WEBVTT 00:00:01.441 --> 00:00:03.857 અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે. 00:00:04.588 --> 00:00:09.507 આ શબ્દોનો સાચ્ચો અર્થ મને બરાબર એક મહિના પેહલા જ સમજાયો, 00:00:09.531 --> 00:00:12.434 જયારે મારી પત્ની અને હું માતા-પિતા બન્યા. 00:00:13.113 --> 00:00:14.791 સુંદર ક્ષણ હતી એ. 00:00:14.815 --> 00:00:17.000 આનંદ અને ઉલ્લાસથી ભરપુર, 00:00:17.024 --> 00:00:20.345 સાથે સાથે ડરામણી તેમજ ભયાવહ પણ. 00:00:20.369 --> 00:00:24.571 અને એ ખાસ કરીને વધારે ભયાવહ થઇ જયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા, 00:00:24.595 --> 00:00:26.056 અને અમને ખાત્રી નહોતી 00:00:26.080 --> 00:00:30.169 કે અમારો નાનકડો બાબો ધાવણથી પૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી. 00:00:30.616 --> 00:00:33.943 અને અમારા બાળકોના ડોક્ટરને પૂછવું હતું, 00:00:33.967 --> 00:00:36.542 પરંતુ અમારી પેહલી છાપ ખરાબ પડે એવું પણ અમે ઈચ્છતા નહોતા 00:00:36.566 --> 00:00:39.030 કે ઉતાવળા અને ઘેલા માતા-પિતા બનવા નહોતા માંગતા. 00:00:39.054 --> 00:00:40.701 તો અમે ચિંતિત હતા. 00:00:40.725 --> 00:00:42.107 અને અમે રાહ જોઈ. 00:00:42.131 --> 00:00:44.426 બીજે દિવસે જયારે અમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા, 00:00:44.450 --> 00:00:48.704 તેણીએ તુરંત જ દવાઓ આપી કેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું. 00:00:49.312 --> 00:00:50.746 હવે અમારો દીકરો સ્વસ્થ છે, 00:00:50.770 --> 00:00:54.146 અને અમારા ડોકટરે ગમે ત્યારે તેને સમ્પર્ક કરવાની ખાતરી આપી. 00:00:54.146 --> 00:00:55.632 પરંતુ તે ક્ષણે, 00:00:55.656 --> 00:00:58.290 મારે બોલવું જોયતું હતું, પણ હું ન બોલ્યો. NOTE Paragraph 00:00:58.943 --> 00:01:02.238 પરંતુ આપણે અવાજ ઉઠાવીએ છીએ જયારે આપણે ન બોલવું જોઈએ, 00:01:02.262 --> 00:01:06.188 અને આ હું ૧૦ વર્ષ પેહલા શીખ્યો જયારે મારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું. 00:01:06.579 --> 00:01:09.221 મારો જોડિયો ભાઈ દસ્તાવેજી ફિલ્મ બનાવે છે. 00:01:09.245 --> 00:01:10.775 અને તેમાંની એક ફિલ્મ માટે, 00:01:10.799 --> 00:01:13.414 ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી ઓફર મળી. 00:01:13.438 --> 00:01:14.776 એ ખુબ જ ખુશ હતો, 00:01:14.800 --> 00:01:17.467 અને તે ઓફર સ્વીકારવા માટે તૈયાર હતો. 00:01:17.491 --> 00:01:19.584 પરંતુ વાટાઘાટ સંશોધક તરીકે, 00:01:19.608 --> 00:01:22.561 મેં તેને વળતી ઓફર કરવા માટે મનાવ્યો, 00:01:22.585 --> 00:01:25.815 અને મેં તેને ખુબ જ સરસ ઓફર તૈયાર કરવામાં મદદ કરી. 00:01:25.839 --> 00:01:27.520 એ ખુબ જ સરસ હતી -- 00:01:27.544 --> 00:01:29.548 ખુબ જ સરસ રીતે અપમાનિત કરનારી. 00:01:30.423 --> 00:01:32.136 કંપની એ હદે નારાજ થઇ કે, 00:01:32.160 --> 00:01:34.209 તેઓ એ ઓફર જ પાછી ખેંચી લીધી 00:01:34.233 --> 00:01:36.450 અને મારા ભાઈના હાથમાં કંઈ ન આવ્યું. NOTE Paragraph 00:01:36.474 --> 00:01:40.334 અને મેં પૂરી દુનિયાના લોકોને આ અવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે : 00:01:40.358 --> 00:01:42.192 ક્યારે તેઓ પોતાને વ્યકત કરી શકે છે, 00:01:42.216 --> 00:01:43.930 ક્યારે તેઓ પોતાની ઇચ્છાઓ કહી શકે છે, 00:01:43.954 --> 00:01:46.149 ક્યારે તેઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે છે, 00:01:46.173 --> 00:01:48.384 ક્યારે તેઓ પોતાની મહેચ્છા અંગે પૂછી શકે છે. NOTE Paragraph 00:01:48.887 --> 00:01:53.120 અને દરેક કહાની વિવિધ અને વિભિન્ન છે. 