[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.44,0:00:03.86,Default,,0000,0000,0000,,અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે. Dialogue: 0,0:00:04.59,0:00:09.51,Default,,0000,0000,0000,,આ શબ્દોનો સાચ્ચો અર્થ મને\Nબરાબર એક મહિના પેહલા જ સમજાયો, Dialogue: 0,0:00:09.53,0:00:12.43,Default,,0000,0000,0000,,જયારે મારી પત્ની અને હું માતા-પિતા બન્યા. Dialogue: 0,0:00:13.11,0:00:14.79,Default,,0000,0000,0000,,સુંદર ક્ષણ હતી એ. Dialogue: 0,0:00:14.82,0:00:17.00,Default,,0000,0000,0000,,આનંદ અને ઉલ્લાસથી ભરપુર, Dialogue: 0,0:00:17.02,0:00:20.34,Default,,0000,0000,0000,,સાથે સાથે ડરામણી તેમજ ભયાવહ પણ. Dialogue: 0,0:00:20.37,0:00:24.57,Default,,0000,0000,0000,,અને એ ખાસ કરીને વધારે ભયાવહ થઇ\Nજયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા, Dialogue: 0,0:00:24.60,0:00:26.06,Default,,0000,0000,0000,,અને અમને ખાત્રી નહોતી Dialogue: 0,0:00:26.08,0:00:30.17,Default,,0000,0000,0000,,કે અમારો નાનકડો બાબો ધાવણથી\Nપૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી. Dialogue: 0,0:00:30.62,0:00:33.94,Default,,0000,0000,0000,,અને અમારા બાળકોના ડોક્ટરને પૂછવું હતું, Dialogue: 0,0:00:33.97,0:00:36.54,Default,,0000,0000,0000,,પરંતુ અમારી પેહલી છાપ ખરાબ પડે\Nએવું પણ અમે ઈચ્છતા નહોતા Dialogue: 0,0:00:36.57,0:00:39.03,Default,,0000,0000,0000,,કે ઉતાવળા અને ઘેલા માતા-પિતા\Nબનવા નહોતા માંગતા. Dialogue: 0,0:00:39.05,0:00:40.70,Default,,0000,0000,0000,,તો અમે ચિંતિત હતા. Dialogue: 0,0:00:40.72,0:00:42.11,Default,,0000,0000,0000,,અને અમે રાહ જોઈ. Dialogue: 0,0:00:42.13,0:00:44.43,Default,,0000,0000,0000,,બીજે દિવસે જયારે\Nઅમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા, Dialogue: 0,0:00:44.45,0:00:48.70,Default,,0000,0000,0000,,તેણીએ તુરંત જ દવાઓ આપી\Nકેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું. Dialogue: 0,0:00:49.31,0:00:50.75,Default,,0000,0000,0000,,હવે અમારો દીકરો સ્વસ્થ છે, Dialogue: 0,0:00:50.77,0:00:54.15,Default,,0000,0000,0000,,અને અમારા ડોકટરે ગમે ત્યારે તેને\Nસમ્પર્ક કરવાની ખાતરી આપી. Dialogue: 0,0:00:54.15,0:00:55.63,Default,,0000,0000,0000,,પરંતુ તે ક્ષણે, Dialogue: 0,0:00:55.66,0:00:58.29,Default,,0000,0000,0000,,મારે બોલવું જોયતું હતું, પણ હું ન બોલ્યો. Dialogue: 0,0:00:58.94,0:01:02.24,Default,,0000,0000,0000,,પરંતુ આપણે અવાજ ઉઠાવીએ છીએ\Nજયારે આપણે ન બોલવું જોઈએ, Dialogue: 0,0:01:02.26,0:01:06.19,Default,,0000,0000,0000,,અને આ હું ૧૦ વર્ષ પેહલા શીખ્યો જયારે\Nમારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું. Dialogue: 0,0:01:06.58,0:01:09.22,Default,,0000,0000,0000,,મારો જોડિયો ભાઈ\Nદસ્તાવેજી ફિલ્મ બનાવે છે. Dialogue: 0,0:01:09.24,0:01:10.78,Default,,0000,0000,0000,,અને તેમાંની એક ફિલ્મ માટે, Dialogue: 0,0:01:10.80,0:01:13.41,Default,,0000,0000,0000,,ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી\Nઓફર મળી. Dialogue: 0,0:01:13.44,0:01:14.78,Default,,0000,0000,0000,,એ ખુબ જ ખુશ હતો, Dialogue: 0,0:01:14.80,0:01:17.47,Default,,0000,0000,0000,,અને તે ઓફર સ્વીકારવા માટે તૈયાર હતો. Dialogue: 0,0:01:17.49,0:01:19.58,Default,,0000,0000,0000,,પરંતુ વાટાઘાટ સંશોધક તરીકે, Dialogue: 0,0:01:19.61,0:01:22.56,Default,,0000,0000,0000,,મેં તેને વળતી ઓફર કરવા માટે મનાવ્યો, Dialogue: 0,0:01:22.58,0:01:25.82,Default,,0000,0000,0000,,અને મેં તેને ખુબ જ સરસ ઓફર\Nતૈયાર કરવામાં મદદ કરી. Dialogue: 0,0:01:25.84,0:01:27.52,Default,,0000,0000,0000,,એ ખુબ જ સરસ હતી -- Dialogue: 0,0:01:27.54,0:01:29.55,Default,,0000,0000,0000,,ખુબ જ સરસ રીતે અપમાનિત કરનારી. Dialogue: 0,0:01:30.42,0:01:32.14,Default,,0000,0000,0000,,કંપની એ હદે નારાજ થઇ કે, Dialogue: 0,0:01:32.16,0:01:34.21,Default,,0000,0000,0000,,તેઓ એ ઓફર જ પાછી ખેંચી લીધી Dialogue: 0,0:01:34.23,0:01:36.45,Default,,0000,0000,0000,,અને મારા ભાઈના હાથમાં કંઈ ન આવ્યું. Dialogue: 0,0:01:36.47,0:01:40.33,Default,,0000,0000,0000,,અને મેં પૂરી દુનિયાના લોકોને આ\Nઅવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે : Dialogue: 0,0:01:40.36,0:01:42.19,Default,,0000,0000,0000,,ક્યારે તેઓ પોતાને વ્યકત કરી શકે છે, Dialogue: 0,0:01:42.22,0:01:43.93,Default,,0000,0000,0000,,ક્યારે તેઓ પોતાની ઇચ્છાઓ કહી શકે છે, Dialogue: 0,0:01:43.95,0:01:46.15,Default,,0000,0000,0000,,ક્યારે તેઓ પોતાના મંતવ્યો\Nવ્યક્ત કરી શકે છે, Dialogue: 0,0:01:46.17,0:01:48.38,Default,,0000,0000,0000,,ક્યારે