેનો નિકાલ ઔદ્યોગિક ગંદા પાણીમાં થાય છે. 192 00:10:41,402 --> 00:10:46,497 તેથી, વિચાર એ છે કે આપણે ચક્રિયતા રજૂ કરી શકીએ છીએ, 193 00:10:46,521 --> 00:10:51,371 અને આપણે ઔદ્યોગિક ગંદા પાણીના પ્રવાહોમાંથી અને ફેક્ટરીઓમાંથી પાણી અને મીઠાને 194 00:10:51,395 --> 00:10:52,815 રીસાઇકલ કરી શકીએ છીએ, 195 00:10:52,839 --> 00:10:56,910 અને આપણે તેને ક્લોર-આલ્કલી પ્રક્રિયાના આગળના છેડે મોકલી શકીએ છીએ. 196 00:10:58,388 --> 00:10:59,594 ચક્રીય મીઠું. 197 00:10:59,936 --> 00:11:02,078 તો તે કેટલું અસરકારક છે? 198 00:11:02,420 --> 00:11:04,849 ચાલો, એક ઉદાહરણ લઈએ. 199 00:11:04,873 --> 00:11:08,359 પ્રોપિલિન ઓકસાઈડનું વિશ્વનું ૫૦ ટકા ઉત્પાદન, 200 00:11:08,383 --> 00:11:10,835 ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા થાય છે. 201 00:11:11,379 --> 00:11:16,616 અને તેમાં લગભગ 5 મિલિયન ટન જેટલું પ્રોપિલિન ઓકસાઈડ, 202 00:11:16,640 --> 00:11:18,849 વાર્ષિક ધોરણે, વૈશ્વિક સ્તરે બને છે. 203 00:11:19,768 --> 00:11:23,926 તો તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ ૫ મિલિયન ટન મીઠું, 204 00:11:23,950 --> 00:11:27,839 ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા પ્રોપિલિન ઓકસાઈડમાં રૂપાંતરિત થાય છે, 205 00:11:27,863 --> 00:11:29,553 અને પછી તે પ્રક્રિયા દરમિયાન, 206 00:11:29,577 --> 00:11:33,801 પાંચ મિલિયન ટન મીઠાનો નિકાલ, ગંદા પાણીના પ્રવાહમાં થાય છે. 207 00:11:34,547 --> 00:11:36,031 તેથી પાંચ મિલિયન ટન 208 00:11:36,055 --> 00:11:39,452 એ મીઠું રાજ્યના ત્રણ મકાન ભરવા માટે પૂરતું છે. 209 00:11:39,794 --> 00:11:41,794 અને તે વાર્ષિક ધોરણે છે. 210 00:11:42,157 --> 00:11:47,696 તો તમે જોઈ શકો છો કે ચક્રીય મીઠું કેવી રીતે આપણી નદીઓ માટે 211 00:11:47,720 --> 00:11:51,637 આ અતિશય મીઠાના સ્ત્રાવ સામે અવરોધ પેદા કરી શકે છે. 212 00:11:52,446 --> 00:11:54,035 તેથી તમે આશ્ચર્ય પામશો, 213 00:11:54,059 --> 00:11:58,049 "સારું, આ પટલ ઘણા વર્ષોથી આસપાસ છે, 214 00:11:58,073 --> 00:12:02,178 તો શા માટે લોકો ગંદા પાણીના ફરીથી ઉપયોગનો અમલ નથી કરી રહ્યાં? 215 00:12:02,741 --> 00:12:04,772 સારું, તો તેનું એક કારણ, 216 00:12:04,796 --> 00:12:07,709 એ ગંદા પાણીના પુનઃ ઉપયોગને અમલમાં લાવવા માટેનો ખર્ચ છે. 217 00:12:08,114 --> 00:12:09,700 અને બીજું, 218 00:12:09,724 --> 00:12:12,886 કે તે દેશોમાં પાણીનું મૂલ્ય ખૂબ ઓછું છે, 219 00:12:13,323 --> 00:12:14,657 જ્યાં સુધી મોડું થઈ જાય. 220 00:12:15,244 --> 00:12:19,783 તમે જાણો છો, જો આપણે શુધ્ધ પાણીના બચાવની યોજના નહિ બનાવીએ, 221 00:12:19,807 --> 00:12:22,164 તો તેના કેટલાક ગંભીર પરિણામો છે. 222 00:12:22,188 --> 00:12:25,340 તમે ફક્ત વિશ્વના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકોમાંથી કોઈને પૂછી શકો છો 223 00:12:25,364 --> 00:12:29,027 જેને ગયા વર્ષે 280 મિલિયન ડોલરનું નુકશાન 224 00:12:29,051 --> 00:12:33,040 જર્મનીના રાઈન નદીના નીચાં સ્તરને કારણે થયું હતું. 225 00:12:33,995 --> 00:12:37,855 તમે કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના રહેવાસીઓને પૂછી શકો છો, 226 00:12:37,879 --> 00:12:42,077 જેણે તેમના સંગ્રહિત પાણીના સ્ત્રોતો સુકાવાને લીધે, એકથી વધુ વર્ષનો દુકાળનો અનુભવ કર્યો હતો, 227 00:12:42,101 --> 00:12:45,368 અને ત્યાંના લોકોને શૌચાલય સાફ ન કરવા કહ્યું હતું. 228 00:12:46,292 --> 00:12:48,077 તો તમે જોઈ શકો, 229 00:12:48,101 --> 00:12:50,315 આપણી પાસે અહીં ઉકેલ તરીકે પટલો છે, 230 00:12:50,339 --> 00:12:54,766 જ્યાં આપણે શુદ્ધ પાણી આપી શકીએ છીએ, 231 00:12:54,790 --> 00:12:57,004 આપણે શુદ્ધ મીઠું આપી શકીએ છીએ, 232 00:12:57,028 --> 00:12:59,172 આ બંને પટલનો ઉપયોગ કરીને, 233 00:12:59,196 --> 00:13:02,433 આપણી ભાવિ પેઢી માટે નદીઓને સુરક્ષિત કરી શકીએ છીએ. 234 00:13:02,734 --> 00:13:03,893 આભાર.