00:01:53.144 --> 00:01:55.725 પરંતુ તેઓ વિશ્વવ્યાપી એક સમાન ગૂંથણી પણ બનાવે છે. 00:01:55.739 --> 00:01:58.517 શું હું મારા બોસને તેની ભૂલ દર્શાવી શકું જયારે તે ભૂલ કરે? 00:01:58.541 --> 00:02:02.644 શું હું મારા સહકર્મી સામે મોઢામોઢ થઇ શકું જે હંમેશા મને પરેશાન કરતો હોય? 00:02:02.996 --> 00:02:06.063 શું હું મારા મિત્રને ટોકી શકું તેના લાગણીવિહીન ટુચકા પર? 00:02:06.390 --> 00:02:10.486 શું હું જેને ખુબ જ ચાહું છું એને મારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું? NOTE Paragraph 00:02:10.963 --> 00:02:13.676 અને આવા બધા અનુભવો પરથી હું જાણી ગયો 00:02:13.700 --> 00:02:17.557 કે આપણી દરેક પાસે કંઇક એવું હોય છે કે જેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે. 00:02:17.581 --> 00:02:22.832 હવે, ક્યારેક આપણે ઘણા મજબુત હોઈએ છીએ; આપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ. 00:02:22.856 --> 00:02:24.619 એ જ મારા ભાઈ સાથે થયું. 00:02:24.643 --> 00:02:29.269 વળતી ઓફર આપવી એ પણ તેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું. 00:02:29.373 --> 00:02:31.187 પરંતુ ક્યારેક આપણે ઘણા અશક્ત હોઈએ છીએ. 00:02:31.211 --> 00:02:33.275 મારી પત્ની અને મારી સાથે પણ તે જ થયું. 00:02:33.299 --> 00:02:35.515 અને આ સ્વીકૃત વર્તણુંકની સીમામાં -- 00:02:35.539 --> 00:02:38.634 જો આપણે આપણી સીમામાં રહીએ, તો ઇનામ મળે છે. 00:02:38.658 --> 00:02:42.827 જો આપણે તે સીમાની બહાર પગ મુકીએ, આપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે. 00:02:42.851 --> 00:02:45.990 આપણને કાઢી મુકાય છે કે પછી અપમાનિત કરાય અથવા તો બહિસકૃત જ કરી દે. 00:02:46.014 --> 00:02:49.273 કે પછી એ પગાર વધારો કે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ. NOTE Paragraph 00:02:49.929 --> 00:02:52.693 હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ : 00:02:52.717 --> 00:02:54.205 મારી સીમા કેટલી છે? 00:02:54.744 --> 00:02:58.689 પણ, મૂળ વાત એ છે કે, આપણી કોઈ ચોક્કસ સીમા નથી. 00:02:59.265 --> 00:03:00.681 એ તો ખરેખર ફરતી રહે છે. 00:03:00.705 --> 00:03:04.961 એ વિસ્તરે છે અને એ સંકોચાય છે પરિસ્થિતિ મુજબ. 00:03:05.344 --> 00:03:09.472 અને એક એવી ચીજ છે કે જે તમારી સીમા નક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે. 00:03:10.038 --> 00:03:11.331 અને એ છે તમારી સત્તા. 00:03:11.355 --> 00:03:13.512 તમારી સત્તા તમારી સીમા નક્કી કરે છે. 00:03:13.536 --> 00:03:14.973 શું છે સત્તા? 00:03:14.997 --> 00:03:16.764 સત્તા જુદા જુદા સ્વરૂપે આવે છે. 00:03:16.788 --> 00:03:19.877 વાટાઘાટો માં, એ વિકલ્પોના સ્વરૂપે આવે છે. 00:03:19.901 --> 00:03:21.901 તો મારા ભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો. 00:03:21.925 --> 00:03:23.112 તેની સત્તા ખૂટતી હતી. 00:03:23.136 --> 00:03:24.956 કંપની પાસે ઘણા વિકલ્પો હતાં; 00:03:24.980 --> 00:03:26.146 એ લોકો પાસે સત્તા હતી. 00:03:26.170 --> 00:03:29.230 ક્યારેક આપણે કોઈ દેશ માટે નવા હોઈએ, જેમ કે પરદેશી, 00:03:29.254 --> 00:03:30.713 અથવા કોઈ સંસ્થા માટે નવા 00:03:30.737 --> 00:03:32.296 કે કોઈ નવો અનુભવ, 00:03:32.320 --> 00:03:34.425 જેમ કે હું અને મારી પત્ની પ્રથમ મા-બાપ તરીકે. 