તેઓ પોતાની મહેચ્છા\Nઅંગે પૂછી શકે છે. Dialogue: 0,0:01:48.89,0:01:53.12,Default,,0000,0000,0000,,અને દરેક કહાની\Nવિવિધ અને વિભિન્ન છે. Dialogue: 0,0:01:53.14,0:01:55.72,Default,,0000,0000,0000,,પરંતુ તેઓ વિશ્વવ્યાપી\Nએક સમાન ગૂંથણી પણ બનાવે છે. Dialogue: 0,0:01:55.74,0:01:58.52,Default,,0000,0000,0000,,શું હું મારા બોસને તેની ભૂલ દર્શાવી શકું\Nજયારે તે ભૂલ કરે? Dialogue: 0,0:01:58.54,0:02:02.64,Default,,0000,0000,0000,,શું હું મારા સહકર્મી સામે મોઢામોઢ થઇ શકું\Nજે હંમેશા મને પરેશાન કરતો હોય? Dialogue: 0,0:02:02.100,0:02:06.06,Default,,0000,0000,0000,,શું હું મારા મિત્રને ટોકી શકું\Nતેના લાગણીવિહીન ટુચકા પર? Dialogue: 0,0:02:06.39,0:02:10.49,Default,,0000,0000,0000,,શું હું જેને ખુબ જ ચાહું છું એને\Nમારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું? Dialogue: 0,0:02:10.96,0:02:13.68,Default,,0000,0000,0000,,અને આવા બધા અનુભવો પરથી હું જાણી ગયો Dialogue: 0,0:02:13.70,0:02:17.56,Default,,0000,0000,0000,,કે આપણી દરેક પાસે કંઇક એવું હોય છે કે\Nજેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે. Dialogue: 0,0:02:17.58,0:02:22.83,Default,,0000,0000,0000,,હવે, ક્યારેક આપણે ઘણા મજબુત હોઈએ છીએ;\Nઆપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ. Dialogue: 0,0:02:22.86,0:02:24.62,Default,,0000,0000,0000,,એ જ મારા ભાઈ સાથે થયું. Dialogue: 0,0:02:24.64,0:02:29.27,Default,,0000,0000,0000,,વળતી ઓફર આપવી એ પણ\Nતેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું. Dialogue: 0,0:02:29.37,0:02:31.19,Default,,0000,0000,0000,,પરંતુ ક્યારેક આપણે ઘણા અશક્ત હોઈએ છીએ. Dialogue: 0,0:02:31.21,0:02:33.28,Default,,0000,0000,0000,,મારી પત્ની અને મારી સાથે પણ તે જ થયું. Dialogue: 0,0:02:33.30,0:02:35.52,Default,,0000,0000,0000,,અને આ સ્વીકૃત વર્તણુંકની સીમામાં -- Dialogue: 0,0:02:35.54,0:02:38.63,Default,,0000,0000,0000,,જો આપણે આપણી સીમામાં રહીએ,\Nતો ઇનામ મળે છે. Dialogue: 0,0:02:38.66,0:02:42.83,Default,,0000,0000,0000,,જો આપણે તે સીમાની બહાર પગ મુકીએ,\Nઆપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે. Dialogue: 0,0:02:42.85,0:02:45.99,Default,,0000,0000,0000,,આપણને કાઢી મુકાય છે કે પછી અપમાનિત કરાય\Nઅથવા તો બહિસકૃત જ કરી દે. Dialogue: 0,0:02:46.01,0:02:49.27,Default,,0000,0000,0000,,કે પછી એ પગાર વધારો\Nકે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ. Dialogue: 0,0:02:49.93,0:02:52.69,Default,,0000,0000,0000,,હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ : Dialogue: 0,0:02:52.72,0:02:54.20,Default,,0000,0000,0000,,મારી સીમા કેટલી છે? Dialogue: 0,0:02:54.74,0:02:58.69,Default,,0000,0000,0000,,પણ, મૂળ વાત એ છે કે,\Nઆપણી કોઈ ચોક્કસ સીમા નથી. Dialogue: 0,0:02:59.26,0:03:00.68,Default,,0000,0000,0000,,એ તો ખરેખર ફરતી રહે છે. Dialogue: 0,0:03:00.70,0:03:04.96,Default,,0000,0000,0000,,એ વિસ્તરે છે અને એ સંકોચાય છે\Nપરિસ્થિતિ મુજબ. Dialogue: 0,0:03:05.34,0:03:09.47,Default,,0000,0000,0000,,અને એક એવી ચીજ છે કે જે તમારી સીમા\Nનક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે. Dialogue: 0,0:03:10.04,0:03:11.33,Default,,0000,0000,0000,,અને એ છે તમારી સત્તા. Dialogue: 0,0:03:11.36,0:03:13.51,Default,,0000,0000,0000,,તમારી સત્તા તમારી સીમા નક્કી કરે છે. Dialogue: 0,0:03:13.54,0:03:14.97,Default,,0000,0000,0000,,શું છે સત્તા? Dialogue: 0,0:03:14.100,0:03:16.76,Default,,0000,0000,0000,,સત્તા જુદા જુદા સ્વરૂપે આવે છે. Dialogue: 0,0:03:16.79,0:03:19.88,Default,,0000,0000,0000,,વાટાઘાટો માં, એ વિકલ્પોના સ્વરૂપે આવે છે. Dialogue: 0,0:03:19.90,0:03:21.90,Default,,0000,0000,0000,,તો મારા ભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો. Dialogue: 0,0:03:21.92,0:03:23.11,Default,,0000,0000,0000,,તેની સત્તા ખૂટતી હતી. Dialogue: 0,0:03:23.14,0:03:24.96,Default,,0000,0000,0000,,કંપની પાસે ઘણા વિકલ્પો હતાં; Dialogue: 0,0:03:24.98,0:03:26.15,Default,,0000,0000,0000,,એ લોકો પાસે સત્તા હતી. Dialogue: 0,0:03:26.17,0:03:29.23,Default,,0000,0000,0000,,ક્યારેક આપણે કોઈ દેશ માટે નવા હોઈએ,\Nજેમ કે પરદેશી, Dialogue: 0,0:03:29.25,0:03:30.71,Default,,0000,0000,0000,,અથવા કોઈ સંસ્થા માટે નવા Dialogue: 0,0:03:30.74,0:03:32.30,Default,,0000,0000,0000,,કે કોઈ નવો અનુભવ, Dialogue: 0,0:03:32.32,0:03:34.42,Default,,0000,0000,0000,,જેમ કે હું અને મારી પત્ની\Nપ્રથમ મા-બાપ તરીકે. Dialogue: 0,0:03:34.45,0:03:35.95,Default,,0000,0000,0000,,ક્યારેક