[ શીર્ષક અને વર્ણનને કેવી રીતે સંપાદિત કરવું ] તમે તમારું અનુવાદ અથવા લખાણનું કામ મોકલો તે પહેલાં, શીર્ષક અને વર્ણનને સંપાદિત કરવાનું ન ભૂલો. તમે શીર્ષક અને વર્ણનને શોધી શકો છો, દરેક TED, TEDx અને TED-Ed talk માં, ઉપશીર્ષક સંપાદકના ઉપરની બાજુ ડાબા ખૂણામાં. તે વિભાગમાં જવા માટે, પેન્સિલના ચિહ્ન પર ક્લિક કરો. જ્યારે તમે કોઈ TED talk નું ભાષાંતર કરી રહ્યાં હોવ, શીર્ષકમાં લખો, વક્તાનું નામ અને વર્ણન, તમારી ભાષામાં. જ્યારે TED-Ed નાં વિડિઓ પર કામ કરી રહ્યા હોવ, શીર્ષક અને વર્ણનના અનુવાદ ઉપરાંત, સંપૂર્ણ TED-Ed નાં પાઠ માટેની લિન્ક રાખવાનું યાદ રાખો તે વિડિયોનો સાથ આપે છે. "દ્વારા પાઠ" અને "દ્વારા એનિમેશન" જેવા શબ્દસમૂહોનો અનુવાદ કરો વર્ણનને અંતે. જ્યારે તમે કોઈ TEDx talk પર કામ કરો છો, TEDx નાં શીર્ષક અને વર્ણનના ધોરણોનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. માનક શીર્ષક બંધારણ ચર્ચાના શીર્ષકનો ઉપયોગ કરે છે, વક્તાનું નામ, અને TEDx ઈવેન્ટનું નામ, ઊભી પટ્ટીના અક્ષરથી અલગ પહેલાં અને પછી જગ્યા સાથે. જો શીર્ષક જુદી જુદી રીતે લખવામાં આવ્યું હોય, પ્રમાણભૂત બંધારણમાં સાથે મેળ કરવા માટે તેને બદલો. ઇવેન્ટની તારીખ અથવા કોઈપણ અન્ય માહિતી ઉમેરશો નહીં. TEDx ઇવેન્ટના નામ બ્રાન્ડેડ શબ્દો છે તેનું ભાષાંતર થવું જોઈએ નહીં અથવા "TEDx" અને ઇવેન્ટના નામની વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. જ્યારે TEDx talks નું લખાણ અથવા ભાષાંતર લખી રહ્યા હોય, કૃપા કરીને અસ્વીકરણ રાખવાનું યાદ રાખો અને તેને તમારી ભાષામાં અનુવાદિત કરો. અસ્વીકરણ વર્ણનની પહેલા અથવા પછી જઈ શકે છે. તમને સત્તાવાર અસ્વીકરણ અનુવાદની એક લિંક મળશે નીચે વિડિઓના વર્ણનમાં. વર્ણનમાં વાતોની ટૂંકી ઝાંખી મળવી જોઈએ. જો તે ખૂબ લાંબુ ન હોય, તો તમે વક્તા વિષે પણ લખી શકો છો. જો વર્ણન ન હોય, તો પોતાની રીતે વાત વિષે ટૂંકું વર્ણન લખો. યાદ રાખો કે, શીર્ષક અને વર્ણનની ભાષા વાત કરવાની ભાષા સાથે મેળ ખાવી જોઈએ. અંગ્રેજી શીર્ષક ન મૂકશો અને અંગ્રેજી સિવાયની વાતો પર વર્ણનો. TEDx પ્રોગ્રામ શું છે, તે સમજાવતા સામાન્ય વાક્યો છોડી દેવા જોઈએ અને ભાષાંતર થવું જોઈએ નહીં. શીર્ષક અને વર્ણન લખ્યા પછી, તમે સંવાદમાં "Done" પર ક્લિક કરી શકો છો અને પછી તમારું કાર્ય "Submit" કરો. અને હમણાં માટે, શુભ લખાણ અને અનુવાદ !