00:03:34.449 --> 00:03:35.950 ક્યારેક કામની જગ્યા એ હોય છે, 00:03:35.974 --> 00:03:38.585 જ્યાં કોઈક ઉપરી છે અને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી. 00:03:38.609 --> 00:03:40.293 ક્યારેક એ સંબંધોમાં હોય છે, 00:03:40.317 --> 00:03:43.298 જ્યાં એક વ્યક્તિ સામેની વ્યક્તિ કરતા વધારે સમર્પિત હોય છે. NOTE Paragraph 00:03:43.322 --> 00:03:46.837 અને મૂળ વાત એ છે કે જયારે આપણી પાસે વધારે સત્તા હોય છે, 00:03:46.861 --> 00:03:48.690 આપણી સીમા વધારે વિસ્તરેલી હોય છે. 00:03:48.714 --> 00:03:51.345 આપણી પાસે વધુ આઝાદી હોય છે કે કેમ વર્તવું. 00:03:51.813 --> 00:03:54.141 પણ જયારે આપણી સત્તા ખૂટતી હોય, આપણી સીમા સંકોચાય છે. 00:03:54.537 --> 00:03:56.332 આપણને થોડી જ આઝાદી મળે છે. 00:03:56.947 --> 00:03:59.729 હવે મુશ્કેલી એ છે કે જયારે આપણી સીમા સંકોચાય છે, 00:03:59.753 --> 00:04:03.856 ત્યારે એવું કંઇક ઉપજે છે કે જેને ઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે. 00:04:04.310 --> 00:04:06.983 ઓછી સત્તાવાળું બમણું બંધન બને છે 00:04:07.007 --> 00:04:09.944 જયારે, જો આપણે અવાજ ન ઉઠાવીએ, આપણે ધ્યાનમાં લેવાતા નથી, 00:04:10.576 --> 00:04:12.918 પરંતુ જો આપણે અવાજ ઉઠાવીએ, આપણને સજા મળે છે. NOTE Paragraph 00:04:13.359 --> 00:04:16.070 હવે, તમારા ઘણામાંથી "બમણું બંધન" એવા શબ્દો સાંભળ્યા હશે 00:04:16.094 --> 00:04:19.041 અને તેને અન્ય ચીજ સાથે જોડી હશે, અને તે છે જાતિ. 00:04:19.065 --> 00:04:23.275 જાતિગત બમણા બંધનમાં સ્ત્રી જે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે, 00:04:23.299 --> 00:04:25.730 અને જે સ્ત્રી અવાજ ઉઠાવે છે તે સજા મેળવે છે. 00:04:26.127 --> 00:04:31.111 અને મૂળ વાત એ છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે, 00:04:31.135 --> 00:04:33.032 પરંતુ આમ કરવામાં તેઓને અંતરાયો નડે છે. 00:04:34.004 --> 00:04:37.282 પણ મારા બે દસકાથી વધુ ના સંશોધને બતાવ્યું છે 00:04:37.306 --> 00:04:40.587 કે જે જાતિગત અસમાનતા લાગે છે 00:04:41.035 --> 00:04:43.432 તે ખરેખર જાતિગત બમણું બંધન નથી, 00:04:43.456 --> 00:04:45.812 તે તો ખરેખર ઓછી સત્તાનું બમણું બંધન છે. 00:04:45.836 --> 00:04:47.720 અને જે જાતિગત અસમાનતા લાગે છે 00:04:47.744 --> 00:04:50.850 તે ખરેખર ક્યારેક ફક્ત સત્તાની અસમાનતાના છદ્મવેશમાં હોય છે. 00:04:51.294 --> 00:04:53.821 વારંવાર આપણે પુરુષ અને સ્ત્રી વચ્ચેનું અંતર જોયું હશે 00:04:53.821 --> 00:04:55.339 અથવા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, 00:04:55.363 --> 00:04:58.971 અને વિચારીએ છીએ, "જૈવિક કારણોસર. જાતિઓ વચ્ચે કંઇક 00:04:58.995 --> 00:05:00.241 મૂળભુત રીતે જ અંતર હશે. 00:05:00.265 --> 00:05:02.119 પરંતુ એક પછી એક અભ્યાસને લીધે 00:05:02.143 --> 00:05:06.349 મેં શોધી કાઢ્યું કે ઘણા જાતિગત તફાવતોની વધુ સારી સમજુતી 00:05:06.893 --> 00:05:08.405 એ ખરેખર સત્તા છે. 00:05:08.429 --> 00:05:11.496 અને તેથી તે ઓછી સત્તાનું બમણું બંધન છે. 00:05:11.975 --> 00:05:16.791 અને ઓછી સત્તાનું બમણું બંધન એટલે આપણી સીમા સાંકડી છે, 00:05:16.815 --> 00:05:18.645 અને આપણને સત્તા ખૂટે છે. 00:05:18.669 --> 00:05:19.901 આપણી પાસે સીમા સાંકડી છે, 00:05:19.925 --> 00:05:21.847 અને આપણું બમણું બંધન ખુબ મોટું છે. NOTE Paragraph 00:05:22.335 --> 00:05:24.691 તો આપણે આપણી સીમા ફેલાવવા નવા રસ્તા શોધવા પડશે. 