કામની જગ્યા એ હોય છે, Dialogue: 0,0:03:35.97,0:03:38.58,Default,,0000,0000,0000,,જ્યાં કોઈક ઉપરી છે\Nઅને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી. Dialogue: 0,0:03:38.61,0:03:40.29,Default,,0000,0000,0000,,ક્યારેક એ સંબંધોમાં હોય છે, Dialogue: 0,0:03:40.32,0:03:43.30,Default,,0000,0000,0000,,જ્યાં એક વ્યક્તિ સામેની વ્યક્તિ કરતા\Nવધારે સમર્પિત હોય છે. Dialogue: 0,0:03:43.32,0:03:46.84,Default,,0000,0000,0000,,અને મૂળ વાત એ છે કે જયારે\Nઆપણી પાસે વધારે સત્તા હોય છે, Dialogue: 0,0:03:46.86,0:03:48.69,Default,,0000,0000,0000,,આપણી સીમા વધારે વિસ્તરેલી હોય છે. Dialogue: 0,0:03:48.71,0:03:51.34,Default,,0000,0000,0000,,આપણી પાસે વધુ આઝાદી હોય છે કે કેમ વર્તવું. Dialogue: 0,0:03:51.81,0:03:54.14,Default,,0000,0000,0000,,પણ જયારે આપણી સત્તા ખૂટતી હોય,\Nઆપણી સીમા સંકોચાય છે. Dialogue: 0,0:03:54.54,0:03:56.33,Default,,0000,0000,0000,,આપણને થોડી જ આઝાદી મળે છે. Dialogue: 0,0:03:56.95,0:03:59.73,Default,,0000,0000,0000,,હવે મુશ્કેલી એ છે કે જયારે\Nઆપણી સીમા સંકોચાય છે, Dialogue: 0,0:03:59.75,0:04:03.86,Default,,0000,0000,0000,,ત્યારે એવું કંઇક ઉપજે છે કે જેને\Nઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે. Dialogue: 0,0:04:04.31,0:04:06.98,Default,,0000,0000,0000,,ઓછી સત્તાવાળું બમણું બંધન બને છે Dialogue: 0,0:04:07.01,0:04:09.94,Default,,0000,0000,0000,,જયારે, જો આપણે અવાજ ન ઉઠાવીએ,\Nઆપણે ધ્યાનમાં લેવાતા નથી, Dialogue: 0,0:04:10.58,0:04:12.92,Default,,0000,0000,0000,,પરંતુ જો આપણે અવાજ ઉઠાવીએ,\Nઆપણને સજા મળે છે. Dialogue: 0,0:04:13.36,0:04:16.07,Default,,0000,0000,0000,,હવે, તમારા ઘણામાંથી "બમણું બંધન"\Nએવા શબ્દો સાંભળ્યા હશે Dialogue: 0,0:04:16.09,0:04:19.04,Default,,0000,0000,0000,,અને તેને અન્ય ચીજ સાથે જોડી હશે,\Nઅને તે છે જાતિ. Dialogue: 0,0:04:19.06,0:04:23.28,Default,,0000,0000,0000,,જાતિગત બમણા બંધનમાં સ્ત્રી\Nજે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે, Dialogue: 0,0:04:23.30,0:04:25.73,Default,,0000,0000,0000,,અને જે સ્ત્રી અવાજ ઉઠાવે છે તે સજા મેળવે છે. Dialogue: 0,0:04:26.13,0:04:31.11,Default,,0000,0000,0000,,અને મૂળ વાત એ છે કે સ્ત્રીઓને પણ\Nપુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે, Dialogue: 0,0:04:31.14,0:04:33.03,Default,,0000,0000,0000,,પરંતુ આમ કરવામાં તેઓને અંતરાયો નડે છે. Dialogue: 0,0:04:34.00,0:04:37.28,Default,,0000,0000,0000,,પણ મારા બે દસકાથી વધુ ના\Nસંશોધને બતાવ્યું છે Dialogue: 0,0:04:37.31,0:04:40.59,Default,,0000,0000,0000,,કે જે જાતિગત અસમાનતા લાગે છે Dialogue: 0,0:04:41.04,0:04:43.43,Default,,0000,0000,0000,,તે ખરેખર જાતિગત બમણું બંધન નથી, Dialogue: 0,0:04:43.46,0:04:45.81,Default,,0000,0000,0000,,તે તો ખરેખર ઓછી સત્તાનું બમણું બંધન છે. Dialogue: 0,0:04:45.84,0:04:47.72,Default,,0000,0000,0000,,અને જે જાતિગત અસમાનતા લાગે છે Dialogue: 0,0:04:47.74,0:04:50.85,Default,,0000,0000,0000,,તે ખરેખર ક્યારેક ફક્ત સત્તાની\Nઅસમાનતાના છદ્મવેશમાં હોય છે. Dialogue: 0,0:04:51.29,0:04:53.82,Default,,0000,0000,0000,,વારંવાર આપણે પુરુષ અને સ્ત્રી\Nવચ્ચેનું અંતર જોયું હશે Dialogue: 0,0:04:53.82,0:04:55.34,Default,,0000,0000,0000,,અથવા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, Dialogue: 0,0:04:55.36,0:04:58.97,Default,,0000,0000,0000,,અને વિચારીએ છીએ, "જૈવિક કારણોસર.\Nજાતિઓ વચ્ચે કંઇક Dialogue: 0,0:04:58.100,0:05:00.24,Default,,0000,0000,0000,,મૂળભુત રીતે જ અંતર હશે. Dialogue: 0,0:05:00.26,0:05:02.12,Default,,0000,0000,0000,,પરંતુ એક પછી એક અભ્યાસને લીધે Dialogue: 0,0:05:02.14,0:05:06.35,Default,,0000,0000,0000,,મેં શોધી કાઢ્યું કે ઘણા જાતિગત\Nતફાવતોની વધુ સારી સમજુતી Dialogue: 0,0:05:06.89,0:05:08.40,Default,,0000,0000,0000,,એ ખરેખર સત્તા છે. Dialogue: 0,0:05:08.43,0:05:11.50,Default,,0000,0000,0000,,અને તેથી તે ઓછી સત્તાનું બમણું બંધન છે. Dialogue: 0,0:05:11.98,0:05:16.79,Default,,0000,0000,0000,,અને ઓછી સત્તાનું બમણું બંધન એટલે\Nઆપણી સીમા સાંકડી છે, Dialogue: 0,0:05:16.82,0:05:18.64,Default,,0000,0000,0000,,અને આપણને સત્તા ખૂટે છે. Dialogue: 0,0:05:18.67,0:05:19.90,Default,,0000,0000,0000,,આપણી પાસે સીમા સાંકડી છે, Dialogue: 0,0:05:19.92,0:05:21.85,Default,,0000,0000,0000,,અને આપણું બમણું બંધન ખુબ મોટું છે. Dialogue: 0,0:05:22.34,0:05:24.69,Default,,0000,0000,0000,,તો આપણે આપણી સીમા ફેલાવવા\Nનવા રસ્તા શોધવા પડશે. Dialogue: 