Return to Video

નામ: નકારાત્મક સંખ્યાઓની પ્રસ્તાવના

  • 0:03 - 0:05
    આ વિડીયોમાં આપણે નકારાત્મક અટલે કે ઋણ સંખ્યાઓનો પરિચય મેળવીશું.
  • 0:05 - 0:08
    અને તેના સરવાળા અને બાદબાકી કરવા અંગે પણ થોડી માહિતી મેળવીશું.
  • 0:09 - 0:12
    હવે, પહેલી નજરે તો આ થોડું અઘરું અને અટપટું લાગે છે.
  • 0:12 - 0:15
    સામાન્ય રીતે, આપણે ગણતરી માટે સકારાત્મક એટલે કે ધન સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ.
  • 0:15 - 0:17
    આ નકારાત્મક કે ઋણ સંખ્યા એટલે શુ તે જોઈએ.
  • 0:21 - 0:23
    હવે, થોડું વિચારશો, તો તમને ખ્યાલ આવશે કે આ નકારાત્મક કે ઋણ સંખ્યાઓને તમે પણ જાણો જ છો.
  • 0:26 - 0:31
    આ અંગે હું ઉદાહરણ આપું તે પહેલાં જાણી લો કે સામાન્ય રીતે ઋણ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે શૂન્ય કરતાં નાની હોય.
  • 0:31 - 0:35
    શૂન્ય કરતાં નાની
  • 0:37 - 0:40
    આ તમને જો થોડું અટપટું અને વિચિત્ર લાગતું હશે. તો આપણે થોડાં ઉદાહરણ જોઈએ.
  • 0:45 - 0:47
    જો આપણે તાપમાનના માપ વિશે વાત કરીએ તો તે સેલ્શીયસ કે ફેરનહીટમાં હોય છે.
  • 0:47 - 0:50
    પણ આપણે અહીં સેલ્શીયસના એકમમાં વાત કરીશું.
  • 0:52 - 0:54
    આપણે અહીંયા એક રેખા લઈ તેના આધારે તાપમાન માપીએ.
  • 0:57 - 1:03
    હવે, અહીંયા આ 0 ડીગ્રી સેલ્શીયસ, આ 1 ડીગ્રી સેલ્શીયસ, 2 ડીગ્રી સેલ્શીયસ, 3 ડીગ્રી સેલ્શીયસ.
  • 1:06 - 1:10
    હવે આ ઘણો જ ઠંડો દિવસ છે અને તેનું તાપમાન અત્યારે 3 ડીગ્રી સેલ્શીયસ છે.
  • 1:12 - 1:17
    અને કોઈ એવી આગાહી કરે કે આવતી કાલે 4 ડીગ્રી સેલ્શીયસ ઠંડી વધશે.
  • 1:17 - 1:22
    તો કેટલી ઠંડી થશે અને આ ઠંડીને તમે કેવી રીતે દર્શાવશો.
  • 1:25 - 1:27
    સારુ. હવે જો 1 ડીગ્રી ઠંડી વધે તો તે તાપમાન 2 ડીગ્રી થશે. પરંતુ અહીં 4 ડીગ્રી ઠંડી વધે છે એટલે કે 4 ડીગ્રી તાપમાન ઘટે છે.
  • 1:27 - 1:32
    જો 2 ડીગ્રી ઠંડી વધે તો આપણું તાપમાન 1 ડીગ્રી થશે.
  • 1:32 - 1:35
    જો 3 ડીગ્રી ઠંડી વધે તો આપણું તાપમાન 0 ડીગ્રી થશે.
  • 1:38 - 1:44
    પરંતુ અહીંયા તો 3 ડીગ્રી પણ પૂરતી નથી. અહીંયા ઠંડી તો 4 ડીગ્રી વધે છે. માટે આપણે 0 કરતાં પણ 1 ડીગ્રી પાછળ જવું પડે.
  • 1:44 - 1:50
    અને આમ 0 કરતાં 1 પગલું પાછળ આને આપણે ઋણ 1 કહીશું.
  • 1:53 - 1:57
    હવે, અહીં રેખાને જોતાં જણાય છે કે શૂન્યથી જમણી તરફ જતાં ધન સંખ્યા વધે છે.
  • 1:57 - 2:04
    પરંતુ શૂન્યથી ડાબી તરફ જતાં ઋણ સંખ્યા -1, -2, -3 એમ વધે છે.
Title:
નામ: નકારાત્મક સંખ્યાઓની પ્રસ્તાવના
Description:

A basic understanding of negative numbers on a number line, as well as how to add and subtract them.

more » « less
Video Language:
English
Duration:
09:36
pateldhaval001 edited Gujarati subtitles for Negative Numbers Introduction
pateldhaval001 edited Gujarati subtitles for Negative Numbers Introduction
pateldhaval001 edited Gujarati subtitles for Negative Numbers Introduction
pateldhaval001 edited Gujarati subtitles for Negative Numbers Introduction
pateldhaval001 edited Gujarati subtitles for Negative Numbers Introduction
pradhanvipul edited Gujarati subtitles for Negative Numbers Introduction
pradhanvipul added a translation

Gujarati subtitles

Incomplete

Revisions