00:05:24.715 --> 00:05:26.292 અને પાછલા બે-એક દસકાઓમાં, 00:05:26.316 --> 00:05:29.297 મારા સહકર્મીઓ અને મેં શોધી કાઢ્યું કે બે ચીજ ખૂબ મહત્વની છે. 00:05:29.887 --> 00:05:33.892 પેહલી: તમે તમારી જ આંખોમાં સમર્થ હોવા જુઓ. 00:05:34.284 --> 00:05:37.605 બીજી: તમે બીજાની આંખોમાં સમર્થ લાગવા જુઓ. 00:05:37.629 --> 00:05:39.484 જયારે હું સામર્થ્ય અનુભવીશ, 00:05:40.117 --> 00:05:41.992 હું આત્મવિશ્વાસ અનુભવીશ, ડરેલો નહિ; 00:05:42.016 --> 00:05:43.858 હું મારી પોતાની જ સીમા વિસ્તારું છું. 00:05:43.882 --> 00:05:46.028 જયારે બીજા લોકો મને એટલો જ સમર્થ જોશે, 00:05:46.614 --> 00:05:49.150 તેઓ મારી વિસ્તૃત સીમા મંજુર કરી લેશે. 00:05:49.174 --> 00:05:53.928 તો આપણને આપણા સ્વીકૃત વર્તનની સીમા વિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે. 00:05:53.952 --> 00:05:56.343 અને આજે હું આપને તે સાધનો આપવા જઈ રહ્યો છું. 00:05:56.367 --> 00:05:57.985 અવાજ ઉઠાવવો એ જોખમી છે, 00:05:58.503 --> 00:06:02.432 પરંતુ આ સાધનો તમારા અવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે. NOTE Paragraph 00:06:03.067 --> 00:06:08.901 જે પેહલું સાધન હું તમને આપવા જઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની 00:06:08.925 --> 00:06:10.305 વાટાઘાટોમાં પ્રકાશમાં આવો. 00:06:10.329 --> 00:06:14.225 સરેરાશ, સ્ત્રીઓ ઓછી મહત્વાકાંક્ષી રજૂઆતો મુકે છે 00:06:14.249 --> 00:06:17.723 અને વાટાઘાટ કરવામાં પુરુષો કરતા વધુ ખરાબ પરિણામ મેળવે છે. 00:06:18.200 --> 00:06:21.317 પરંતુ હાના રાયલી બાઉલ્સ અને એમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે 00:06:21.341 --> 00:06:25.019 એક એવી પરિસ્થિતિ છે જ્યાં સ્ત્રીઓને પુરુષો જેટલું જ પરિણામ મળે છે 00:06:25.043 --> 00:06:26.642 અને એટલા જ મહત્વાકાંક્ષી હોય. 00:06:27.196 --> 00:06:30.804 કે જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય. 00:06:31.251 --> 00:06:33.388 જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય, 00:06:33.412 --> 00:06:38.289 તેઓ પોતાની સીમા જાણી લે છે અને તેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે. 00:06:38.313 --> 00:06:39.722 તેઓ વધારે અડગ થઇ જાય છે. 00:06:39.746 --> 00:06:42.620 આ ક્યારેક "ઉપરાણું લેવું" કેહવાય છે. 00:06:43.483 --> 00:06:45.742 એક મા પોતાના સંતાનનું ઉપરાણું લે એ રીતે, 00:06:45.766 --> 00:06:49.714 આપણે જયારે બીજાની હિમાયત કરીએ છીએ, આપણને ખુદનો અવાજ સંભળાય છે. NOTE Paragraph 00:06:50.328 --> 00:06:53.445 પણ ક્યારેક, આપણે આપણા માટે હિમાયત કરવી પડે છે. 00:06:53.469 --> 00:06:54.809 આપણે તે કઈ રીતે કરીશું? 00:06:54.833 --> 00:06:58.838 આપણે આપણી જ હિમાયત કરવાના ઘણા મહત્વના સાધનો પૈકી એક છે 00:06:58.862 --> 00:07:01.234 જેને દ્રષ્ટિકોણમાં બદલાવ કહે છે. 00:07:01.258 --> 00:07:04.010 અને દ્રષ્ટિકોણમાં બદલાવ ઘણો સરળ છે : 00:07:04.034 --> 00:07:08.319 તેમાં બસ અન્ય વ્યક્તિની દ્રષ્ટિથી દુનિયાને જોવાની હોય છે. 00:07:09.014 --> 00:07:12.802 તે આપણી સીમા વધારવાના મહત્વના સાધનો પૈકીનું એક છે. 00:07:12.826 --> 00:07:14.533 જયારે હું તમારા દ્રષ્ટિકોણ થી જોઉં 00:07:14.557 --> 00:07:16.996 અને હું તમારે ખરેખર શું જોઈએ છે એ વિચારું, 00:07:17.020 --> 00:07:20.390 મારે જે જોઈએ છે એ આપવાની તમારી તૈયારી વધી જશે. NOTE Paragraph 00:07:21.461 --> 00:07:22.961 પણ અહીં એક તકલીફ છે : 00:07:22.985 --> 00:07:25.266 દ્રષ્ટિકોણમાં બદલાવ કરવો કઠીન છે. 