0,0:05:24.72,0:05:26.29,Default,,0000,0000,0000,,અને પાછલા બે-એક દસકાઓમાં, Dialogue: 0,0:05:26.32,0:05:29.30,Default,,0000,0000,0000,,મારા સહકર્મીઓ અને મેં શોધી કાઢ્યું કે\Nબે ચીજ ખૂબ મહત્વની છે. Dialogue: 0,0:05:29.89,0:05:33.89,Default,,0000,0000,0000,,પેહલી: તમે તમારી જ આંખોમાં\Nસમર્થ હોવા જુઓ. Dialogue: 0,0:05:34.28,0:05:37.60,Default,,0000,0000,0000,,બીજી: તમે બીજાની આંખોમાં\Nસમર્થ લાગવા જુઓ. Dialogue: 0,0:05:37.63,0:05:39.48,Default,,0000,0000,0000,,જયારે હું સામર્થ્ય અનુભવીશ, Dialogue: 0,0:05:40.12,0:05:41.99,Default,,0000,0000,0000,,હું આત્મવિશ્વાસ અનુભવીશ, ડરેલો નહિ; Dialogue: 0,0:05:42.02,0:05:43.86,Default,,0000,0000,0000,,હું મારી પોતાની જ સીમા વિસ્તારું છું. Dialogue: 0,0:05:43.88,0:05:46.03,Default,,0000,0000,0000,,જયારે બીજા લોકો મને એટલો જ સમર્થ જોશે, Dialogue: 0,0:05:46.61,0:05:49.15,Default,,0000,0000,0000,,તેઓ મારી વિસ્તૃત સીમા મંજુર કરી લેશે. Dialogue: 0,0:05:49.17,0:05:53.93,Default,,0000,0000,0000,,તો આપણને આપણા સ્વીકૃત વર્તનની સીમા\Nવિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે. Dialogue: 0,0:05:53.95,0:05:56.34,Default,,0000,0000,0000,,અને આજે હું આપને\Nતે સાધનો આપવા જઈ રહ્યો છું. Dialogue: 0,0:05:56.37,0:05:57.98,Default,,0000,0000,0000,,અવાજ ઉઠાવવો એ જોખમી છે, Dialogue: 0,0:05:58.50,0:06:02.43,Default,,0000,0000,0000,,પરંતુ આ સાધનો તમારા\Nઅવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે. Dialogue: 0,0:06:03.07,0:06:08.90,Default,,0000,0000,0000,,જે પેહલું સાધન હું તમને આપવા\Nજઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની Dialogue: 0,0:06:08.92,0:06:10.30,Default,,0000,0000,0000,,વાટાઘાટોમાં પ્રકાશમાં આવો. Dialogue: 0,0:06:10.33,0:06:14.22,Default,,0000,0000,0000,,સરેરાશ, સ્ત્રીઓ ઓછી મહત્વાકાંક્ષી\Nરજૂઆતો મુકે છે Dialogue: 0,0:06:14.25,0:06:17.72,Default,,0000,0000,0000,,અને વાટાઘાટ કરવામાં પુરુષો કરતા\Nવધુ ખરાબ પરિણામ મેળવે છે. Dialogue: 0,0:06:18.20,0:06:21.32,Default,,0000,0000,0000,,પરંતુ હાના રાયલી બાઉલ્સ અને\Nએમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે Dialogue: 0,0:06:21.34,0:06:25.02,Default,,0000,0000,0000,,એક એવી પરિસ્થિતિ છે જ્યાં સ્ત્રીઓને\Nપુરુષો જેટલું જ પરિણામ મળે છે Dialogue: 0,0:06:25.04,0:06:26.64,Default,,0000,0000,0000,,અને એટલા જ મહત્વાકાંક્ષી હોય. Dialogue: 0,0:06:27.20,0:06:30.80,Default,,0000,0000,0000,,કે જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય. Dialogue: 0,0:06:31.25,0:06:33.39,Default,,0000,0000,0000,,જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય, Dialogue: 0,0:06:33.41,0:06:38.29,Default,,0000,0000,0000,,તેઓ પોતાની સીમા જાણી લે છે અને\Nતેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે. Dialogue: 0,0:06:38.31,0:06:39.72,Default,,0000,0000,0000,,તેઓ વધારે અડગ થઇ જાય છે. Dialogue: 0,0:06:39.75,0:06:42.62,Default,,0000,0000,0000,,આ ક્યારેક "ઉપરાણું લેવું"\Nકેહવાય છે. Dialogue: 0,0:06:43.48,0:06:45.74,Default,,0000,0000,0000,,એક મા પોતાના સંતાનનું ઉપરાણું લે એ રીતે, Dialogue: 0,0:06:45.77,0:06:49.71,Default,,0000,0000,0000,,આપણે જયારે બીજાની હિમાયત કરીએ છીએ,\Nઆપણને ખુદનો અવાજ સંભળાય છે. Dialogue: 0,0:06:50.33,0:06:53.44,Default,,0000,0000,0000,,પણ ક્યારેક, આપણે આપણા\Nમાટે હિમાયત કરવી પડે છે. Dialogue: 0,0:06:53.47,0:06:54.81,Default,,0000,0000,0000,,આપણે તે કઈ રીતે કરીશું? Dialogue: 0,0:06:54.83,0:06:58.84,Default,,0000,0000,0000,,આપણે આપણી જ હિમાયત કરવાના\Nઘણા મહત્વના સાધનો પૈકી એક છે Dialogue: 0,0:06:58.86,0:07:01.23,Default,,0000,0000,0000,,જેને દ્રષ્ટિકોણમાં બદલાવ કહે છે. Dialogue: 0,0:07:01.26,0:07:04.01,Default,,0000,0000,0000,,અને દ્રષ્ટિકોણમાં બદલાવ ઘણો સરળ છે : Dialogue: 0,0:07:04.03,0:07:08.32,Default,,0000,0000,0000,,તેમાં બસ અન્ય વ્યક્તિની દ્રષ્ટિથી\Nદુનિયાને જોવાની હોય છે. Dialogue: 0,0:07:09.01,0:07:12.80,Default,,0000,0000,0000,,તે આપણી સીમા વધારવાના\Nમહત્વના સાધનો પૈકીનું એક છે. Dialogue: 0,0:07:12.83,0:07:14.53,Default,,0000,0000,0000,,જયારે હું તમારા દ્રષ્ટિકોણ થી જોઉં Dialogue: 0,0:07:14.56,0:07:16.100,Default,,0000,0000,0000,,અને હું તમારે ખરેખર શું જોઈએ છે એ વિચારું, Dialogue: 0,0:07:17.02,0:07:20.39,Default,,0000,0000,0000,,મારે જે જોઈએ છે એ આપવાની\Nતમારી તૈયારી વધી જશે. Dialogue: 0,0:07:21.46,0:07:22.96,Default,,0000,0000,0000,,પણ અહીં એક તકલીફ છે : Dialogue: 0,0:07:22.98,0:07:25.27,Default,,0000,0000,0000,,દ્રષ્ટિકોણમાં