00:07:25.290 --> 00:07:26.820 તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ. 00:07:26.844 --> 00:07:29.858 બધા પોતાનો હાથ બસ આ રીતે રાખો : 00:07:29.882 --> 00:07:31.177 તમારી આંગળી -- સીધી રાખો. 00:07:31.770 --> 00:07:36.002 અને તમારા કપાળ પર કેપિટલ E દોરો. 00:07:36.026 --> 00:07:37.607 થઇ શકે તેટલું ઝડપથી. 00:07:40.066 --> 00:07:43.383 ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે આ E બે રીતે દોરી શકીએ છીએ. 00:07:43.407 --> 00:07:46.892 અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની કસોટી માટે તૈયાર કરાય હતી. 00:07:46.916 --> 00:07:48.837 હું તમને બે ફોટા બતાવવા જઈ રહ્યો છું 00:07:48.861 --> 00:07:50.861 જેમાં કોઈના કપાળ પર E લખેલું છે -- 00:07:50.885 --> 00:07:52.743 મારી જૂની વિદ્યાર્થીની, એરિકા હોલ. 00:07:53.294 --> 00:07:55.262 અને તમે અહીંયા જોઈ શકો છો, 00:07:55.286 --> 00:07:56.553 કે તે સાચ્ચો E છે. 00:07:56.577 --> 00:08:00.027 મેં એ રીતે E દોર્યો કે બીજા વ્યક્તિને એ E લાગે. 00:08:00.051 --> 00:08:02.158 તે છે દ્રષ્ટિકોણમાં બદલાવ નો E 00:08:02.182 --> 00:08:05.237 કારણ કે તે કોઈ બીજાની જગ્યાએ થી જોતા E લાગે છે. 00:08:05.261 --> 00:08:08.271 પરંતુ અહીંયાનો E એ સ્વ-કેન્દ્રિત E છે. 00:08:08.716 --> 00:08:10.509 આપણે ઘણી વાર સ્વ-કેન્દ્રિત થઈ જઈએ છીએ. 00:08:10.533 --> 00:08:13.500 અને ખાસ કરીને સંકટના સમયે આપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ. NOTE Paragraph 00:08:14.064 --> 00:08:16.235 હું તમને એવા એક સંકટ સમયનો કિસ્સો કહું છું. 00:08:16.259 --> 00:08:19.263 વોટસનવિલે, કેલીફોર્નીયાની એક બેંકમાં એક વ્યક્તિ જાય છે. 00:08:20.285 --> 00:08:22.724 અને તે કહે છે, "મને ૨,૦૦૦ ડોલર આપો, 00:08:22.748 --> 00:08:25.044 નહિતર હું આખી બેન્કને બોમ્બથી ઉડાવી દઈશ." 00:08:25.503 --> 00:08:28.028 હવે, બેંક મેનેજર તેને પૈસા નથી આપતી. 00:08:28.052 --> 00:08:29.351 તેણી પાછળ હટે છે. 00:08:29.873 --> 00:08:31.329 તેણી તેના દ્રષ્ટિકોણથી જુએ છે, 00:08:31.353 --> 00:08:33.720 અને તેણીએ કંઇક ખુબ જ મહત્વની બાબત નોંધી. 00:08:33.744 --> 00:08:36.450 પેલાએ ચોક્કસ રકમની માંગણી કરી. NOTE Paragraph 00:08:36.474 --> 00:08:37.679 તો તેણીએ પૂછ્યું, 00:08:38.669 --> 00:08:40.928 "તે કેમ $ ૨,૦૦૦ ની માંગણી કરી?" NOTE Paragraph 00:08:41.265 --> 00:08:43.633 અને તેણે કહ્યું, "મારા મિત્રને કાઢી મુકાશે 00:08:43.657 --> 00:08:45.920 જો હું તાત્કાલિક ૨,૦૦૦ ડોલર નહિ આપું તો." NOTE Paragraph 00:08:45.944 --> 00:08:48.994 અને પેલી બોલી, "ઓહ! તારે બેંક નથી લુંટવી -- 00:08:49.018 --> 00:08:50.506 તારે તો લોન જોઈએ છે." NOTE Paragraph 00:08:50.530 --> 00:08:51.615 (હાસ્ય) NOTE Paragraph 00:08:51.639 --> 00:08:53.512 "તું મારી ઓફિસમાં કેમ નથી આવતો, 00:08:53.536 --> 00:08:55.715 અને આપણે જરૂરી કાગળીયા કરી લઈએ." NOTE Paragraph 00:08:55.739 --> 00:08:56.778 (હાસ્ય) NOTE Paragraph 00:08:57.214 --> 00:09:01.717 હવે, તેણીના ઝડપી દ્રષ્ટિકોણ બદલાવે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું. 00:09:02.276 --> 00:09:04.095 તો જયારે આપણે કોઈનો દ્રષ્ટિકોણ લઈએ છીએ, 00:09:04.119 --> 00:09:08.725 તે આપણને મહત્વાકાંક્ષી અને કૃતનિશ્ચયી બનાવે છે, છતાં પસંદ પણ પડીએ. NOTE Paragraph 00:09:09.182 --> 00:09:12.450 હવે એક બીજો રસ્તો છે કૃતનિશ્ચયી બનવાનો અને પસંદ પણ પડીએ, 00:09:12.474 --> 00:09:15.005 અને તે છે આપણી ઉદારતાનો સંકેત કરવો. 00:09:15.413 --> 00:09:19.475 હવે, માની લો કે તમે મોટરગાડી વેચો છો, અને તમારે કોઈને મોટરગાડી વેચવી છે. 00:09:19.790 --> 00:09:23.793 તમારા વેચાણની શક્યતાઓ વધી જશે જો તમે તેમને બે વિકલ્પ આપશો. 00:09:24.141 --> 00:09:25.564 ચાલો જોઈએ વિકલ્પ A : 00:09:25.588 --> 00:09:28.688 આ મોટરના $ ૨૪,૦૦૦ અને પાંચ વર્ષની વોરંટી. 00:09:29.084 --> 00:09:30.257 અથવા વિકલ્પ B : 00:09:30.701 --> 00:09:33.493 $ ૨૩,૦૦૦ અને ત્રણ વર્ષની વોરંટી. 00:09:33.845 --> 00:09:37.423 મારું સંશોધન કહે છે કે જયારે તમે લોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો, 00:09:37.447 --> 00:09:39.336 તે તેઓની શંકા ઘટાડી દે છે, 00:09:39.360 --> 00:09:41.758 અને તેઓની તમારી ઓફર સ્વીકારવાની શક્યતા વધી જાય છે. NOTE Paragraph 00:09:42.202 --> 00:09:44.319 અને આ ફક્ત વેચાણ વખતે જ લાગુ નથી પડતું; 00:09:44.343 --> 00:09:45.534 તે વાલીઓને લાગુ પડે છે. 00:09:45.558 --> 00:09:47.037 જયારે મારી ભત્રીજી ૪ વર્ષની હતી 00:09:47.037 --> 00:09:49.778 તેણીને કપડા પેહરવા ન ગમતાં અને બધાને ના પડી દેતી. 00:09:50.160 --> 00:09:52.688 પણ પછી મારા ભાભીને બુદ્ધિશાળી ઉપાય સુજ્યો. 00:09:53.079 --> 00:09:55.630 જો હું મારી દીકરીને વિકલ્પો આપું તો? 00:09:55.654 --> 00:09:57.675 આ શર્ટ કે પેલું શર્ટ? ઓકે, પેલું શર્ટ. 00:09:57.699 --> 00:09:59.821 આ પેન્ટ કે પેલું પેન્ટ? ઓકે, પેલું પેન્ટ. 00:09:59.845 --> 00:10:01.183 અને એ ખુબ જ સરસ કામ આવ્યું. 00:10:01.207 --> 00:10:04.741 તેણીએ ઝડપથી કપડા પેરી લીધા અને કોઈ પ્રતિકાર વગર. NOTE Paragraph 00:10:05.498 --> 00:10:07.785 જયારે મેં પૂરી દુનિયામાં સવાલ પૂછ્યો 00:10:07.809 --> 00:10:09.860 લોકોને અવાજ ઉઠાવવો ક્યારે અનુકુળ લાગે, 00:10:09.884 --> 00:10:11.220 પેલા નંબરનો જવાબ છે : 00:10:11.244 --> 00:10:15.998 "જયારે મારી પાસે લોકોનો સામાજિક ટેકો હોય; જયારે મારે મિત્રો હોય." 00:10:16.022 --> 00:10:19.568 તો આપણે લોકોને આપણી બાજુ ખેચવા છે. 00:10:19.957 --> 00:10:21.227 તે આપણે કેવી રીતે કરીશું? 00:10:21.841 --> 00:10:24.010 એક રસ્તો એવો છે કે મા બનો. 00:10:24.034 --> 00:10:25.650 જયારે આપણે બીજાની હિમાયત કરીએ છીએ, 00:10:25.650 --> 00:10:29.063 આપણે આપણી આંખોમાં તેમજ બીજાની આંખોમાં આપણી સીમાને વિસ્તારીએ છીએ , 00:10:29.087 --> 00:10:31.243 અને આપણે વફાદાર મિત્રો પણ મેળવીએ છીએ. NOTE Paragraph 00:10:31.806 --> 00:10:36.513 વફાદાર મિત્રો મેળવવાનો બીજો રસ્તો છે, ખાસ કરીને ઊંચા દરજ્જે, 00:10:36.537 --> 00:10:39.386 એ બીજા લોકોની સલાહ લેવાનો છે. 00:10:39.410 --> 00:10:45.291 જયારે આપણે બીજાની સલાહ લઈએ છીએ, એ આપણને ગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ, 00:10:45.315 --> 00:10:46.802 અને આપણે વિનમ્રતા દાખવીએ છીએ. 00:10:47.281 --> 00:10:50.477 અને આ બીજું બમણું બંધન ઉકેલવામાં ખરેખર કામ આવે છે. 00:10:50.831 --> 00:10:53.159 અને તે છે પોતાની વૃદ્ધિનું બમણું બંધન. 00:10:53.498 --> 00:10:55.002 પોતાની વૃદ્ધિનું બમણું બંધન 00:10:55.026 --> 00:10:58.181 એ છે કે જો આપણે આપણી કુશળતા જાહેર નહીં કરીએ, 00:10:58.205 --> 00:10:59.415 કોઈ ધ્યાન નહીં દે. 00:10:59.439 --> 00:11:01.843 અને જો આપણે કરી, આપણે પસંદ નહીં પડીએ. NOTE Paragraph 00:11:01.867 --> 00:11:05.433 પરંતુ જો આપણે આપણી જ કુશળતા માટે સલાહ લેશું, 00:11:05.457 --> 00:11:09.767 આપણે તેઓની આંખોમાં સમર્થ થઈ જશું અને પસંદ પણ પડીશું. 