બદલાવ કરવો કઠીન છે. Dialogue: 0,0:07:25.29,0:07:26.82,Default,,0000,0000,0000,,તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ. Dialogue: 0,0:07:26.84,0:07:29.86,Default,,0000,0000,0000,,બધા પોતાનો હાથ બસ આ રીતે રાખો : Dialogue: 0,0:07:29.88,0:07:31.18,Default,,0000,0000,0000,,તમારી આંગળી -- સીધી રાખો. Dialogue: 0,0:07:31.77,0:07:36.00,Default,,0000,0000,0000,,અને તમારા કપાળ પર કેપિટલ E દોરો. Dialogue: 0,0:07:36.03,0:07:37.61,Default,,0000,0000,0000,,થઇ શકે તેટલું ઝડપથી. Dialogue: 0,0:07:40.07,0:07:43.38,Default,,0000,0000,0000,,ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે\Nઆ E બે રીતે દોરી શકીએ છીએ. Dialogue: 0,0:07:43.41,0:07:46.89,Default,,0000,0000,0000,,અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની\Nકસોટી માટે તૈયાર કરાય હતી. Dialogue: 0,0:07:46.92,0:07:48.84,Default,,0000,0000,0000,,હું તમને બે ફોટા બતાવવા જઈ રહ્યો છું Dialogue: 0,0:07:48.86,0:07:50.86,Default,,0000,0000,0000,,જેમાં કોઈના કપાળ પર E લખેલું છે -- Dialogue: 0,0:07:50.88,0:07:52.74,Default,,0000,0000,0000,,મારી જૂની વિદ્યાર્થીની, એરિકા હોલ. Dialogue: 0,0:07:53.29,0:07:55.26,Default,,0000,0000,0000,,અને તમે અહીંયા જોઈ શકો છો, Dialogue: 0,0:07:55.29,0:07:56.55,Default,,0000,0000,0000,,કે તે સાચ્ચો E છે. Dialogue: 0,0:07:56.58,0:08:00.03,Default,,0000,0000,0000,,મેં એ રીતે E દોર્યો કે\Nબીજા વ્યક્તિને એ E લાગે. Dialogue: 0,0:08:00.05,0:08:02.16,Default,,0000,0000,0000,,તે છે દ્રષ્ટિકોણમાં બદલાવ નો E Dialogue: 0,0:08:02.18,0:08:05.24,Default,,0000,0000,0000,,કારણ કે તે કોઈ બીજાની\Nજગ્યાએ થી જોતા E લાગે છે. Dialogue: 0,0:08:05.26,0:08:08.27,Default,,0000,0000,0000,,પરંતુ અહીંયાનો E\Nએ સ્વ-કેન્દ્રિત E છે. Dialogue: 0,0:08:08.72,0:08:10.51,Default,,0000,0000,0000,,આપણે ઘણી વાર સ્વ-કેન્દ્રિત\Nથઈ જઈએ છીએ. Dialogue: 0,0:08:10.53,0:08:13.50,Default,,0000,0000,0000,,અને ખાસ કરીને સંકટના સમયે\Nઆપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ. Dialogue: 0,0:08:14.06,0:08:16.24,Default,,0000,0000,0000,,હું તમને એવા એક સંકટ\Nસમયનો કિસ્સો કહું છું. Dialogue: 0,0:08:16.26,0:08:19.26,Default,,0000,0000,0000,,વોટસનવિલે, કેલીફોર્નીયાની\Nએક બેંકમાં એક વ્યક્તિ જાય છે. Dialogue: 0,0:08:20.28,0:08:22.72,Default,,0000,0000,0000,,અને તે કહે છે, "મને ૨,૦૦૦ ડોલર આપો, Dialogue: 0,0:08:22.75,0:08:25.04,Default,,0000,0000,0000,,નહિતર હું આખી બેન્કને બોમ્બથી ઉડાવી દઈશ." Dialogue: 0,0:08:25.50,0:08:28.03,Default,,0000,0000,0000,,હવે, બેંક મેનેજર તેને પૈસા નથી આપતી. Dialogue: 0,0:08:28.05,0:08:29.35,Default,,0000,0000,0000,,તેણી પાછળ હટે છે. Dialogue: 0,0:08:29.87,0:08:31.33,Default,,0000,0000,0000,,તેણી તેના દ્રષ્ટિકોણથી જુએ છે, Dialogue: 0,0:08:31.35,0:08:33.72,Default,,0000,0000,0000,,અને તેણીએ કંઇક ખુબ જ\Nમહત્વની બાબત નોંધી. Dialogue: 0,0:08:33.74,0:08:36.45,Default,,0000,0000,0000,,પેલાએ ચોક્કસ રકમની માંગણી કરી. Dialogue: 0,0:08:36.47,0:08:37.68,Default,,0000,0000,0000,,તો તેણીએ પૂછ્યું, Dialogue: 0,0:08:38.67,0:08:40.93,Default,,0000,0000,0000,,"તે કેમ $ ૨,૦૦૦ ની માંગણી કરી?" Dialogue: 0,0:08:41.26,0:08:43.63,Default,,0000,0000,0000,,અને તેણે કહ્યું, "મારા મિત્રને\Nકાઢી મુકાશે Dialogue: 0,0:08:43.66,0:08:45.92,Default,,0000,0000,0000,,જો હું તાત્કાલિક ૨,૦૦૦ ડોલર નહિ આપું તો." Dialogue: 0,0:08:45.94,0:08:48.99,Default,,0000,0000,0000,,અને પેલી બોલી, "ઓહ!\Nતારે બેંક નથી લુંટવી -- Dialogue: 0,0:08:49.02,0:08:50.51,Default,,0000,0000,0000,,તારે તો લોન જોઈએ છે." Dialogue: 0,0:08:50.53,0:08:51.62,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:51.64,0:08:53.51,Default,,0000,0000,0000,,"તું મારી ઓફિસમાં કેમ નથી આવતો, Dialogue: 0,0:08:53.54,0:08:55.72,Default,,0000,0000,0000,,અને આપણે જરૂરી કાગળીયા કરી લઈએ." Dialogue: 0,0:08:55.74,0:08:56.78,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:57.21,0:09:01.72,Default,,0000,0000,0000,,હવે, તેણીના ઝડપી દ્રષ્ટિકોણ બદલાવે\Nગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું. Dialogue: 0,0:09:02.28,0:09:04.10,Default,,0000,0000,0000,,તો જયારે આપણે કોઈનો\Nદ્રષ્ટિકોણ લઈએ છીએ, Dialogue: 0,0:09:04.12,0:09:08.72,Default,,0000,0000,0000,,તે આપણને મહત્વાકાંક્ષી અને કૃતનિશ્ચયી\Nબનાવે છે, છતાં પસંદ પણ પડીએ. Dialogue: 0,0:09:09.18,0:09:12.45,Default,,0000,0000,0000,,હવે એક બીજો રસ્તો છે કૃતનિશ્ચયી\Nબનવાનો