00:11:10.495 --> 00:11:12.502 અને આ એટલું શક્તિશાળી છે કે 00:11:12.526 --> 00:11:15.074 તમે તે આવતું જોતા હોવ ત્યારે પણ તે કામ કરે છે. 00:11:15.469 --> 00:11:19.509 મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું છે જયારે મને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય 00:11:19.533 --> 00:11:23.971 કે ઓછા સમર્થ વ્યક્તિને મારી સલાહ લેવાની સલાહ આપવામાં આવી હોય. 00:11:24.289 --> 00:11:26.531 હું ઈચ્છું છું કે તમે અહીં ત્રણ બાબતની નોંધ લો : 00:11:26.555 --> 00:11:29.543 પેલી, મને ખ્યાલ હતો કે તેઓ મારી સલાહ લેવા આવે છે. 00:11:29.930 --> 00:11:33.932 બીજી, મેં ખરેખર સલાહ લેવાના વ્યુહાત્મક ફાયદા પર 00:11:33.956 --> 00:11:35.257 સંશોધન કરેલું છે. 00:11:35.882 --> 00:11:38.208 અને ત્રીજી, તેણે છતાં પણ કામ કર્યું ! 00:11:38.656 --> 00:11:39.873 મેં તેઓનો દ્રષ્ટિકોણ લીધો 00:11:39.897 --> 00:11:42.084 હું તેમની સમસ્યાઓમાં વધુ ખૂંપી ગયો, 00:11:42.108 --> 00:11:45.914 હું તેમના પ્રત્યે વધુ વચનબદ્ધ થયો કારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી. NOTE Paragraph 00:11:46.343 --> 00:11:49.527 હવે, કોઈક વાર આપણે અવાજ ઉઠાવવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ 00:11:49.949 --> 00:11:51.690 જયારે આપણે નિષ્ણાત હોઈએ. 00:11:52.144 --> 00:11:54.299 નિષ્ણાતપણું આપણી વિશ્વસનીયતા ઉભી કરે છે. 00:11:54.862 --> 00:11:57.789 જયારે આપણે ઊંચી સત્તા પર હોઈએ, આપણે અગાઉથી વિશ્વસનીય છીએ. 00:11:57.813 --> 00:11:59.278 આપણને ફક્ત સારા આધાર જોઈએ. 00:11:59.777 --> 00:12:02.747 જયારે આપણી પાસે સત્તા નથી, આપણી વિશ્વસનીય નથી. 00:12:02.771 --> 00:12:05.033 આપણને મજબુત આધાર જોઈએ. NOTE Paragraph 00:12:05.394 --> 00:12:09.141 અને નિષ્ણાત બનવાનો ઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે 00:12:09.165 --> 00:12:11.263 કે આપણા જુસ્સાની અંદર ઘુસી જવું. 00:12:11.784 --> 00:12:15.958 મારી ઈચ્છા છે કે આવનારા થોડા દિવસોમાં સૌ પોતપોતાના મિત્રના ઘરે જાય 00:12:15.982 --> 00:12:17.227 અને બસ તેઓને કહે, 00:12:17.251 --> 00:12:19.961 "તું મને તારા જુસ્સાનું વર્ણન કર." 00:12:20.738 --> 00:12:23.223 મેં પૂરી દુનિયામાં લોકો પાસે આ કરાવેલું છે 00:12:23.247 --> 00:12:24.503 અને મેં તેઓને પૂછ્યું, 00:12:24.527 --> 00:12:26.696 "તમે સામેવાળા વ્યક્તિમાં શું નોંધ્યું 00:12:26.720 --> 00:12:28.774 જયારે તેઓ પોતાનો જુસ્સો જણાવતા હતા?" 00:12:28.798 --> 00:12:30.698 અને બધા જવાબ હંમેશા સરખા હતા. 00:12:30.722 --> 00:12:32.730 "તેઓની આંખો મોટી થઈ અને ચમકતી હતી." 00:12:32.754 --> 00:12:35.703 "તેઓ મલકાતા હતા ખુબ તેજસ્વી રીતે ." 00:12:35.727 --> 00:12:37.371 "તેઓ પોતાના હાથ બધે ફેરવતા હતા -- 00:12:37.395 --> 00:12:39.877 મારે નમવું પડ્યું કેમ કે તેના હાથ મારી બાજુ આવતા હતા. 00:12:39.911 --> 00:12:42.112 "તેઓ ઝડપથી થોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા." NOTE Paragraph 00:12:42.136 --> 00:12:43.110 (હાસ્ય) NOTE Paragraph 00:12:43.134 --> 00:12:45.578 "તે મને કોઈ રહસ્ય કેહવાના હોય એ રીતે નમી ગયા." NOTE Paragraph 00:12:45.602 --> 00:12:46.923 અને પછી મેં તેઓને પૂછ્યું, 00:12:46.947 --> 00:12:50.021 "તમને કેવો અનુભવ થયો જયારે તમે તેમના જુસ્સાને સાંભળતા હતા?" NOTE Paragraph 00:12:50.374 --> 00:12:52.654 તેઓએ કહ્યું, "મારી આંખો ચમકતી હતી. 