અને પસંદ પણ પડીએ, Dialogue: 0,0:09:12.47,0:09:15.00,Default,,0000,0000,0000,,અને તે છે આપણી ઉદારતાનો સંકેત કરવો. Dialogue: 0,0:09:15.41,0:09:19.48,Default,,0000,0000,0000,,હવે, માની લો કે તમે મોટરગાડી વેચો છો,\Nઅને તમારે કોઈને મોટરગાડી વેચવી છે. Dialogue: 0,0:09:19.79,0:09:23.79,Default,,0000,0000,0000,,તમારા વેચાણની શક્યતાઓ વધી જશે\Nજો તમે તેમને બે વિકલ્પ આપશો. Dialogue: 0,0:09:24.14,0:09:25.56,Default,,0000,0000,0000,,ચાલો જોઈએ વિકલ્પ A : Dialogue: 0,0:09:25.59,0:09:28.69,Default,,0000,0000,0000,,આ મોટરના $ ૨૪,૦૦૦\Nઅને પાંચ વર્ષની વોરંટી. Dialogue: 0,0:09:29.08,0:09:30.26,Default,,0000,0000,0000,,અથવા વિકલ્પ B : Dialogue: 0,0:09:30.70,0:09:33.49,Default,,0000,0000,0000,,$ ૨૩,૦૦૦ અને ત્રણ વર્ષની વોરંટી. Dialogue: 0,0:09:33.84,0:09:37.42,Default,,0000,0000,0000,,મારું સંશોધન કહે છે કે જયારે તમે\Nલોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો, Dialogue: 0,0:09:37.45,0:09:39.34,Default,,0000,0000,0000,,તે તેઓની શંકા ઘટાડી દે છે, Dialogue: 0,0:09:39.36,0:09:41.76,Default,,0000,0000,0000,,અને તેઓની તમારી ઓફર સ્વીકારવાની\Nશક્યતા વધી જાય છે. Dialogue: 0,0:09:42.20,0:09:44.32,Default,,0000,0000,0000,,અને આ ફક્ત વેચાણ\Nવખતે જ લાગુ નથી પડતું; Dialogue: 0,0:09:44.34,0:09:45.53,Default,,0000,0000,0000,,તે વાલીઓને લાગુ પડે છે. Dialogue: 0,0:09:45.56,0:09:47.04,Default,,0000,0000,0000,,જયારે મારી ભત્રીજી ૪ વર્ષની હતી Dialogue: 0,0:09:47.04,0:09:49.78,Default,,0000,0000,0000,,તેણીને કપડા પેહરવા ન ગમતાં\Nઅને બધાને ના પડી દેતી. Dialogue: 0,0:09:50.16,0:09:52.69,Default,,0000,0000,0000,,પણ પછી મારા ભાભીને\Nબુદ્ધિશાળી ઉપાય સુજ્યો. Dialogue: 0,0:09:53.08,0:09:55.63,Default,,0000,0000,0000,,જો હું મારી દીકરીને વિકલ્પો આપું તો? Dialogue: 0,0:09:55.65,0:09:57.68,Default,,0000,0000,0000,,આ શર્ટ કે પેલું શર્ટ? ઓકે, પેલું શર્ટ. Dialogue: 0,0:09:57.70,0:09:59.82,Default,,0000,0000,0000,,આ પેન્ટ કે પેલું પેન્ટ? ઓકે, પેલું પેન્ટ. Dialogue: 0,0:09:59.84,0:10:01.18,Default,,0000,0000,0000,,અને એ ખુબ જ સરસ કામ આવ્યું. Dialogue: 0,0:10:01.21,0:10:04.74,Default,,0000,0000,0000,,તેણીએ ઝડપથી કપડા પેરી લીધા\Nઅને કોઈ પ્રતિકાર વગર. Dialogue: 0,0:10:05.50,0:10:07.78,Default,,0000,0000,0000,,જયારે મેં પૂરી દુનિયામાં સવાલ પૂછ્યો Dialogue: 0,0:10:07.81,0:10:09.86,Default,,0000,0000,0000,,લોકોને અવાજ ઉઠાવવો ક્યારે અનુકુળ લાગે, Dialogue: 0,0:10:09.88,0:10:11.22,Default,,0000,0000,0000,,પેલા નંબરનો જવાબ છે : Dialogue: 0,0:10:11.24,0:10:15.100,Default,,0000,0000,0000,,"જયારે મારી પાસે લોકોનો સામાજિક\Nટેકો હોય; જયારે મારે મિત્રો હોય." Dialogue: 0,0:10:16.02,0:10:19.57,Default,,0000,0000,0000,,તો આપણે લોકોને આપણી બાજુ ખેચવા છે. Dialogue: 0,0:10:19.96,0:10:21.23,Default,,0000,0000,0000,,તે આપણે કેવી રીતે કરીશું? Dialogue: 0,0:10:21.84,0:10:24.01,Default,,0000,0000,0000,,એક રસ્તો એવો છે કે મા બનો. Dialogue: 0,0:10:24.03,0:10:25.65,Default,,0000,0000,0000,,જયારે આપણે બીજાની હિમાયત કરીએ છીએ, Dialogue: 0,0:10:25.65,0:10:29.06,Default,,0000,0000,0000,,આપણે આપણી આંખોમાં તેમજ બીજાની આંખોમાં\Nઆપણી સીમાને વિસ્તારીએ છીએ , Dialogue: 0,0:10:29.09,0:10:31.24,Default,,0000,0000,0000,,અને આપણે વફાદાર મિત્રો પણ મેળવીએ છીએ. Dialogue: 0,0:10:31.81,0:10:36.51,Default,,0000,0000,0000,,વફાદાર મિત્રો મેળવવાનો બીજો રસ્તો છે,\Nખાસ કરીને ઊંચા દરજ્જે, Dialogue: 0,0:10:36.54,0:10:39.39,Default,,0000,0000,0000,,એ બીજા લોકોની સલાહ લેવાનો છે. Dialogue: 0,0:10:39.41,0:10:45.29,Default,,0000,0000,0000,,જયારે આપણે બીજાની સલાહ લઈએ છીએ, એ આપણને\Nગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ, Dialogue: 0,0:10:45.32,0:10:46.80,Default,,0000,0000,0000,,અને આપણે વિનમ્રતા દાખવીએ છીએ. Dialogue: 0,0:10:47.28,0:10:50.48,Default,,0000,0000,0000,,અને આ બીજું બમણું બંધન ઉકેલવામાં\Nખરેખર કામ આવે છે. Dialogue: 0,0:10:50.83,0:10:53.16,Default,,0000,0000,0000,,અને તે છે પોતાની વૃદ્ધિનું બમણું બંધન. Dialogue: 0,0:10:53.50,0:10:55.00,Default,,0000,0000,0000,,પોતાની વૃદ્ધિનું બમણું બંધન Dialogue: 0,0:10:55.03,0:10:58.18,Default,,0000,0000,0000,,એ છે કે જો આપણે આપણી\Nકુશળતા જાહેર નહીં કરીએ, Dialogue: 0,0:10:58.20,0:10:59.42,Default,,0000,0000,0000,,કોઈ ધ્યાન નહીં દે. Dialogue: 0,0:10:59.44,0:11:01.84,Default,,0000,0000,0000,,અને જો આપણે કરી, આપણે પસંદ નહીં પડીએ. Dialogue: 0,0:11:01.87,0:11:05.43,Default,,0000,0000,0000,,પરંતુ જો આપણે આપણી જ\Nકુશળતા માટે સલાહ લેશું, Dialogue: 0,0:11:05.46,0:11:09.77,Default,,0000,0000,0000,,આપણે તેઓની આંખોમાં સમર્થ થઈ જશું\Nઅને પસંદ પણ પડીશું. Dialogue: 0,0:11:10.50,0:11:12.50,Default,,0000,0000,0000,,અને આ એટલું શક્તિશાળી છે કે Dialogue: 0,0:11:12.53,0:11:15.07,Default,,0000,0000,0000,,તમે તે આવતું જોતા હોવ\Nત્યારે પણ તે કામ કરે છે. Dialogue: 0,0:11:15.47,0:11:19.51,Default,,0000,0000,0000,,મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું છે જયારે\Nમને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય Dialogue: 0,0:11:19.53,0:11:23.97,Default,,0000,0000,0000,,કે ઓછા સમર્થ વ્યક્તિને મારી સલાહ લેવાની\Nસલાહ આપવામાં આવી હોય. Dialogue: 0,0:11:24.29,0:11:26.53,Default,,0000,0000,0000,,હું ઈચ્છું છું કે તમે અહીં\Nત્રણ બાબતની નોંધ લો : Dialogue: 0,0:11:26.56,0:11:29.54,Default,,0000,0000,0000,,પેલી, મને ખ્યાલ હતો કે તેઓ\Nમારી સલાહ લેવા આવે છે. Dialogue: 0,0:11:29.93,0:11:33.93,Default,,0000,0000,0000,,બીજી, મેં ખરેખર સલાહ લેવાના\Nવ્યુહાત્મક ફાયદા પર Dialogue: 0,0:11:33.96,0:11:35.26,Default,,0000,0000,0000,,સંશોધન કરેલું છે. Dialogue: 0,0:11:35.88,0:11:38.21,Default,,0000,0000,0000,,અને ત્રીજી, તેણે છતાં પણ કામ કર્યું ! Dialogue: 0,0:11:38.66,0:11:39.87,Default,,0000,0000,0000,,મેં તેઓનો દ્રષ્ટિકોણ લીધો Dialogue: 0,0:11:39.90,0:11:42.08,Default,,0000,0000,0000,,હું તેમની સમસ્યાઓમાં વધુ ખૂંપી ગયો, Dialogue: 0,0:11:42.11,0:11:45.91,Default,,0000,0000,0000,,હું તેમના પ્રત્યે વધુ વચનબદ્ધ થયો\Nકારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી. Dialogue: 0,0:11:46.34,0:11:49.53,Default,,0000,0000,0000,,હવે, કોઈક વાર આપણે અવાજ ઉઠાવવામાં\Nવધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ Dialogue: 0,0:11:49.95,0:11:51.69,Default,,0000,0000,0000,,જયારે આપણે નિષ્ણાત હોઈએ. Dialogue: 0,0:11:52.14,0:11:54.30,Default,,0000,0000,0000,,નિષ્ણાતપણું આપણી વિશ્વસનીયતા ઉભી કરે છે. Dialogue: 0,0:11:54.86,0:11:57.79,Default,,0000,0000,0000,,જયારે આપણે ઊંચી સત્તા પર હોઈએ,\Nઆપણે અગાઉથી વિશ્વસનીય છીએ. Dialogue: 0,0:11:57.81,0:11:59.28,Default,,0000,0000,0000,,આપણને ફક્ત સારા આધાર જોઈએ. Dialogue: 0,0:11:59.78,0:12:02.75,Default,,0000,0000,0000,,જયારે આપણી પાસે સત્તા નથી,\Nઆપણી વિશ્વસનીય નથી. Dialogue: 0,0:12:02.77,0:12:05.03,Default,,0000,0000,0000,,આપણને મજબુત આધાર જોઈએ. Dialogue: 0,0:12:05.39,0:12:09.14,Default,,0000,0000,0000,,અને નિષ્ણાત બનવાનો\Nઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે Dialogue: 0,0:12:09.16,0:12:11.26,Default,,0000,0000,0000,,કે આપણા જુસ્સાની અંદર ઘુસી જવું. Dialogue: 0,0:12:11.78,0:12:15.96,Default,,0000,0000,0000,,મારી ઈચ્છા છે કે આવનારા થોડા દિવસોમાં\Nસૌ પોતપોતાના મિત્રના ઘરે જાય Dialogue: 0,0:12:15.98,0:12:17.23,Default,,0000,0000,0000,,અને બસ તેઓને કહે, Dialogue: 0,0:12:17.25,0:12:19.96,Default,,0000,0000,0000,,"તું મને તારા જુસ્સાનું વર્ણન કર." Dialogue: 0,0:12:20.74,0:12:23.22,Default,,0000,0000,0000,,મેં પૂરી દુનિયામાં લોકો પાસે આ કરાવેલું છે Dialogue: 0,0:12:23.25,0:12:24.50,Default,,0000,0000,0000,,અને મેં તેઓને પૂછ્યું, Dialogue: 0,0:12:24.53,0:12:26.70,Default,,0000,0000,0000,,"તમે સામેવાળા વ્યક્તિમાં શું નોંધ્યું Dialogue: 0,0:12:26.72,0:12:28.77,Default,,0000,0000,0000,,જયારે તેઓ પોતાનો જુસ્સો જણાવતા હતા?" Dialogue: 0,0:12:28.80,0:12:30.70,Default,,0000,0000,0000,,અને બધા જવાબ હંમેશા સરખા હતા. Dialogue: 0,0:12:30.72,0:12:32.73,Default,,0000,0000,0000,,"તેઓની આંખો મોટી થઈ અને ચમકતી હતી." Dialogue: 0,0:12:32.75,0:12:35.70,Default,,0000,0000,0000,,"તેઓ મલકાતા હતા ખુબ તેજસ્વી રીતે ." Dialogue: 0,0:12:35.73,0:12:37.37,Default,,0000,0000,0000,,"તેઓ પોતાના હાથ બધે ફેરવતા હતા -- Dialogue: 0,0:12:37.40,0:12:39.88,Default,,0000,0000,0000,,મારે નમવું પડ્યું કેમ કે\Nતેના હાથ મારી બાજુ આવતા હતા. Dialogue: 0,0:12:39.91,0:12:42.11,Default,,0000,0000,0000,,"તેઓ ઝડપથી\Nથોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા." Dialogue: 0,0:12:42.14,0:12:43.11,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:12:43.13,0:12:45.58,Default,,0000,0000,0000,,"તે મને કોઈ રહસ્ય કેહવાના\Nહોય એ રીતે નમી ગયા." Dialogue: 0,0:12:45.60,0:12:46.92,Default,,0000,0000,0000,,અને પછી મેં તેઓને પૂછ્યું, Dialogue: 0,0:12:46.95,0:12:50.02,Default,,0000,0000,0000,,"તમને કેવો અનુભવ થયો જયારે\Nતમે