00:12:52.678 --> 00:12:53.948 હું મલકાતો હતો. 00:12:53.972 --> 00:12:55.345 હું ઢળતો ગયો." NOTE Paragraph 00:12:55.369 --> 00:12:57.438 જયારે આપણે આપણા જુસ્સાની અંદર ઘુસી જઈએ છીએ 00:12:57.462 --> 00:13:00.828 આપણે કૃતનિશ્ચયી થઈએ છીએ પોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે, 00:13:00.852 --> 00:13:03.720 પણ આપણને અન્ય લોકો તરફથી પણ અવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે. 00:13:04.534 --> 00:13:09.824 જુસ્સાની અંદર જવું ત્યારે પણ કામ કરે છે જ્યારે આપણે ખુબ નબળા હોઈએ. 00:13:10.533 --> 00:13:15.007 પુરુષો અને મહિલાઓ બંનેને કામની જગ્યાએ સજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે. 00:13:15.344 --> 00:13:21.762 પરંતુ લીઝી વુલ્ફ એ બતાવ્યું છે કે જયારે આપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ, 00:13:21.786 --> 00:13:27.872 આપણું જે બિનઉપયોગી રોવાનું છે એ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે. NOTE Paragraph 00:13:28.598 --> 00:13:32.066 મારા સ્વર્ગસ્થ પિતાના અમુક શબ્દો પરથી હું પૂર્ણ કરીશ 00:13:32.090 --> 00:13:34.251 કે તે મારા જોડિયા ભાઈના લગ્ન વખતે બોલ્યા હતા. 00:13:34.675 --> 00:13:36.260 આ જુઓ અમારી તસ્વીર. 00:13:37.664 --> 00:13:39.921 મારા પિતા પણ મારી જેમ મનોવિજ્ઞાની હતા, 00:13:39.945 --> 00:13:43.667 પરંતુ એનો ખરો પ્રેમ અને ખરું પેસન સિનેમા હતું, 00:13:43.691 --> 00:13:44.891 મારા ભાઈની જેમ. 00:13:44.915 --> 00:13:47.481 અને તેથી તેમણે મારા ભાઈના લગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું 00:13:47.505 --> 00:13:50.654 આપણા માણસના રૂપમાં ભજવાતી ભૂમિકાની. NOTE Paragraph 00:13:50.678 --> 00:13:52.967 અને તેમણે કહ્યું, "તમે જેટલા હળવા, 00:13:52.991 --> 00:13:56.843 એટલા તમારા અભિનયને સમૃદ્ધ અને મુલ્યવાન બનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો. 00:13:57.170 --> 00:14:01.256 જેઓ પોતાની ભૂમિકાઓને ભેટી લે અને પોતાનો અભિનય સુધારતા જાય 00:14:02.001 --> 00:14:04.620 તેઓ સ્વયં પ્રગતિ, બદલાવ અને વિસ્તાર કરે છે. 00:14:05.067 --> 00:14:06.375 સરસ રીતે રમો, 00:14:06.399 --> 00:14:08.372 અને તમારા દિવસો મોટે ભાગે આનંદીત હશે." NOTE Paragraph 00:14:08.946 --> 00:14:10.571 મારા પપ્પા એ કેહતા હતા 00:14:10.595 --> 00:14:14.381 કે આપણને બધાને આ દુનિયામાં સીમાઓ અને ભૂમિકાઓ સોંપવામાં આવી છે. 00:14:15.048 --> 00:14:18.513 પણ તેઓ આ વાતનો સાર પણ કેહતા હતા : 00:14:19.005 --> 00:14:24.022 આ ભૂમિકાઓ અને સીમાઓ સતત વિસ્તરતી અને વિકસતી રહે છે. NOTE Paragraph 00:14:24.770 --> 00:14:26.532 તો જયારે કોઈ ઘટના સાદ કરે, 00:14:27.114 --> 00:14:28.730 એક વિકરાળ મા બની જાઓ 00:14:29.251 --> 00:14:30.893 અને નમ્ર બની સલાહ લો. 00:14:31.802 --> 00:14:35.515 મજબુત આધાર અને વફાદાર મિત્રો તૈયાર કરો. 00:14:35.910 --> 00:14:38.248 જુસ્સાભેર દ્રષ્ટિકોણ બદલતા શીખો. 00:14:38.770 --> 00:14:40.490 અને જો આ બધા સાધનો વાપરશો -- 00:14:40.514 --> 00:14:44.080 અને તમારામાંથી દરેક આ સાધનોનો ઉપયોગ કરી શકે છે -- 00:14:44.104 --> 00:14:47.970 તમે તમારા સ્વીકૃત વર્તણુંકની સીમાનો વિસ્તાર કરશો. 00:14:47.994 --> 00:14:50.952 અને તમારા દિવસો મોટે ભાગે આનંદી હશે. NOTE Paragraph 00:14:52.082 --> 00:14:53.232 ધન્યવાદ. NOTE Paragraph 00:14:53.256 --> 00:14:55.687 (અભિવાદન)