તેમના જુસ્સાને સાંભળતા હતા?" Dialogue: 0,0:12:50.37,0:12:52.65,Default,,0000,0000,0000,,તેઓએ કહ્યું, "મારી આંખો ચમકતી હતી. Dialogue: 0,0:12:52.68,0:12:53.95,Default,,0000,0000,0000,,હું મલકાતો હતો. Dialogue: 0,0:12:53.97,0:12:55.34,Default,,0000,0000,0000,,હું ઢળતો ગયો." Dialogue: 0,0:12:55.37,0:12:57.44,Default,,0000,0000,0000,,જયારે આપણે આપણા જુસ્સાની અંદર ઘુસી જઈએ છીએ Dialogue: 0,0:12:57.46,0:13:00.83,Default,,0000,0000,0000,,આપણે કૃતનિશ્ચયી થઈએ છીએ\Nપોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે, Dialogue: 0,0:13:00.85,0:13:03.72,Default,,0000,0000,0000,,પણ આપણને અન્ય લોકો તરફથી પણ\Nઅવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે. Dialogue: 0,0:13:04.53,0:13:09.82,Default,,0000,0000,0000,,જુસ્સાની અંદર જવું ત્યારે પણ કામ કરે છે\Nજ્યારે આપણે ખુબ નબળા હોઈએ. Dialogue: 0,0:13:10.53,0:13:15.01,Default,,0000,0000,0000,,પુરુષો અને મહિલાઓ બંનેને કામની જગ્યાએ\Nસજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે. Dialogue: 0,0:13:15.34,0:13:21.76,Default,,0000,0000,0000,,પરંતુ લીઝી વુલ્ફ એ બતાવ્યું છે કે જયારે\Nઆપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ, Dialogue: 0,0:13:21.79,0:13:27.87,Default,,0000,0000,0000,,આપણું જે બિનઉપયોગી રોવાનું છે એ પુરુષો\Nઅને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે. Dialogue: 0,0:13:28.60,0:13:32.07,Default,,0000,0000,0000,,મારા સ્વર્ગસ્થ પિતાના અમુક શબ્દો\Nપરથી હું પૂર્ણ કરીશ Dialogue: 0,0:13:32.09,0:13:34.25,Default,,0000,0000,0000,,કે તે મારા જોડિયા ભાઈના\Nલગ્ન વખતે બોલ્યા હતા. Dialogue: 0,0:13:34.68,0:13:36.26,Default,,0000,0000,0000,,આ જુઓ અમારી તસ્વીર. Dialogue: 0,0:13:37.66,0:13:39.92,Default,,0000,0000,0000,,મારા પિતા પણ મારી જેમ મનોવિજ્ઞાની હતા, Dialogue: 0,0:13:39.94,0:13:43.67,Default,,0000,0000,0000,,પરંતુ એનો ખરો પ્રેમ અને\Nખરું પેસન સિનેમા હતું, Dialogue: 0,0:13:43.69,0:13:44.89,Default,,0000,0000,0000,,મારા ભાઈની જેમ. Dialogue: 0,0:13:44.92,0:13:47.48,Default,,0000,0000,0000,,અને તેથી તેમણે મારા ભાઈના\Nલગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું Dialogue: 0,0:13:47.50,0:13:50.65,Default,,0000,0000,0000,,આપણા માણસના રૂપમાં ભજવાતી ભૂમિકાની. Dialogue: 0,0:13:50.68,0:13:52.97,Default,,0000,0000,0000,,અને તેમણે કહ્યું, "તમે જેટલા હળવા, Dialogue: 0,0:13:52.99,0:13:56.84,Default,,0000,0000,0000,,એટલા તમારા અભિનયને સમૃદ્ધ અને મુલ્યવાન\Nબનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો. Dialogue: 0,0:13:57.17,0:14:01.26,Default,,0000,0000,0000,,જેઓ પોતાની ભૂમિકાઓને ભેટી લે\Nઅને પોતાનો અભિનય સુધારતા જાય Dialogue: 0,0:14:02.00,0:14:04.62,Default,,0000,0000,0000,,તેઓ સ્વયં પ્રગતિ, બદલાવ\Nઅને વિસ્તાર કરે છે. Dialogue: 0,0:14:05.07,0:14:06.38,Default,,0000,0000,0000,,સરસ રીતે રમો, Dialogue: 0,0:14:06.40,0:14:08.37,Default,,0000,0000,0000,,અને તમારા દિવસો મોટે ભાગે આનંદીત હશે." Dialogue: 0,0:14:08.95,0:14:10.57,Default,,0000,0000,0000,,મારા પપ્પા એ કેહતા હતા Dialogue: 0,0:14:10.60,0:14:14.38,Default,,0000,0000,0000,,કે આપણને બધાને આ દુનિયામાં સીમાઓ\Nઅને ભૂમિકાઓ સોંપવામાં આવી છે. Dialogue: 0,0:14:15.05,0:14:18.51,Default,,0000,0000,0000,,પણ તેઓ આ વાતનો સાર પણ કેહતા હતા : Dialogue: 0,0:14:19.00,0:14:24.02,Default,,0000,0000,0000,,આ ભૂમિકાઓ અને સીમાઓ સતત\Nવિસ્તરતી અને વિકસતી રહે છે. Dialogue: 0,0:14:24.77,0:14:26.53,Default,,0000,0000,0000,,તો જયારે કોઈ ઘટના સાદ કરે, Dialogue: 0,0:14:27.11,0:14:28.73,Default,,0000,0000,0000,,એક વિકરાળ મા બની જાઓ Dialogue: 0,0:14:29.25,0:14:30.89,Default,,0000,0000,0000,,અને નમ્ર બની સલાહ લો. Dialogue: 0,0:14:31.80,0:14:35.52,Default,,0000,0000,0000,,મજબુત આધાર અને વફાદાર મિત્રો તૈયાર કરો. Dialogue: 0,0:14:35.91,0:14:38.25,Default,,0000,0000,0000,,જુસ્સાભેર દ્રષ્ટિકોણ બદલતા શીખો. Dialogue: 0,0:14:38.77,0:14:40.49,Default,,0000,0000,0000,,અને જો આ બધા સાધનો વાપરશો -- Dialogue: 0,0:14:40.51,0:14:44.08,Default,,0000,0000,0000,,અને તમારામાંથી દરેક આ\Nસાધનોનો ઉપયોગ કરી શકે છે -- Dialogue: 0,0:14:44.10,0:14:47.97,Default,,0000,0000,0000,,તમે તમારા સ્વીકૃત વર્તણુંકની\Nસીમાનો વિસ્તાર કરશો. Dialogue: 0,0:14:47.99,0:14:50.95,Default,,0000,0000,0000,,અને તમારા દિવસો મોટે ભાગે આનંદી હશે. Dialogue: 0,0:14:52.08,0:14:53.23,Default,,0000,0000,0000,,ધન્યવાદ. Dialogue: 0,0:14:53.26,0:14:55.69,Default,,0000,0000,0000,,(અભિવાદન)